ડો.રજત તો એટલા ડરી જાય છે કે તે બધા ને અહી થી જ પાછા ફરવાનું જણાવે છે અને પોલીસ ને કેસ સોંપવાનું વિચારે છે. બધા ખૂબ ઉતાવળ માં પાછળ ફરે છે. એવા માં અચાનક ખુશી ડો.રજત નો હાથ પકડી ને તેની તરફ ખેંચે છે. જેવા તે તેની તરફ ફરે છે એકદમ થી તેનુ ગળું પકડી ને એક કબાટ સાથે દબાવી દે છે. એકદમ ભયાનક અવાજ સાથે બોલે છે,
‘મારા ઘરે આવી ને એમ જ પાછા જતા રહેશો તમે લોકો?’
નેહા અને તપન ની સામે જોઈ ને ખૂબ ગુસ્સા માં બોલે છે,
‘મે તમને લોકો ને ચેતવણી આપી હતી પણ છતાં તમે ન સુધર્યા, ઠીક છે તમારે લોકો એ ખરાબ પરિણામ ભોગવવા જ છે તો ભોગવો.’
ડો.રજત ની એકદમ નજીક જઈ ,
‘ તું હોસ્ટેલ બંધ કરાવવાની વાત કરે છે ને તું એ કરી તો જો પછી જે પરિણામ આવે તે જોઈ લેજે.’
ડો.રજત ના ગળા પર નું દબાણ ખુશી વધારે છે, હવે સાહેબ ને શ્વાસ લેવા માં પણ તકલીફ પાડવા લાગે છે. એટલા માં કાનજીભાઈ અચાનક ખુશી ની નજીક આવી ને ધક્કો મારે છે અને કહે છે,
‘ જા તારા થી થાય તે કરી લે.’
આટલું સાંભળતા જ ખુશી ની પકડ ધીરે ધીરે ઢીલી થતી જાય છે અને ત્યાં જ મૂર્છિત થઈ ને પડી જાય છે. ગાર્ડ ખુશી ને ઉચકી ને બહાર તરફ લઈ જાય છે. આ સાથે જ ડો.રજત હાફતા હાફતાં મિસ. ઋજુતા ને લાઇબ્રેરી બંધ કરી ને પોતાની ઓફિસ માં બોલાવે છે.
કાનજીભાઈ ખુશી ને ઉચકી ને ડો.રજત ની ઓફીસ માં લઇ જાય છે અને બધા પણ ત્યાં જ પહોંચે છે. ખુશી પર થોડું પાણી છાંટી ને તેને ભાન માં લાવવાનો બધા પ્રયાસ કરે છે. થોડી વાર માં ખુશી ભાન માં આવી જાય છે. પ્રિન્સિપાલ સાહેબ મિસ. ઋજુતા ને લાઇબ્રેરી માં બનેલી તમામ ઘટના ની જાણકારી આપે છે. એ સાંભળી ને મિસ. ઋજુતા આશ્ચર્યચકિત થવા ને બદલે હસવા લાગે છે. તેં જોઈ ને ડો.રજત થોડા ગુસ્સે થાય છે અને કહે છે,
‘મેડમ આ વાત હસવાની નથી, મને પણ આ વાત પર વિશ્વાસ ન હતો પરંતુ મે દસ મિનિટ પહેલા હું પોતે મૃત્યુ ના દરવાજા ને દસ્તક આપી ને પાછો આવ્યો છું.’
આ સાંભળીને મિસ. ઋજુતા કહે છે ‘આવી ઘટના બનવાની આજ નહિ તો કાલે બનવાની જ છે તે મને ખબર જ હતી.’
આવું સાંભળી ને બધા મિસ.ઋજુતા તરફ અવાચક થઈ ને જુએ છે. ડો.રજત પણ તેની સામે જુએ છે અને કહે છે,
‘તમે કહેવા શું માગો છો તે જણાવશો? તમને આ કઈ રીતે ખબર?’
મિસ. ઋજુતા એકદમ શાંતિ થી જાણે કશું થયું જ ન હોય તેમ જવાબ આપે છે,
‘લગભગ ૨૨ વર્ષ પહેલાં ની આ વાત છે. હું ત્યારે ૨૬ વર્ષ ની હતી અને મને પહેલી નોકરી અહી આપણી કોલેજ માં લાઇબ્રેરીયન મળી હતી. ત્યારે આપણી કોલેજ માં એક ડો.શર્મા હતા, તે અવાર નવાર પુસ્તકો લેવા માટે લાઇબ્રેરી માં આવતા રહેતા હતા. હું તેમને પસંદ કરવા લાગી હતી અને તે પણ મને પસંદ કરતા હતા.એક દિવસ ડો. શર્મા એ મારી સમક્ષ પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો અને હું પણ તેમને પ્રેમ કરતી હોવાથી મે પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.’
'અમારા બંને ના સંબંધ દિવસે ને દિવસે ગાઢ બનતા ગયા હતા. એવા માં અચાનક મને ખબર મળે છે કે ડો.શર્મા એ તેમની કોઈ પેશન્ટ સાથે લગ્ન કરી લીધા. આ સાંભળી ને મને ખૂબ ગુસ્સો આવ્યો એક વાર તો મને આપઘાત કરવાનો પણ વિચાર આવ્યો. પરંતુ નાનપણ થી જે થાય તે સારા માટે થાય તેવું સાંભળતી આવતી હતી માટે મે આ કડવી હકીકત ને પણ સ્વીકારી લીધી હતી. પણ હું મન થી ડો. શર્મા ને ચાહતી હતી. પરંતુ તેમણે મને માત્ર નામ ની લાલસા માં દગો દીધો હતો જેથી મને આજ સુધી કોઈ પુરુષ પર વિશ્વાસ ન આવ્યો અને ને આજીવન કુંવારી રહેવા નું નક્કી કર્યું.’
'મારું જીવન આ આઘાત બાદ પણ શાંતિ થી ચાલતું હતું, કોઈ કોઈ વાર અમે સાથે વિતાવેલી પળો યાદ આવી જાય તો હું એકલી ખૂણા માં બેસી ને રડી પણ લેતી હતી.’
‘એવા માં અચાનક એકદિવસ ડો.શર્મા ખૂબ ગભરાયેલા મારી પાસે લાઇબ્રેરી માં આવ્યા. અને મને કહ્યું કે
‘ પ્લીઝ, મારી મદદ કરે નહિ તો તે મને મારી નાખશે.’
'હું તેની સાથે વાત કરવા પણ રાજી ન હતી જેથી મે તેની મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેના હાથ માં એક જાડી રેકોર્ડ બુક હતી તેણે મને આ બુક ને લાઇબ્રેરી માં પુસ્તકો વચ્ચે સંતાડી દેવા કહ્યું. પરંતુ હું ગુસ્સા માં રડતા રડતા ત્યાં થી નીકળી ગઈ. લગ્ન બાદ તે ફરી કોઈ દિવસ લાઇબ્રેરી માં આવ્યો ન હતો અને પછી સાત મહિના બાદ આમ અચાનક મારી સામે આવવા થી હું ખૂબ વિચલિત થઇ ગઈ હતી. કદાચ તે લગ્ન પછી તરત જ મને મળ્યો હોત અને પોતે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા છે તે વાત કરી હોય તો હું કદાચ તેને માફ પણ કરી દેત પણ તેણે મને તરછોડી દીધા નો મને અહેસાસ થયો હતો. માટે હું તેને મદદ કરવાના જરા પણ મૂડ માં ન હતી. હું બહાર ની બાજુએ ઊભી ઊભી રડી રહી હતી મારા થી મારું રડવાનું કંટ્રોલ થતું ન હતું. ‘
થોડી વાર પછી તે લાઇબ્રેરી માં થી બહાર આવ્યો મારી સામે ઊભો રહ્યો અને રડમસ આવજે કહ્યું,
‘ સોરી, વ્હાલી મારા થી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને મને માફ કરજે.’ આટલું કહી ને તે ઝડપ થી ત્યાંથી નીકળી ગયો.
તે દિવસે મે મારી જાત ને સાંભળી લીધી અને બીજા દિવસે મને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ડો.શર્મા ની કોઈએ ખૂબ નિર્દયતપૂર્વક હત્યા કરી નાખી હતી. તેમની પત્ની નો પણ કોઈ અતોપતો ન લાગ્યો માટે લોકો એ એવું માની લીધું કે તેની પત્ની એ જ તેની હત્યા કરી છે અને તે ક્યાંક છુપાઈ ગઈ છે. ખૂબ લાંબી પોલીસ તપાસ ચાલી મારી પણ પૂછતાછ થઈ મે છેલ્લે લાઇબ્રેરી માં અમારા વચ્ચે થયેલ સંવાદ પોલીસ ને જણાવ્યો જેથી તેને કોઈ મારી નાખવાનું હોય તે પહેલા થી જ ડો.શર્મા જાણતા હતા તેવું નિરાકરણ નીકળ્યું. ખૂબ તપાસ બાદ પણ કોઈ ખૂની પકડાયું નહિ જેથી કંટાળી ને પોલીસે કેસ બંધ કરી દિધો.
હું તો મનોમન તેને હજુ પ્રેમ કરતી હતી, માટે મને વિચાર આવ્યો કે તે લાઇબ્રેરી માં શું સંતાડવા આવ્યો હતો? કદાચ તેણે જે રેકોર્ડ બુક સંતાડી છે તેમાં થી કોઈ કડી મળી જાય અને તેના ગુનેગાર ને સજા મળી શકે.
તેથી હું બીજા દિવસે જ્યારે લાઇબ્રેરી માં આવી ત્યારે મે ખૂબ શોધખોળ કરી. મારા અંદાજ મુજબ હું સાચી હતી મને ખૂબ ચોંકાવનારી વસ્તુ હાથ માં લાગી. મને મારી આંખો પર વિશ્વાસ ન આવતો હતો કે હું એક પુરુષ ના સ્વરૂપ માં રાક્ષસ ને પ્રેમ કરતી હતી. તે હાથ લાગેલી વસ્તુ બીજું કઈ નહિ પરંતુ તેણે કરેલા પ્રયોગો ની રેકોર્ડ બુક હતી. જેમાં તેણે કરેલા દરેક પ્રયોગ નું અક્ષરસઃ વર્ણન હતું. જે વાંચી ને મારી આંખ માં આંસુ આવી ગયા હતા.
હજુ તો મિસ ઋજુતા આગળ કઈ વાત કરે તે પહેલા ખુશી પોતાની જગ્યા એ થી ઊભી થાય છે અને મિસ. ઋજુતા પકડી ને ટેબલ પર દબાવી દે છે. ફરી થી ભયાનક અવાજ માં બોલે છે
ક્રમશઃ