Galatfemi - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ગલતફેમી - 1

Featured Books
Categories
Share

ગલતફેમી - 1

ગલતફેમી

"વનિતા પણ હશે ને! એની સાથે જ વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું. એણે તાણો માર્યો હતો.

"અરે, એની સાથે વાત નહિ કરવી એટલે જ તો તને કોલ કર્યો!" પાર્થે એણે ગમે એવી જ વાત કરી. જાણે કે પાર્થ એને શિકાયત નો એક પણ મોકો આપવા જ નહોતો માંગતો!

"કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ફરિયાદ કરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો!

સમય પણ અજીબ હોય છે, કંટાળો આવે તો લાગે છે કે કઈ જ કરવા માટે છે જ નહિ, ઘડિયાળ નાં કાંટા ઓ પણ લાગે છે કે રોકાઈ જ ગયાં હોય છે તો અમુકવાર તો સમય એટલી બધી તેઝ ગતિથી જતો હોય છે કે લાગે છે કે સમય જોવાનો પણ સમય જ નહિ, લાગે છે કે બધું જ આંખનાં પલકારે થઈ જ ગયું, અને આપને ખુદ બસ એને જોતાં જ રહી ગયાં.

"અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય! વિચારોને એને થોડો વિરામ આપ્યો હતો. વધારે વિચારવા માટે પણ સમય જ ક્યાં હતો?!

"રહેવા દે હવે, જ્યારે જોઈએ ત્યારે વનિતા પાસે જ તો હોઉં છું!" રિચા એ થોડું અકળાતા કહ્યું. એના શબ્દોમાં તલખી હતી.

"ઓ! એવું કઈ જ નહિ! અમે તો બસ દોસ્તો છીએ!" પાર્થે સમજાવ્યું.

"બસ તો, તારી દોસ્ત સાથે વાત કર!" રિચા એ ફરી તાણો માર્યો.

"જો હું માનું છું કે છેલ્લા એક દિવસથી આપને વાત નહિ કરી, પણ જો ને એટલે જ તો આ માર્કેટમાં મને થોડો ટાઈમ મળી ગયો તો તને જ કોલ કર્યો છે." પાર્થે રિચા ને સમજાવી. એણે રિચાને સમજાવવાની બહુ જ જરૂર હોય એવું લાગતું હતું. એટલું જ જરૂરી કે જેટલું જરૂરી એક છોકરાએ ફેમિલી નાં કામો કરવા હોય છે. ખુદ પણ તો સવારનો બજારનાં કેટલાય ધક્કા ખાઈ લીધાં હતાં ને?! રિચા ને કેમ નહિ સમજાતું હોય કે ખુદ પણ તો આ જાણી જોઈને નહિ કરતો એ, એને પણ વાત કરવી જ છે, પણ એની પણ આમાં કોઈ જ ભૂલ નહિ!

"અચ્છા, મિંસ મને તું મિસ કરે છે." રિચા એ કઈક વિચાર કરતાં કહ્યું.

"હાં તો બહુ જ મિસ કરું છું." પાર્થે સાવ રડમસ રીતે કહ્યું. હારી ગયેલા ખિલાડી ની જેમ એને જીતની કદર હતી!

"બસ બસ, બહુ મિસ ના કર; તારે તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે!" રિચા એ કહ્યું તો એનાથી હસી જવાયું!

"મજાક ના ઉડાવ! મને તો એવું જ લાગે છે કે હું મોટા ભાગે બાઈક પર જ હોઉં છું." પાર્થે ઉદાસીનતાથી કહ્યું.

"હમ... તારું ધ્યાન રાખજે... અને ખાધું ને તે?!" રિચા એ પૂછ્યું તો પાર્થ મૌન જ રહ્યો તો રિચા જવાબ સમજી ગઈ.

દરેક વાર લાંબા લેક્ચર ની જરૂર થોડી હોય છે, ખાસ વ્યક્તિ માટે તો બસ થોડા સેકંડ નું મૌન પણ કાફી હોય છે.

"મારા ભાઈને જોવા આવ્યા અને કામ તું કરે છે, હાવ સ્વીટ!" રિચા એ કહ્યું તો પાર્થે કોલ કટ કરી દિધો. એની પાસે એટલો પણ ટાઈમ નહોતો કે એ રિચા ને બરાબર બાય પણ કહી શકે!

 

"પાર્થ બેટા, ડુંગળી રહી ગઈ છે. તારે ફરી માર્કેટમાં જવું પડશે." કિચનમાં રિચા ની મમ્મી એ પાર્થને કહ્યું.

વધુ આવતા અંકે...