Love in Space - 12 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ ઇન સ્પેસ - 12

Featured Books
Categories
Share

લવ ઇન સ્પેસ - 12

લવ ઇન સ્પેસ

પ્રકરણ -12

“SID”

J I G N E S H

Instagram: @sid_jignesh19

▪▪▪▪

“what…!?” ક્રિસ્ટીનાએ કહેલી વાત સાંભળીને જોય ચોંકી ગ્યો “ખરેખર....!?”

“હાં....! મને આપડને બધાંને ક્રાયોજેનિક સ્લીપમાં સૂવાડી શકું છું...!” ક્રિસ્ટીના પૂરાં કોન્ફિડેંસથી પોતાનાં ખભાં ઉછાળીને બોલી અને પૂલના પાણીમાંથી બહાર નીકળવાં માટેની સીડીઓ ચઢીને પૂલમાંથી બહાર નીકળવાં લાગી.

આંતરવસ્ત્રોમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના અદ્ભુત કસાયેલાં શરીરના તમામ વળાંકો ઉપરથી પાણીની અનેક ધારો અને બુંદોને સરકતા જોય જોઈ રહ્યો.

“પણ...પણ...કેવી રીતે....!” પાણીમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના એ બેહદ મારકણા રૂપના ક્ષણિક મોહમાંથી જોય તરતજ પાછો ફર્યો અને પુલમાંથી બહાર નીકળતાં-નીકળતાં બોલ્યો “હું કેટલાં વખતથી ટ્રાય કરું છું...! ક્રાયોજેનિક ચેમ્બર રીપેર કરવાનો...! પણ..!”

“હું ક્રાયોજેનિક ચેમ્બરની વાત નથી કરતી...!” ક્રિસ્ટીના શાંતિથી બોલી અને ભીની ને ભીનીજ આંતરવસ્ત્રોમાં સ્વિમિંગપૂલના રૂમમાંથી બહાર નીકળી.

જોય પણ તેણીની પાછળ-પાછળ પોતાની ટી-શર્ટ પોતાનાં ભીના શરીર ઉપર ચડાવતો-ચડાવતો દોડ્યો.

“પ્લીઝ...! તું મને પૂરી વાત કઈશ....!” કોરિડોરમાં ક્રિસ્ટીનાની પાછળ ચાલતાં-ચાલતાં જોય પૂછવા લાગ્યો.

“જરૂર....! પણ પે’લ્લાં મારે બારમાં જવું છે...!” ક્રિસ્ટીના મારકણું સ્મિત કરીને બોલી અને કમર લચકાવતી-લચકાવતી બારમાં જવાં પહેલાંમાળની સીડીઓ ઉતરવા લાગી “મારે મસ્ત વ્હીસ્કી પીવી છે...!?”

“પણ આવીજ આઈશ તું....!?” ક્રિસ્ટીનાની પાછળ-પાછળ સીડીઓ ઉતરતાં જોયે પૂછ્યું.

જવાબમાં ક્રિસ્ટીનાને પગથિયાં ઉતરતાં-ઉતરતાં પાછું જોઈ જોય સામે મારકણું સ્મિત કર્યું અને બાકીની સીડીઓ ઉતરી ગઈ.

“આ છોકરી શું કરવાં માંગે છે...!?” છેલ્લાં પગથીએ ઊભાં રહીને જોય ક્રિસ્ટીનાને જતી જોઈ રહ્યો.

***

“તું અહિયાં પણ આ રીતે આઈ ગઈ...!?” માત્ર આંતરવસ્ત્રોમાં ભીની-ભીની ક્રિસ્ટીનાને બારના દરવાજામાંથી અંદર પ્રવેશતી જોઈને બારમાં સ્ટૂલ ઉપર બેસીને વ્હીસ્કી પી રહેલી એવલીન ભડકી ઉઠી.

“માય ગોડ...!” એવલીનની જોડેનાં સ્ટૂલ ઉપર બેઠેલાં બ્રુનોની નજર પણ કેડ લચકાવતી ક્રિસ્ટીનાને એ હાલતમાં જોઈને ચમકી ગઈ.

વ્હીસ્કી પીતાં-પીતાં તે અટકી ગયો અને ક્રિસ્ટીનાને માથાંથી લઈને છેક પગ સુધી ઘૂરી-ઘૂરીને જોઈ લીધી. એ પછી પણ બ્રુનોએ ક્રિસ્ટીનાના ઊંચા શિખર જેવાં સ્તનો ઉપર પોતાની નજર ચોંટાડી રાખી.

“તારે કપડાં પહેરીને આવું જોઈએને...!” એવલીન વધુ ચિડાઈને બોલી “અહિયાં બધાંને પ્રોબ્લેમ થાય છે....!”

“ઓહ...! કોને પ્રોબ્લેમ છે અહિયાં...!?” ક્રિસ્ટીના પૂરાં ઘમંડ સાથે બોલી પછી મારકણું સ્મિત કરીને બ્રુનો સામે જોયું “બ્રુનો....!?”

“ન....ના....નૈ....મને કોઈ પ્રોબ્લેમ નથી....!” ગળેથી થૂંક ઉતારતો બ્રુનો માંડ બોલ્યો.

“તો...તો...નોવાને પ્રોબ્લેમ ના થાય કઈં...!?” એવલીન છોભીલી પડી ગઈ હોય એમ બોલી.

“એ તો રોબોટ છે...!” ક્રિસ્ટીના ખભાં ઉછાળીને બોલી.

“એ AI રોબોટ છે...!” એવલીન ચિડાયેલાં સ્વરમાં બોલી “એને પણ ફીલિંગ્સ છે...!”

“નોવા...! તને પ્રોબ્લેમ છે...!?” ક્રિસ્ટીનાએ અદાથી નોવા સામે જોયું.

“નાં...મને પણ કોઈજ પ્રોબ્લેમ નથી..!” નોવા પણ વ્હીસ્કીનાં ગ્લાસને સાફ કરતાં-કરતાં સ્મિત કરીને બોલ્યો “યુ આર લાઈક અ ગોડેસ ક્રિસ્ટીના...!”

“થેન્ક યુ નોવા...!” ક્રિસ્ટીના લેહકો લઈને બોલી.

ક્રિસ્ટીનાનાં નખરાં જોઈને એવલીનનું મગજ તપી ઉઠ્યું.

“નોવા..! મને મસ્ત વ્હીસ્કી પીવડાય...!” ક્રિસ્ટીના બોલી અને એવલીનને હડસેલીને એનાં સ્ટૂલ ઉપર બેસી ગઈ “લાર્જ પેગ....! મારે સેલિબ્રેટ કરવું છે...!”

“શ....શેનું સેલિબ્રેટ...!?” એવલીને શંકાસ્પદ સ્વરમાં પૂછ્યું પછી જોયની ગેરહાજરનીનો અનુભવ થતાં બોલી “અને જોય ક્યાં છે...!?”

ક્રિસ્ટીનાએ ફરીવાર મારકણું સ્મિત કર્યું અને નોવાએ ભરીને કાઉન્ટર ઉપર વ્હીસ્કી ભરીને મુકેલાં વ્હીસ્કીનાં ગ્લાસને ઉઠાવીને બારનાં દરવાજા તરફ જોઈ રહી. એવલીન અને બ્રુનોએ પણ એ તરફ જોયું. જોય બારનાં દરવાજામાંથી અંદર આવ્યો હતો.

“જોય...! તું પણ આવ....! આપડે સેલિબ્રેટ કરીએ...!” ક્રિસ્ટીનાએ વ્હીસ્કીનો ગ્લાસ જોય તરફ ચીયર્સ કરતી હોય એમ ધરીને કહ્યું.

“શેનાં સેલિબ્રેશનની વાત કરે છે આ...!” એવલીને ઉચાટભર્યા સ્વરમાં જોયને પૂછ્યું “તમે કઈં કર્યું...!?”

“તારે તો મજા છે બોસ...!” બ્રુનોએ જોય તરફ લુચ્ચું હસીને બોલ્યો પછી ફરીવાર ક્રિસ્ટીનાનાં ભીના માદક દેહને ઉપરથી નીચે સુધી નિહાળી રહ્યો.

“એવું કઈં નથી થયું...!” જોય સહેજ ચિડાઈને બોલ્યો.

“જોય...!?” એવલીન રડમસ ચેહરે તેની સામે જોઈ રહી.

“ક્રિસ્ટીના....!? તું કઈશ હવે....!?” એવલીનને અવગણીને જોઈએ સ્ટૂલ ઉપર બેઠેલી ક્રિસ્ટીના સામે જોયું.

“શું કે’વાનું છે...!?” એવલીને બંને સામે જોઈને એવાંજ સ્વરમાં પૂછ્યું.

“ક્રિસ્ટીનાને ક્રાયોજેનિક સ્લીપમાં પાછું કેવી રીતે સૂવાનું...! એ રસ્તો મળી ગ્યો છે...!” જોય બોલ્યો.

અને એવલીન અને બ્રુનોએ ચોંકીને પહેલાં જોય અને પછી ક્રિસ્ટીના તરફ જોયું.

“what…!?” હવે નોવાએ પણ ચોંકીને પૂછ્યું પછી ક્રિસ્ટીના સામે જોયું “ખરેખર..!?”

“તું ખરેખર કે’છે...! કે મજાક કરે છે..!?” બ્રુનોએ નવાઈ પામીને પૂછ્યું.

“હું મજાક નથી કરતી...!” ક્રિસ્ટીનાએ વ્હીસ્કીનો ગ્લાસ કાઉન્ટર ઉપર મૂકીને શાંતિથી કહ્યું.

“તું જુઠ્ઠું બોલે છે...!” એવલીન ચિડાઈને બોલી “જોયને પટાવવાં માટે...!”

“સ્વીટી....! જોય ઓલરેડી મને રિજેક્ટ કરી ચૂક્યો છે...!” ક્રિસ્ટીનાએ ફરીવાર એવાંજ શાંત સ્વરમાં એવલીન સામે જોઈને કહ્યું.

“પણ હું આખું સ્પેસશીપ ફરીવળી છું...!” એવલીન હજુપણ અવિશ્વાસ સાથે બોલી રહી હતી “મને કોઈ રસ્તો આજ સુધી નથી મલ્યો...!”

“ઉફ્ફ...!” ક્રિસ્ટીના થાકી હોય એમ માથું ધૂણાવીને બોલી અને સ્ટૂલ ઉપરથી ઉતરી “ચાલો...! હું બતાડું...!”

એટલું કહીને ક્રિસ્ટીના કેટવૉક કરતી હોય એમ કમર લચકાવતી-લચકાવતી બહાર જવાં લાગી.

બ્રુનો લાળ ટપકાવતો હોય એમ આંતરવસ્ત્રો પહેરેલી ક્રિસ્ટીનાનું કસાયેલું શરીર જોઈ રહ્યો.

એવલીન અને જોય એકબીજાં સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યાં. પહેલાં બ્રુનો ક્રિસ્ટીના પાછળ-પાછળ જવાં લાગ્યો. થોડીવાર પછી જોય પણ જવાં લાગતાં એવલીને નોવાં સામે જોયું.

“ઓહ...! તમે તો જાણોજ છો..!” નોવાં મજાકીયાં સ્વરમાં બોલ્યો “હું નઈ આઈ શકું...! એમ પણ મારે શીત નિદ્રામાં સુવાંની ક્યાં જરૂર છે...!?”

***

“મેડિકલ ઈમરજન્સી રૂમ.....!?” જોયે આગળ ચાલી રહેલી ક્રિસ્ટીનાને પૂછ્યું.

ક્રિસ્ટીના બધાંને મેડિકલ ઈમરજન્સી રૂમ લઈ આવી હતી જ્યાં જોયની સારવાર કરવામાં આવી હતી.

“તારે આ કપડાં પહેરવાની જરૂર ન’તી...!” ક્રિસ્ટીનાની પાછળ-પાછળ આવી રહેલો બ્રુનો ગંદુ સ્મિત કરીને બોલ્યો.

પાછું ફરીને ક્રિસ્ટીનાએ મારકણું સ્મિત કર્યું. મેડિકલ ઈમરજન્સી રૂમ સુધી આવતાં-આવતાં ક્રિસ્ટીના પોતાનાં રૂમમાં આવીને કપડાં પહેરી લીધાં હતાં.

“બ્રુનો...! ફાલતું બકવાસ ના કર....!” જોયની જોડે-જોડે ચાલી રહેલી એવલીન ચિડાઈને બોલી.

“તું અહિયાં શા માટે લઈ આઈ...!?” એવલીને પૂછ્યું.

બધાં હવે ક્રાયોજેનિક કેપ્સ્યુલ જેવી દેખાતી એજ મેડિકલ કેપ્સ્યુલ સામે આવીને ઊભાં હતાં જેમાં જોયની ઈમરજન્સી સારવાર કરવામાં આવી હતી.

લાંબી ઊભી કાંચથી ઢંકાયેલી કેપ્સ્યુલ સામે બધાં જોઈ રહ્યાં હતાં. જોયને જે કેપ્સ્યુલમાં સારવાર અપાઈ હતી એવીજ બીજી ઘણી કેપ્સ્યુલો હારબંધ ગોઠવાયેલી હતી.

“આપડે આમાં શીત નિદ્રામાં સૂઈ શકીએ છે...!” મેડિકલ કેપ્સ્યુલ સામે જોઈ રહીને ક્રિસ્ટીના બોલી “લાંબી શીત નિદ્રા...! ક્રાયોજેનિક કેપ્સ્યુલની જેમજ...!”

“આવું કેવીરીતે પોસિબલ છે...!?” એવલીન હજીપણ ચિડાયેલી હતી “આમાં કેવીરીતે સુવાનું...!?”

“તું શ્યોર છે..!?” જોયે શાંતિથી પહેલાં મેડિકલ કેપ્સ્યુલ તરફ જોયું પછી ક્રિસ્ટીના સામે જોઈને પૂછ્યું.

“હાં....!” ક્રિસ્ટીના શાંત સ્વરમાં બોલી “હું જ્યારે તારી ટ્રીટમેન્ટ કરી રહી હતી ત્યારે મને ખબર પડી કે મેડિકલ કેપ્સ્યુલના અમુક ફંકશન્સ એવાં છે જેને થોડાં મોડીફાય કરીને આપડે આને ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં કન્વર્ટ કરી શકીએ છે...!”

“અને પછી એમાં ઓશીકું લઈને સૂઈ જવાનું...!” એવલીન ટોંન્ટ મારતી હોય એમ બોલી “એટ્લે આપડે સીધાં હોપ ગ્રહ પહોચ્યાં સુધી સૂઈ જઈશું...! નઈ..!?”

“એવલીન....!” જોયે ચિડાઈને એવલીન સામે જોયું.

એવલીનને માઠું લાગી આવતાં તે ઢીલું મોઢું કરીને ઊભી રહી.

“હું બોલું હવે આગળ...!?” ક્રિસ્ટીનાએ એવલીન સામે જોઈને ટોંન્ટમાં કહ્યું.

એવલીન મોઢું બગાડીને ઊભી રહી.

“મેડિકલ કેપ્સ્યુલમાં કેટલાંક ફંક્શન્સ એવાં છે જે ક્રાયોજેનિક કેપ્સ્યુલ જેવાં છે...!” ક્રિસ્ટીના સમજાવા લાગી “કોઈ પણ દર્દીને અમુક કલ્લાકો સુધી શીત નિદ્રામાં સૂવાડી શકાય એવી વ્યવસ્થા પણ મેડિકલ કેપ્સ્યુલમાં છે...!”

“હાં પણ હોપ ગ્રહ પહોંચવાંમાં હજી લગભગ 85-86 વર્ષ બાકી છે...!” જોય દલીલ કરતાં બોલ્યો “તો અમુક કલ્લાકોની શીત નિદ્રા શું કામની...!?”

“અને માનીલો આપડે મેડિકલ કેપ્સ્યુલને મોડીફાય કરી પણ લઈએ...!” હવે બ્રુનો દલીલ કરતાં બોલ્યો “તો પણ...! શીત નિદ્રામાં સૂવાંડવાની એ આખી પ્રોસેસનું શું...!?”

બધાંએ એકબીજાંનાં મોઢા તાકયાં પછી ક્રિસ્ટીના સામે જોઈ બ્રુનોએ સામે જોયું.

“અને ચાલો એ પ્રોસેસ પણ કરી લઈએ....!” હવે એવલીન બોલી “તો શીત નિદ્રામાં આપડા શરીરનાં અંગો અને બ્લડને થીજી જતું રોકવાં માટે જે બ્લ્યુ લિક્વિડની જરૂર પડે....! એ ક્યાંથી લાવીશું..!?”

જોયે પ્રશ્નભાવે ક્રિસ્ટીના સામે જોયું.

“આપડી બગડી ગયેલી કેપ્સ્યુલોનાં બ્લ્યુ લિક્વિડથી કામ ચાલી જશે...!” ક્રિસ્ટીના વિશ્વાસપૂર્વક બોલી.

“વાહ...!” બ્રુનો પ્રશંસાનાં ભાવે બોલ્યો “આ તો મેં વિચાર્યું પણ નહોતું...!”

“તું શ્યોર છે...!?” જોય બોલ્યો “તારો પ્લાન સફળ થશે...!? શીત નિદ્રામાં ઊંઘ્યા પછી....! કોઈ પ્રોબ્લેમ થઈ તો...!?”

“કોઈ પ્રોબ્લેમ થશે..! તો પણ કોઈને કોઈ રસ્તો કાઢી લઈશુંને...!” ક્રિસ્ટીના બોલી “આજે આપડે એવીજ કોઈ પ્રોબ્લેમનાં લીધે અહિયાં છીએ...!”

“તું ખાલી એમ કે’ ડાર્લીંગ...!” બ્રુનો ક્રિસ્ટીનાને આંખ મારતાં બોલ્યો “આપડે શું કરવું પડશે..!? બીજું કોઈ સાથ આપે કે ના આપે...! હું તો તારી સાથેજ છું...!”

“ફરીવાર મને ડાર્લીંગ નાં કે’તો..!” ક્રિસ્ટીના ચિડાઈને બોલી પછી જોય સામે જોયું “આ બધી મેડિકલ કેપ્સ્યુલોને ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં ફેરવવાં માટે કેટલાંક સુધારાં કરવાં પડશે...! જેમકે....! મેડિકલ કેપ્સ્યુલની બેટરી બદલીને ક્રાયોજેનિક કેપ્સ્યુલની બેટરી નાંખવી પડશે...! ક્રાયોજેનિક કેપ્સ્યુલની બેટરી વધુ લાંબી ચાલે છે... પ્લસ ક્રાયોજેનિક કેપ્સ્યુલની બેટરીને બેક અપ પાવર સપ્લાય જોડે કનેક્ટ કરવું સહેલું છે...!”

ક્રિસ્ટીના બોલે જતી હતી તેમ તેમ એવલીન સહિત બધાંની આંખોમાં હોપ ગ્રહ સુધી પહોંચવાંની “હોપ” જાગી રહી હતી.

“ક્રાયોજેનિક કેપ્સ્યુલનાં પ્રોગ્રામિંગ જેવુજ મેડિકલ કેપ્સ્યુલનું પોગ્રામિંગ કરવાનું થશે…!’” ક્રિસ્ટીના બોલી “બ્લ્યુ લિક્વિડ પણ ઇન્સ્ટોલ કરવું પડશે....! આ સિવાય ઈમરજન્સીમાં યાત્રીને ડિસ્ચાર્જ કરવાની પ્રોસીજર પણ ઇન્સ્ટોલ કરવી પડશે...! આ સિવાય નાના મોટાં બીજાં મોડીફીકેશન કરવાનાં થશે..! પણ એ ઇઝી છે...!”

“આ બધુ કામ કરશે...કોણ....!?” એવલીને ટોંટમાં બોલી.

ક્રિસ્ટીનાએ જોય સામે સૂચક નજરે જોયું.

“સૉફ્ટવેર પ્રોગ્રામિંગનું કામ હું નથી જાણતો...!” જોય બોલ્યો “બાકીનું હું જોઈ લઇશ...!”

“અને શીત નિદ્રામાં સુવાની આખી પ્રોસીજર...!?” એવલીન ફરી બોલી “એનાં માટે જરૂરી મેડિસિન્સ...!? એ મેડિસિન્સનો યુઝ કેમનો કરવાનો..!? ક્યારે કઈ મેડિસિન આપવાની...!? યાદ છેને....! એ આખી પ્રોસીજર કેટલી લાંબી છે...!? એક ડૉક્ટર જ એ પ્રોસીજર કરી શકે...!”

“હું ડૉક્ટરજ છું...!” ક્રિસ્ટીના હવે ટોંટમાં બોલી “અને પૃથ્વી છોડતાં પહેલાં આજ કામ કરતી હતી..! શીત નિદ્રામાં સુવાની આખી પ્રોસેસનું મોનિટરિંગ પણ હું જ કરતી હતી...! અને એમાં જરૂરી હોય એવાં કેટલાંક સુધારાં પણ મેં જ કર્યા હતાં...!”

“ઓહ...!” એવલીન છોભીલી પડી ગઈ અને જોય સામે જોયું.

જોયનું ધ્યાન એ વખતે મેડિકલ કેપ્સ્યુલ તરફ હતું. કેપ્સ્યુલનાં ફાંકશન્સ તે તપાસી રહ્યો હતો. જોયની આંખોમાં એવલીન એ આશાનું કિરણ જોઈને ઢીલી થઈ ગઈ.

“આપડે આખું પ્લાનિંગ કરવું પડશે...!” જોય ક્રિસ્ટીના સામે જોઈને બોલ્યો પછી મેડિકલ રૂમની બહાર તરફ જવાં લાગ્યો.

તેણે એવલીન સામે એક નજર જોયું પણ નહીં. એવલીનનો જીવ અદ્ધર થઈ જતાં તે જોયની પાછળ ઉતાવળા પગલે દોડી ગઈ.

“ક્યાં જાય છે તું...!?” એવલીન ઉચાટભર્યા સૂરમાં પૂછવા લાગી.

“જોય...! હું આખું લિસ્ટ અને પ્લાનિંગ લખી લવ છું..!” ક્રિસ્ટીના જોયની બીજી તરફ ચાલતાં-ચાલતાં બોલી.

બ્રુનો સૌથી પાછળ ચાલતો હતો.

“ગ્રેટ...! બધુ પ્લાનિંગ લખીને તું બારમાં મલ...!” એવલીનને અવગણીને જોય ક્રિસ્ટીનાને કહેવાં લાગ્યો.

“કેમ બારમાં...!?” ક્રિસ્ટીનાને નવાઈ લાગી પછી એવલીનને જોઈને આંખો નચાવીને બોલી “મને એમ તું બેડરૂમમાં બોલાઈશ...! યુ નો શીત નિદ્રામાં સૂતાં પે’લ્લાં હું થોડી મજા કરીલેત...!”

“તો હું છું ને પણ....!” પાછળ ચાલતો બ્રુનો બોલ્યો.

એવલીને ગુસ્સામાં તેની સામે પાછું ફરીને જોયું.

“હું નોવાંને સોફ્ટવેર પ્રોગ્રામિંગ વિષે પૂછી જોઉ છું..!” ક્રિસ્ટીનાની મજાકને અવગણીને જોય બોલ્યો “એણે સ્પેસશીપની એરર સોલ્વ કરવામાં જે રીતે આપડી હેલ્પ કરી હતી..! એજ રીતે આ વખતે પણ આપડે એની હેલ્પ લઈશું...! બ્લ્યુ ટૂથ કોમ્યુનિકેશન ચેનલ વડે...!”

“ઓકે...!” ક્રિસ્ટીના બોલી અને પછી પોતાનાં રૂમ તરફ જવાં કોરિડોરમાં ડાબી બાજુ વળી ગઈ.

“અ....! હું ક્રિસ્ટીનાને કોઈ મદદની જરૂર હોય તો એની હેલ્પ કરવાં જાઉ છું..!” બ્રુનો દોડાદોડ ક્રિસ્ટીના પાછળ જવાં લાગ્યો.

“જ...જોય...! હું શું હેલ્પ કરું તારી...!?” એવલીન ઉચાટભર્યા સ્વરમાં ઉતાવળા પગલે ચાલતાં જોયની જોડે ચાલતાં-ચાલતાં બોલી.

“કઈં નઈ...!” જોય શુષ્ક સ્વરમાં બોલ્યો “જરૂર પડે તો હું કવ છું...! તું ખાલી બ્રુનોને સાચવ...! એ ક્રિસ્ટીનાના વધારે હેરાન ના કરે એ જોજે..!”

“ઓકે..!” એવલીન કોરિડોરમાં અટકી ગઈ અને જોયને જતો જોઈ રહી.

પાછુંવળીને જોયાં વિનાજ જોય બાર તરફ જતો રહ્યો. જોય જાણે પોતાનાંથી દૂર સરકી રહ્યો હોય એમ એવલીનને તે પોતાનાંથી દૂર જતો લાગ્યો.

***

“તું હેલ્પ કરી શકીશ....!?” જોયે નોવાને પૂછ્યું.

“જરૂર...!” નોવાં બોલ્યો “જો તમે બધાં સહી સલામત હોપ ગ્રહ પહોંચી જતાં હોવ...! તો મને હેલ્પ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી...!”

“તું સૉફ્ટવેર પ્રોગ્રામિંગ કરી શકીશ...!?” જોયે પૂછ્યું “બધીજ કેપ્સ્યુલોનું...!?”

“હાં...! પણ એનાં માટે મારે મારી AI સિસ્ટમને થોડી અપડેટ કરવી પડશે...!” નોવાં તેની રોજની આદત મુજબ વ્હીસ્કીનો ગ્લાસ સાફ કરતાં-કરતાં બોલ્યો “તમારી બીજી તૈયારીઓ થશે...! ત્યાં સુધી હું મારી સિસ્ટમ અપડેટ કરી લઇશ..!”

“તારો રોલ ઇમ્પોર્ટેંટ છે...!” જોય બોલ્યો.

“આઈ નો...જોય...! ડોન્ટ વરી...!” નોવાં શાંતથી બોલ્યો.

“યુ...નો ...તું અમારો તારણહાર છે..!” જોય સ્મિત કરીને બોલ્યો.

“હેય...! નોવાં..!” ત્યાંજ પાછળથી ક્રિસ્ટીનાનો અવાજ આવ્યો “એક મસ્ત લાર્જ પેગ બનાય...!”

“શ્યોર....!” નોવાંએ સ્મિત કર્યું અને વ્હીસ્કીની બોટલ લેવાં માટે પોતાનાં વ્હીલ ઉપર સરક્યો.

“તે બધો પ્લાન રેડી કરી દીધો...!?” જોયે ક્રિસ્ટીનાને સીધી વાત પૂછી.

“હમ્મ...! બધોજ...!” ક્રિસ્ટીના ના સમજાય તેવાં ભેદી સ્વરમાં બોલી.

“બ્રુનો અને એવલીન...!?” જોયે પ્રશ્નસૂચક નજરે જોયું.

“એ..!”

“અમે આઈ ગ્યાં...!” ત્યાંજ બારના એન્ટ્રન્સમાંથી બ્રુનો અને એવલીન દાખલ થયાં.

બારમાં દાખલ થતાં-થતાં બ્રુનો સ્મિત કરીને બોલ્યો.

“બોલો...શું હેલ્પ જોઈએ છે...!?” બ્રુનો શેખી મારતાં બોલ્યો.

“વેલ...! સૌથી પે’લ્લાં તો આપડા બધાની ક્રાયોજેનિક કેપ્સ્યુલની બેટરી કાઢીને મેડિકલ કેપ્સ્યુલમાં ફિટ કરવાની છે....!” ક્રિસ્ટીના બોલી “તું અને જોય એ કામ સૌથી પે’લ્લાં કરો...!”

“હું અને એવલીન...!” ક્રિસ્ટીનાએ એવલીન સામે જોયું “અમે બેય શીત નિદ્રા માટે જે પણ દવાઓ જોઈશે...! એ બધી દવાઓ થર્ડ ફ્લોર ઉપર આવેલાં મેડિકલ સ્ટોર રૂમમાંથી કાઢી લાવીએ છે...!”

બ્રુનોએ માથું હલાવ્યું અને બોલ્યો “પણ... એ પે’લ્લાં આપડે એક-એક ડ્રિંક લઈએ...! આપડા બધાંની જાન બચી જવાનાં નામે...!”

“ભાઈ નોવાં...!” બ્રુનો મજાકીયા સ્વરમાં બોલ્યો “ભર બધાંનો ગ્લાસ...!”

“જરુર..!” નોવાં સ્મિત કર્યું અને કામે લાગી ગયો.

એવલીન જોય સામે જોઈ રહી. જોકે જોયનું ધ્યાન ક્રિસ્ટીના ઉપરજ હતું. ક્રિસ્ટીના જાણી જોઈને જોય સામે જોવાનું ટાળી રહી હતી. ક્રિસ્ટીનાનું એ બિહેવિયર પારખી ગયેલો જોય એ જાણી ગયો હતો કે કોઈક વાતતો છે...! જે ક્રિસ્ટીના છુપાવી રહી છે.

નોવાંએ ભરીને મૂકેલા વ્હીસ્કીના ગ્લાસ વારાફરતી ઉઠાવીને બધાંએ ચીયર્સ કર્યું અને એક- બે ઘૂંટમાં વ્હીસ્કીનો ગ્લાસ ખાલી કરી દીધો. બ્રુનો સિવાય બધાંના મોઢા ઉપર કોઈજ ખુશીના ભાવ નહોતાં. જોયનાં ઇગ્નોરન્સ ભર્યા વર્તનને લીધે એવલીન દુ:ખી હતી. જોય ખુશ તો હતો પણ ક્રિસ્ટીનાનાં ચેહરા ઉપરની અજબ શાંતિ જોઈને તે વિચારે ચઢી ગયો હતો.

“ચાલો.... કામે વળગીએ...!” એટલું કહીને ક્રિસ્ટીનાએ એવલીન સામે જોયું અને જવા લાગી.

બે ક્ષણ અટકીને એવલીન પણ તેણીની પાછળ-પાછળ જવાં લાગી.

“ક્રિસ્ટીના...!” જઈ રહેલી ક્રિસ્ટીનાને જોયે ટોકી.

જોયે બોલાવતાં ક્રિસ્ટીના અને એવલીન બંને અટક્યાં અને પાછાં ફર્યા.

“કોઈ વાત છે ....જે કે’વાની હોય.....!?” જોયે આખરે સંદેહાત્મક સ્વરમાં પૂછ્યું.

એક ઊંડો શ્વાસ ભરીને ક્રિસ્ટીના બોલી “સારું થયું તે પૂછ્યું...!” જોય તરફ બે ડગલાં આગળ વધી ક્રિસિટીના અટકી અને બ્રુનો જોય અને એવલીનની વચ્ચે ઊભી રહી.

“હું ઈચ્છતી ‘તી કે બધાં સામેજ આ વાત થાય...!” ક્રિસ્ટીના વારાફરતી એવલીન, બ્રુનો જોય અને છેલ્લે નોવાં સામે જોઈ ફરીવાર જોય સામે જોઈને બોલી.

“એવી શું વાત છે..!?” બ્રુનોને નવાઈ લાગી પછી તે બોલ્યો “વેટ..!? તમે બેયે સેક્સ કરી લીધું..!?”

“શટ અપ બ્રુનો..! એને બોલવાદે...!” એવલીન ચિડાઈને બોલી.

જોય શાંતિથી ક્રિસ્ટીના સામે જોઈ રહ્યો.

“ક્રાયોજેનિક સ્લીપમાં બધાં નઈ સૂઈ શકે...!” ક્રિસ્ટીના બોલી.

અને બ્રુનો અને એવલીન ચોંકી ગયાં.

“પણ તે તો કીધું’તું...! તું બધાંને શીત નિદ્રામાં ઊંઘાડી શકે છે..!?” બ્રુનો ચોંકીને બોલ્યો.

“હાં...! અને બધાં સૂઈ શકે એટલી મેડિકલ કેપ્સ્યુલો છેજ...!” એવલીન બોલી.

“વાત એ નથી...!” ક્રિસ્ટીના બોલી “તમે લોકોતો જાણોજ છો...! કે શીત નિદ્રામાં સૂવાં માટેની પ્રોસેસ કેટલી લાંબી છે...!”

“હાં... તો...!?” બ્રુનો સહેજ ચિડાઈને બોલ્યો “તું એ બધી પ્રોસેસ જાણેજ છેને...! તું ડૉક્ટર છે...!”

“હાં....! જાણું છું...!” ક્રિસ્ટીના શાંતિથી બોલી અને પછી જોય સામે જોયું.

જોયને વાત સમજાઈ ગઈ હોય એમ તેની આંખો ચમકી અને તેણે ક્રિસ્ટીના સામે જોયું.

“તો પછી પ્રોબ્લેમ શું છે...!?” એવલીન મૂંઝાઇને બોલી “તું વારાફરતી બધાંને સૂવાડી દેજે...! પણ..!”

એવલીન પણ વાતનો અર્થ પામી ગઈ હોય એમ અટકી ગઈ અને ચોંકીને જોય અને ક્રિસ્ટીના સામે જોઈ રહી.

બધાં મૌન થઈને એકબીજાંને તાકી રહ્યાં.

“ઓહ...!” થોડીવાર પછી બ્રુનોને પણ વાત સમજાઈ હોય એમ “લાઈટ” થઈ. તેણે ક્રિસ્ટીના સામે જોઈને કહ્યું “તું બધાંને સૂવાડી દઇશ...! પણ તને કોણ સુવાડશે...!? નોવાં તો પોતાની જગ્યાએથી હાલી પણ નાં શકેને..!”

“એકઝેક્ટલી..!” ક્રિસ્ટીના બેફિકરાઈથી ખભાં ઉછાળીને બોલી.

“તો...!? હવે...!?” એવલીને પૂછ્યું.

“એ તમારે નક્કી કરવાનું છે...!” ક્રિસ્ટીના શાંતિથી બોલી “કેમકે હું કોઈના માટે “બલિદાન” આપવાની નથી..!”

એવલીન અને બ્રુનોએ જોય સામે જોયું. જોય શાંતિથી ક્રિસ્ટીનાની વાત સાંભળી રહ્યો હતો.

“મારે હજી ત્રણ-દિવસ માંડ થયાં છે...!” ક્રિસ્ટીના બોલી “જોય તો મને ભાવ પણ નઈ આપતો..! હું એકલી આખી જિંદગી કેમની આ સ્પેસશીપ ઉપર કાઢીશ..!? અને શા માટે..!? હું તો તમને કોઈને સરખું ઓળખાતીય નથી..!”

બધાંને ક્રિસ્ટીનાની વાતમાં દમ લાગ્યો.

“તો...! તમારાંમાંથી કોઈ એકે છેલ્લે રોકાવું પડશે...!” ક્રિસ્ટીના એવાંજ ભાવવિહીન સ્વરમાં બોલી “કોઈકે તો બલિદાન આપવું પડશે...! કોણે...!? એ તમારે નક્કી કરવાનું છે..!”

ક્રિસ્ટીના બોલી અને ત્યાંથી ચાલવા લાગી.

જોય શાંતિથી ક્રિસ્ટીનાને જતાં જોઈ રહ્યો અને બ્રુનો અને એવલીન જોયને. એવલીનની આંખોમાં ભય હતો.

“અને હા...!” ક્રિસ્ટીના જતાં-જતાં બારનાં દરવાજે અટકી “નક્કી થઈ જાય..! એટ્લે મને કે’જો...! જે રોકાવાનું હશે...! હું એને શીત નિદ્રાની આખી પ્રોસેસ શીખવાડી દઇશ...!”

એટલું કહીને ક્રિસ્ટીના જતી રહી.

તેણીના જતાં રહ્યાં પછી જોયે છેવટે એવલીન સામે અને પછી બ્રુનો સામે જોયું.

ત્રણેયની આંખોમાં એકજ પ્રશ્ન હતો.

“સ્પેસશીપ ઉપર છેલ્લે એકલાં રોકાવાનું કોણ બલિદાન આપશે...!? અને એ પણ કોનાં માટે..!?”

***

“Sid”

instagram@sid_jignesh19