Trupti - 3 in Gujarati Horror Stories by Jagruti Dalakiya books and stories PDF | તૃપ્તિ - 3

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

તૃપ્તિ - 3

મીરાં પોતાને વડવાઈ માંથી છોડાવાનો ખુબ જ પ્રયત્ન કરે છે પણ અસફળ રહે છે..ઝાંઝર ના અવાજ થી મીરાં અકળાય જાય છે..

ત્યાં જ વડલા ના પાન વરસાદ ની જેમ ખર.. ખર કરતા પડી રહ્યા છે. અને તેમાંથી એકદમ કરુણ, હૈયાફાટ રુદન નો અવાજ આવે છે..
--------------------

આ બાજુ ધ્રુવ ને ધ્યાન માં આવે છે કે મીરાં ક્યાં ગઈ. તરત અભિ અને તે મીરાં ને શોધવા આજુબાજુ જુએ છે ત્યાં જ બચાવો... બચાવો...અવાજ સંભળાય છે
બંને અવાજ ની દિશા માં દોડે છે..

ડરેલી મીરાં કંઈ સમજે તે પહેલા જ કરુણ છતાં અત્યંત ભયભીત કરનાર રુદન નો અવાજ એકાએક બંધ થઇ જાય છે. સામે જુએ છે તો અભિ અને ધ્રુવ દેખાય છે..
બંને મીરાં ને આ હાલત માં જોઈ ગભરાય જાય છે.. મીરાં ને ઉભી કરે છે..
મીરાં જુએ છે તો ના હીંચકો છે ના પગ માં વડવાઈ કે ના પેલો અવાજ.. હવે મીરાં ખરેખર ડરી જાય છે..

ધ્રુવ અને અભિ મીરાં ને વારંવાર પૂછે છે કે અહીં શું કરે છે અને થયું શું?? પણ મીરાં કંઈ જ બોલતી નથી.. તે અભિ ને ગળે વળગી ખુબ રડે છે અને બસ એક જ જીદ્દ કરે છે મારે ઘરે જવું છે.. ચાલો આપણે પાછા જઈએ..

અભિ જેમતેમ કરી તેને શાંત રાખે છે અને કહે છે જો મીરાં હું તારી ખુશી માટે જ ગામડે આવ્યો છે. તે જ તો કહ્યું હતુ કે શહેર ની વ્યસ્ત લાઈફ થી દૂર જ્યાં આપણે બંને એકસાથે શાંતિ થી થોડી યાદો બનાવીએ . તો શું તું આ મોકો જવા દઈશ..અને એ તો કહે થયું શું??

મીરાં મૌન રહે છે અને અભિ માટે તે શાંત થઇ જાય છે
મન ની વાત મન માં રાખી અભિ નો હાથ પકડી ત્રણેય દુકાન તરફ આવે છે..

દુકાન પર આવી કાકા નો હિસાબ કરે છે ત્યાં જ કાકા બોલે છે શું થયું દીકરા આ કેમ રડે છે??

એ કંઈ નહિ કાકા એ તો એવી જ છે.આમતેમ ફરતા ફરતા તે ખોવાઈ ગઈ હતી તો ડરી ગઈ એટલે રડે છે.. ધ્રુવ હસતા હસતા બોલ્યો.

ઠીક, ઠીક, તો મેં તમને રસ્તો કહ્યો એમ ચાલ્યા જશો તો રામજી મુનશી નું ઘર મળી જશે.. ચાલો રામ રામ.. કાકા એ હાથ ઊંચો કર્યો અને ત્રણેય ગાડી માં બેસી ગામના ચબુતરા પાસે આવી કોઈ ને પૂછી રામજીભાઈ ના ઘરે જાય છે..રામજીભાઈ એ પહેલા જ તેમની આવવાની ખબર હોવાથી બધી જ તૈયારી કરી રાખી હતી.રામજીભાઈ ત્રણેય ને અભિ ના ઘર તરફ લઇ જાય છે.

સૂર્ય અસ્ત થઇ ગયો છે અને ચાંદ ચમકી રહ્યો છે. લાકડા નો એક સદી જૂનો ડેલો આજે પણ અડીખમ ઉભેલો છે. ડેલા માંથી અંદર જતાં જ છત વિનાનો ચોક છે જયાંથી આકાશ નો ચમકતો ચાંદ દેખાય રહ્યો છે. ચોકમાંથી એક સાંકડા જુનવાણી લાકડાની ભાટ કોટરેલા દરવાજા માંથી અંદર જતાં જમણી બાજુ બે મોટા રૂમ એક રસોડું અને ડાબી બાજુ ત્રણ રૂમ છે.. દરવાજા ની એકદમ સામે એક ખાલી મંદિર છે.. જુનવાણી છતાં ગામડાના સુખી સંપન્ન પરિવાર નું ઘર સાફ સફાઈ બાદ ઘણું જ સારુ દેખાઈ રહ્યું છે. લગભગ ઘરનું બધું જ ફર્નિચર લાકડાનું છે..

મીરાં અને અભિ બાજુ બાજુ ના રૂમ પસંદ કરે છે અને ધ્રુવ ડાબી બાજુના રૂમ માં જાય છે. ધ્રુવ ને અભિ તો ફ્રેશ થઇ આરામ કરે છે પણ મીરાં બાથરૂમ માં જતાં પણ ડરે છે.. હિંમત કરી જાય છે અને ફ્રેશ થયાં બાદ પલંગ પર બેસે છે ત્યાં જ બારણું ખખડે છે.. મીરાં હોલ માં જઈ ડર સાથે બારણું ખોલે છે તો રામજીભાઈ હોય છે..

બેટા, તમારા કામ માટે તેમજ રસોઈ માટે મેં ગામ માં એક બહેન ને કીધેલું છે તે આવીને બધું કરી જશે.. હમણાં એ આવતી જ હશે..છતાં કંઈ જરૂર હોય તો મારું ઘર નજીક જ છે.. કાકા એ મીરાં ને કહ્યું અને ચાલ્યા ગયા..

મીરાં એ બારણું બંધ કર્યું નુ કર્યું ત્યાં જ ફરી બારણું ખખડ્યું.. ખોલી ne જોયું તો લગભગ મીરાં જેવી ઉંમર ની પાતળી રૂપાળી કમર સુધી ના લાંબા ચોટલાવારી એક ગામડાના પારંપરિક કપડાં પહેરેલ છોકરી બોલે છે.. મને રામજીકાકા એ મોકલી છે. મીરાં તેને અંદર આવાનું કહે છે.

બેન, હું તમારા માટે નાસ્તો બનાવી આવુ છું.. બીજું કંઈ બનાવું હોય તો કહો..

ના ના તમને ઠીક લાગે તે બનાવી દો.. હું થાકી ગઈ છું તો રૂમ માં જાઉં છું..

થોડી જ વારમાં પેલી છોકરી તેને નાસ્તા માટે બોલવવા આવે છે.
હા આવુ છું, અને સાંભળ મારું નામ મીરાં છે આ બેન નહિ કેવાનું..તારું નામ શું છે?

બેન મારું નામ તૃપ્તિ.. તમને વાંધો ના હોય તો હું તમને બેન કહું.??

બને તો મીરાં કહેવાનું રાખજે..મને ગમશે.. બાકી જે કહે તે ચાલશે..
ઠીક છે,આમ કહી તે ચાલી જાય છે..

તેના ગયા બાદ મીરાં ધ્રુવ અને અભિ ને નાસ્તા માટે બોલાવે છે. નાસ્તો કરી પોત પોતાના રૂમ માં જાય છે. આખા દિવસ નો થાક હોવાથી બધા ઘોડા વેચી ને સુઈ જાય છે..
-----------------
મીરાં ના રૂમ માં

ખટ.. ખટ.. ખટ.. બારી દીવાલ સાથે અથડાઈ ને અવાજ કરી રહી છે.. ચાંદ ની રોશની મીરાં ના મુખ પર પડી રહી છે.
મીરાં બારી ના અવાજ થી જાગી જાય છે. બારી બંધ કરવા જઈ રહી છે ત્યાં જ બહાર જુએ છે તો...

શરીર વિના ના બે પગ આમ તેમ ફરી રહ્યા છે.. પગ માં ચાંદી ના ઝાંઝર ની છ્ન્નનન્ન.. છ્નનન્ન.. અવાજ આવે છે અને ત્યાં જ સામેની દીવાલ માંથી એક મુખ જેવી આકૃતિ અને કાળા ઉડતા વાળ જેવો ધુમાડો બહાર આવી એકદમ મીરાં ની સામે આવી હૈયાફાટ રડે છે..

મીરાં હિંમત રાખી ઉભી રહે છે.. ત્યાં જ રડતી આકૃતિ બોલ છે..
મદદદદદ.. મદદદદદ..મદદદદદ..
*******************************************

કોણ છે આ તૃપ્તિ અને શા માટે તે મીરાં પાસે જ આવે છે??

આકૃતિ કેમ રડે છે?? કેમ મદદ માંગે છે?? શું થયું છે તેની સાથે??
****વધુ આવતા અંકે ****