રાધનપુર નો ગેટ બસ સામે જ દેખાઈ રહ્યો છે ત્રણેય દોસ્ત બહુ જ ખુશ થઇ જાય છે ખાસ કરીને મીરાં.. ગાડી ની બારી ના ગ્લાસ નીચે કરી પોતાની કમર સુધી નું શરીર બહાર કાઢી જોર જોર થી ચિખે છે--yeeee ફાઈનલી...
ત્યાં જ ગાડી માં પંચર પડે છે અને ત્રણેય બહાર આવે છે.
જુએ છે તો ટાયર માં વડ ની વડવાઈ ચોંટેલી છે. પણ વિચિત્ર વાત છે આ વડવાઈ એવી ધારદાર છે કે હાથ લગાવતા જ અભિ ને જમણાં હાથ ની આંગળી માંથી લોહી કાઢી નાખે છે.
જોયું પેલા બોર માં પણ આવુ જ હતુ અને હવે ટાયર પર.. મેં કીધું હતુ પણ ના હું તો બેપરવાહ છું. ચાલો હવે હોશિયાર લોકો કોઈ રસ્તો કાઢો.
મીરાં તું શાંતિ રાખને. હું ને અભિ કરી લઈશું.
અભિ ચાલ ગાડી ને ધક્કો લગાવી ગામ માં લઇ જઈએ.
બંને વાત કરી રહ્યા છે ત્યાં જ ડિસેમ્બર ની ઠંડી માં વરસાદ વરસે છે..
મીરાં તો ઢેલ બની નાચે છે.અભિ અને ધ્રુવ તેને ગેટ નીચે આવવાનું કહે છે પણ તે વાત માનતી નથી..
યાર આપણું સ્વાગત તો જો ગામ ના આસમાને જ કરી લીધું.. તો ગામ માં કેવી મજા આવશે..
હા ને એમાંય મારું સ્વાગત તો લોહી થી થયું તો મને તો તારા થી વધુ મજા આવશે...
ના ના વધારે મજા તો આ નોટંકી જ લેવાની જો જોયે કેવી ઢેલ જેમ નાચે છે જાણે વરસાદ ને પેલા જોયો જ ના હોય..
એને મૂકને ધ્રુવ આપણે ગાડી નું વિચાર્યે કોઈ મદદ માટે આવી જાય તો સારુ.. આ કાચા રસ્તા માં કેમ ધક્કા લગાવીશું..
બંને વાત કરી રહ્યા કે ત્યાં જ નાચતી મીરાં થોભી જાય છે.
મીરાં રડવાના અવાજ સાથે અભિ.... અભિ.... ચીખ નાખે છે.
મીરાં ના હાથ પર વરસાદ ના પાણી ને બદલે ટપપપપપ.. ટપપપપપ.. ટપપપપપ... લોહી ના ટીપા પડી રહ્યા છે..
મીરાં ઉપર જુએ છે તો કાળાદિબાંગ આકાશ માં એક ધટાદાર વડલો છે અને તેના પાન નીચે આવતા જ મીરાં ના હાથ પર લોહી બને છે.ખુબ જ ડરેલી મીરાં પોતાની આંખ બંધ કરી પોતાના બંને હાથ જાણે પોતાના થી જ દૂર ધકેલી રહી છે..અને અભિ ને બોલાવી રહી છે.
મીરાં નો અવાજ સાંભળી અભિ ગભરાય જાય છે. અને બંને મીરાં તરફ દોડે છે..
શું થયું મીરાં? શું થયું? કેમ રડે છે??અભિ ચિંતા ભરેલા અવાજ માં પૂછે છે..
અભિ લાગે છે મીરાં એ અરીસો જોઈ લીધો..આમ કહી ધ્રુવ હસવા લાગે છે..
અભિ ધ્રુવ ને હસવા પર ટોકે છે.. મસ્તી નો સમય નથી જો તે સાચે રડે છે..
મીરાં આંખ બંધ જ રાખી પોતાના હાથ બતાવતા કહે છે જો અભિ મારાં હાથ માં પાણી નહિ પણ લોહી ના ટીપા છે..અને ઉપર જો આકાશ માં..
ત્યાં જ વરસાદ વરસવાનું બંધ થાય છે અને અભિ મીરાં ના હાથ પકડી મીરાં ને કહે છે આંખ તો ખોલ પણ.. ક્યાં છે લોહી.?? અને શું છે ઉપર..તારા અવાજ થી જો આ વરસાદ પણ ડરી ને ભાગી ગયો ને તું લોહી ની વાત કરે છે..
ના અભિ તું મસ્તી ના કર. તું પણ ધ્રુવ નો સાથ આપે છે. અને મીરાં રોવા લાગે છે..
અરે પણ મીરાં તું એકવાર જો તો ખરા..અભિ ખુબ આગ્રહ કરે છે કે આંખ તો ખોલ..
અભિ ની વાત માની મીરાં જુએ છે તો ખરેખર હાથ પર એવુ કઈ છે જ નહિ.મીરાં વિચાર કરવા લાગે છે કે આવો ભ્રમ કેમ થયો..???
ધ્રુવ અને અભિ મીરાં ને થોડી સ્વસ્થ કરી સમજાવે છે કે તને લાલ રંગ બહુ ગમે છે એટલે તારા મગજ ને ભ્રમ થયો હશે.. અને આકાશ માં શું છે એ તો કહે? ...મીરાં હજુ વિચાર માં જ છે કે શું સાચે જ આ તેનો ભ્રમ હતો..તેથી તે આકાશ ના વડલા ની વાત અભિ ને કહેવાનું ટાળે છે..
અચાનક ત્રણેય ની વાત વચ્ચે ટોકતા એક અઢાર વીસ વર્ષ ની દેખાવે પાતળી અને ડોક સુધી ઓઢણું ઓઢેલી છોકરી બોલે છે --સાહેબ તમારૂ વાહન ખરાબ થઇ ગયું છે ને હું કંઈ મદદ કરું ??
અવાજ ની દિશા માં ત્રણેય જુએ છે તો પોતાના રૂપાળા લાલ બંગડી વારા નમણા હાથ થી ઓઢણાં નો છેડો પકડી ઉભેલી છોકરી ને જુએ છે..
ધ્રુવ પોતાના મસ્તીખોર સ્વાભવ નો પરિચય આપતો હોય એમ થોડો નજીક જઈ બોલે છે કેમ અમે તમારા પિયર વારા છે..??
આ સાંભળી અભિ ત્યાં જઈ તેને રોકે છે અને કહે છે-આ અમારો રંગલો છે એની વાત નું ખરાબ ના લગાવતા.. હા અમારી ગાડી ખરાબ થઇ ગઈ છે તમે મદદ કરશો?
તમે આ ગામ ના જ ને?
હા, હું આ ગામ ની જ છે. ચાલો તમારી મદદ કરું બસ જો પેલી દુકાન દેખાય છે ત્યાં કાકા તમારી ગાડી રીપેર કરી આપશે ..આટલું કહી તે ગાડીના પંચર પડેલ પાછલા ટાયર ના ભાગ પાસે જતી રહે છે..
ત્રણેય દોસ્ત ગાડી ની આગળ ઉભી દુકાન તરફ જોઈ રહ્યા છે મીરાં પાછળ ફરીને જુએ છે તો પેલી છોકરી દેખાતી નથી..
તે ગાડી ના પાછળ ના ભાગે જઈ તેને શોધે છે પણ ત્યાં જ ગાડી ની ડેકી પર લાલ રંગ ના એક ઘટદાર વડલા નું ચિત્ર જુએ છે.. અને તરત જ ટાયર માં નજર નાખે છે તો ધારદાર વડવાઈ ગાયબ છે.
મીરાં અભિ અને ધ્રુવ ને બોલાવે છે બંને આવીને મીરાં ની વાત સાંભળે છે પણ વડલા નું ચિત્ર તેમને દેખાતું નથી.
બિન્દાસ સ્વભાવ ના બંને કહે છે - પેલી છોકરી ટાયર સાફ કરી ગઈ હશે આમ પણ તે મદદ માટે આવી હતી તો મદદ કરી ચાલી ગઈ. એને પણ કામ હોય ને મીરાં..આપણા જેમ થોડી કંઈ ફરવા નીકળી છે..
આમ કહી ધ્રુવ અને અભિ ગાડી ને દુકાન સુધી લઇ જાય છે. ત્યાં એક ચાલીસેક વર્ષ ના વડીલ કાકા પારંપરિક ગામડાનો પહેરવેશ માથે પાઘડી અને હાથ માં આછા ગુલાબી રંગ ના કપડાથી બરણી સાફ કરી રહ્યા છે..
કાકા, અમારી ગાડી માં પંચર થાય છે તો તે રીપેર કરવા માટે તમે મદદ કરશો?? વિનમ્રતા થી અભિ બોલ્યો.
રામ રામ દીકરા.. જરૂર મદદ કરીશ.. આ ગામના ગેટ પર શહેર થી જે મહેમાન આવે છે તેનું સ્વાગત આમ જ થાય છે એટલે જ મેં પંચર રીપેર નું કામ પણ શીખી લીધું છે...
ચાલો...ચાલો.. પેલા હું મારું કામ શરૂ કરું ત્યાં સુધી તમે આ બાંકડે બેસો.. બોલો શુ પીવાનું.. પછી આપણે વાતો કરીએ નિરાંતે... કાકા એક જ શ્વાસ માં બધું બોલી ગયા.
ત્રણેય ઠંડા ની બોટલ લઇ બેસે છે ત્યાં જ કાકા ફરી બોલે છે..તમે કેમ આ જ ગામ માં ફરવા આવ્યા.. હેં.. કંઈ ખાસ કામ??
ના _ના કાકા.. આ મારાં પરદાદા નું ગામ છે. તો અમે વિચાર્યું કે પૂર્વજો નું ગામ તો જોયેલું હોવું જ જોયે અને આ મારાં સાથી હું જ્યાં જાઉં ત્યાં સાથે જ હોય તો બસ ફરવા આવ્યા છે.. ગામડા ની મોજ માટે..
ધ્રુવ અને અભિ કાકા સાથે વાત કરવામાં મશગુલ છે અને મીરાં વિચાર માં ને વિચાર માં આમતેમ ફરી રહી છે. અચાનક તે સામે જુએ છે તો પેલી મદદ કરનાર છોકરી જેવા જ કપડાં પહેરેલ કોઈ દેખાય છે.. મીરાં તેની પાછળ જાય છે અને એ સાંભળો.. સાંભળો ..એમ બોલતી બોલતી દુકાન થી થોડી દૂર ચાલી જાય છે. અચાનક જ તે છોકરી વડલા પાસે આવી દેખાવાની બંધ થઇ જાય છે.. મીરાં કંઈ વિચાર કરે તે પહેલા તેના કાને ઝાંઝર નો છનન્ન્ન્ન..છનન્ન્ન્ન.. છનન્ન્ન્ન...છનન્ન્ન્ન... અવાજ સંભળાય છે.. અચાનક જ વડવાઈ ઓ હવામાં આપમેળે ગૂંથાવા લાગે છે અને હીંચકો બની ઝુલવા લાગે છે...
મીરાં આ જોઈ ગભરાઈ ને દુકાન તરફ જવા ફરે છે ત્યાં જમીન માંથી કંઈક અવાજ આવે છે અને વડવાઈઓ નીકળી મીરાં ના પગને જકડી રાખી છે..
મીરાં ખુબ જ ડરી જાય છે અને ઊંચા અવાજે બચાવો...બચાવો... બચાવો.. બચાવો.... એમ બોલે છે...
********************************************
કોણ છે આ છોકરી???
શું કોઈ મીરાં ની મદદ કરશે કે પછી મીરાં કોઈ મુસીબત માં પડશે ????
**** વધુ આવતા અંકે****