World Environment Day is a formality in Gujarati Motivational Stories by Akshay Bavda books and stories PDF | વિશ્વ પર્યાવરણ દિવસ એક ઔપચારિકતા

Featured Books
Categories
Share

વિશ્વ પર્યાવરણ દિવસ એક ઔપચારિકતા

'વિશ્વ પર્યાવરણ દિવસ' એક એવો દિવસ જેને હવે લોકો માત્ર ફેસબૂક, ટ્વિટર, વોટ્સઅપ વગેરે જેવા સોશીયલ મિડીયા ના માધ્યમ દ્વારા જ સ્ટેટસ રૂપી વૃક્ષો વાવી ને ઉજવે છે.

આવા સોશીયલ મિડીયા પર આવા દિવસો ની ઉજવણી કરવા વાળા લોકો ને એક વિનંતી છે. મહેરબાની કરી ને તમે એમ માનતા હોય કે તમારે આવેલા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જેવા આવેલા મેસેજ ને માત્ર ફોરવર્ડ કરી દેવા થી તમે તમારું કર્તવ્ય પૂરું કરી દીધું. તો તે તમારી ભૂલ છે મેસેજ તો ફોરવર્ડ કરો જ પણ સાથે સાથે માત્ર એક વૃક્ષ પણ જો તમે રોપશો તો તે આવનારી પેઢી માટે ખૂબ મહત્વ નું પગલું હશે.

આપણે આપણા રોજિંદા જીવન માં અમુક સુધારા કરવાની જરૂર છે. જો ખરેખર પર્યાવરણ બચાવવું જ છે તો તે લોકો ને આજ થી જ શરૂઆત કરવી પડશે. આપણે જેમ બને તેમ વીજળી નો ઓછો ઉપયોગ કરીએ જેથી ઓછી વીજળી ઉત્પન્ન કરવા માટે ઓછો કોલસો બળવો પડે અને વાતાવરણ માં કાર્બન ડાયોક્સાઈડ ઓછો ઉત્પન્ન થાય. વૃક્ષો વાવવા જોઈએ જેથી જમીન નું ધોવાણ અટકે અને દરિયા માં વહી જતું સારું અને પીવાલાયક પાણી વૃક્ષો જકડી રાખે. અને હા એકદમ મહત્વ નું જેમ બને તેમ એસી નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આમ ઘણા બધા મુદ્દાઓ છે લખવા માટે પરંતુ આ બધું ખૂબ જ નાનપણ થીજ આપણે શીખતા આવ્યા છીએ બસ ખાલી અમલ નથી કરતા આપણે.

હા કદાચ ખરેખર જ જો પૈસા ઝાડ પર ઉગતા હોત તો કદાચ આજે પૃથ્વી પર જ્યાં જુઓ ત્યાં લીલી છમ લીલોતરી જ જોવા મળતી. અને હું પણ આજે આ લેખ ન લખી રહ્યો હોત, પણ અફસોસ એવું નથી. માણસ માત્ર પૈસા ની પાછળ જ ગાંડો થયો છે તે પૈસા માટે કઈ પણ કરી શકે છે પછી ભલે ને તેની આવનારી પેઢી માટે એક દૂષિત પર્યાવરણ ભેટ રૂપે આપી ને જવું પડે.

ઉપર નું વાક્ય માત્ર એમ જ નથી લખ્યું સાહેબ જોયેલી પરિસ્થિતિ પર થી લખ્યું છે. 4 વર્ષ પહેલાં ની વાત છે સરકાર એ ઘણા સમય થી વાહન બનાવતી કંપની ઓ ને BS-3 પ્રકાર ના એન્જિન બનાવવાનું બંધ કરી દેવા કહ્યું હતું. પરંતુ આ કંપની ઓ એ આવા વધારે પર્યાવરણ માટે હાનીકારક ગેસ ઉત્પન્ન કરતાં એન્જિન ની બનાવટ ચાલુ જ રાખી. પરંતુ જ્યારે સરકારે આ બાબત પર કડક નિર્ણય લીધો ત્યારે પણ આ કંપની ઓ ને કોઈ નુકશાન ન ગયું. કારણકે જ્યારે આ એન્જિન સદંતર બંધ કરવા માં આવ્યું ત્યારે આ કંપની ઓ એ લગભગ ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા ઓછા કરી ને વાહન વેચવાનું ચાલુ કર્યું અને જોવા જેવી વાત તો એ હતી કે માત્ર થોડો ફાયદો થતો હોવાથી પર્યાવરણ ને બાજુ માં મૂકી ને લોકો પોતાના ના સ્વાર્થ ખાતર લાલચી લોકો શોરૂમ માં કીડિયારું ઊભરાયું હોય તેમ પડાપડી કરી ને લોકો એ વાહન ખરીદ્યા હતા. આ ઘટના 29-31 માર્ચ એ બની હતી ત્યારબાદ આવા લોકો એ પણ 5 જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભેચ્છા ના સ્ટેટસ અપડેટ કરી ને આ દિવસ મનાવ્યો હતો.

મિત્રો, હજુ પણ સમય છે આ દિવસ ને ઉજવવાનો અને સાચી રીતે ઉજવવા માટે નો પણ જો હજુ પણ આપણે નહિ સમજીએ તો આ દિવસ ઉજવ્યો હોત તો સારું હતું તેવો અફસોસ માત્ર જ રહેશે. માત્ર 5 જૂને નહિ પણ આપણે આ દિવસ ને રોજ ઉજવવા ની જરૂર છે. તો જ આપણી આવનારી પેઢઓને આપણે એક સુંદર અને સુરક્ષિત પર્યાવરણ ભેટ સ્વરૂપે આપી શકીશું.
“આ વધતા જતા એસી ના બિલ જે આપણે ચૂકવી રહ્યા છીએ એ પર્યાવરણ ને આપણે કરેલા નુકશાન ની જ કિંમત છે“

***********
એક મહત્વ ની વાત
આ લેખ વાંચ્યા બાદ ફક્ત એક વૃક્ષ વાવજો અને ફક્ત એક વ્યક્તિ ને આ લેખ શેર કરો અને તેમને પણ આ લેખ આગળ વધારવા કહી અને એક વૃક્ષ રોપાવો ....તો મારો લેખ લખે લાગશે....