Pollen 2.0 - 49 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 49

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 49

પરાગિની . - ૪૯




પરાગ તૈયાર થઈને તેના રૂમમાં બેઠો હોય છે. દાદી પરાગ પાસે આવી તેની નજર ઉતારે છે. આ જોઈ સમર મજાક કરતાં દાદીને કહે છે, દાદી... અમને પણ કોઈની નજર લાગી જશે તો?

દાદી- તારી નજર ઉતારવાની હજી વાર છે. તારો વારો આવશે ત્યારે આમ જ નજર ઉતારીશ..! તમે બંને પરાગ સાથે નીચે આવો જાન કાઢવાનો સમય થઈ ગયો છે.

પરાગએ ઓફવાઈટ કલરની શેરવાની પહેરી હોય છે અને બાંધણીની લાલ રંગની ઓઢણી નાંખેલી હોય છે અને માથે બાંધણીનો જ ફેટો બાંધ્યો હોય છે. પરાગ આજે કોઈ રાજા જેવો જ લાગતો હોય છે.


રિનીને થોડો જર હોય છે કે ક્યાંક સિમિત ભવાડો કરવા આવી ના જાય.. રિનીએ પહેલેથી રિસોર્ટનાં સિક્યોરિટીને સિમિતનો ફોટો આપીને કહી રાખ્યું હોય છે કે આ માણસને અંદર ના આવવા દે..! રિની તૈયાર થઈને તેના રૂમમાં બેઠી હોય છે.

આશાબેન રિની પાસે આવી તેની નજર ઉતારે છે અને કાળો ટિકો લગાવી કહે છે, મારી છોકરીને કોઈની નજર ના લાગે..! આશાબેન રિનીને કહે છે, જાન નીકળી ગઈ છે. એશા અને નિશાને મોકલું એટલે આવી જજો નીચે..!

રિની હા કહે છે.

માનવ એશાને ફોન કરી નીચે કામનાં બહાને બોલાવે છે જેથી તે એશાને જોઈ શકે.... એશાને જોતા જ માનવનું મોં ખુલ્લુ રહી જાય છે. એશાએ લાઈટ પિંક કલરની સાડી પહેરી હોય છે. તે એકદમ સિમ્પલ તૈયાર થઈ હોય છે પરંતુ બહુ જ સુંદર લાગતી હોય છે. એશા માનવ પાસે જાય છે અને કહે છે, પતિદેવ મોં બંધ કરો નહીંતર ક્યાંક માખી ના ઘૂસી જાય..!

નિશાએ લાઈટ બ્લ્યુ કલરના ચણિયા ચોલી પહેર્યા હોય છે. નિશા રોજ કરતા કંઈક અલગ જ અને સુંદર લાગતી હોય છે. જાન આવી જતાં આશાબેન એશા અને નિશા બંનેને રિનીને લેવા મોકલે છે.

જાન આવતા આશાબેન અને રિનીનાં પપ્પા બધાનું સ્વાગત કરે છે અને આશાબેન વર તોરણની વિધી કરે છે ત્યારબાદ પરાગ લગ્ન ચોરીમાં જઈને બેસે છે. પંડિતજી લગ્નની વિધી શરૂ કરે છે. રિનીનો ચોરીમાં આવવાનો સમય થતાં એશા અને નિશા તેને લઈને આવે છે. રિની પરાગની સામે બેસી ગયા બાદ પડદો હટાવતા જ પરાગની નજર રિની પર અટકી જાય છે. રિની લાલ અને ઓફવ્હાઈટ કલરનાં પાનેતરમાં ખૂબ જ સુંદર લાગતી હોય છે.

બીજી બાજુ સમર નિશાને જોતો હોય છે. બંનેના આઉટફીટ અનાયાસે જ મેચીંગ કલરના થઈ જાય છે. આ જોઈ શાલિનીને નથી ગમતુ.. તે સમરને કહે છે, તમે બંનેએ કેમ સરખાં કલરનું પહેર્યુ?

સમર- મોમ... અમે બંનેએ નક્કી નહોતુ કર્યુ... જાતે જ થઈ ગયુ...

શાલિની ડેન્સીને બોલાવી સમરની બાજુમાં બેસવાનું કહે છે.

પરાગ અને રિની બંને એકબીજાને હાર પહેરાવે છે. ત્યારબાદ ફેરાની વિધી થાય છે.

શાલિની બંનેના મેરેજ રોકાવા કંઈ નથી કરી શક્તી.. પરંતુ તે સિમિતને કહે છે કે આપણે જે પહેલા પ્લાન બનાવ્યો છે ડીએનએ રિપોર્ટ વાળો તે જરૂર કામ કરશે..!

પરાગ રિનીને મંગલસૂત્ર પહેરાવે છે અન માથે સિંદૂર પૂરી બંને હવે પવિત્ર બંધનમાં જોડાય જાય છે. લગ્ન શાંતિપૂર્ણ સંપન્ન થતા રિનીને હાશકારો થાય છે.

બીજા દિવસે રિસેપ્શન હોય છે. રિસેપ્શનમાં ઘણા મોટા બિઝનેસમેન, અમુક નેતાઓ હાજરી આપે છે. સિમિત પણ રિસેપ્શનમાં આવ્યો હોય છે. તેને જોઈને રિની પરાગને પૂછે છે કે સિમિત અહીં શું કરે છે? પરાગ રિનીનો હાથ પકડીને કહે છે, ડોન્ટ વરી.. પાર્ટનર છે એટલે મેં એને ઈન્વાયટ કર્યો હતો.. ફક્ત રિસેપ્શન પૂરતો જ..! પરાગ અને રિનીને આમ સાથે જોઈ સિમિતને સહેજ પણ નથી ગમતુ..! બંનેને ખુશ જોઈ તે બળતો હોય છે પરંતુ તેને ખબર હોય છે કે અત્યારે તે કંઈ નહીં કરી શકે..! રિસેપ્શન ખૂબ જ સરસ રીતે પતે છે.


બે દિવસ પરાગ અને રિની તેમના હનીમૂન માટે નીકળવાના હોય છે. હનીમૂનની જગ્યા, બૂકીંગ બધુ જ જૈનિકાએ પહેલેથી કરી રાખ્યું હોય છે. જૈનિકા પ્લેનની ટીકિટ અને બૂકીંગની ડિટેઈલ્સ પરાગને મોકલી આપે છે. હનીમૂનની જગ્યા બોરા બોરા હોય છે. પરાગ અને રિની અઠવાડિયું હનીમૂન માણ્યા બાદ અમદાવાદ પાછા ફરે છે.

અમદાવાદ પાછા આવ્યા બાદ રિનીએ નક્કી કર્યુ હોય છે સોથી પહેલા તે રિપોર્ટ વાળી વાતનું નિરાકરણ લાવશે..! સિમિતને ખબર પડે છે કે પરાગ અને રિની પાછા આવી ગયા છે. તે રિનીને મેસેજ કરીને કહે છે, પરાગ ‘શાહ’ પરીવારનો નથી તે તું કહીશ કે હું કહી દઉં?

રિની તરત જ સિમિતને ના કહે છે અને કહે છે, તને આવું બધુ કરીને શું મળશે?

સિમિત- તને બે દિવસ આપુ છુ... તું પરાગની કંપની છોડી મારી કંપનીમાં કામ કરવા આવી જા... હું નવીનભાઈના શેર પરાગને આપી દઈશ અને પરાગને કહુ પણ નહીં તે શાહ પરીવારનો નથી..! અને જો તું ના કહીશ તો હું પરાગને બધી જ વાત કહી દઈશ..!

આટલું કહી સિમિત ફોન મૂકી દે છે.

રિનીને ચિંતા થવા લાગે છે અને ખબર નથી પડતી કે શું કરવુ? તે એશા અને નિશાને ફોન કરી કેફેમાં બોલાવે છે.

ત્રણેય કેફેમાં બેઠા હોય છે. એશા અને નિશા રિનીને જોઈ છે અને તેને પૂછે છે, રિની.. તું ઠીક તો છેને? ટેન્શનમાં લાગે છે.

રિની- હા, એટલે તો તમને અહીં બોલાવ્યા છે. વાત જ એવી છે કે બીજા કોઈ સાથે શેર કરી શકુ એમ નથી.

નિશા- એવી તો શું વાત છે?

એટલામાં જ રિનીનાં મોબાઈલમાં પરાગનો ફોન આવે છે. પરાગ રિનીને પૂછે છે, ક્યાં છે તું? ઓફિસમાં નથી દેખાતીને?

રિની- કંઈ કામ હતુ? હું એશા અને નિશા સાથે છુ...

પરાગ- ઓકે... કંઈ થયુ તો નથીને?

રિની- ના ના... બસ આમ જ.. બહુ દિવસથી મળ્યા નથીને.. મેરેજ પછી તો...

રિની શબ્દો ગોઠવતા પરાગને જવાબ આપે છે.

પરાગ- ઓકે તો સાંજે ઘરે સાથે જઈશું..

રિની- હા..

રિની ફોન મૂકે છે.

એશા- શું વાત તે રિની? તું પરાગ સાથે વાત કરતાં પણ ગભરાતા હતી... પરાગે કંઈ કર્યુ?

રિની- ના...

રિની પહેલેથી બધી વાત એશા અને નિશાને કહે છે.

રિની ચિંતા વ્યક્ત કરતા કહે છે, મને સમજ નથી પડતી કે શું કરવુ?

નિશા- એક મિનિટ... રિની.. શું તે રિપોર્ટ સો ટકા સાચ્ચાં છે?

રિની- મને નથી ખબર...

નિશા- તો સૌથી પહેલા આપણે ડીએનએ ટેસ્ટ કરાવીશુ....

એશા- હા, પણ એની માટે નવીનઅંકલની જરૂર પડશે... એ તો અહીં છે નહીં...

રિની તરત કહે છે, દાદી... દાદી ચાલશે?

નિશા- હા... ચાલશે પરંતુ તું એમને કેવી રીતે લેબમાં લાવીશ... કેટલા સવાલો કરશે..?

રિની- એ તો હું વાત કરી લઈશ..

નિશા- ઓકે તો કાલે બપોરે તું દાદીને હોસ્પિટલ લઈને આવી જજે... અને હા રિની... ડીએનએ ટેસ્ટ માટે પરાગનાં હેર અને જો સલાઈવા(લાળ) મળે તો એ લઈ આવજે...

રિની- ફક્ત હેર ચાલશે?

નિશા- હા... ચાલેને...

એશા વિચાર્યા બાદ રિનીને કહે છે, મને એ સમજ નથી પડતી કે અચાનક આ વાત આવી ક્યાંથી કે પરાગ નવીનભાઈનો છોકરો નથી? સિમિતને કેવી રીતે ખબર? સિમિતની એટલી બુધ્ધિ તો નથી કે તે આવું કરી શકે..! જરૂર કોઈ તો છે જે એને સાથ આપે છે.

નિશા- હમ્મ.. એશાની વાત સાચી છે.

રિની- એ હું જોઈ લઈશ...

રિની દાદીને ફોન કરીને પૂછે છે કે ઘરે કોઈ છે કે નહીં?

ઘરે કોઈ નથી હોતુ તેથી રિની ઘરે પહોંચી દાદીનાં રૂમમાં જાય છે અને તેમને બધી વાત જણાવે છે અને દાદીને રિકવેસ્ટ કરતા કહે છે, શું તમે કાલે મારી સાથે હોસ્પિટલ આવશો? જેથી આપણે કન્ફર્મ કરી શકીએ કે પરાગ તમારો જ પૌત્ર છે.

દાદી- ટેસ્ટ કર્યા વગર કહુ છુ કે પરાગ મારો જ પૌત્ર છે.. છતાં હુ તારી સાથે આવીશ...! મારા પરીવાર યને આમ તૂટવા ના દઉં..

રિની દાદીને વળગી પડે છે અને થેન્ક યુ કહે છે. દાદી પણ તેને વ્હાલ કરે છે.

રિની દાદીથી અળગી થઈને પૂછે છે, દાદી... શું તમને લાગે છે કે આમાં શાલિનીમોમનો હાથ હોય શકે?

દાદી- એવું તો નથી લગાતુ કે એનો હાથ હોય કેમ કે આજકાલ તે આવું બધુ બહુ ઓછું કરે છે પરંતુ કંઈ કહી ના શકાય...!

રિની- હમ્મ.. કંઈ નહીં એતો હું મારી રીતે તપાસ કરાવીશ..!

દાદી સાથે વાત કરી રિની સીધી ઓફિસ જાય છે અને તેનું કામ પતાવી પરાગ પાસે જાય છે. બંને પછી સાથે ઘરે જાય છે. ડિનર કર્યા બાદ બંને ગાર્ડનમાં થોડા વાર ચાલે છે. તે વખતે પરાગ રિનીને કહે છે કે માનવ અને એશા તેમનું પોતાનું ઘર લેવાનું વિચારે છે. મેં તેમને સગાઈ વખતે કોઈ ગીફ્ટ નહોતું આપ્યુ.. વિચારુ છું કે તેમને ગીફ્ટ રૂપે ઘર આપી દઉં..?

રિની- તમારી ઈચ્છા હોય તો આપી દેવાનુ... તમે જે કરશો એ મને ગમશે જ..!

પરાગ- ઠીક છે તો મને બે ઘર ગમ્યા છે... મેં એમના બજેટ પ્રમાણે જ જોઈ રાખ્યા છે કેમ કે હું માનવને ઓળખું છું.. તે મોટું ઘર ક્યારેય નહીં લે..! તો સાંજે આપણે જોવા જઈશુ?

રિની- હા.. ચોક્ક્સ

બંને તેમની રૂમમાં જાય છે. બંને ચેન્જ કરી બેડ પર સૂવા પડે છે. પરાગ નોવેલ વાંચતો હોય છે અને રિની વિચારતી હોય છે કે કેમની તે પરાગનાં વાળ સેમ્પલ માટે લે..! તે પરાગની નજીક જઈ માથામાં હાથ ફેરવવાનું ચાલુ કરે છે. ધીમે રહીને બે-ત્રણ વાળ ખેંચી લે છે. વાળ ખેંચવવા પર પરાગ રિનીને કહે છે, તું વ્હાલ કરે છે કે વાળ ખેંચે છે?

રિની ખોટું હસતાં કહે છે, સોરી... વ્હાલ જ કરતી હતી પરંતુ તમારા વાળમાં મારી આંગળીઓ ફસાય ગઈ તો વાળ ખેંચાય ગયા..!

તૂટેલા વાળ રિની તેના ઓશિકા નીચે સરકાવી દે છે. બંને થોડી મસ્તી કર્યા બાદ સૂઈ જાય છે.


મિહીરએ બે-ત્રણ વેપારી સાથે વાત કરી તેનો ધંધો ચાલુ કરી દીધો હોય છે. તે રિનીને મળવાના બહાને ઓફિસ પર જઈ જૈનિકાનો મળવા જતો અને તેની સાથે વાતો કરતો..!


બીજા દિવસે સવારે રિની પરાગને કહે છે, તમે ઓફિસ પહેલા જતા રહેજો.. હું જરાં મોડી આવીશ.. ઘરનો થોડો સામાન લાવવાનો છે તો દાદી સાથે જવાનું છે.

પરાગ- હા, તો ઘરમાં નોકર છે તેઓ લઈ આવશે..

રિની- હા.. પરંતુ દાદીએ કહ્યુ છે... અને નોકર જોડે દાદી જતા જ હતાને પહેલા... આ વખતે હું જઈશ..! બપોર સુધીમાં આવી જઈશ..!

પરાગનાં ઓફિસ ગયા બાદ રિની અને દાદી બંને હોસ્પિટલ પહોંચે છે. નિશા તેમને લેબમાં લઈ જાય છે. રિની નિશાને પરાગનાં હેર સેમ્પલ્સ આપે છે. નિશા દાદી અને રિનીને કહે છે, કાલે રિપોર્ટ આવી જશે..!

દાદી કહે છે, હેં શ્રી નાથજી... રિપોર્ટ સારો આવે...!

રિની દાદીને ઘરે મૂકીને ઓફિસ જવા નીકળતી હોય છે તે જોઈ છે કે શાલિનીમેમ ક્યાંક જઈ રહ્યા છે.શાલિની તેની ગાડી લઈને નીકળે છે અને રિની તેનો પીછો કરે છે. શાલિનીની ગાડી એક રેસ્ટોરન્ટ પાસે આવીને ઊભી રહી જાય છે. રિની તેની ગાડી થોડે દૂર ઊભી રાખે છે. એટલામાં જ રિની જોઈ છે કે સિમિત પણ તે જ રેસ્ટોરન્ટમાં અંદર જાય છે. પાંચ મિનિટ રાહ જોયા બાદ રિની ગોગલ્સ અને સ્કાર્ફ પહેરી રેસ્ટોરન્ટનાં રિસેપ્શન સુધી જાય છે. તે આજુબાજુ નજર કરી જોઈ છે તો ખૂણાનાં ટેબલ માં શાલિની અને સિમિત સામસામે બેઠા હોય છે. રિનીનો શક સાચો જાય છે. રિની ફટાફટ બહાર નીકળીને ગાડી લઈને નીકળી જાય છે.





ડીએનએ ટેસ્ટીંગમાં શું પરીણામ આવશે?

શું આ રિપોર્ટ વિશે પરાગને જાણ થશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૫૦