Prem ke pachhi judai - 4 in Gujarati Love Stories by Neel Bhatt books and stories PDF | પ્રેમ કે પછી જુદાઈ - 4

Featured Books
Categories
Share

પ્રેમ કે પછી જુદાઈ - 4



પ્રેમ કે પછી જુદાઈના ત્રીજા ભાગમાં આપણે જોયું કે અનુજા તેની બર્થ-ડે પાર્ટી કંઈ જગ્યાએ રાખી છે, તેના માટે આર્યનને એ જ દિવસે સાંજે ફોન કરે છે. પછી અનુજા કહે છે કે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરેલું છે. પછી સાંજે સાત વાગ્યે અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે આયોજિત થાય છે. આર્યન આખી બર્થ-ડે પાર્ટીની એકદમ જોરદાર રીતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. ત્યાં જ એની નજર એક ખૂબસૂરત છોકરી પર પડે છે. પછી આર્યન વિચારમાં પડી જાય છે કે આ ખૂબસૂરત છોકરી કોણ હશે?

હવે વાર્તામાં આગળ જોઈએ...

આપણે જોયું કે આર્યન આખી બર્થ-ડે પાર્ટીનું એકદમ જોરદાર રીતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી રહ્યો હતો. આ દરમિયાન તેની એક ખૂબસૂરત છોકરી પર નજર ટકરાઈ જાય છે. એ છોકરી કોણ હતી? એ તો આર્યનને ખબર જ નહોતી. કારણકે એ પહેલી વાર એને જોઈ રહ્યો હતો. એ છોકરી બિલકુલ હિરોઈન જેવી જ લાગતી હતી. એ છોકરીએ લાલ રંગનું ટોપ અને ભૂરા રંગનું જીન્સ પહેરેલું હતું. આર્યનને પણ એ છોકરી જોતાં જ ગમી ગયેલી હતી. પણ એ છોકરીની નજર આર્યન સામે ગઈ નહોતી. કેમકે એ છોકરી એની ફ્રેન્ડસ ‌સાથે વાતો કરવામાં પડી હતી.

હવે એ ખૂબસૂરત છોકરી કોણ છે? એ અને અનુજા એકબીજાને ઓળખે છે કે નહીં એ તો આર્યનને પણ ખબર નહોતી. કેમકે જ્યારે આર્યન અને અનુજા કોલેજમાં ભણતાં હતાં ત્યારે આ છોકરીને તો આર્યને ક્યારેય એની કોલેજમાં જોઈ નહોતી.

તો પછી આ છોકરી કોણ હશે? એ વિચારે આર્યનનું મન થોડું ચકરાવે ચડી જાય છે. પણ એ આ વિશે અનુજાને કંઈ પણ પૂછી શકતો નથી. કારણકે અનુજા એની બર્થ-ડે પાર્ટીમાં થોડીક બીઝી હતી. આ બાજુ આર્યન પણ બર્થ-ડે પાર્ટીની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં બીઝી હોય છે. હવે આર્યન એવું નક્કી કરે છે કે આ બર્થ-ડે પાર્ટી પૂરી થાય પછી એ આ વિશે અનુજા જોડે વાત કરશે. પણ એ છોકરી એને ગમી ગઈ છે, એ વિશે કંઇ પણ હાલમાં વાત નહીં કરે. કેમકે બની શકે કે એ છોકરી અને અનુજા એકબીજાને ના પણ ઓળખતા હોય. આર્યન આ બધી વિચારણા કરતો હોય છે, ત્યાં જ અનુજા આર્યનને બૂમ પાડે છે.

પછી આર્યન અનુજાને કહે છે કે "હા હમણાં આવ્યો."

હવે અનુજા જ્યાં સ્ટેજ હોય છે, એ જગ્યાએ આર્યનને લઈ જાય છે. પછી અનુજા માઈકમાં એક જાહેરાત કરે છે કે હવે અહીંયા મારા બર્થ-ડે નિમિતે એક ગીતનો પ્રોગ્રામ રાખેલો છે. એટલે જેને જે ગીત ગાવું હોય એ અહીંયા સ્ટેજ પર આવીને ગાઈ શકે છે. અનુજાના પરિવારવાળા અને બધાં આમંત્રિત મહેમાનો તાળીઓ પાડીને અનુજાની આ વાતને વધાવી લે છે. પણ આ પહેલાં અનુજા કહે છે કે "હું એક વ્યક્તિની તમારી જોડે ઓળખાણ કરાવવા માંગુ છું."

પછી અનુજા એનાં બેસ્ટ ફ્રેન્ડ આર્યનનો પરિચય કરાવે છે.
અને કહે છે કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ આર્યન છે. અમે બંને એક જ કોલેજમાં જોડે ભણતાં હતાં. બીજી વાત એ છે કે આજનું બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી એ જ કરી રહ્યો છે. આ સાંભળીને અનુજાના પરિવારવાળા અને બીજા મહેમાનો ફરીથી તાળીઓ પાડીને અનુજાની આ વાતને પણ વધાવી લે છે. પછી અનુજા તેનાં પરિવારવાળા અને બધાં આમંત્રિત મહેમાનોને કહે છે કે સૌથી પહેલું ગીત આર્યન મારા માટે ગાશે.

હવે સંગીતકારો મ્યુઝિક વગાડે છે. પછી અનુજા આર્યનને માઈક આપીને સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે. અને પછી બધાં જ્યાં ઉભા હોય છે ત્યાં જતી રહે છે. હવે આર્યન અનુજા માટે એનાં બર્થ-ડે માટે જાતે બનાવેલ ગીત ગાવાની શરૂઆત કરે છે.

આજ મેરે યાર કી બર્થ-ડે હૈ
આજ મેરે યાર કી બર્થ-ડે હૈ
લગતા હૈ સંસાર મેં
જીતની ભી અનુજા હૈ
ઉન સબકી આજ બર્થ-ડે હૈ
આજ મેરે યાર કી બર્થ-ડે હૈ
આજ મેરે યાર કી બર્થ-ડે હૈ

આ ગીત સાંભળીને બધાં આર્યનને વધાવી લે છે. પછી બધાં વારાફરતી જેને જે ગીત ગાવું હોય એ સ્ટેજ પર જઈને ગાઈ લે છે. આમને આમ રાતના નવ વાગી જાય છે.
હવે અનુજા ફરીવાર સ્ટેજ ઉપર આવીને બધાને કહેવા લાગે છે કે "બધાં માટે એક સરપ્રાઈઝ છે." આ સાંભળીને બધાં આનંદિત થઈ જાય છે.

એ વખતે જ પેલી છોકરી જે આર્યનને પહેલી નજરે જ ગમી ગઈ હતી. એ છોકરી અનુજાને કહેવા લાગે છે કે "શું સરપ્રાઈઝ છે અનુજા?" આ જોઈને આર્યનને ખબર પડી જાય છે કે એ છોકરી અને અનુજા એકબીજાને ઓળખે છે.

પછી અનુજા બધાને કહે છે કે "મૈં તમને કીધું હતું કે આજની બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી આર્યને કરેલું છે. તો સરપ્રાઈઝ એ છે કે આર્યને મારા થોડાંક નહીં પણ બહુ બધાં ફોટોઝ એનાં કેમેરામાં પાડ્યાં હતાં. એ હું તમને બધાને બતાવવાં માંગું છું."

હવે આર્યન ત્યાં લાગેલાં ટીવી સેટ સાથે પોતાનો કેમેરા કનેક્ટ કરે છે. પછી વારાફરતી અનુજાના ફોટોઝ બતાવે છે. એ ફોટોઝ બધાને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને પેલી છોકરી જે આર્યનને પહેલી નજરે ગમી ગઈ હતી, એને આ ફોટોઝ ખૂબ જ ગમી જાય છે. પણ આ વાત એ છોકરીને ખબર નહોતી કે આર્યનને તેણી ગમી ગઈ છે. એ છોકરી તો આર્યનના ફોટોઝ જોઈને એની ફેન બની જાય છે. આમને આમ પોણો કલાક થઈ જાય છે. પછી બધાં લોકો જમવા માટે નીકળે છે, પણ એ પહેલાં અનુજાને બર્થ-ડે ગીફ્ટ આપવા માટે બધાં વારાફરતી સ્ટેજ પર આવે છે. ત્યાર બાદ આર્યન પણ અનુજા માટે જે ખૂબ જ મસ્ત ગીફ્ટ લાવ્યો હતો, એ મસ્ત ગીફ્ટ અનુજાને આપે છે. પછી અનુજા ત્યાં જ એનું ગીફ્ટ ખોલે છે. અને જોવે છે કે એમાં સરસ મજાનું ટેડીબિયર હતું. આ જોઈને અનુજા ખૂબ જ ખુશ થઈ જાય છે. અને આ ઉત્સાહમાં જલદી જલદીમાં અનુજા આર્યનને હગ કરી લે છે, પણ બધાં જોઈ લે છે. એટલે અનુજા થોડી શરમાઈ જાય છે. પછી અનુજા પણ આર્યન જોડે જમવા માટે સ્ટેજ પરથી ઉતરી જાય છે અને જમવા માટે જતી રહે છે.

હવે તમને બધાને જણાવી દઈએ કે જમવાના મેનૂમાં શું હતું? એટલે આ વાર્તા વાંચતાં વાંચતાં પેલી ગુજરાતી થાળીની જેમ તમને બધાને ટેસડો પડી જશે. 😉😉😉 હવે તમને જણાવી દઈએ કે જમવાના મેનૂમાં ભાજીપાંઉ, એકદમ ચટાકેદાર પુલાવ, ગુલાબજાંબુ અને નૂડલ્સ વગેરે વગેરે હતું. બધાં લોકોને જમવાની ખૂબ જ મજા આવી. કારણકે અનુજાના પપ્પા અને આ હોટેલના માલિક એકબીજાના મિત્ર હતાં. એટલે બર્થ-ડેની જે કેક બનાવી હતી, એ પણ સરસ હતી અને જમવાનું પણ સરસ હતું.

હવે જમતાં જમતાં આર્યન અનુજાને કહે છે કે "અનુજા એક વાત પૂછું તને?"

પછી અનુજા કહે છે કે "હા, પૂછને આર્યન તારે જે પૂછવું હોય તે. શું પૂછવું છે તારે?"

પછી આર્યન પૂછે છે કે "પેલી છોકરી કોણ હતી?"

અનુજા કહે છે કે "કંઈ છોકરી આર્યન?"

આર્યન કહે છે કે "પેલી છોકરી જે તને કહેતી હતી કે શું સરપ્રાઈઝ છે અનુજા?"

અનુજા કહે છે કે "ઓહ આર્યન, એની વાત કરે છે તું."

આર્યન કહે છે કે "હા અનુજા, જેને લાલ રંગનું ટોપ અને ભૂરા રંગનું જીન્સ પહેરેલું એ છોકરીની વાત કરું છું."

આ સાંભળીને અનુજા આર્યનને કહે છે કે "બહુ ધ્યાનથી જોઈ લાગે છે તે એને, એમ કહીને હસવા લાગે છે." 😁😁😁

પછી આર્યન કહે છે કે "ના એવું કંઈ નથી. આ તો બસ એમ જ પૂછું છું."

પછી અનુજા કહે છે કે "મને બધી ખબર છે. તને એ છોકરી ગમતી હોય તો વાત કરું એની જોડે."

આર્યન કહે છે કે "ના અનુજા, એવું કંઈ નથી અત્યારે?"

અનુજા કહે છે કે "આવું તને પછી પણ લાગે તો મને ફોન કરીને કહી શકે છે." 😉😉😉

આર્યન કહે છે કે "સારું અનુજા."

હવે અનુજા કહે છે કે "એનું નામ અન્વી છે. એ મારી જોડે સ્કૂલમાં ભણતી હતી. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે."

હવે તમને બધાને નવાઈ લાગશે અને આશ્ચર્ય પણ થશે કે પાર્ટીમાં આર્યને જોયેલી છોકરી કદાચ એન્જલ જ હશે. તો આ અન્વી કોણ છે? શું રહસ્ય હશે આ અન્વીનું?

વધું જોઈશું આપણે આવતા ભાગમાં ખૂબ જ જલદી... 😊😊😊