આગળના ભાગમાં ઝંખનાએ અનન્યાનું ઉગ્ર રૂપ શાંત કરવા શાંતિ મંત્રનો જાપ કર્યો, અમિતના રક્ષણ માટે ગુરુ રક્ષા કવચ બાંધ્યું, તેના પપ્પા અને ઇન્સ્પેક્ટર ગઢવી તથા રાકેશના મમ્મી પપ્પાને પણ બોલાવવા કહ્યું.. હવે સવારે ગુરુજીના આવવાની જ વાર હતી, પણ સમય ઘણો ધીરો પસાર થઈ રહ્યો હતો, હવે આગળ..
*****
ના સમજાય ક્યારે પણ સમયની ગતિ કેવી ન્યારી.!?
દુઃખમાં ધીમી રફતાર કરે ને સુખમાં સરકતી સરીતા..
અનન્યા સતત વલોપાત કરતી રહી.. સવાર થતાં તેનું જોર ઓછું થયું. મળસકે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ બધાને ઊંઘ આવી ગઈ.. થાકને કારણે નવ વાગ્યા છતાં બધા સૂઈ રહ્યાં હતા.. ઝંખનાની આંખ ખુલી ગઈ.
સોહમ, "ઉઠો.!" ગુરુજી આવી જશે.! નવ વાગ્યા છે.! તેણે સોહમને જગાડતા કહ્યું..
આ અવાજથી બધા જ જાગી ગયા.. ગુરુજી, "આવે એ પહેલા અમે ઘરે ફ્રેશ થઈ આવ્યે.." અનન્યાના પપ્પાએ કહ્યું..
સવાર થતાં જ ઇન્સ્પેક્ટર ગઢવી અને રાકેશના મમ્મી પપ્પા પણ આવ્યા.. હવે ગુરુજીની રાહ જોવાતી હતી.. આરાધ્યા અને તેના પપ્પા પણ ફ્રેશ થઈ આવી ગયા. એક બાજુ બધા વડીલો બેઠા.. અને એક બાજુ ગુંજન, આરાધ્યા અને અમિત બેઠા..
ઇન્સ્પેકટર ગઢવી બોલ્યા: અગિયાર વાગ્યા, "હજુ ગુરુજી આવ્યા નહિ..!?" સોહમ, "જરા ગુરુજીને ફોન તો કરી જો.!" "તેઓ ક્યારે આવે છે.!?"
રાકેશના પપ્પા બોલ્યા, ગુરુજી, "આ ચક્કર શું છે.?, તમે અમને અહીં શા માટે બોલાવ્યા છે.?, અમે તો રાકેશ માટે અહીં આવ્યા છે.. ક્યાં છે તે.!?ઝ આ શું રમત માંડી છે.!"
થોડી ધીરજ રાખો, એમ કહી ઝંખનાએ અનન્યા અને રાકેશની એક એક વાત તેના માતા પિતાને કહી..
આ સાંભળી રાકેશની મમ્મી રડતાં રડતાં બોલી, "મારા દીકરાને હેમખેમ રાખજો." પ્રભુ.!! અમારો તો એ જ આધાર છે.! અમારાથી જાણતા અજાણતા જો કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો.. પણ અમારા દીકરાને સહી સલામત રાખજો.. (ચોધાર આંસુ એ તે રડી રહી હતી..)
ઝંખનાએ તેને હિંમત આપી, શાંત થવા કહ્યું.. બધું સારું થઈ જશે ! હું તમારા દુઃખને સારી રીતે સમજી શકું છું.. ભગવાન પર ભરોસો રાખો..
ઇસ્પેક્ટર ગઢવી પણ વાત સાંભળી શૌક થયા.."ઓહ માય ગોડ.! આટલું મોટું કૌભાંડ.. કોલેજના જ સર આવું કરે.." તેમને સુરત પોલીસ કંટ્રોલ રૂમ પર મેસેજ કરી હકીકત કહી, અને માથેરાન પોલીસ કંટ્રોલ રૂમ કોન્ફરન્સ કોલ કર્યો..
નમસ્કાર.! "હું સુરતથી ઇન્સ્પેક્ટર ગઢવી, અનન્યા કેસ ઇન્વેસ્ટિગેશન માટે આપની સહાય માગું છું.. એમ કહી, માથેરાન પોલીસને બાતમી આપી." હોટલની ઈન્કવારી કરવા કહ્યું..
આ બાજુ પોલીસ તંત્ર પણ સજાગ થયું.. બી આર કોલેજ પર ખબરીઓને મોકલી, રમેશ સર અને માઈકલ પર સતત નજર રાખવા કહ્યું.. "તેઓ શું કરે છ?, ક્યાં રહે છ?" તેમની તમામ માહિતી એકત્ર કરવા કહ્યું..
સોહમના મોબાઈલ પર રીંગ વાગી, ગુરુજીની ફોન હતો, તેઓએ કહ્યું: "હું લગભગ બે કલાક પછી આવીશ, અત્યારે મારે અર્જન્ટ કોન્ફરન્સમાં જવાનું છે.! કદાચ આવતા થોડું મોડું થઈ શકે.!
અનન્યાને ન્યાય અપાવવા, સમયની ગતિ પણ વિલંબ કરી રહી હતી.. સાચેય દુઃખનો સમય ધીરો પસાર થાય છે. બરાબર ચાર વાગ્યાની આસપાસ ગુરુજી આવ્યા. તેમના ઘરમાં આવતાની સાથે જ હવાની ઠંડી લહેર દોડી..
ગુરૂજીને જોતા જ ઇન્સ્પેક્ટર ગઢવી ને શોક લાગ્યો.! તે બોલ્યા : "ધરમશી મહારાજ", તમે ..! હવે મને કોઈ ચિંતા નથી.. ! હવે આ કેસનો નિકાલ થઈ જશે.! "તેઓ આત્મા પર રિસર્ચ કરતાં હતા.. પરા વિજ્ઞાનના જાણીતા વિદ્વાન હતા. તેઓ પરા અને અપરા શકિત વિષયો પર જાગૃતિ લાવવા પણ યોજ્યા હતા. તથા કુંડલિની જાગૃત કરવા માટે સાધના પણ શીખવાડતા હતા.."
ગુરુજીનું સ્વાગત કરી, તેમણે અનન્યા હકીકત કહી.. ગુરુજી આંખો બંધ કરી, ધ્યાનમાં બેઠા. પછી, "ઉભા થઈ ઘરના મુખ્ય દરવાજાની પાસે ગયા. ત્યાં મંત્રથી કવચ બનાવી , પાછા ઘરમાં આવ્યા.. પછી મંત્રોચ્ચાર વડે દરેક રૂમને કવચ બાંધ્યા.. દેવસ્થાન અખંડ દીવો કરવા કહ્યું."
ઝંખનાએ ગુરુજીના કહ્યાં પ્રમાણે કર્યું.. પછી ઝંખનાને ધ્યાનમાં બેસવાની વાત કરી. અમિતને પણ ત્યાં બેસવા કહ્યું.. ત્રણેયના ઓમકાર ધ્વનિથી ઘરનું વાતાવરણ ગુંજી ઉઠયું.. સાથે સાથે ઠંડક આખા રૂમમાં પ્રવેશી.. એકાએક રૂમની લાઇટ ઝબૂક ઝબૂક થવા લાગી. એક તેજોમય પ્રકાશ પુંજ રૂમમાં આવ્યો.. તે જોત જોતા અનન્યાની આકૃતિમાં ફેરવા યો.અને રૂમમાં એક સુગંધ પ્રસરી ગઈ..
તે આત્મા પણ તેઓ સાથે ઓમકાર નો જાપ કરવા લાગી..
ગુરુજી બોલ્યા: એય છોકરી.!! બોલ, "અહીં આવવાનું કારણ શું છે.!?" અમારી સાથે ઓમકાર કરી, "તું શું કહેવા માંગે છ.!?", "કેમ આ લોકોને પરેશાન કરે છે.!?" તું કોઈ ત્રિકાળ જ્ઞાની છે, અહીંથી જવા માટે અમારે શું કરવાનું છે.?!
"શું તમને ખબર નથી?", "મારે વાર્તા ફરી માંડવી પડશે.!", "શું તમે મને મદદ કરી શકો છો.!?" કે પછી, "આ લોકોની જેમ ખાલી વાતમાં જ કુશળ છો.!?"
તો તારે મદદ જોઈએ છે !? હા, હું કરીશ.!
વચન આપો, વાતો નહિ.!!
વચન તો નહિ, પણ તને મદદ પુરે પુરી કરીશ..
મને આંટી પાસેથી શકિત જોઈએ.. આંટીના શરીરમાં પ્રવેશ કરી, હું તમને રાકેશ સુધી લઈ જવા માંગુ છું.. એ બચી જાય, તો મારા આત્માને થોડી શાંતિ મળશે., બીજું તમે મને ચીજ વસ્તુ સ્પર્શવાની શકિત આપો..! જેથી હું મારો બદલો લઈ શકું..
એ શકિત માટે તારે સક્ષમ થવું પડે.! આમ , "રીતે કોઈ આત્મા શકિત નહિ મેળવી શકે.!" આ માટે કેટલી સાધના કરવી પડતી હોય છે, અમુક લોકો જ આ સફર કરી શકે છે, "તારી મદદ માટે પોલીસ છે.", "આ દેશનો કાનૂન છે.!", "ભગવાન છે.!"
ભગવાન .!! "એમણે જ મારી આ હાલત કરી છે!" , હું મરી ને પણ અહીં આ જ દુનિયામાં રહીં ગઈ.! મારી આત્માને પીડા થઇ રહી છે. મારી બોડી તો બરફ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં દફન છે.. આ બધા માટે જવાબદાર કોણ છે. ભગવાન જ.., આજે મારી આ દુર્ગતિ થઇ એનું જવાબદાર કોણ છે, ભગવાન જ છે...
ભગવાન કોઈની દુર્ગતિ નથી કરતા, કોઈનું પણ પાપ પોતાના માથે લેતા, કે નથી એ કોઈનું પુણ્ય લેતા, તમે કર્મ કરી જીવન યાત્રાના મુસાફર બનો છો... હું તને વચન આપું છું, તારા પિતા અંતિમ વિધિ કરશે.! તું અહીંથી જતી રહે..
મને પ્રવચન નથી સાંભળવું, હું આટલી આસાનીથી નહિ જઈશ , પોતાના માટે છેલ્લી શ્વાસ સુધી લડવું જોઈએ, લડ્યા વિના હથિયાર મુકવા જોઈએ નહિ.. એ પણ તમને ખબર જ હશે.!
મને જ્ઞાનના પાઠ ભણાવે છે છોકરી.? "તારે શ્વાસો ક્યાં ચાલે છે.?", "આમ તો તું પણ હેરાન થાય છે.!" અને "બીજાને પણ કરે છે.!"
હું મરીને પણ મરી નથી.. તો એક કારણ તો પાકું છે, કે મારા જેવી કેટલીય અનન્યાને ન્યાય અપાવવા ભગવાને મારી પસંદગી કરી છે, રમેશ સર અને માઈકલ આઝાદ થઇ ફરી રહ્યા છે.. હું એ પાપીઓને ક્યારે પણ માફ નહિ કરીશ.. એ લોકોને સજા આપીને જ મારી આત્માને શાંતિ મળશે..
હું તને સ્પર્શવાની શકિત નહિ આપી શકું. પણ તને કોઈ એક શરીરમાં પંદર મિનિટ પ્રવેશ આપી શકું. તુ તારા હત્યારાઓને સજા આપી શકે છે.. અને હા, તું અમને ત્યાં સુધી લઈ શકે છે.. તને આ મંજુર છે.!
હા, "તમારી દરેક વાત મને મંજુર છે."
હું અહીં જ બેસી જપ કરીશ, "ઝંખના તારી સાથે આવશે.! અને અમિતના શરીરમાં તું પંદર મિનિટ માટે પ્રવેશી શકશે.. યાદ રાખજે.. ફ્કત એક વખત જ.. તારે પ્રવેશ ક્યારે કરવો તે તારી પર રહેશે.. પંદર મિનિટ પૂરી, થતા સ્પર્શવાની શકિત પૂરી થઈ જશે, પછી તું કઈ પણ કરી શકીશ નહિ, અને તારે અહીંથી જવું પડશે..!"
આ દરમિયાન અનન્યાના પપ્પા તેની બોડીને શોધી અંતિમ વિધિની તૈયારી કરશે, તેની અંતિમવિધિ થતા તેની આત્માને મુક્તિ મળી જશે..
(ક્રમશ:)
વધુ આવતા અંકે.. વાંચતા રહો દર મંગળવારે માતૃ ભારતી પર બપોરે બાર વાગ્યે, An untoward incident અનન્યા..
ખુશ રહો, હસતા અને હસાવતા રહો, આપના પ્રતિભાવ આપતા રહો.. માસ્ક પહેરો, સુરક્ષિત રહો..
🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે🌺🌺