એક પૂનમની રાત
પ્રકરણ-20
દેવાંશ જમીને એનાં પાપાને જોબ મળી ગયાંનાં ખુશખબર આપે છે. પાપા વહેલો આવુ છું એવો સંદેશ આપે છે અને દેવાંશ એમાં રૂમમાં જાય છે ત્યાં જઇને જોયું તો એનો રૂમ એકદમજ વ્યવસ્થિત ગોઠવાઇ ગયો છે. એનાં બેડ પરની ચાદર સરસ રીતે પથરાયેલી છે. એનાં બેડની બાજુમાં પીવાનાં પાણીનો જગ અને ગ્લાસ મૂકેલો છે. આ બધુ જોઇને એને આષ્ચર્ય થાય છે એણે હસવાનો અને ઝાંઝરનો અવાજ પણ સાંભળ્યો હતો પણ એને કોઇ દેખાયું નહીં એણે બહાર જઇને માં ને પૂછ્યું માં મારો રૂમ તમે આટલો સરસ તૈયાર કર્યો છે ? વાહ...
માં દેવાંશનાં રૂમમાં આવી જોઇએ આષ્ચર્ય પામે છે માં એ કહ્યું મેં સવારે ચાદર ઝાપટી હતી પણ આટલું સરસ મેં તૈયાર નથી કર્યું. દેવાંશે કહ્યું ઓહ ઓકે ઓકે માં તમને યાદ નહીં હોય એમ કહી સમજીને વાત વાળી લીધી.
ત્યાંજ વિક્રમસિહજી ડ્યુટી પરથી પાછા આવી ગયાં એમણે કહ્યું માં દિકરો શું વાતો કરો છો ? દીકરા તમે જોબ મળી ગઇ એ જાણીને ખૂબ આનંદ થયો છે લે તારો ખાસ ભાવતો કોફી આઇસ્ક્રીમ લાવ્યો છું અમારાં માટે રાજારાણી અને કસાટા છે.
તરુબહેને કહ્યું તમે ફેશ થઇ જાવ હું તમારું જમવાનું પીરસું છું પછી બધાં સાથે આઇસ્ક્રીમ ખાઇશું. વિક્રમસિહજી તરતજ ફ્રેશ થવા જતાં રહે છે. દેવાંશની માં તરુબહેન આઇસ્ક્રીમ ફીઝરમાં મૂકી દે છે. અને વિક્રમસિહની થાળી પીરસે છે.
વિક્રમસિહ ડાઇનીંગટેબલ પર બેસી જમવાનું ચાલુ કરે છે. સાથે સાથે દેવાંશ સાથે વાતો કરે છે. દેવાંશ એને જોબ મળી ગઇ એનીજ વાતો કરે છે એ આજે વાવ ગયો હતો એનાં અનુભવ અંગે કોઇ વાત કાઢતો નથી.
વિક્રમસિહ પણ એની જોબની વાત કરવામાં પૂછ્યું ભૂલે છે કે આજે આખો દિવસ શું કર્યું. દેવાંશે કહ્યું પાપા હું કાલથીજ જોબ જોઇન્ટ કરવા માંગુ છું. મારો શોખ અને મારું ગમતું કામજ મળી ગયું છે. જમ્યા પછી ત્રણે જણાં આઇસ્ક્રીમ ખાવા બેસે છે. દેવાંશનાં કપમાંથી આઇસ્ક્રીમ ઓછો થતો જાય છે જાણે એક કપમાંથી બે જણાં ખાઇ રહ્યાં હોય. દેવાંશ બધુજ નોંધે છે પણ બોલતો નથી. વિક્રમસિંહે કહ્યું દીકરા હું ખૂબ થાક્યો છું હું સૂવા જઊં છું તું પણ સૂઇ જા કાલે સવારે નવી જોબ જોઇન્ટ કરીલે એમ કહી એમાં રૂમમાં જાય છે પાછળ પાછળ તરુબહેન પણ જાય છે અંદર જઇને વિક્રસિહને ખ્યાલ આવે છે કે આજે એણે શું કર્યુ પૂછી લઊં... પણ પછી વિચાર આવે છે કાલે સવારે વાત એ પણ થાક્યો હશે.
દેવાંશ એનાં રૂમનાં સૂવા આવે છે એ બેડ પર બેસીને પ્રાર્થના કરે છે. અને બોલે છે ઓ અગમ્ય શક્તિયો મારે સૂઇ જવુ છે કાલે સવારે વહેલાં ઉઠવું છે મને કનડશો નહીં એમ કહી રૂમની લાઇટ બંધ કરીને સૂઇ જાય છે.
દેવાંશનાં આષ્ચર્ય વચ્ચે કોઇ અવાજ નહીં કોઇ એહસાસ નહીં અને એ નીંદરમાં સરી જાય છે.
દેવાંશ વહેલો ઉઠી નિત્યક્રમ પરવારીને તૈયાર થઇ જાય છે. અને પાપાને કહે છે પાપા આજે પહેલો દિવસે આજથી જોબ જોઇન્ટ કરુ છું માં અને પાપાનાં આશીર્વાદ લે છે અને બાઇક લઇને પોતાની ઓફીસ જવા નીકળી જાય છે.
વિક્રમસિહ ફરતી નજરે એને જતો જોઇ રહે છે. પછી તરુબહેનને પૂછે છે. દેવાંશ કાલે આખો વખત ઘરેજ હતો ? કે ક્યાંય ગયો હતો ?
તરુબહેન કહે એ તો છેક સાંજે ઘરે આવેલો એ ખૂબ થાકેલો હતો પણ એનો આ પત્ર આવ્યો એ વાંચ્યા પછી ખૂબ આનંદમાં હતો. પછી તમને પણ ફોન કર્યો.
વિક્રમસિંહને આષ્ચર્ય થયું પણ કંઇ બોલ્યાં નહીં એમને કંઇ યાદ આવ્યું હોય એમ તરુબહેનને પૂછ્યું તરુ તને આપણી અંગારીનાં એહસાસ થાય છે તેં મને ક્યારેય વાત નથી કરી પણ હવે આપણે એની પાછળ વિધી અધૂરી હોય પૂરી કરી લઇએ. એમ કહેતાં એમની આંખ ભીંજાઇ ગઇ દીકરી અંગારી યાદ આવી ગઇ.
તરુબહેને રડતાં રડતાં કહ્યું ઘણીવાર તમને કહેવાં મન થઇ આવતું પણ તમે કશામાં માનો નહીં એટલે કાયમ અટકી જતી.
વિક્રમસિહે આશ્વાસન આપતાં કહ્યું હમણાંથી એટલી ઘટનાઓ બને છે કે હવે બધું માનવા મન પ્રેરાય છે. અંગારીનાં વિચારો મને પણ આવતાં પણ હું કંઇ બોલતો નહીં આપણો દીકરો એટલો હોનહાર છે કે ... કંઇ નહીં પણ હવે ઉત્તમ સમય નક્કી કરીને એની વિધી બધીજ કરાવીશું. અને દેવાંશને લઇ જઇને આપણાં કુળદેવી મંદિરે બધી જ વિધી અને માનતા પુરી કરીશું.
તરુબહેને ભીની આંખે કહ્યું તમે આજે બોલ્યાં છો તો હવે કરાવી લઇશું મારી અંગારી પણ હેરાન થતી હશે એનો આ ઘરમાં મને કાયમ એહસાસ થયો છે અને હવે તો દેવાંશ પણ કહે છે કે એ આપણી સાથેજ છે.
દેવાંશનાં પાપા મારે તમને એકવાત એ પણ કરવી છે કે આપણે મીલીંદનાં ઘરે જઇ આવીએ મળી આવીએ સારું લાગશે એ છોકરો કાયમ આવતો અને હવે... ક્યાંયનો ના રહ્યો મને ખૂબ દુઃખ થયુ છે.
વિક્રમસિહજીએ કહ્યું ચાલો આજેજ જઇ આવીએ આજે કામનું પ્રેશર ઓછું છે. અને સિધ્ધાર્થને પણ હું ફોન કરીને જણાવી દઊં છું. તમે તૈયાર થઇ જાવ આવીને બધું પરવારીશું.
તરુબહેન ઉત્સાહમાં આવી ગયાં એમણે કહ્યું હું હમણાંજ તૈયાર થઇને આવું છું અત્યારેજ જઇ આવીએ વિક્રમસિહજી અને તરુબહેન મીલીંદનાં ઘરે જવા માટે નીકળી ગયાં. અને આ બાજુ દેવાંશ એની નવી ઓફીસ પહોચ્યો.
**************
દેવાંશ નવી ઓફીસ પહોચીને એણે ત્યાં એનાં હેડને એપોઇન્ટમેન્ટ લેટર બતાવ્યો અને એનાં હેડે એને કોન્ગ્રેચ્યુલેશન કીધાં અને કહ્યું દેવાંશ બેસ્ટલક તારી સાથે બીજા ચાર જણાં એપોઇન્ટ થયાં છે એ બધાંજ હાજર છે. ચાલો તમારાં બધાને એકબીજાની ઓળખાણ કરાવું અને આગળ કામ પણ સમજાવું. એમ કહીને દેવાંશને હોલ તરફ મોકલ્યો અને કહ્યું જાવ ત્યાં હું આવું છું.
દેવાંશનાં હેડ કમલજીતે હોલમાં આવીને નવાં એપોઇન્ટ થયેલાં પાંચે જણાંને ઉભા થઇને એકપછી એક પોતાનાં વિશે બોલવા કહ્યું.
સૌપ્રથમ દેવાંશ ઉભો થઇને પોતાનો ઇન્ટ્રો આપ્યો અને કહ્યું મને આર્કીયોલોજી - જુના સ્થાપત્ય આપણાં અગોચર ગ્રંથ અને વિધાઓમાં ખૂબ રસ છે અને એનાં ઉપર હું ખૂબ કામ કરવા માંગુ છું.
પછી અનિકેત ઉભો થયો અને કહ્યું મને પણ ખૂબ રસ છે અને જુદી જુદી જગ્યાઓએ ફરીને એનો અભ્યાસ કરવા માંગુ છું.
અનિકેત પછી એક છોકરી ઉભી થઇ એણે કહ્યું મારું નામ વ્યોમા છે મને ગૂઢ રહસ્યો ઉકેલવામાં રસ છે અને દરેક સ્થળોએ મારે મુલાકાત લેવી છે.
વ્યોમા પછી બીજી છોકરી ઉભી થઇ એણે કહ્યું મારું નામ રાધીકા છે હું રાજપૂત ઘરની છોકરી છું અને મારાં દાદા રાજવંશી છે અને મને નાનપણથી આ બધાં સ્થળો અને સ્થાપત્યમાં રસ છે.
છેલ્લે એક છોકરો ઉભો થયો એ થોડીવાર ઉભો રહ્યો બધાની ઉપર નજર નાંખીને કહ્યું અહીં બધાં પુરાત્વ વિશે રસ ધરાવનાર અને એનાં અભ્યાસ આવ્યાં છે મારું નામ કાર્તિક છે મારે એવી શોધ કરવી છે જે આ બધાં સ્થાપત્યો અને એની કરતા અને એનાં રહસ્ય ઉજાગર કરે હમણાંથી આપણે ત્યાં વાવમાં કોઇ પ્રેત રહે છે એની વાતો સમાચાર પત્રો દ્વારા જાણવા મળી છે એનું રહસ્ય મારે ઉજાગર કરવું છે એમ કહી ફરીથી બધાં પર નજર ફેરવીને બેસી ગયો.
દેવાંશને થોડી નવાઇ સાથે આનંદ થયો કે કોઇ તો છે જે વાવ અંગે એનું રહસ્ય ઉજાગર કરવા માંગે છે. એની સાથે મજા આવશે.
કમલજીત સરે કહ્યું તો આપણે એ વાવ અને બીજા સ્થાપત્યથીજ આપણો પ્રોજેક્ટ ચાલુ કરીશું. બધાં તૈયાર ? બધાએ એક સાથે હાથ ઊંચો કર્યો. પણ.... કાર્તિક.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 21