GID MEAN FATHER in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | ઈશ્વર એટલે પપ્પા

The Author
Featured Books
Categories
Share

ઈશ્વર એટલે પપ્પા

ખુદ માટે ખાલીખમ અને પરિવાર માટે છલોછલ છે, પપ્પા
પ્રિય પરિવારજનો,
ON THE EVE OF HAPPY FATHER’S DAY – 20 JUNE 2021
સૂરજનો તાપ છે અને ભીતરનું અજવાળું છે. હિમાલય જેવું અડીખમ વ્યક્તિત્વ અને પરિવારનો પરમેશ્વર છે. ચંદન જેવી કાર્યશીલતા, પોતે ઘસાઈને હંમેશા બીજાને સુવાસ પ્રદાન કરી છે. ટાઢ, તડકો અને વરસાદ હોય તો પણ પરિવારના સાદ ને સદૈવ પ્રાથમિકતા આપી છે. પરિશ્રમ અને પડકારોનો સામનો કર્યો છે, તે પિતાજી, બાપુજી, પપ્પાજી...બહારથી વજ્ર સમાન અને અંદરથી કોમળ. બધાના દુઃખ પોતાને માથે ઓઢી લે અને પોતાનું દુઃખ જાહેરમાં પ્રદર્શિત કરવાને બદલે અંધારી રાત ના ખૂણે ખાનગીમાં એકલતાનો લાભ લઈને તકિયાને ભીંજવતો આ બાપ કદી કુટુંબ ને પોતાની પીડા નો અણસાર સુધ્ધા આવવા દેતા નથી. જે સંતાનોને પોતાની આંખથી વિશ્વ દર્શન કરાવે છે, તે સંતાન પાંખ આવતા તેના પિતાના ઉત્તરાર્ધ મા જો કામમાં ના આવી શકે તો તે નાલાયક ગણાય છે, તેમ છતાં આ બાપ કદી પોતાના સંતાનો ને બદદુઆ આપતો નથી. એના ભિતરમાંથી તો આશીર્વાદ નો જ અનરાધાર વરસાદ વરસતો હોય છે. બાપ ની અડધી જિંદગી પોતાના મા - બાપ ને સાચવવા મા અને પોતાના પરિવાર ને સ્થાઈ અને સ્થિર કરવામાં જાય છે. બાકીની શેષ જિંદગી સંતાનો ને સમૃદ્ધ કરવામાં જાય છે. જયારે એ ને પોતાની પોતીકી જિંદગી જીવવાનો સમય આવે છે ત્યારે ક્યાંતો એની પાસે સમય નથી હોતો, શક્તિ નથી હોતી કે સંતાનો નો સાથ નથી હોતો. આ કડવી વાસ્તવિકતા છે અને દુઃખ અને પીડા તો ત્યારે થાય કે પોતાના બલિદાનની કદર થવાને બદલે જૂનું ફર્નિચર માની ને ઉપેક્ષા અને ઉપાલંભ કરવામાં આવે.
મિત્રો, જે ઘરમાં સંસ્કાર અને સંસ્કૃતિ નું સિંચન અને જતન થાય ત્યાં યશ, માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે સંતાન પિતાની મિલકત ઉપર ઘમંડ કરે તેને બદલે પિતા પોતે સંતાનની સંપત્તિ ઉપર અભિમાન કરે તેવો નજારો દિલને ચોક્કસ ગૌરવ અને ગરિમાની સ્નેહાભૂતી કરાવે છે. આખી જિંદગી બાપ સંતાનો ને છાવરવા અને છલકાવા નું કાર્ય કરે છે, મહેરબાની કરીને સંતાનો એ મા - બાપ ને છેતરવા અને છંછેડવા નો ભૂલથી પણ પ્રયાસ કરવો નહી.
મિત્રો, આ પરિવારના મસીહા ને સમયસર ઓળખી લેજો. તેને જીવતે જીવ શાતા આપજો. એ ને માટે થોડો સમય આપજો જેથી એના શેષ જીવનમાં ખુશીનો ખજાનો ખુલી જાય.
મિત્રો, જો અમૂલ્ય જીવનમાં પિતા પરમેશ્વર સમાન છે તો સંતાનો પણ સંત સમાન છે અને યાદ રાખજો પાનખર મા વસંત લાવવાનું નેક કાર્ય સંત સમાન સંતાનો જ કરી શકે. ખાલી ખમ હૈયામાં છલોછલ લાગણી નો સાગર ઘૂઘવે તેવી પ્રભુ પ્રાર્થના.
સૌ પિતાજી ને નમન અને વંદન.
માંગો છો ઈચ્છા મુજબ ને મળે છે લાયકાત મુજબ.
ઈચ્છા, આકાંક્ષા અને અપેક્ષા માનવજીવનમાં અપાર, અસીમ અને અનંત હોય છે. માણસને બધું તરત, સરસ અને મફત એક સાથે જોઈતું હોય છે અને જેની પ્રાપ્તિ ના થાય એટલે દુઃખનું કારણ બને છે. ઈચ્છાના અનંત આકાશને સંયમનું તાળું મારતા શીખવું પડશે. વાસ્તવિકતા નો સ્વીકાર કરવો પડશે. બધું બધાને નથી મળતું તે વાત ને સમજવી પડશે. ઇચ્છિત પ્રાપ્તિ માટે સંઘર્ષ, મહેનત અને પરિશ્રમ નું હોવું આવશ્યક છે. આપણી લાયકાત, ક્ષમતા અને પાત્રતા કેટલી છે તેનો ખ્યાલ મનમાં રાખશો તો કયારેય દુઃખી થવાનો વારો નહી આવે. કોઈનું સુખ આપણ ને દુઃખી કરે તો માનવું કે આપણે હજુ કાચા છીયે અને પરિપક્વતા ની જરૂર છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ ગમે તેટલી મૂલ્યવાન તમને લાગે પણ ઈશ્વરે પ્રદાન કરેલ શાંતિ, ઊંઘ અને આનંદ જેટલી મૂલ્યવાન કોઈ વસ્તુ નથી. જીવનમાં શબ્દો અને વિચારનું અત્યંત મહત્વ છે, કારણકે જિંદગીમાં કયારેક આપણે સમજી શકતા નથી તો કયારેક સમજાવી શકતા નથી તેથી સુખનું સરનામું શોધી શકતા નથી.
મિત્રો, તમે કોઈનું સુખ લખવા માટે પેન્સિલ ના બની શકો તો કોઈનું દુઃખ દૂર કરવા માટે રબર બનવાનો પ્રયત્ન કરશો તો આપ સાચા માર્ગે છો. ધાર્યું મેળવવા માટે ધીરજ ધરવી પડે, કઠોર પરિશ્રમ કરવો પડે અને અનુશાસનમાં રહેવું પડે. હસતા રહો, ખુશ રહો અને દિલને હંમેશા કહો કે "I am fine." સંબંધોમા મધુરતા જીવનનો રાહ આસાન કરી દે છે. સરસ પંક્તિ માણો...
"પળ પળ સુખ ઝંખતો માણસ,
ક્ષણ ક્ષણ દુઃખથી ડરતો માણસ"
આપણે દુઃખને રવાના કરવામાં જે છે તે સુખને માણવાનું વીસરી જઈએ છીએ.સુખી થવા માટે અહમને આડો ના લાવો અને સંબંધને સીધો જ રાખો.જે છે એના આનંદ કરતા જે નથી એની ચિંતા આપણ ને વધુ પજવે છે.
સ્વ ને સફળતાની ટોચ સુધી લઈ જવા માટે ના પગથિયા....
(૧) તમારા આત્મવિશ્વાસ ઉપર શ્રદ્ધા રાખો.
(૨) તમારી જાતને કદી ઉતરતી ના આંકો.
(૩) બધાને ખુશ કરવાનો પ્રયત્ન ના કરો.
(૪) કોઈ વાત ખોટી લાગે તો તેનો અમલ ના કરો.
(૫) તમને જે સાચું લાગતું હોય તેનો જ સ્વીકાર કરો.
(૬) તમારા સ્વપ્નને જીવંત રાખો.
(૭) જયાં જરૂર હોય ત્યાં "હા" કહેતા શીખો.
(૮) જયાં ના જરૂર હોય ત્યાં "ના" કહેતા શીખવું જ પડશે.
(૯) ઉદારતા અને જતું કરતા શીખો.
(૧૦) જાત ઉપર જુલમ ના કરશો
(૧૧) તમારા કાબૂમાં ના હોય તે સંજોગોમાં તે વાત છોડી દેજો.
(૧૨) નકારાત્મકતા ને દૂર રાખીને કેવળ પ્રેમનો સંદેશ આપજો.
આશિષ
9825219458