Reunion. - 3 in Gujarati Love Stories by Heer books and stories PDF | રિયુનિયન - (ભાગ 3)

The Author
Featured Books
Categories
Share

રિયુનિયન - (ભાગ 3)

વર્તમાનમાં....



હિરવા કલાસમાં બેઠી બેઠી બધું વિચારી રહી હતી....ક્યાં એ જિંદગી હતી જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ની હતી જેમાં આનંદ ને આનંદ જ હતો ....
અને હવે તો જિંદગી દોડધામ માંથી ઉંચી ન આવે એવી થઈ ગઈ છે...

હિરવા પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી .....પહેલા જે થયું હતું એ વિચારી ને પોતાના ઉપર જ ઘૃણા આવી રહી હતી....

એ પોતાના વિચારોમાં હતી ત્યારે એની બાજુમાં નભય આવી ને બેસી ગયો હતો એની જાણ એને હતી જ નહિ......

નભય એ હિરવાને હચમચાવી નાખી ત્યારે હિરવા વર્તમાનમાં આવી .....અને એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ....

"શા માટે આવ્યો છે....? ચાર પાંચ વર્ષ પહેલાં તે જે કંઈ પણ કર્યું હતું એ ઓછું હતું....શા માટે તું અહીંયા આવ્યો છે....." આમ બોલતા બોલતા જ હિરવા રડી પડે છે ..... હિરવા નું આવું રૂપ નભયે ક્યારેય જોયું ન હતું.....

"હિરુ....હું નભય...." નભય બોલે છે..

"સોરી....હું વધારે જ ભૂતકાળ માં ચાલી ગઈ હતી..." હિરવા એના માથા ઉપર હાથ મૂકીને ઉભા થતા થતા બોલે છે..

"છોડ બધું...તું ક્યારે આવ્યો એ કહે..." હિરવા નભય ને પૂછી રહી હતી...

"વેલ...હું તો ક્યારનો આવ્યો છું .... ત્યાં કોઈક નો સામાન પડ્યો હતો ...એ જોઈને મને ખબર પડી ગઈ કે તું જ આવી હશે અને તું મને સ્કૂલ માં જ મળી એટલે દોડીને અહીં આવી ગયો ...." નભય બોલી રહ્યો હતો ..

" તને કેમ ખબર એ સામાન મારો જ હશે...?" હિરવા એ સી.આઈ.ડી. ની જેમ નભય ને પૂછ્યું..

" અરે...મારી હિરુ....એવો જૂના જમાના જેવો તારો એ રાજસ્થાની સામાન જોઈને બધાને ખબર પડી જાય કે આ હિરવા નો જ હશે એમ..." નભય મસ્તી કરતો કરતો બોલી રહ્યો હતો..

આ સાંભળીને હિરવા ને હસુ આવી ગયું અને એ નભય ને મારવા માટે એની પાછળ દોડી....

નભય સોરી...સોરી....બોલતો બોલતો દોડી રહ્યો હતો અને હસી રહ્યો હતો...

દોડતા દોડતા નભય અચાનક ઊભો રહી ગયો ...જેના કારણે હિરવા એનું સંતુલન ગુમાવી બેઠી અને નભય સાથે અથડાઈને બંને જમીન ઉપર પડી ગયા...

નભય જમીન ઉપર સૂતો હતો અને એની ઉપર હિરવા પડી હતી .... બંનેની આંખો એકબીજાને પ્રેમ ભરી લાગણી થી જોઈ રહી હતી....

થોડી વાર પછી હિરવા ને ખબર પડી કે એ નભય ઉપર છે એટલે જલ્દી થી ઉભી થઈને એના કપડાં સરખા કરવા લાગી...

"ચાલ, ઘરે જઈએ ....કોઈક તો આવ્યું જ હશે ને..." નભય કંઈ થયું જ ન હોય એ રીતે ઊભો થયો અને ઘર તરફ ચાલવા લાગ્યો...

_________________________________________

નભય અને હિરવા ઘરે પહોંચ્યા ત્યારે કોઈ આવ્યું જ ન હતું ....

" કેમ હજી કોઈ નથી આવ્યું....." હિરવા ચિંતા માં આવીને બોલી રહી હતી...

" કોઈ આવશે .....?" નભય પૂછી રહ્યો હતો કે બોલી રહ્યો હતો એ સમજાતું ન હતું..

આ વિચારીને બંને એકબીજા તરફ જોઈ રહ્યા હતા....

" તારી ગર્લ..... ફ્રેન્ડ નથી આવવાની...?" હિરવા નભય ને મસ્તીભર્યા અવાજ સાથે પૂછી રહી હતી..

આ સાંભળીને નભય ને મસ્તી કરવાનું મન થયું...

નભય ધીમે ધીમે હિરવા તરફ આવે છે...અને હિરવા ના ગાલ ઉપર હાથ ફેરવે છે જેના કારણે હિરવા ની આંખો બંધ થઈ જાય છે અને એનું દિલ જોર જોરથી ધબકવા લાગે છે....

" કેમ હિરુ ..... તને મારી સાથે ડર લાગે છે ....તારી અને મારી વચ્ચે કંઈ થઈ જશે એવું લાગે છે...?" નભય બોલી રહ્યો હતો ...

હિરવા ને અચાનક ખ્યાલ આવ્યો કે એ નભય ની ખુબ જ નજીક ઊભી હતી એટલે એણે જોરથી નભય ને ધક્કો માર્યો અને કહ્યું...

" જા ...જા...તારાથી કોને ડર લાગે....એ તો મને એમ થયું કે તારી ગર્લ..ફ્રેન્ડ તારી સાથે આવાની હશે પરંતુ એ નથી આવી એટલે જ ખાલી પૂછ્યું...." હિરવા નભય ની આંખ માં જોઈને બોલી શકે એમ ન હતી એટલે એ ઘરમાં લગાવેલા ફોટા જોતી જોતી બોલી રહી હતી...

_________________________________________

હિરવા એ ચા બનાવી અને બંને ચા ની મજા માણી રહ્યા હતા.... આ બંને સિવાય કોઈ આવ્યું ન હતું....

હિરવા અને નભય બંને એ વિચારી લીધું હતું કે કાલે સવાર સુધીમાં કોઈ નહિ આવે તો એ બંને પણ અહીંથી ચાલ્યા જશે ....

સામેની દીવાલ ઉપર લગાવેલા સમીર અને ભવ્યા નો ફોટો જોઈને બંને ને એકસાથે હસુ આવી ગયું....

અને બંને એના ભૂતકાળ માં સરી પડ્યા....

_________________________________________

ધોરણ દસ માં નાટક કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ....

એ નાટક માટે હીર અને રાંઝા ની જોડી બનાવાની હતી ....જેની માટે નાટક ના સરે ભવ્યા ને પસંદ કરી ....એ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી ....એના રાંઝા માટે બધા એ સમીર નું નામ જણાવ્યું... સર ને પણ આ બંનેની જોડી નાટક માટે શ્રેષ્ઠ લાગી....

સમીર તો ખૂબ જ ખુશ હતો પરંતુ ભવ્યા ને હવે આ નાટક કરવામાં કોઈ રસ રહ્યો ન હતો....

પરંતુ એક વાર નામ લખાય જાય એટલે એણે નાટક માંથી નીકળવાનું નહિ એવું જણાવી દેવામાં આવ્યું હતું....
આ બંનેને સાથે જોવા માટે એના દોસ્તો એ પણ એવું કહ્યું કે જો નામ લખાવ્યા બાદ નાટક માંથી નીકળવું હોય તો એની જગ્યાએ બીજું કોઈનું નામ લખાવીને એને નાટક કરવા કહેવું પડશે.....જો બીજું કોઈ નહિ કરે તો જેનું નામ છે એ જ આ નાટક કરશે....

ભવ્યા એ બની એટલી કોશિશ કરી અને બધી છોકરીઓ ને હીર બનવા માટે કહ્યું પરંતુ એના ગ્રુપ ની છોકરીઓ એ જ બધાને એની મદદ કરવાની ના પાડી દીધી હતી ....

એટલે ભવ્યા અને સમીર આ નાટક કરવાના હતા...

નાટક નો અભ્યાસ ચાલી રહ્યો હતો બધાને ખૂબ જ હસુ આવી રહ્યું હતું....

હીર અને રાંઝા બંને એના પ્રેમ માટે પ્રસિદ્ધ હતા ...એનું નાટક આ બંને કરી રહ્યા હતા જેમાં પ્રેમ ક્યાંય દેખાતો જ ન હતો...

તો પણ આ નાટક નો અભ્યાસ આ રીતે ચાલતો રહ્યો ....નાટક પંદર દિવસ પછી કરવાનું હતું ....આજે દસ દિવસ થઈ ગયા હતા પરંતુ બંને વચ્ચે પ્રેમ દેખાતો જ ન હતો...સમીર ખૂબ જ ધ્યાન રાખતો હતો એનું નાટક સારું રહે એના માટે પરંતુ ભવ્યા ને સમીર સાથે નાટક કરવું પસંદ જ ન હતું એટલે એનું ધ્યાન રહેતું જ ન હતું....

નાટક ને ચાર દિવસ ની વાર હતી અને ભવ્યા સ્ટેજ ઉપર થી પડી ગઈ અને સમીર દોડીને એની પાસે આવ્યો....ભવ્યા ને ઉભી કરીને એકબાજુ બેસાડી....

ભવ્યા નો પગ મરડાઈ ગયો હતો એણે કારણે એ રડી રહી હતી ....
સમીર ખૂબ જ ચિંતા માં આવી ગયો એ એનો પગ સરખો કરવા જઈ રહ્યો હતો ત્યાં ભવ્યા ઊભી થઈ અને જોરથી બોલી ઉઠી....

" દૂર રહે મારાથી...."

" ભવ્યા મને સાચું તારી ચિંતા થાય છે એટલે...." સમીર બોલ્યો..

" સમીર અત્યારે નાટક નથી ચાલી રહ્યું એટલે તારે આવી ખોટી ચિંતા બતાવવાની જરૂર નથી...." ભવ્યા જોર જોરથી બોલી રહી હતી....

સમીર ને આ વાતનું ખૂબ જ ખોટું લાગી ગયું અને એ ત્યાંથી જતો રહ્યો....

ત્યાં હાજર બધાને હવે એવું લાગી રહ્યું હતું કે આગળ નુ આ નાટક હવે બંધ રહેવાનું છે.....

બધા ભવ્યા પાસે આવ્યા અને એની મદદ કરી...

એના ગ્રુપ ની છોકરીઓ એ ભવ્યા ને ખૂબ સમજાવી અને સમીર ની માફી માંગવાનું કહ્યું....એ બધાને ખબર હતી સમીર ભવ્યા ને પસંદ કરે છે પરંતુ એ એની ખૂબ જ ચિંતા પણ કરે છે ....અને આજે ભવ્યા એ જે કર્યું હતું એ સારું ન હતું....

ભવ્યા ને પણ એની ભૂલ નો પછતાવો થઈ રહ્યો હતો ....

આજે નાટકને ત્રણ દિવસ ની વાર હતી ....ભવ્યા એ વિચારી લીધું હતું એ સમીર ને સોરી કહીને નાટક માં સરખું ધ્યાન આપીને અભ્યાસ કરશે....

પરંતુ આજે નાટક ના અભ્યાસ માટે સમીર આવ્યો ન હતો....અને સ્કૂલમાં પણ સમીર ની હાજરી ન હતી...

સમીર બે દિવસ નાટક ના અભ્યાસ માટે આવ્યો ન હતો ...એટલે ભવ્યા ને ચિંતા થવા લાગી એ સ્કૂલ પછી ટ્યુશન જવાને બદલે સમીર ના ઘર તરફ ચાલી ગઈ ...એ ત્યાં શું કામ જઈ રહી હતી એની જાણ એને પણ ન હતી....

(ક્રમશઃ)