કાવ્ય 01
છુક છુક રેલ ગાડી....
પીપ....પીપ....પીપ...
વ્હિસલ વગાડતી ધુમાડા ઉડાડતી
છુક .. ભક.. છૂક ..કરતી આવતી રેલ ગાડી
ટણ... ટણ... ટણ... ટણ
ઘડિયાળ માં પડતાં ડંકા ચાર
પ્લેટફોર્મ ઉપર મચતી દરરોજ દોડધામ
ગાડી આવી... ગાડી આવી..બૂમો પાડતી
કુલી ને મુસાફરો માં ધમાલ મચતી
જગ્યા રોકવા ભાગાદોડી થતી
જગ્યા મળતા બેઠતા પગ વાળી
ગાડીમાં હતા લાકડાના બાંકડા છતાં લાગતા વ્હાલાં
મામા ઘેર જવા ઉતાવળ વધતી ગાડી માં બેસતા
બારી માંથી આવતી ઠંડી હવા મસ્ત મજાની
કોલસા નાં એન્જિન નાં ધુમાડા ની
સુગંધ આવતી કઈક અલગ નિરાળી
રસ્તા માં આવતા નાના નાના સ્ટેશન ઘણા
ભજીયા, સમોસા, વડા, ખમણ ને પુરીશાક
વખણાતા નાસ્તા જુદા જુદા દરેક સ્ટેશનના
ગામે ગામ ના મુસાફર મળતા અનોખા
મજા આવતી મુસાફરો જોડે વાતો કરવાની
છુક ..છુક ..અવાજ કરતી ગાડી ચાલતી રહેતી
રેલગાડી ને કહેતા બાપુ ગાડી
પણ રેલગાડી ની મુસાફરી લાગતી
ખૂબ પ્યારી પ્યારી ... અવિસ્મરણિય..
કાવ્ય 02
લાગણી....
ચાલબાઝ નો છે જમાનો
આજકાલ રમત રમવા નું છોડી
લોકો રમે લાગણી જોડે
ચતુર માણસો છે અહી
લાગણી ને ગણે મૂર્ખામી
લાગણી ને સમજે માગણી
લાગણી ની જેને મન કીમત નહી
રહેવું દુર તેવા સ્વાર્થી માણસોથી
લાગણી મળે નહિ માગણી થી
મળે જો સાચી લાગણી
વધાવી લેશો સહર્ષ પ્રેમ થી
લાગણી ને નથી હોતા માર્ગ
ઢળી પડે મળે જ્યાં ઢાળ..
નસીબ વાળા ના નસીબ માં
હોય છે લાગણી બાકી ક્યાં કરે
મફત માં કોઈ નફરત અહી
કાવ્ય 03
વાંસળી....
કૃષ્ણ ની હું છુ ખૂબ પ્યારી
કૃષ્ણ ના એક હાથ માં શોભે સુદર્શનચક્ર
બીજા હાથ મા હું શોભુ પ્રેમ નુ પ્રતીક બની
બની છું હુ સાદા નળાકાર વાંસ માંથી
છ ઉપર ને એક નીચે એમ સાત છિદ્રો છે મારી નિશાની
આકાર માં છુ હું સાવ પાતળી ને નાની
વાંસ સૂર નાં સંગમથી વાંસળી પડ્યું મારું નામ
કુંક મારવાથી જીવંત થઈ સાત સૂર હું રેલાવતી
સંગીત ના દરેક વાદ્યો જોડે છે ઉચ્ચ મારું સ્થાન
જયારે ખમ્યા કુમળા શરીર ઉપર સાત સાત ઘા
ત્યારે નીકળ્યા છે સાત સંગીત ના સુમધુર સૂર મીઠા
કૃષ્ણ મને હાથ માં લઇ જ્યારે મારે મીઠી ફૂંક
ત્યારે રેલાઈ જાદુઈ સંગીત
સંગીતની જાદુઇ અસરથી રાધા ઘેલા બની
કૃષ્ણ સંગ રાસ રમવા વૃંદાવન માંઆવે દોડી
કૃષ્ણ રાધા ની અદભુત છે અમર પ્રેમ કહાની
હુ છું એ પ્રેમકથા ની એક મૂક સાક્ષી
કાવ્ય 04
છકડો...ગામડા ની મોભાદાર સવારી
સોરઠ ને કચ્છ ના ગામડાની
શાન ની સવારી છું હું
ત્રણ પૈડાં નું છકડો નામક
પવનવેગી વાહન છું હું
દોરી નો વળ ચક્કર માં ચડાવી
દોરી ને ખેંચતા ચાલુ થાઉં હું
ડિઝલ મુળ ખોરાક મારો
ને સારી માઇલેજ આપુ છું
ઢુક ... ઢુક... ઢુક...
અવાજ કરી ગામ ગજવું છું
ધૂળ ની ડમરી ઉડાડી
કાચા રસ્તે શાન થી દોડું હું
ખાડા ખડીયા મા ચાલે નહી
બીજા વાહન ત્યાં વટ થી દોડું હું
મારા ઉપર સવાર થાય
દસ પંદર માણસોની
સવારી શાન થી
મારી ઉપર કાયમ રહે
ખુલ્લા આકાશ ની મહેરબાની
માલિક શણગારે મને
વરરાજા નાં રથ ની જેમ
વટ પડે ડ્રાઈવર નો
જ્યારે દોડાવે મને
મોટર ગાડી ની જેમ
પણ અફસોસ લુપ્ત થતાં
વાહનો નાં યાદી માં
ટૂંક સમય માં જોડાશે
હવે મારું નામ....
😭😭😭
કાવ્ય 05
નારી... જ નારી ની દુશ્મન.. કેમ ??
મકાન બને ઈંટ રેતી ને સિમેન્ટ થી
નારી નાં સિંચન થી મકાન બને ઘર
ઘર ની શાંતિ છે સૌ સભ્યો ને આભારી
નારી નો સિંહ ફાળો છે એ માં ભારી
માં, બહેન, દીકરી, ભાર્યા, ભાભી સ્વરૂપે
જડે નહી કોઈ જોટો નારી ની મમતા નો
પારકી દીકરી જ્યારે વહુ બની આવે ઘેર
ઉજાસ ને ઉલ્લાસ ફેલાઈ ઘર માં ચારેકોર
જે ઘર માં "સાસુ વહુ" રહે
"માં દીકરી" ની જેમ
તે ઘર લાગે સ્વર્ગ સમાન
જ્યાં સાસુ વહુ વચ્ચે હોઇ
સંકલન નો અભાવ
તે હસતું રમતું ઘર બને નરક સમાન
નારી છે મમતાળુ, માયાળુ, પ્રેમાળ
તો પછી પ્રશ્ન છે
નારી...જ ..નારી ની દુશ્મન.. કેમ ??
"સાસુ વહુ" કેમ રહી નાં શકે
માનભેર "માં દીકરી" ની જેમ ??. 😘😘
કાવ્ય 06
Google... માહિતી નો ખજાનો
સ્માર્ટ ફોન આવતા બદલાયો જમાનો
મળી ગયો જાણે જાદુઇ ચિરાગ
ગૂગલ સ્વરૂપે મળી ગયો અલ્લાઉદ્દીન
બધી સમસ્યા નો ઉકેલ ગૂગલ આગળ
ગૂગલ માં માહિતી ભરી છે ઠસ્સો ઠસ્સ
એક સવાલ ના ઉતર આપે સાત આઠ
સર્વોત્તમ વિકલ્પ ને ઉચ્ચ રેટિંગ આપી
ઉતર નાં સીલેક્સન માં કરે ગૂગલ આસાની
ગૂગલ નાં જ્ઞાન ને નથી કોઈ સીમાડા
ગૂગલ દરેક ગલી ખૂંચી નો જાણકાર
ગૂગલ છે દરેક ભાષા નો જાણકાર
ગૂગલ છે દરેક બાબત મા અવ્વલ
ગૂગલ થી દુનિયા લાગે સાવ ટચૂકડી
જાણે આંગળી ના ટેરવે નાચે દુનિયા
બઘું મળશે google ઉપર પરંતુ
હૂંફ, પ્રેમ ને લાગણી તો મળશે
મિત્રો,સ્વજનો ને કુટુંબીજનો આગળ
બધા જવાબ નથી હોતા ગૂગલ આગળ
થોડુક સમય કાઢી બેસો સ્વજનો આગળ