aalochana - 2 in Gujarati Fiction Stories by Pradip Gajjar books and stories PDF | આલોચના - 2

Featured Books
Categories
Share

આલોચના - 2

ગયા ભાગ માં ઓને જોયું કે રોહિત આ વાર્તા નો નાયક પ્રેમ શબ્દ થી કેટલો દૂર ભાગે છે અને આઝાદી થી જીવવાનું પસંદ કરે છે એકલા રહી ને .હરેશ ( હરિયો ) એનો ખાસ મિત્ર એની ગર્લફ્રેન્ડ ના બર્થડે ની પાર્ટી માં આવવા માટે રોહિત ને આમંત્રણ આપે છે અને રોહિત હસતા મોઢે સ્વીકારે છે હવે આગળ..
( રોહિત નો ફોન રણકે છે )
રોહિત : ,બોલો હરેશ ભાઈ !
હરિયો: શું બોલું હવે ,અહીંયા અજુ બાજુ જો લેડીશ ટોળું ના હોત ને તો ઘણું બધું બોલવું હતું પણ અત્યારે સંસ્કારો ને આવકારો આપી એટલુજ કહીશ કેટલા વાગ્યા એ જો પેલા ,તને મે આઠ વાગે આવવાનું કહ્યું તું.અત્યારે નવ થાય છે ક્યારે આવે છે તું ટાઢા ..?
એલા ભાઈ શાંતિ રાખ ; મોટા માણસો હંમેશા લેટ જ આવે ફિલ્મો માં જોતો નથી તું પણ ઓકે આજે તારા માટે થોડો વહેલો આવી છું બસ દોસ્ત...
હરિયો ; એલા યાર સમજ ને પેલી ચકી બૂમો પડે છે કેક કાપવો છે તું આવ જલ્દી બસ..
હાલ દસ મિનિટ માં તારા ઘર ના ઉમરા પે હોઈશ,
બાય બાય... ટાટા...
( વીસેક મિનિટ પછી રોહિત આવે છે)
થઈ તારી દસ મિનિટ ? હરિયો ગુસે છે તારા એકના લીધે આટલા લોકો હેરાન થાય છે .
રોહિત હસે છે " હા ભેય હવે ચાલુ કર હાલ તારી કેક કાપવાની કળા ને ( હસે છે )
( બધાય કેક કાપી છે )
હેપ્પી બર્થડે ટુ યુ ચક્કી ...અવાજ ગુંજે છે
રોહિત ખૂણા માં ઉભો જોઈ રહે છે કેમકે એના માટે આ એક માત્ર ખોટી વાત હતી એને એવું પસંદ માં હતું.તેમ છતાં દોસ્ત ની ખુશી માટે એ તાળીઓ પડે છે.
હરિયો કેક લય ને આવે છે ' આલે ભાઈ ખાઈ લે એટલે એક સારો ફોટો પડી જાય યાદો માટે.એટલે ફેસબૂકપર મૂકી દવ .
' આ બધું ક્યાં કરવાનું આવે આમાં રોહિત બગડ્યો ,
આખા ગામ ને શું કેવું એમાં હતો ને ઉજવાય ગયો બર્થ ડે !
હરિયો હરખાતા બોલ્યો ' કરવું પડે એલા અત્યારે આ બધું જરૂરી છે .તું e બધું નથી કરતો એટલેજ સિંગલ છે ., છોડ એ બધું તું ચક્કી ની બધી ફ્રેન્ડ ને મળી લે ચાલ.
હાથ પકડી લય જાય છે
જો આનું નામ કરિશ્મા , આ નેહા , આ છે દિશા ,આને એનું નામ છે સાક્ષી ...
( રોહિત એને વચે અટકાવે છે. બસ...બસ..હવે હું કોઈ આધાર કાર્ડ બનાવવા વાળો નથી કે બધાય ના નામ આપે છે મારે શું કામ છે આ નું..
એ ભાઈ તારું સેટિંગ કરવા માટે કરું છું સમજ ને .હરિયો કાન માં બોલે છે .
રોહિત : ના ના મારે કોઈ ની જરૂર નથી મારે કઈ નથી કરવું .
આ વાત ચાલે ત્યાજ અચાનક ઘર નો દરવાજો જોર થી ખુલે છે , અને પર જોશ માં કોઈ અંદર આવતા બોલી ઉઠે છે ..
સોરી ..સોરી...સોરી...બધાય ને મારા તરફ થી સોર રી મે રાહ જોવડાવી એના માટે ..
રોહિતે પૂછ્યું : " કોણ છે એલા આ અપ્સરા ,હરિયા ?
હરિયો હરખાતા બોલ્યો હળવેક થી ' આજ તો છે એ નિયતિ જેમાં તારું સેટિંગ કરવાની વાત હું કરતો હતો ચકી ની દોસ્ત .

રોહિત ની આંખો પહોળી થઇ ગઈ,
એક દમ અવાચક બની જોઈ રહ્યો એની સામે ખરેખર કોઈ આટલી સુંદર છોકરી હોતી હશે એ આજે સમજાયું એને...

વધુ આવતા અંકે ...