Last day (last day of life) in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | છેલ્લો દિવસ (જીવન નો અંતિમ દિવસ)

Featured Books
Categories
Share

છેલ્લો દિવસ (જીવન નો અંતિમ દિવસ)

છેલ્લો દિવસ (જીવન નો અંતિમ દિવસ)

DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com
: તકલીફમાં તક છુપાયેલ છે :

કોઈએ ફેંકેલા પથ્થરના પગથિયાં બનાવીને ઉપેર પહોંચનાર જ,

હોશિયાર કહેવાય. જીવનમાં હમેશાં તક આવે ત્યારે તલવારની જેમ આવે છે,

પરંતુ એ તલવારની ધાર તમારું ગળું કાપે કે તમારા નસીબની ધાર કાપે,

તે તમારી વિવેક બુધ્ધિને આધિન છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં

તક છુપાયેલી હોય છે.

મુશ્કેલીથી ભાગવું નહી-પણ જાગવું.

આપણાં જીવનનો છેલ્લો દિવસ ? શું આ નક્કી કરવું તે માનવીના હાથની વાત છે. કોઈકાળે ના બની શકે. How can it’s Possible ? કેવી રીતે આ બાબત શક્ય બની શકે.

આ વિશ્વમાં બે વસ્તુઓ એવી છે કે જે પરમાત્માને સંપૂર્ણપણે આધીન છે, અને તે છે જીવન અને મૃત્યુ, આ બે વસ્તુ કોઈ માનવીના હાથમાં નથી તે ફક્ત અને ફક્ત પરમાત્મા પર અવલંબિત છે. જે માનવ જીવ નો જન્મ આ ધરા પર થયેલ છે તેનું મૃત્યું કોઈપણ કાળે કોઈપણ સમયે નિશ્ચિત છે અને એ પણ એટલું જ સત્ય છે કે આ ધરા પર માનવ જીવનો જન્મ થાય ત્યારે તે ખાલી હાથે આવે છે અને તે જ રીતે ત્યારે તેનું મૃત્યુ થાય ત્યારે પણ તેને ખાલી હાથે જવાનું છે, તે સંપૂર્ણપણે નિશ્ચિત છે આમ છતાં માનવી તેના જીવન દરમિયાન ધનદોલત પાછળ રચ્યોપચ્યો રહે છે જેને પરિણામે તે પોતાનું ધ્યાન પોતાના શારીરિક અંગે કેન્દ્રિત કરી શકતો નથી અને તેને સાચવી શકતો નથી જેને પરિણામે તેની અસર માનવીના શરીર થવા પામતી હોય છે. તેના બેધ્યાન પણાને કારણે માનવી ના શરીરમાં અનેક પ્રકારના રોગોનું સ્થાન કરી જતાં હોય છે, બીજું આજના આ હરણફાળ યુગમાં માનવી તેના આચાર-વિચાર તેમજ ખોરાક બાબતમાં પણ બિલકુલ નિષ્કાળજી દાખવતો થયેલ છે તેની અસર પણ તેના શરીર પર તેટલી જ થતી હોય છે.

જે વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે તે વ્યક્તિનું મરણ દિવસ નો ક્યારે તેનો છેલ્લો દિવસ ક્યારે તે કોઈ માનવી કદી નક્કી કરી ન શકે કારણ મૃત્યુ તો માંગવાથી પણ નથી મળતું પછી આંખ નો છેલ્લો દિવસ તે કલ્પી શકાય તેવી બાબત નથી વિશ્વમાં અનેક અવનવી ઘટનાઓ બનેલ છે અને બનશે બહુ દૂરના વર્ષોને યાદ ન કરીએ તો પણ કચ્છમાં તથા અન્ય જગ્યાએ ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના રોજ જે ધરતીકંપ આવેલ તેની please માત્ર પણ જાણ ન હતી રાતોરાત ન બનવાનું બની ગયું જ્યાં મોટી મોટી ઇમારતો તે ખરેખર ખુશ થઈ નીચે આવી ગઈ અને તેના કાટમાળ તળે અગણિત માણસો દબાઈ ગયા તેમાંથી કેટલાક એવા નસીબ માં આવી ગયા કે તેઓ કલાકો સુધી કાટમાળ નીચે દબાયેલા હોવા છતાં કલાકો બાદ જીવિત હતા અને હાલમાં પણ તેઓનું નવજીવન તેઓ જીવી રહ્યા છે આના પરથી કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ માનવ જીવ જે છે તે પરમાત્માને અર્પણ કરેલ છે અને તેને મૃત્યુ ના શરમ શરૂઆતમાં પરત લેવાની ઈચ્છા પણ તેના પર જ છે એટલે કોઈ કાકાએ કોઈ માનવ જીવ પોતાનો છેલ્લો દિવસ ક્યારે નક્કી કરી શકે નહીં.

આપણા દેશની હાલની જે પેઢી છે તેને બરાબર યાદ હોઈ શકે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં બે ભયંકર હોનારત આવી ગઈ હતી આ હોનારતનો ભોગ તામિલનાડુ (ચેન્નાઈ) ના દરિયાકિનારનાની આજુબાજુ વસ્તી પ્રજા તેમ જ ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપ આવેલ આ બે હોનારત બહુજ ભયંકર હતી જેની અસરમાં અમદાવાદ શહેર પણ બાકાત નથી અમદાવાદ તેમજ કચ્છમાં ભુજમાં ઘણું જ નુકશાન આર્થિક તેમજ અનેક માનવીય જીવન ખોવાનો વારો આવેલ છે આ ધરતીકંપનો અનુભવ આ લેખ લખનારે પણ અનુભવેલ છે કે ત્રણ-ચાર દિવસ સુધી ઘરની બહાર બાળકો સાથે બેસીને ઠંડીની સીઝનમાં વિતાવેલ દિવસો તો ક્યારેય વિસળી શકાય તેમ નથી.

ભારતની આર્થિક સંપત્તિમાં વિશ્વમાં મોખળાંનું સ્થાન ધરાવતું અને જેને ભારત દેશની આર્થિક રાજધાની ગણવામાં આવી છે તેવું મુંબઈ શહેર જે દરિયા કિનારે વસેલ છે આ એક એવું શહેર છે જ્યાં કરોડોની વસતિ ધરાવતું શહેર છે જ્યાં પુરા ભારત દેશમાંથી અને વિશ્વમાંથી પોતાનું નસીબ અજમાવવા અને ધંધા રોજગાર નોકરી માટે આવતા હોય છે આ શહેરની વિશેષતા અને કમનસીબી ગણો તો કમસીનબ દરિયા કિનારે વસેલું આ શહેર તેના માટે નિષ્ણાતો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અવનવા તેમનાં તારણો આવી રહેલ છે અને આ તારણો રજુ કરનારોમાં વૈજ્ઞાનિકો, આબોહવા નિષ્ણાતો અને જ્યોતિષીઓની પણ લાંબી લાઈન લાગી ગઈ છે જેમાં શહેરમાં વસ્તી પ્રજા અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગઈ છે. કોને શું કરવું ? શું થશે ? આ બધો વિચાર કરીને પ્રજા છેલ્લા કલાકોથી હેરાન-પરેશાન થઈ અને હાલાકી ભોગવી રહી છે. કારણ આગાહી એવી કરવામાં આવેલ છે કે મુંબઈ તેમજ તેના આજુબાજુ ના વિસ્તારમાં ૪૨૫ કી. મી .ની ઝડપે વવાઝોડાના સ્વરૂપમાં પવન ફૂંકાવવાની શક્યતા છે જેને પરિણામે દરિયાકિનારા તેમજ તેની આજુબાજુના વિસ્તામાં ભારે પ્રમાણમાં તારાજી થઈ શકે તેમ છે. આ તારાજી નિષ્ણાતોના મતનુસાર એટલા ભયંકર પ્રમાણમાં આવી શકે તેમ છે કે આર્થિક સંપત્તિ તેમજ માલમિલકત અને માનવજીવ માટે પણ મોત પ્રમાણમાં ખતરારૂપ ગણાવવામાં આવી રહેલ છે.

પુરા વિશ્વમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતના લાંબા સમયથી કોરોનાની મહામારી એ આ પ્રજાને બાનમાં લીધી છે, અનેક દેશોએ તેમના દેશને લોકડાઉન કરવાનો વારો આવેલ છે અને આ પરિસ્થિતિ એ પ્રજા ભારે મુશ્કેલીમાં પણ મુકાઈ ગયેલ છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પણ બાકાત રહેવા પામેલ નથી. તેમાં આ રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી વિશેષ પ્રમાણમાં લગભગ ૨૦ હજારથી વધુ કેસો કોરોનાના આવી રહેલ છે. આ કોરોનાના કેસોને કારણે દેશની અને મહારાષ્ટ્રની અને મુંબઈની પરિસ્થિતિ બેહાલ થઇ ગયેલ છે. મુંબઈ શહેરમાં ધંધા રોજગાર માટે શ્રમિકો જેની ગણતરી અસંગઠિત શ્રમિકોમાં ગણના કરવામાં આવે છે તેવા અસંગઠિત શ્રમિકો કે જે ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી મુંબઈમાં ઉતરી આવે છે.આ શ્રમિકો તેમના વતન જવા માટે હાથવગું જે સાધન મળે તે સાધનમાં બેસીને પોતાના ગામ- વતન તરફ દોટ મૂકી રહ્યા છે. એનું મુખ્ય કારણ કોરોનાની ગંભીર બીમારીએ લોકોને બાનમાં લઇ અને બીમારીમાં સપડાઈ દીધેલ છે. અને તેમાં આ ણવી મુસીબત સામે આવતાં પ્રજા ત્રાહિહામ પોકારી રહેલ છે. આવા સમયે સરકાર તેમજ સ્થાનિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહેલ અને પ્રજાને કોરોના બાબતમાં નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા વિવિધ મીડિયા ધ્વારા સમજાવવાની કોશિશ કરી રહેલ છે.

આ કોરોનાની ભયંકર બીમારીને કારણે મહારાષ્ટ્ર રાજ્ય અને ભારત દેશમાં અનેક રાજ્યો બેહાલ સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. આ રોગનું ચેપનું પ્રમાણ પણ એટલું વ્યાપક પ્રમાણમાં ભયંકર સ્થિતિમાં છે કે જો એક વ્યક્તિ આનો ભોગ બનેલ હોય તે વ્યક્તિ જો બીજાના સંપર્કમાં આવે તો એક સાથે આ રોગ ૧૦ થી ૧૫ જણાને ભરખી જાય છે. અને તેના પરિણામે મુંબઈના એવાં હાલ કરી નાખ્યા છે કે આજે રોજના ઢગલો કેસોની લાઈનો લાગી ગઈ છે. જેના પરિણામે મુંબઈ તેમજ અન્ય મહારાષ્ટ્ર રાજ્યની મોટી શહેરોમાં દર્દીઓને દાખલ કરવાની હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે, ઓક્સિજનની ખૂટી ગયા છે, જરૂરી દવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી નથી રહી અને આવા કપરા સંજોગોમાં કેમ કરીને દિવસો અને કલાકો પસાર કરવા તે જ્યારે પ્રજા સમજી શકતી નથી એવા જ એક સમયે પ્રજાના માથે છેલ્લા કેટલાક દિવસોથી બીજી વવાઝોડાના સ્વરૂપની આ નવી ઉપાધી ઘર કરી ગઇ છે અને તેથી ઉપાધિ એવી છે કે તેની ચર્ચા આખા મહારાષ્ટ્રને પણ ભારત અને વિશ્વમાં ઘેર થઇ રહેલ છે.

આ બાબત એવી છે કે કેટલાક વૈજ્ઞાનિકો કેટલાક જ્યોતિષીઓ અને કેટલાક આબોહવા નિષ્ણાતો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહ્યો છે કે ભારતનું અને તેમાંય ખાસ કરીને દરિયા કિનારે વસેલ છે એવા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર ઉપર મોટી આફત આબોહવામાં ફેરફાર કરવાને કારણે આવી શકે તેમ છે.

આ એક નામ આપી શકીએ તો એક પ્રકારની સુનામી. આ જ પ્રકારની સુનામીનો ભોગ અગાઉ તામિલનાડુ રાજ્ય બની ગયેલ છે અને એ ભોગમાં મદ્રાસની ચેન્નાઈ ની વાત કરવામાં આવે તો ત્યાં દરિયા કિનારે વસતા ઘણા માનવજીવોનો તે સમયે મોટા પ્રમાણમાં ભોગ લીધો હતો.

આ જ પ્રકારની નવી આફત પ્રજાના શિર ઉપર આવી રહેલ છે તેવું આબોહવા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ તેમની રીતે કહી રહ્યા છે અને જ્યારે આવી બાબત આવે ત્યારે તેમાં જ્યોતિષો પણ શું કામ પાછળ રહે જ્યોતિષીઓ પણ જાણકાર હોય કે ન હોય તેવા પણ પોતાની રીતે પોતાની ભવિષ્યવાણી વિવિધ સ્વરૂપે કઈ રહે છે અને જેનો ભોગ મુંબઈ અને તેની આજુબાજુની પ્રજા હાલ આ બધું જાણી ને અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયેલ છે.

વિશ્વમાં ચારેબાજુ કોરોનાથી પ્રજાપીડિત થઇ રહેલ છે તેવા સંજોગોમાં એક નવી આફત પ્રજાના શિર ઉપર જે હવે છે કે આવવાની છે તેવી આગાહી જે નિષ્ણાતો તારા થયેલ છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે. જે વાવાઝોડું આવશે ત્યારબાદ ભારે પ્રમાણમાં વરસાદ તબાહી પોકારી શકે તેમ છે અને આને પ્રજા તેમના જીવનનો છેલ્લો દિવસ માની રહી છે.

પણ આમ ન બની શકે..ઈશ્વર કે ઘર દેર હૈ અંધેર નહી હૈ....આ બધી મુસીબતમાંથી બહાર આવવાનો પણ રસ્તો છે અને તે છે ઈશ્વરને પ્રાર્થના કરવાનો અને માનવી તેની માનવતા પણ બતાવી પડશે. માનવધર્મ બજાવીને જ્યાં જે માનવીને જે જરૂરિયાત તે જરૂરિયાતને પૂરી કરવા બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે.

ચોક્કસ કોઈપણ ખરાબ દિવસ કાયમ માટે રહેતો નથી. કાલે ઉઠીસું તો બની શકે બધું પહેલાં જેમ જ સારું થી ગયું હોય, કોરોના પોઝિટિવ-નેગેટિવ ને ભૂલી જાઓ અને માનવી તરીકે માનવતાનો માનવધર્મ ચાલુ કરો બધું તેનીમેળે સારું થી જસે. આ શ્રુસ્ટી જે છે તે પ્રમાણે રહેવાની છે.

આ રચના ધારોકે તરીકે જ લખવાની હતી અને આ બાબતે એક કવિએ તેના સુંદર શબ્દોમાં કંડારેલ છે તેને પણ આ તબક્કે માણવા ની આવશક્યતા એટલી જ છે.

ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં

પણ આખા આયખાનું શું ?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ શ્રી વાંચશું ?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠયા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં

પણ બળ બળતી રેખાનું શું ?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ ? પૂછી લીધું

પણ મૂગી આ વેદનાનું શું ?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કિધુએ રાજ,

પણ ઝૂરતા આ ઓરતાનું શું ?

ધારોકે રાણી ! તમે જીતી ગયા અને ધારો કે વેરા વીતી ગયા

પણ આ માંડેલી વાર્તાનું શું ?

માનવમાં કોઈ પ્રકારની એવી તાકાત નથી કે જે તેનો છેલ્લો દિવસ નક્કી કરી શકે. માટે બધા માનવી “પોઝિટિવ” બને એકબીજાને જ્યાં જરૂરત હોય ત્યાં મદદરૂપ બને બધું સારું થઈ જશે.

વર્ષો અગાઉ જે “ભગવદ ગીતામાં” પણ આ બાબતમાં કળયુગમાં જ્યારે વિનાશક બનાવો બનશે તેણો ઉલેખ્ખ્ કરવામાં આવેલ છે તેને પણ આ તબક્કે વિસરી શકાય તેમ નથી.

[वर्तमानके भीषण समयमें अनेक प्रकारके अत्याचारोंको फैलते देखकर धार्मिक जगत् में एक प्रकारकी हलचल-सी हो रही है। इस प्रकार पापोंका प्रसार देखकर सहज ही सहृदय मनुष्यके हृदयमें एक प्रश्न उठ जाता है।]

प्रश्न—भगवान् अवतार कब लेते हैं? वर्तमानमें इतने अत्याचारोंके होते हुए भी भगवान् प्रकट क्यों नहीं होते? क्या गीतामें की हुई प्रतिज्ञा ठीक नहीं है?

उत्तर—गीतामें भगवान् ने जो प्रतिज्ञा की है वह निश्चय ही ठीक है। अभी अवतार लेनेका समय नहीं आया। नहीं तो भगवान् अवश्य ही अवतार ले लेते। भगवान् स्वयं कहते हैं—]

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥ (गीता ४। ७-८)