Naam - 1 in Gujarati Short Stories by Jigar Chaudhari books and stories PDF | નામ - 1

Featured Books
Categories
Share

નામ - 1

નામ

પ્રસ્તાવના

પ્રિય વાંચક મિત્રો,

આ એક કાલ્પનિક વાર્તા છે. જીવનમાં કારકિર્દી ધડવી ધણી જરૂરી હોય છે. પણ ઘરની ગૃહિણીઓ ઘરની જવાબદારીથી બંધાયેલી હોવાથી સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ અશકય નહીં. કંઈક આવી જ વાત લઈને આજે હું " નામ " નામની નાની વાર્તા શરુ કરું છું. ઘરની જવાબદારીથી બહાર નીકળી ને જશોદા આજે જોયું કે પોતાની કારકિર્દી પાછળ છુટી ગઈ હવે જશોદા પોતાનું નામ કંઈ રીતે બનાવશે તેની વાત છે. આશા રહેશે કે તમને વાર્તા જરુર ગમશે.


- ચૌધરી જીગર


નામ


ઘરનાં પુજા ઘરમાં જશોદાની સાસુ સરિતાબેન પુજાની તૈયારી કરી રહ્યાં હતાં. જશોદા હજુ સુધી રસોડામાંથી પ્રસાદ લઈને આવી ન હતી. એમ તો દરરોજ જશોદા જલ્દી જ આવી જતી હતી પણ આજે એ રસોડામાંથી નીકળી જ ન હતી.

" અરે જશોદા કયાં રહી ગઈ "
પણ જશોદા કંઈ જવાબ નથી આપતી.
" જશોદા "

દાદીની વાત ઘરનો નાનો ચિરાગ હાર્દિકે સાંભળી અને રસોડા તરફ ગયો. હાર્દિક પણ મૉર્નિંગ વૉકિંગ માટે દરરોજ સવારે વહેલો ઊઠી જતો. તે અત્યારે જ મૉર્નિંગ વૉકિંગથી ઘરે આવ્યો હતો.

" અરે વાહ ખુશ્બુ તો મસ્ત આવે છે
અરે મમ્મી "

હાર્દિક ફટાફટ ગેસ બંધ કરે છે. સીરો થઈ ગયો હતો અને જશોદા એ ગેસ પરથી ઉતારી પણ દીધો હતો પણ ગેસ ચાલુ જ હતો. જશોદા કોઈ વિચારમાં ખોવાયેલી હજુ એમ જ ઊભી હતી.

" મમ્મી મમ્મી "

" હા.. હા.. "

" મમ્મી શું થયું?
ગેસ તો ચાલુ જ હતો "

" ના કશું નથી થયું
ગેસ ચાલુ જ રહી ગયો "

" હા મમ્મી "

ફરી સરિતાબેન જશોદા ને બુમ પાડે છે.

" જશોદા અરે ઓ જશોદા
ઠાકોરજી ને કંઈ દેમ કે આજે ભોગની મળશે. "

" આવી મમ્મી
હાર્દિક તું પણ નાહીધોઈને આવીજા "

" હા મમ્મી " (મનમાં :- મમ્મી નું રોજ કરતા વર્તન આજે કંઈ અલગ લાગ્યું)

" અને હા હેમંતને પણ બોલાવી લાવજે "

" એ મહાશય તો મસ્ત ઊધી રહયા હશે "

જશોદા ઘરનાં મંદિર તરફ જાય છે.

" હે જશોદા આવી ગઈ કે "

" મમ્મી આજે મોડું થઈ ગયું "

" આજે તો ઠાકોરજી પણ કયારના રાહ જોઈને બેઠા છે. "

" માફ કરજો કાનાજી "

" જો આજે તો મહેશ પણ આવી ગયો "

" શું થયું મમ્મી "

" કંઈ ની બસ હવે આરતી શરૂ કરયે છે.
જશોદા આરતી શરૂ કર "

" હા મમ્મી "
" આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી...... "
હાર્દિક અને હેમંત આરતી પતી જાય પછી આવે છે.

" જો જો જશોદા આ હાર્દિક "
સરિતા હાર્દિક ને પ્રસાદ લેતા જોય છે.

હાર્દિક નો કાન જશોદા ખેંચે છે.

" મમ્મી મમ્મી
શું કરો છો? "

" શું મમ્મી ?
આરતીમાં સમય પર આવું નથી અને આરતી લેવા પેલા પ્રસાદ જોયે છે "

" પણ મમ્મી
હેમંતભાઈ પણ મોડા આવ્યા છે "

" ના "

" કેમ મમ્મી "

" હેમંત તો પરીક્ષાની તૈયારી કરવા માટે મોડે સુધી વાંચતો હતો "

" જોયું મારા ભાઈ હાર્દિક
તો હવે પણ મમ્મી લાડકો કોણ "

" બસ હવે સવાર પડેની અને તમારું બંનેનું શરૂ " સરિતા કહયું.

" જશોદા જલ્દીથી તિફીન બનાવી દેજે આજે જલ્દી જવાનું છે "

જશોદા કંઈ જવાબ આપ્યા વગર રસોડામાં જતી રહે છે.
રસોડામાં જઈ પાટલી ઉપર શાકભાજી મુકીને એવી રીતે કાપવા લાગી જાણે કે કોઈ જંગ લડવા જતી હોય એક પછી એક જેટલી શાકભાજી પ્લેટફોર્મ પર હતી બધી કટ કટ કરવા લાગી એટલામાં કામવાળી કોમલબેન આવી.

" અરે ભાભી શું કરો છો "

જશોદા ને કોમલની આવાની કંઈ જ ખબર ન પડી એ તો બસ કટ કટ શાકભાજી કાપતી જ જતી હતી

જશોદાનો હાથ કોમલ પકડે છે " અરે ભાભી "

" અરે કોમલ કયારે આવી ? "

" હું તો અત્યારે જ આવી
પણ તમે આ શું કરયુ " પ્લેટફોર્મ બતાવતાં

" અરે આ શું થયું.. "

" તમે ઠીક તો છો ને? "

" હા
તું જલ્દી રસોઈ કરતી થા મહેશને આજે જલ્દી જવાનું છે"

" હા ભાભી.." કોમલ કંઈ બોલે એ પેહલાં જશોદા ત્યાંથી નીકળી જાય છે.

જશોદા પોતાના રુમમાં જાર છે અને દરવાજો બંધ કરે છે. એક ગૃહિણી તરીકે બધી જવાબદારી નીભાવી પછી પણ આવું કેમ? જીવનના પચ્ચીસ વર્ષ આ ઘરને આપ્યા અને દરેકની નાની મોટી દરેક વાતનું ધ્યાન રાખ્યું પછી પણ જાણે આજે કશું નથી મહેશને કામમાંથી સમય પડે તો કે, છોકરાઓ હવે કોલેજ જવા લાગ્યા જાણે કે હું એકલી ઘર સુધી જ મારો સફર હોય છે. શું ગૃહિણીઓની દુનિયા ખાલી ઘર જ છે? શું ગૃહિણીઓ ઘર સુધી જ રેહવું જોયે?
જશોદા કાલની વાતથી ધણી દુઃખી હતી અને પોતાના પહેચાન વગરની દુનિયા થી ઉદાસ હતી.

કાલે એવી તો કંઈ વાત હતી જેથી જશોદા દુઃખી હતી?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
વાર્તા ભુલ હોય તે તરફ ધ્યાન બતાવા ન્રમ વિનંતી છે.