Kashmkash - 1 in Gujarati Fiction Stories by અમી books and stories PDF | કશ્મકશ... - 1

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

કશ્મકશ... - 1

કશ્મકશ...(ભાગ -૧ )

મોમ, મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો. શું લગ્ન એકજ જિંદગીનો મકસદ છે. જીવનમાં એના સિવાય કશું કરવાનું હોતું નથી ?

માં અને દીકરીનો રોજનાં આ સંવાદથી બન્ને નાની બહેનો પણ થાકી ગયી હતી. દીદી તું માની જા, માં ની વાત.

હા, તમારે બન્નેએ મને ભગાડવી છે કેમ ? તમે માં ની આંખમાં ધૂળ નાખતી રહો. મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો. છેવટે મારેજ તમારું ધ્યાન રાખવા આવવું પડે. નાં બાબા !! હું તો તમને પહેલાં વિદાય કરીશ સાસરે, પછીજ હું !

પાયલના મનમાં રણકાર નહોતા ઉઠતા, પ્રેમ નામનું તત્વ વિજાતીય તરફ ખેંચતું નહતું. મનને કોચલામાં પૂરી રાખ્યું હતું. જિંદગીના કડવા અનુભવોથી મનને ક્ષુબ્ધ કરી દીધું હતું. આજુબાજુ કાંટાળી વાડ ઊભી કરી દીધી હતી જેમાં કોઈને પ્રવેશ નહતો.

કોલેજ દરમ્યાન પવન એક ઝોકાની જેમ એના જીવનમાં પ્રવેશી ગયો. દરેક લહેરખી સાથે મન આનંદમાં તરબોળ રહેતું. મન એનું પવન સંગ ઝૂલા ઝૂલતું. એની સાનિધ્યમાં જ એનું અસ્તિત્વ સમાયેલું રહેતું. દુનિયાથી બેખબર, પ્યારમાં પાગલ, પવનમય બની ગઇ હતી. પાયલના રણકારમાં પ્યારનો પ્રવેશ થઇ ચૂક્યો છે, ઘરમાં જણાઈ ગયું હતું. પ્યારની ભાષા જ એવી હોય કે મૌનની જુબાન આંખોમાંથી બોલાય.

પવન એક દિલફેંક છેલબટાઉ નવજુવાન હતો. પાયલ માટે એને પણ પ્રેમની લાગણી હતી. એને પણ પાયલની સાથેજ જિંદગી માણવી હતી. બંને પ્રેમીપંખીડા પ્રેમની અલગ દુનિયામાં મહાલતા હતા. પ્રેમ પણ પરવાન પર હતો. નસીબ એવું હોય કે ક્યારેય સાચા પ્રેમી મળી શકતા નથી, કસોટીઓનાં સિલસિલા આપવાં પડતાં હોય છે.

પવનની બચપણની મિત્ર પાવની તેના છાયાની જેમ મંડરાયેલી જ રહેતી. પવનને એક પળ જુદો ન મૂકતી જાણે એના વિના શ્વાસની આવનજાવન રોકાઈ જાય. દિલની ધડકન કદાચ બંધ થઇ જાય. પવન એને માત્ર મિત્ર જ માનતો, એના માટે કદીયે દિલમાં સ્પંદન થયા નહતાં. હા, મિત્રતાને લીધે એની ચિંતા સૌથી વધારે રહેતી. સૌથી વધારે ખ્યાલ એનો રાખતો. બિલકુલ ઉદાસ ન થવા દેતો. હરેક પડ્યો બોલ એનો ઝીલતો. મિત્રને સાથ આપવામાં ગૌરવ અનુભવતો. પ્રેમ મિત્રતા નો શુદ્ધ હતો જેને પાવની દિલબરનો પ્રેમ સમજતી રહી મનમાં, ઇઝહાર તો બંનેએ કર્યો જ નહતો. પાવની સમજતી કે એમાં શું કરવાનું અને પવન પણ કેમ કરે ? જ્યારે અમે બંને એકબીજાના માટેજ સર્જાયેલા છે. જે બચપણથી જવાની સુધી પવન ક્યારેય મારાથી અળગો થયો નથી. હવે કોલેજ માટે અમારે થોડા કલાકોનો વિરહ સહેવો પડે છે..એક આત્મવિશ્વાસ મનમાં પવન તો મારો જ છેનો !!

પવન અને પાયલનાં પ્રેમની પરાકાષ્ઠાની અનુભૂતિ જ્યારે પાવનીને થઇ તો તેનું વર્તન હિંસક બની ગયું. જે હાથમાં આવે તેના ઘા કરતી, બેફામ બોલતી, રડી રડીને આંખો સુજાડી દીધું. પવન મારો છે એ કોઈનો નાં થાય. પવન તું કેવી રીતે બીજાને પ્રેમ કરી શકે ?
આ વાક્યની માળા કરતી રહેતી, માનસિક રીતે ભાંગી પડી. ડોકટરોને ત્યાં અવરજવર વધી ગઇ. પોતાની મિત્રની આવી હાલત માટે પોતાને જવાબદાર ગણાવતો પવન સતત પાવની સાથે રહેવા લાગ્યો.

પાયલ પણ પવનની ગેરહાજરી સતત મહેસૂસ કરતી, કેટલા ફોન કર્યા પણ પવન તરફથી કોઇજ જવાબ નહી. કોઈ એવું હતું પણ નહિ કે એની ભાળ એને મોકલે. પવને પાયલને પત્ર લખી હ્રદયની વ્યથા લખી. તારાં વગર જિંદગી કેવી રીતે જઇ રહી છે દિલનાં હાલ લખ્યાં. પાવનીની બધી વાત લખી કે એને સારું થાય ત્યાં સુધી હું એની સાથે જ રહીશ, ત્યાં સુધી તું મારી રાહ જોજે. નસીબને આ મંજૂર નહોતું પવનનો પત્ર પાયલ સુધી પહોંચ્યો જ નહીં. પાયલની મમ્મીનાં હાથમાં પત્ર આવી ગયો. આમ પણ પાયલની હરકતથી નારાજ હતાં પણ બોલી શક્યા નહતા. યુવાનીમાં કંઇક કહેવાથી કોઈ ખોટું પગલું ભરે તો !!
મનોમન ઈશ્વરનો ઉપકાર માન્યો અને પત્ર સંતાડી દીધો.

પવન પત્ર લખીને નિશ્ચિત થઇ ગયો. પાયલ પર પૂરો ભરોસો હતો. પ્રેમમાં પાગલ પ્રેમીઓને રૂહથી રૂહ મળ્યાનો આનંદ હોય છે. મિલન મુલાકાતો રાત દિવસ આત્માની અનુભૂતિ અનુભવે, હમેશાં સાથે હોવાનો ભાવ. પ્રેમમાં મહેસૂસ કરવાનો અહેસાસ જ કાફી હોય છે.

પાયલ પણ એક સ્ત્રી, તેની વેદના અપરંપાર હતી. ન કોઈને કહી શકે ન પવન વિશે જાણી શકે ? બંને બહેનોને અણસાર હતો દીદી કોઈનાં પ્રેમમાં છે પણ કોનાં ?? એનાથી અનજાન હતા. પાયલે ક્યારેય પવનને એના વિશે કંઈજ પૂછ્યું નહતું. પવનના પ્રેમમાં ગળાડૂબ છું એટલી જ ખબર હતી બીજું કશું જાણવાની કોશિશ જ નહોતી કરતી. પ્રેમીઓને પ્રેમની વાતો જ ગમે. દુનિયાથી બેખબર, આસમાનની છાવમાં,
આંખોમાં પ્રેમ, હાથોમાં હાથ, દિલની ધડકનનો મંદ ધ્વનિ, મૌનની દીવાલ તો પણ અઢળક વાતો. પ્રેમને મહેસૂસ કરતી રહી અને આજુબાજુ એક કાંટાળી વાડ ઊભી કરી દીધી. જેટલો પ્રેમ માણ્યો હતો એ જિંદગી જીવવા માટે પૂરતો હતો, હવે પ્રેમનાં પવનને પણ પ્રવેશ બંધ હતો. એની ભીતર ધરબાયેલો પ્રેમ જતનથી સાચવીને ભિતરજ માણતી. પ્રેમની દુનિયાથી અલિપ્ત થતી ગઇ બસ હવે એનું એક ધ્યેય હતું કે કેરિયર પર ધ્યાન આપી માં ને મદદ કરવી, બંને બહેનોના લગ્ન અને ભણતર પૂરું કરવું.

પાવનીની હાલત વધારે ખરાબ થતી ગઇ. મનની રોગી બની ગઇ. વારેવારે પાગલપનનાં દોરા પડતાં હતાં. તેથી મેન્ટલ હોસ્પિટલમાં એને ભરતી કરવી પડી જ્યાં સારી ટ્રીટમેન્ટ મળી શકે. પવનસંગ ઊડવું હતું પણ મનમાં ધારેલું કંઈ થતું નથી, તમારે વ્યક્ત કરવું પડે. તમારા દિલનાં હાલ કહેવા પડે. જો પવનને પ્રેમનો એકરાર કર્યો હોત તો કદાચ આટલી હાલત ખરાબ નાં થાત.

પવનના મમ્મી તો પાવનીની હાલત અને સતત પવનનું એનું સાથે રહેવું જોઈ, દિલમાં બહુ ગભરાતા પણ બંને ની દોસ્તી જ એવી હતી તો બોલી શકતા નહતા. પાવની જો પવન પર હુમલો કરશે તો શું થશે ? સતત ચિંતા એમને કોરી ખાતી. પાવની હોસ્પિટલમાં એડમિટ થતાં રાહતનો દમ ખેંચ્યો.

પવનના મમ્મી હવે પવનને લગ્ન જીવનમાં બાંધીને મુક્ત થવા માંગતા હતાં. પવનને કોઈનું ખેંચાણ રહે અને ઘરે રહે. દોસ્તીની પાછળ કામ પણ વીસરી જતો, ઘર પણ વિસરતો, પણ સ્વભાવ જ પરગજુ હતો કોઈને કોઈ કામ માટે તત્પર હમેંશા, દોસ્તો પણ પહેલા તેને જણાવતા પોતાની તકલીફ. પાવનીનાં કિસ્સા પછી મમ્મી થોડા કડક થયા અને પવન માટે પારિજાત નામનું ફૂલ શોધી કાઢ્યું.

પવનને જ્યારે પારિજાતને મળવાની વાત કરી, હમસફર બનાવવાની માટે તો પવનના હોશકોશ ઉડી ગયા. હજી હું પાવનીનાં આઘાત માંથી બહાર નથી આવ્યો મમ્મી આ તમે શું વાત લઇને બેઠા છો ?

એટલેજ વાત લઈને બેઠી છું, તને સમજ નાં પડે, હવે હું કહું એમજ કરવાનું તારે, અત્યાર સુધી તારું બધું સાંભળ્યું હવે તું મારું સાંભળીશ. તું તારી જિંદગી કેવી રીતે જીવે છે જોઈ લીધું. ન કોઈ શિસ્ત, ન કોઈ પ્લાનિંગ, ભવિષ્યમાં શું થશે ? ન ઘરમાં મન ? ન ખાવાપીવા પર ધ્યાન ? આવી તો કોઈ જિંદગી હશે ?

પવન હજી પાયલની રાહમાં જ હતો. પત્ર લખ્યો છે મે પાયલે વાંચ્યો જ હશે, એ મને પ્રેમ કરે છે તો જરૂર મને સમજશે એવા વિચારોમાં જ રાચતો હતો. હકીકત એનાથી કોષો દૂર હતી. પાયલને ફોન કર્યો પણ લાગતો નહતો, એને ક્યાં ખબર હતી કે એને બ્લોક કરી દિધો છે. હવે પાયલની એને પણ ક્યાં કોઈ ખબર હતી ? ક્યાં રહે છે ? શું કરે છે ? શોધવી કેવી રીતે ? બંને પ્રેમીપંખીડા પોતાની ગુટૂર્ગુમાં નિજાનંદ માણતાં.

મમ્મીનાં આગ્રહને વશ પારિજાત સાથે મુલાકાત ગોઠવી, છોકરી સાથે વાતો કરવામાં તો એને વાંધો જ નહોતો આવતો, પણ પ્રેમનાં તાર એને પાયલ સાથેજ જોડી દીધાં હતાં. સ્વભાવવશ પારિજાત સાથે વાતો કરતો રહ્યો. મમ્મીએ માનયું કે ગમી ગઇ છે. પારિજાતના ઘરે હા પણ ભણી દીધી.

પવનને હવે કોઈ છૂટકો નહતો. લગ્ન પણ ગોઠવાઈ ગયા, રંગેચંગે બધું પતી ગયું. પારિજાત પોતાની સાથે સપનાઓનું પોટલું ભરીને આવી પતિગૃહે.

પહેલી રાતે જ પવને પાયલની વાત જણાવી. હું એને જ પ્રેમ કરું છું તને હું નહિ કરી શકું. હા, એક વચન પણ આપુ છું કે મારાં વર્તન અને વાણીથી દુઃખી નહિ કરું તને. તું સ્વતંત્ર છે તારા વિચારોમાં.

પારિજાત પણ હોંશિયાર હતી, તેને બાજી સંભાળી લીધી કહ્યું કે, હું શું તમારી મિત્ર તો બની શકું ? પવનને તો મિત્ર એટલે ભગવાન. હા, આપણે જરૂર મિત્ર બની શકીએ છે !

મિત્રતાનો દોર શરૂ થયો. બંનેની હસી મજાક ભરી વાતો, હમેશાં સાથે ને સાથે, મમ્મી તો ખુશ ચાલો સરસ રહે છે. અંદરની વાતથી અજાણ..

પારિજાત આ હાલતથી ડરી નહતી કે રડી નહતી પણ સમજી વિચારીને પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરવો એ અંગે વિચારતી રહી અને કામયાબ પણ રહી.

સૌથી પહેલાં તો પવનની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. માંગે એ પહેલાં હાજર કરી દેતી. સામે કોઇજ સવાલ નહિ કરતી. માતા પિતાનું ખુબજ ધ્યાન રાખતી. મિત્રનો રોલ જ નિભાવતી ક્યારેય મર્યાદા ન ઓળંગતી. પવનના પ્રિય પકવાન બનાવતી. સારો સમય તેની સાથે પસાર કરતી. આમ કરતાં પવનને હવે તેની આદત બની ગઇ. મિત્રતાનો ભાવ પ્રેમમાં પરિવર્તિત થવા પગરવ માંડી રહ્યો.

પારિજાતને પ્રેમનો એકરાર કર્યો, પણ એ ગંભીર જ રહી. શું પાયલ દિલમાં હવે નથી રહી ? એ સવાલ સાથેજ પવને એને પ્રેમથી ચૂમી લીધી. પવનની લ્હેરખી પ્રેમની સ્પર્શી, તો પારિજાત વેલની જેમ વીંટળાઈ ગઇ ન જુદા થવાની શરતે.

❤️ દિલ તો તને જ ઝંખતું હશે,
નહોતી ખબર દસ્તકને,,💕
તારાં બેસુમાર પ્યારની,,,💕
જે તારા દ્વાર પર હતું ❤️

પાયલના હાથમાં જ્યારે પત્ર આવ્યો ત્યારે મોડું થઇ ચૂક્યું હતું, પોતાની જાતને પ્રેમથી દૂર કાંટાળી વાડમાં કેદ કરી દીધી હતી. કેરિયર બનાવવાની દોટમાં બહુ આગળ નીકળી ગઇ હતી. જિંદગી માણવા બહાર આવવું અશક્ય હતું. પવનસંગ જિંદગી માણવાનો દોર ત્યાંજ કપાઈ ગયો.

પાવની પણ હોસ્પિટલમાંથી રજા મળીને ઘરે આવી. પોતાની જાતથી વિચારતી હતી. મહેસૂસ કર્યું કે પ્રેમને છીનવીને નાં લેવાય. દિલમાં સ્પંદનો જાગે ત્યારે પ્રેમ આપોઆપ થાય. પવન ફકત મારો મિત્ર જ રહેશે.

જીવનમાં તમામ અંગોની અગત્યતા ભરેલી છે. ક્યારે કયું અંગ કામ વધારે કરી જાય. આમ જીવનમાં કોનો પ્રવેશ ક્યારે આત્મીય બની જાય દિલને પણ ખબર નથી !

સબંધો ભંગ થાય ત્યારે તૂટવાનો અવાઝ નથી આવતો પણ કરચોને સમેટવામાં આત્મીયતાનો સબંધ અગત્યનો જરૂર બની જાય છે.

🌹💞પારિજાતમાં કેદ પવન,
ન ઉડાન, સ્થિર ગતિ,
પ્રેમની ન્યારી મતિ.💞🌹



""અમી""