Mahapreet .. in Gujarati Horror Stories by Jalpan Shah books and stories PDF | મહાપ્રેત..

Featured Books
Categories
Share

મહાપ્રેત..

મહા પ્રેત

ગઈકાલે રાત્રે પુષ્કળ વરસાદ પડ્યો હતો, સવારનો સમય હતો.. અત્યાર નું હવામાન ખૂબ સારું હતું.. આછા વાદળો વચ્ચે થી સૂર્ય નારાયણ સંતાકૂકડી રમતા હોય એવું લાગતું હતું.. પક્ષીઓનો કલબલાટ મનને પ્રસન્ન કરે એવો હતો.. હું મારી યૌગિક ક્રિયાઓ પતાવી ગેલેરી માં બેઠો બેઠો ચા પીતા પીતા નવી ઉગેલી સવાર ના સૌંદર્ય ની મજા લઈ રહ્યો હતો..

ત્યાં અંદાજે આઠ વાગ્યાની આસપાસ એક માણસનો ફોન આવ્યો.. એનું નામ સંજય.. આધેડ અંદાજે 50 વરસ ઉંમર હશે.. ઉત્તરપ્રદેશ નો રહેવાસી હતો.. હાલ બીજનોર માં સ્થાયી હતો.. બીજનોર.. બિહાર અને મધ્યપ્રદેશ ની સીમા પાસે આવેલું ઠીક ઠીક કહેવાય એવું નાનું શહેર હતું.. વર્ષો થી એ.. ઘર ના નાના મોટા સારા ખોટા દરેક પ્રસંગે મારી પાસે મુહૂર્ત જોવડાવતો અથવા સલાહ લેતો.. અને યોગ્ય દાન દક્ષિણા પણ કરતો..

સંજય ના પરિવાર માં એ એની પત્ની અને બે પુત્રો એમની પુત્રવધુઓ અને મોટા પુત્ર ના 2 સંતાન અને નાના ને એક.. એમ કુલ મળી 9 સભ્યો.. ઘરે ગાયો-ભેંસો થોડી જમીન ખેતીવાડી અને બીજ બિયારણ નો ધંધો વગેરે ખરું.. એટલે આમ ખાધે પીધે સુખી કહેવાય..

આજે એનો અવાજ જરા ચિંતાતુર હતો.. એના મોટા પુત્ર ની વહુ ને થોડી સમસ્યા હતી..તેમના ઘરે 2 પુત્રો અને 2 પુત્રવધૂ છે, એક પૂરવ નામનો મોટો છે અને બીજો એક નાનો માલવ નામનો છે, પૂરવ ને 2 બાળકો અને એક બાળક માલવ ને છે..

અને તેના બંને પુત્રો તેમની સાથે કામ કરે છે, સમસ્યા એ છે કે આ પૂરવ ની વહુ મીના આશરે મહિના પહેલા પોતાના પિયરથી આવી હતી ત્યારે અસ્વસ્થ હતી, પતિએ ઘણી વાર પૂછ્યું પણ તેણે કંઈ કહ્યું નહીં, એક રાત્રે પૂરવ અચાનક જાગી ગયો જોયું તો એની પત્ની પથારીમાં ન હતી, કદાચ બાથરૂમ ગઈ હશે.. એમ વિચારી પુરવ સુઈ ગયો.. પણ ફરી જ્યારે એની આંખ ખુલી ત્યારે પણ તે પથારી માં નહોતી.. પૂરવે ઉઠી ને આસપાસ જોયું.. તે ક્યાંય નહોતી, તેણે આખા ઘરમાં શોધ કરી, પણ તે ઘરમાં તો ક્યાંય નહોતી..

તેણે ઘડિયાળ જોઇ તો રાત ના સાડા ત્રણ વાગ્યા હતા.. જ્યારે તે બહાર આવ્યો ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો, જ્યારે તે બહાર ગયો ત્યારે તેણે જોયું કે મીના દૂર થી ચાલી ને ઘર તરફ જ આવી રહી હતી.. મીના ના હાથમાં કંઈક હતું... જ્યારે પુરવે પૂછ્યું કે તે ક્યાં હતી.? મીના કઈ પણ બોલ્યા વગર જાણે પૂરવને જોયો જ ન હોય એમ ચાલતી જ રહી.. અને સીધી જ ઘરમાં પ્રવેશી.. તેણી ઘર માં પેસતાની સાથે જ.. તેના પલંગ પર બેસી.. પડીકું ખોલી અને તેમાંથી ત્રણ અલગ અલગ પ્રકાર ની મીઠાઈ અને બીજી કોઈ બીજી વસ્તુ હતી.. તે અલગ હતી.. તે કાગળમાં લપેટાયેલી હતી, મીનાએ ત્રણ જગ્યાએ મીઠાઇના અલગ ઢગલા કર્યા.. પૂરવ ના પિતા સંજય અત્યાર સુધી માં જાગી ગયા હતા.. અને તેને શાંતિથી જોતા રહ્યા... ત્યારબાદ તેણે કરેલ ઢગલા ની વચ્ચે બીજો કાગળ ખોલ્યો, જેમાં માંસના ટુકડાઓ હતા.

સંજય નો પરિવાર સનાતન-હિન્દૂ ધર્મી હતો, માંસ ઘર માં લાવાનો તો પ્રશ્ન જ નહોતો.. પુરવ ને ખૂબ ગુસ્સો આવતા એને મીના ને હાથ ઉપર ધક્કો માર્યો અને એના હાથ માંથી માંસ નો એ ટુકડો નીચે પડી ગયો.. પણ મીના આટલે થી અટકી નહિ.. એ ઉભી થઇ અને નીચે પડેલો માંસ નો ટુકડો લઈ ખાવા લાગી.. પૂરવે હવે મીનાને ગુસ્સા માં લાફો ઝીંકી દીધો.. મીના ગુસ્સા માં લાલચોળ આંખો સાથે એ બધું પડીકું પાછું વાળી બીજા રૂમ માં જતી રહી, અને દરવાજો બંધ કરી દીધો.. સંજય અને પૂરવ હતપ્રભ બની એને સમજાવવા ની કોશિશ કરવા લાગ્યા.. પરોઢ થઈ ગયું હતું અને ઘર ના બધા સભ્યો આ કોલાહલ થી જાગી ગયા હતા.. ગામડા ઓ માં વહેલા ઉઠવાનું ચલણ હોઈ હવે રોડ ઉપર પણ અવર જવર શરૂ થઈ ગઈ હતી.. સંજય અને પૂરવ ને ખૂબ ચિંતા થવા લાગી હતી.. કઈક અનિષ્ટ થયાનો ડર લાગી રહ્યો હતો..

અંદાજે 7 વાગતા મીના જાતે જ રૂમ માંથી બહાર આવે છે, અને જાણે કે રાતે કશું બન્યું જ ન હોય એમ દિનચર્યા માં જોડાઈ જાય છે.. ઘર ના બધા સભ્યો નો તો નવાઈ નો પાર નહોતો..
આખો દિવસ એનું સામાન્ય વર્તન જોઈ પૂરવ અને સંજય ને એવું લાગ્યું કે કદાચ કોઈ દુસ્વપ્ન ના કારણે એને આવું કર્યું હશે..એમ સમજી ભૂલી જવું મુનાસીબ માન્યું..

પણ એમની આશા ઠગારી નીવડી.. બીજા દિવસે રાત્રે ફરી મીના પથારી માં નહોતી.. પૂરવ ઉઠી ગયો હતો.. અને એજ ઘટના નું ફરી..પુનરાવર્તન થાય છે.. આજે તો પુરવે ઘરમાં બધા ને જગાડી દીધા હતા.. જેથી ગઈકાલ જેવું કોઈ અનિષ્ટ ના થાય.. પણ..

બીજા દિવસે પુરવે ઘરના તમામ દરવાજા પર તાળા લગાવી દીધા હતા.. અને પોતે સુઈ ગયો હોવાનો ડોળ કર્યો.. અને આજે તો જોવું જ છે.. શુ કરે છે મીના.. એવો મક્કમ નિર્ધાર કરી ને.. કાગડોળે 2:45 થવાની રાહ જોઈ રહ્યો હતો.. પણ જેવો 2:45 નો સમય થાય છે.. બધા જ તાળા આપોઆપ ખુલી ગયા અને આજે પણ એ મીના ને ના રોકી શક્યો.. એને મીના નો પીછો પણ કર્યો.. પણ એ જાણે વીજળી જેવી ગતિ થી અંધારા માં ક્યાં અલોપ થઈ ગઈ એ એની સમજણ શક્તિ બહાર હતું.. આ ઘટના એ પુરવ ને અંદર થી સખત ડરાવી નાખ્યો હતો.. એને સમજાઈ ગયું કે એની મીના પર કોઈ બુરી શક્તિ ઓ નો કબજો છે..

હવે આ તો મીના ની રોજ ની બાબત બની રહી હતી, તે રાત્રે જમતી નહોતી, અને સુતા પહેલા સ્નાન કરી ને નવોઢા જેવા શૃંગાર કરતી.. અને પછી ઊંડી ઊંઘ માં સુઈ જતી.. સાંજ પડ્યા પછી ઘર ના કોઈ સભ્યો જોડે તેને કોઈ લેવા દેવા ન હોય એવું વર્તન કરતી.. તે રાત્રે ઉઠે છે, બહાર જાય છે, મીઠાઇ અને માંસ લાવે છે..ખાય છે, અને પછી સૂઈ જાય છે.. સવારે તે જાણે કે રાત્રે શુ થાય છે જાણતી જ ન હોય એવું એનું વર્તન હોય.. આ બાબત ઘર માં બધાને સૌથી વધુ હેરાન કરતી હતી..

બીજી બાબત એ હતી કે મીના ના શરીર માં દિવસે ને દિવસે ફેરફાર થઈ રહ્યા હતા.. તે વધુ ને વધુ સુંદર, સુડોળ, અને પ્રભાવશાળી બની રહી હતી.. દિવસ દરમિયાન એના શરીર માં થી તીવ્ર ખુશ્બુ આવ્યા કરતી હતી..જેની નોંધ ઘરના એ જ નહીં અડોશ પડોશ ના લોકો એ પણ લીધી હતી.. હવે મીના લોકો માટે પણ ચર્ચા નો વિષય બની રહી હતી..

મીના દિવસ દરમિયાન સામાન્ય રીતે વર્તે છે, અને સાંજ પછી મીના જાણે કે મીના ના હોઇ.. કોઈ બીજું જ હોય એવું બધા ને લાગવા લાગ્યું હતું.. પુરવે માનસિક રોગો ના ડોકટર ને પણ બતાવ્યું.. પુરવે અને એના પિતા સંજયે ડોકટર ની સલાહ મુજબ ઘણા પ્રકાર ના રિપોર્ટ પણ કરાવ્યા.. જેમાં તે તદ્દન સ્વસ્થ અને નોર્મલ હોવાનું માલુમ પડ્યું હતું.. તેમના કહેવા મુજબ મીના કોઈ આઘાત લાગ્યો હોઈ શકે જેના કારણે તેની અંદર એક અન્ય વ્યક્તિત્વ..નો વિકાસ થયો છે..જે સમાજ ના અને ધર્મ ના નીતિ નિયમો થી વિરુદ્ધ માન્યતા વાળું હોઇ આવું વર્તન કરતી હોય.. શકે.. ડોકટર ના કહેવા મુજબ.. પ્રેમ પૂર્વક ના વર્તન.. અને દવા થી બધું સારું થઈ જશે.. ડોકટર પાસે એના શરીર માં આવી રહેલા બદલાવ માટે કોઈ યોગ્ય જવાબ નહોતો.. એમ છતાં પૂરવે આ વાત નજર અંદાજ કરી ડોકટરે એને ઊંઘ ની ભારે માત્રા વાળી ગોળી ઓ આપવા નું સૂચન કર્યું હતું એ મુજબ નો પ્રયોગ પણ કરી જોયો.. પણ પરિણામ શૂન્ય.. ઊંઘ ની ગોળી આપી હોવા છતાં.. મીના રોજ રાત્રે 2:45 એ ક્યાંક ચાલી જ જતી.. અને મીઠાઈ અને માંસ લાવી ને ખાતી..

હવે ઘર ના બધા લોકો બરાબર ડરેલા હતા.. અને ડર અને વહેમ થી ઘેરાઈ ગયા હતા.. શુ કરવું સમજાતું નહોતું.. એટલે હવે બીજો રસ્તો એટલે કે હું એમને યાદ આવ્યો હતો..
ફોન માં આ બધુ કહ્યા પછી સંજયે સવાલ પૂછ્યો.. ગુરુજી, તમારા મતે આ શું હોઈ શકે..?

અત્યારે કઈ કહી ના શકું.. મારે જોવુ પડશે.. મેં જવાબ આપ્યો.. પછી રાત્રે મેં સંજય ને ફોન કરી ને અમુક સામગ્રી લાવી રાખવાનું કહ્યું.. અને હું અને મારા 2 માણસો કાલે બપોર સુધી માં બીજનોર પહોંચી જઈશું એવી વાત કરી.. સંજય પહેલે થી જ ડરેલો હતો.. અને આ વાત સાંભળી ને એને સમજણ પડી ગઈ કે કોઈ રહસ્ય છે.. બાકી ગુરુજી આવવાની વાત કરે નહિ.. ઘર ના કેટલાય સારા પ્રસંગો માં ખૂબ આગ્રહ છતાં નહિ આવનાર ગુરુજી એ સામે ચાલી ને આવવાનું કહ્યું..નક્કી દાળ માં કઈક કાળું છે..

બીજનોર એક ખૂબ જ ગીચ અને જૂનું શહેર છે.. હજી ત્યાં ગલી મહોલ્લા જૂની ઢબ ના જ બાંધકામ શૈલી ના છે..

બપોરે.. 5 આસપાસ જ્યારે હું અને મારા 2 માણસો નરેશના ઘરે પહોંચ્યા ત્યારે.. ત્યાં મારી વિધિસર આગતા સ્વાગતા થઈ અને પછી.. અમે બેઠા અને સંજય અને પૂરવે બધી જ વાત પહેલે થી અત્યાર સુધી ની દરેક ઘટના નું બારીકાઈ થી વર્ણન કર્યું..

સાંજે જમવાના સમયે મીના ત્યાં હાજર જ હતી.. મારી ઉર્જા સતત એને પરેશાન કરી રહી હતી.. એના બદલાયેલા હાવભાવ એની ચાડી ખાતા હતા.. પણ મેં ઘર ના બધા સભ્યો ને સામાન્ય વર્તન રાખવાનું અગાઉથી જ કહી રાખ્યું હતું..

નિત્ય ક્રમ પ્રમાણે આજે પણ એને સાંજે ભોજન લીધું નહિ.. અને અંદાજે 9 આસપાસ સ્નાન કરીને.. એકદમ નવી પરણી ને આવેલી દુલહન ની જેમ શણગાર કરવા લાગી હતી.. અને થોડી વાર પછી.. એ ઘસઘસાટ સુઈ ગઈ..

મારી સૂચના મુજબ અમારી સુવાની વ્યવસ્થા ધાબે કરવા માં આવી હતી.. નક્કી કર્યા મુજબ કામ કાજ થી પરવારી ને બધા પોત પોતાના નિત્યક્રમ પ્રમાણે સુવા ચાલી ગયા..

અંદાજે 2 વાગ્યા આસપાસ.. સંજય, અને માલવ ધાબે આવી ગયા.. અને પુરવ મીના જોડે જ એના રૂમ માં હતો..
અંદાજે.. 2.30 આસપાસ મીના જાગી ગઈ હતી.. અને અમે પણ બધી જ જોઈતી સામગ્રી જોડે રાખી લીધી.. હતી.. હવે અમે પણ તૈયાર હતા.. આજે અમે બધા મીના નો પીછો કરવાના હતા.. સૌથી પહેલાં આ વાત નું મૂળ શોધવું જરૂરી હતું..

મીના જાણે કે કોઈ આસપાસ માં છે જ નહીં એવી રીતે ઉભી થઇ.. મુખ્ય દરવાજો ખોલી ચાલવા લાગી.. જાણે કે કોઈ એ એને ચાવી લગાવી ને છોડી દીધી હોય એમ.. યંત્ર વત ચાલી રહી હતી.. પૂરવ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.. અને અમે વીજળી વેગે નીચે આવી ને એની પાછળ જવા લાગ્યા.. થોડે દુર હજી ગયા ને અંધારા માં એ જાણે કે અલોપ થઈ ગઈ.. અમે 6 જણા હતા.. બધા અલગ અલગ દિશા માં એને શોધવા લાગ્યા.. પૂરવ ને મેં મારી સાથે જ રાખ્યો.. પછી ઘણી શોધખોળ છતાં મીના ના મળતા.. મેં મારા એક ગણ દીપંકાર જેને મેં કામાખ્યા ના જંગલ માં સાધના દરમિયાન વશ માં કરેલો હતો..એને પ્રકટ કર્યો અને.. એને મીના ને શોધવાનું કહ્યું.. એ વીજળી વેગે એની વાસ સૂંઘી ગયો.. અને મને અને પુરવ ને શહેર ની બહાર ની જૂની સરકારી ટ્યૂબવેલ ની ઇમારત ની સામે લઇ આવ્યો..

હજી તો મીના પહોંચી પણ નહોતી.. એ પહેલાં તો અમે પહોંચી ગયા.. મેં દ્રષ્ટિબન્ધ સિદ્ધિ નો ઉપયોગ જરૂર પડશે તો કરવાનો છું.. એવું દીપંકાર ને સમજાવી દીધું... દ્રષ્ટિબંધ સિદ્ધિ ની મદદ થી મારી જાતને થોડા સમય માટે અદ્રશ્ય બનાવી શકતો હતો.. કોઈ પ્રેત કે માનવ મને જોઈ ના શકે.. સાંભળી જરૂર શકે.. પણ હું બધા ને જોઈ શકું એવી આ વિદ્યા છે.. દીપંકાર અને હું અને પૂરવ ત્યાં જ હતા.. અમે એક વિશાળ ઝાડ ની પાછળ છુપાયા હતા.. મીના હજી તો ઇમારત ના ચોગાન માં પ્રવેશી જ હતી ત્યાં તો.. અચાનક બે પડછાયા આકાર લેવા લાગ્યા.. અને એને લળી લળી ને આવકારવા લાગ્યા..

હું થોડો સ્તબ્ધ તો હતો.. અહીંયા નું વાતાવરણ બગડશે એવો મને ભાસ થયો એટલે મેં તરત.. પૂરવ ને આ બધા થી દુર રાખવા.. આ ઇમારત થી દુર રાહ જોવાનું કહયુ.. અને જરૂર પડશે તો તને બોલાવી લઈશું.. સાવધાન રહેજે..એવું પણ સમજાવી દીધું.. પુરવ ના ગયા પછી.. અમે મીના ની પાછળ ચાલવા લાગ્યા..

અહીંયા હજી થોડી વાર રાહ જોવી જોઈએ એવું મને લાગ્યું.. દીપંકાર તો ક્યારનો હુમલો કરવા તલપાપડ હતો.. વાસ્તવ માં એ પણ એક પ્રેત જ છે.. પણ પ્રેત માં પણ સારા ને ખરાબ ના ભેદ હોય છે.. ઘણા સારા કામ કરી ને હવે એ ઘણો શક્તિશાળી બન્યો હતો.. બધાજ પ્રેત શબ્દો ના પ્રભાવ માં કામ કરે છે.. જેને આપણે મંત્રો તરીકે ઓળખીએ છે.. મંત્રો સારા અને ખરાબ નથી હોતા.. પણ ઉર્જા.. એટલે કે વિચારો.. જે મંત્રો ના ઉદગાર માં વપરાય છે..તેના પ્રભાવ થી પ્રેત કાર્ય કરે છે.. પણ આવા કાર્ય ના બદલા માં અવેજ નો રિવાજ સર્વ સામાન્ય છે.. દેવ દેવી કે પ્રેત બધા ના નિયમ ને પાળે છે..

પેલા 2 પડછાયા મીના ને લળી લળી ને ઇમારત ના પાછળ ના ભાગ માં લઇ જઇ રહ્યા હતા.. હું અને મારો ગણ પણ પાછળ પાછળ જવા લાગ્યા.. અમે વાત ની જડ સુધી જવા માંગતા હતા..

દીપંકાર અને હું ખુભ ધીરજ રાખી ને ચૂપચાપ એમની પાછળ રહ્યા.. થોડી વાર માં એ લોકો મીના ને એક કુવા પાસે લઈ જાય છે.. અને અમુક પ્રકાર ના ભેદી અવાજ કરે છે.. આ અવાજ સાંભળી ને કુવા માંથી એક આકૃતિ પ્રકટ થાય છે.. પહેલા તો સાવ મામુલી લાગતો આ આરપાર જોઈ શકાય એવો આકાર મોટો ને મોટો થતો જાય છે.. જોત જોતા માં અંદાજે 8 થી 9 ફૂટ જેટલો વિશાળ આકાર ધારણ કરી લે છે. દેખાવે માનવ જેવી પણ એની ચામડી લીલા અને રાખોડી કલર ની હતી.. અને હવે એનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય એવો હતો.. લાંબી જીભ.. સર્પ જેવી.. જે એ વારે વારે અંદર બહાર કરતો રહેતો.. અને નાક થોડું લાબું.. વાળ તો જમીન ને અડે એટલા લાંબા.. એ દેખાવ માં તો પ્રભાવશાળી હતો.. સામાન્ય માણસ જો એને જોવે તો પણ ડરી ને મરી જાય એવું એનું સ્વરૂપ હતું... પણ એના પ્રકટ થવા માત્ર થી અતિશય બદબુ ફેલાવા લાગી હતી..

દેખાવે તો એ પ્રેત અતિ પ્રભાવશાલી હતો પણ દીપંકાર આગળ નહિ ટકી શકે એવું મને લાગતું હતું.. મેં હજી થોડી વાર રાહ જોવાનું વિચાર્યું.. કારણકે.. મીના રોજ ઘરે તો પાછી આવતી જ હતી.. એટલે આ એનો જીવ નહિ લે.. એ તો મને ખબર હતી.. તો.. બીજું શું કારણ હોઈ શકે.. થોડી વાર સુધી તો જાણે એક બીજાને અતિશય પ્રેમ કરતા હોય એવા પ્રેમીઓ ની જેમએમની પ્રેમ ક્રીડા ચાલી.. પ્રેત અને મીના વચ્ચે ગજબ નો તાલમેલ હતો.. મીના સંપૂર્ણ રીતે એના વશ માં હતી.. એને પોતાને ખબર નહોતી કે એ શું કરી રહી છે.. આ બાજુ પ્રેતે એના ગણો ને ઈશારો કર્યો.. અને ગણો એ.. મીના ને નિર્વસ્ત્ર કરવાનું ચાલુ કર્યું.. અમે આ બધું જોવા નહોતા માંગતા.. પરંતુ રાહ જોયા વગર ચાલે એમ નહોતું.. થોડી વાર પછી.. પ્રેતે મીના ના આખા શરીર પર એની લાંબી જીભ ફેરવી એને ચાટવા નું શરૂ કર્યું... નિર્વસ્ત્ર મીના મદહોશ થઈને એના આલિંગન માં સમાઈ ગઈ.. હવે પેલા ગણ ગાયબ થઈ ગયા.. અને હું સમજી ગયો કે હવે પ્રેત એની સાથે શારીરીક સંબંધ બનાવશે..

મેં દીપંકાર ને ઈશારો કર્યો.. અને એ વીજળી જેવા ધડાકા સાથે પ્રેત સમક્ષ પ્રકટ થયો.. પ્રેત થોડી વાર તો હતપ્રભ થઈ ગયો.. એ કઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં દીપંકાર પ્રેત ઉપર તૂટી પડ્યો.. અચાનક થયેલા હુમલા થી.. અવાચક થઈ ગયેલો પ્રેત પાછો કુવા માં જતો રહ્યો.. એના ગણ પ્રેત તરત પ્રકટ થયા.. અને દીપંકાર નો પ્રતિકાર કરવા લાગ્યા.. આ બાજુ હું તરત દ્રષ્ટિબંધ વિદ્યા ના જોરે પ્રેત પાછળ ગયો.. અને અહીં મોહભંગ થયેલી મીના ને ભાન થયું કે હું અહી કેવી રીતે આવી.. અને હું નિર્વસ્ત્ર કેમ છું.. બહાર ઉભેલા પુરવ ને ઇશારો મોકલતા જ એ આવી ગયો અને એને મીના ને સંભાળી લીધી.. મેં એને મીના ને લઈ ને ઘરે જવાનું કહ્યું..

દીપંકાર નું પલડું ભારે હતું.. એને પેલા બન્ને ગણ ને સહેલાઇ થી હરાવી સીધી જ એમની ઉર્જા ખેંચી લીધી.. અને હવે એ બે ગણ માત્ર નામના જ પ્રેત હતા..
આ બાજુ મેં મંત્રો ના ઉચ્ચારણ થી પેલા કુવા ના પ્રેત ને અકળાવી નાખ્યો.. એ લગભગ દેખાતો બંધ જ થઈ ગયો.. મને લાગ્યું કે જાણે એ ખૂબ ઊંડે જતો રહ્યો લાગે છે.. મેં હવન ની વેદી ની પવિત્ર રાખ કુવા માં છાંટી.. પણ કોઈ પરિણામ આવ્યું નહિ.. હવે મેં કુવા માં અગ્નિ ઉત્તપન્ન કરી.. મેં જોયું તો નવાઈ માં જ પડી ગયો.. આખો કૂવો સુકાઈ ચુક્યો હતો.. અગ્નિ ની જ્વાળા માં પણ એ પ્રેત ક્યાંય દેખાયો નહિ.. તો ગયો ક્યાં.. મને કુવા માં ઊંડે ઊંડે કોઈ દરવાજા જેવું લાગ્યું.. મેં અંદર જવાનું નક્કી કર્યું..

હું કુવા માં કુદી પડ્યો.. દીપંકાર એ મને ઝીલી લીધો.. હતો.. અમે જોયું તો ત્યાં એક રસ્તા જેવું લાગ્યું, ખૂબ અંધારું અને દુર્ગન્ધ ઉપર થી એક વાત તો નક્કી હતી કે આ એનું સ્થાયી નિવાસ્થાન છે.. મેં મંત્ર શક્તિ થી અગ્નિ પ્રકટ કરી ને જોયું તો જુના જમાના નું ઘણું રાચરચીલું ત્યાં હતું.. અને દીવાલો પર લોહી ના નિશાન વાળા કપડાંઓ અને ઘરેણાં ઓ પડ્યા હતા.. કશું કળાતું નહોતું.. પણ હા પ્રેત ત્યાં નહોતો એ વાત નક્કી..

અમે ઘણું બધું ચાલી ને બીજા રસ્તે થી બહાર આવ્યા.. એ દરમિયાન લગભગ મને ખબર પડી ગઈ હતી કે સમગ્ર મામલો શુ છે..

થોડી વાર માં અમેં સંજય ના ઘરે પહોંચ્યા.. ત્યારબાદ જોયું તો મીના સુઈ ગઈ હતી.. પણ આજે બધાના મન માં 100 સવાલ હતા.. અમે બધા ખુલ્લા ચોગાન માં બેસી ને વાત કરવાનું શરૂ કર્યું.. ઘણી બધી વાતો થઈ.. હવે પરોઢ થવા આવ્યું હતું.. મેં દીપંકાર ને જવાનું કહ્યું.. હવે અમે 1 દિવસ વધુ રોકાઈ ને જઈશું એવું નક્કી કર્યું..

દિવસ દરમિયાન સામાન્ય રહેતી મીના આજે સામાન્ય નહોતી લાગતી.. વાસ્તવ માં અમે જાણી ગયા હતા કે પેલો પ્રેત મીના ના શરીર માં છુપાઈ ને બેઠો છે.. એટલે અમે આજે રાત્રે એને ઠેકાણે પાડી ને જવાનું નક્કી કર્યું હતું..

પણ આજ ની રમત હવે હું રમવાનો હતો.. મેં દિવસ દરમિયાન પૂજા ની સામગ્રી મંગાવી ને બધી તૈયારી શરૂ કરી દીધી હતી..
સાંજ પડતા પડતા તો મીના સિવાય ઘર ની બધી સ્ત્રી અને બાળકો ને અમે રાત્રે ઘરે હાજર ના રહેવા સમજાવી દીધા હતા..
અને નક્કી કર્યા મુજબ જમ્યા પછી.. માલવ એની મમ્મી અને એની પત્ની અને બધા બાળકો.. બધા પિક્ચર જોવા જવાનું બહાનું કરી ઘરે થી જતા રહ્યા હતા.. લગભગ 9:30 જેવા થવા આવ્યા હશે.. ઘર માં હું.. સંજય.. પુરવ.. મીના અને મારા 2 માણસો હાજર હતા..મેં હવન ની વેદી પ્રકટાઈ ને મંત્ત્રોચ્ચાર ની મદદથી મીના ને વશ માં કરી મારી સામે બેસાડી દીધી.. અને હવે એની ફરતે પંચાસ્ત્ર ભૂમન્ડલ ની રચના કરી..

કોઈ પણ ભૂત, પ્રેત કે પિશાચ માટે આને ભેદવું અશક્ય છે..

પંચાસ્ત્ર ભુમન્ડલ ની મધ્ય માં બેઠેલી મીના ના હાવભાવ જોવા લાયક હતા.. સ્ત્રી હોવા છતાં પુરુષ જેવા હાવભાવ હતા એના.. સર્પ માફક વારે વારે જીભ બહાર કાઢી ને જાણે હવા માં થી કંઈક સૂંઘવા નો પ્રયત્ન કરતી હતી.. એની જીભ લાંબી ને લાંબી થઈ રહી હતી.. મેં લોટા માંથી પાણી હથેળી માં લઇ ને મંત્રો બોલવાનું શરૂ કરતાં જ બુમબરાડા શરૂ થઈ ગયા.. પણ એ કઈ કરી શકે એવી સ્થિતિ માં એ હતી જ નહીં..

કોણ છે તું ? મેં પૂછ્યું..
જવાબ માં અટ્ટહાસ્ય સાંભળવા મળ્યું.. કાચાપોચા ડરી જાય એવુ.. મેં એના મોઢા પર પાણી માર્યું.. ગરમ લોઢી માં પાણી તતડે એમ મીના તતડી ઉઠી.. ઉભો રે કુતરા.. મને બાંધી ને પાછો તારી તાકાત બતાવે છે.. મીના તાડૂકી.. જવાબ માં આ વખતે હસવાનો મારો વારો હતો.. હા.. હા..હા...

દીપંકાર ઉકળી ઉઠ્યો હતો.. એ હુમલો કરી નાંખત મીના પર.. મારી પરવાનગી વગર જ.. પણ એ જાણતો હતો ભૂમંડલ માં પગ મુકશે તો એ પણ ત્યાં જ ફસાઈ જશે.. એટલે સમસમી ને ઉભો રહ્યો.. એને પણ મેં ભૂમંડલ માં જ કેદ કર્યો હતો.. મહિના ઓ સુધી એણે હાર નહોતી સ્વીકારી..પછી થાકી ને તાબે થયો હતો..

આમ તો મારો અને એનો સંબંધ માલિક અને ગણ નો હતો.. પણ અમારી વચ્ચે હવે ગજબ ની આત્મીયતા હતી.. મીના ના શરીર માં બેઠેલા પ્રેત ને મેં મંત્રેલું પાણી મારી મારી ને બહાર આવવા વિવશ કરી નાખ્યો.. એ એકદમ બહાર આવ્યો.. અને મને પડકારવા લાગ્યો.. કે જેવો આ ભૂમંડલ માંથી બહાર આવશે એવો મને ખતમ કરી નાખશે..

દીપંકાર ખડખડાટ હસી રહ્યો હતો.. નવાઈ જેવું લાગે એવું દ્રશ્ય હતું.. કે પ્રેત યોની ના જ હોવા છતાં બન્ને જણ એકબીજાની સામે લડવા તૈયાર હતા.. વાસ્તવ માં પ્રેત ઘણો શક્તિશાળી હતો.. એને ઘણી સ્ત્રીઓ નું શીલ હરણ કર્યું હતું.. એક ચોક્કસ ઉદ્દેશ્ય થી એ આ બધું કરી રહ્યો હતો..

એને ઘણો પજવ્યા પછી બોલવાનું શરૂ કર્યું.. એનું મૂળ નામ બીજેશસિંઘ.. બીજેશસિંઘ એક રાજકુમાર હતો.. રાજા ના કુલ 19 સંતાન માંથી સૌથી નફ્ફટ અને બગડેલો કુંવર.. રાજા ને કુલ 11 રાણી ઓ હતી.. એમાં સૌથી પહેલી રાણી નું બીજા નંબર નું સંતાન પહેલી રાજકુમારી હતી.. એટલે રાજા બનવા લાયક સૌથી મોટો બીજેશસિંઘ.. પણ અન્ય રાણી અને રાજા ના લાડ પ્યાર ના લીધે એ ઉદ્ધત બની ગયા હતા..

હવે આખો કિસ્સો શરૂ થયા નું મૂળ કારણ એ હતું કે.. બીજેશસિંઘ ની વયસ્ક વય માં રાજા માનદેવસિંહ ના ફરી લગ્ન લેવાયા.. એ જમાના માં કોઈ રાજા જયારે યુદ્ધ માં કોઈ દેશ કે રાજ્ય જીતે ત્યારે એમની વચ્ચે સંબંધ સુધારવા આ રીતે લગ્ન કરાવાતા.. બીજેશસિંઘ ને નવી આવેલી રાણી માં મન માં વસી ગયેલી.. અને એમને પિતા માનદેવસિંઘ ના કાને વાત પહોંચાડી પણ હતી.. પણ રાજા એ બાળકબુદ્ધિ સમજી ને વાત ઉડાડી દીધી..

હવે એ વાત બીજેશસિંઘ ને કણા ની જેમ ખૂંચવા લાગી.. એને નવી પરણી ને આવેલી રાણી પર બદ ઈરાદા રાખવા મંડ્યા.. એની આસપાસ ના સેવકો એ એને ઉશ્કેરી ને એક દિવસ રાજા ની હત્યા કરી એને રાજા બની જવા ના સબબ ની ઉશ્કેરણી કરી.. આ બાજુ નવી રાણી નું યૌવન પણ સુખ ઝખતું જ હતું.. અને કમજોર રાજા એને તૃપ્તિ આપી શકતો નહોતો.. એના કાને બીજેશસિંઘ ની વાત પડેલી જ હતી.. અને એક દિવસ યૌવન અને દગા નું મિલન થઈ જ ગયું..

અને એકદિવસ બન્ને જણ એ નક્કી કર્યા મુજબ રાજા ને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા.. અને ત્યારબાદ બીજેશસિંઘ રાજા બની બેઠો.. પણ એના નાના ભાઈ ઓએ બળવો કરતા એને એના સમગ્ર કુટુંબ ને કારાવાસ માં નાખી દીધા.. અને જેની કુખે એને જન્મ લીધો હતો.. એ માંએ જ એને શ્રાપ આપ્યો.. કે તું ક્યારેક શરીર સુખ નહિ પામે.. તને કોઈ શરીર સુખ નહિ આપી શકે.. રાજા ના વિરહ માં 3 રાણી ઓ એ અન્નજલ નો ત્યાગ કર્યો અને કારાગાર માં જ મરી ગઈ.. અન્ય રાણી ઓના કુ-વચનો અને શ્રાપ થી બચવા બીજેશસિંઘએ બધા જ બાકીના ભાઈ બહેનો અને રાણી ઓની કારાવાસ માં જ હત્યા કરાવી નાખી.. અને એ કારાવાસ એટલે એ અંધારો કૂવો જ્યાં એ મારા થી બચવા માટે એ છુપાયો હતો.. અમે જ્યારે બીજા રસ્તે થી બહાર આવ્યા ત્યારે અમને આ સમગ્ર ઇતિહાસ ખબર પડી હતી.. આજે પણ ત્યાંની દીવાલો પર નિર્દોષો નું લોહી છે.. અને મેં આ બધું મારી શક્તિ થી જોઈ લીધું હતું..

બીજેશ નો આત્મા રાણી જોડે રહી ને પણ સુખ ના પામ્યો.. અને ગુપ્ત રોગો જેવી અનેક બીમારી થી ગ્રસિત થઈ બીજેશસિંઘ મરી ને પ્રેત બન્યો.. એક શરીર ભૂખ્યો પ્રેત જે વાસના સંતોષવા માત્ર સ્ત્રી ઓનું શરીર જ શોધ્યા કરતો..

મેં ફરી મંત્રેલું પાણી મીના ના મોઢા પર માર્યું.. એ બરાડી ઉઠ્યો.. કૂતરા મારી નાખીશ તને.. જો ફરી આવું કર્યું છે તો.. હું ફરી હસવા લાગ્યો.. મીના ના શરીર ને કેમ પકડ્યું.. હરામી.. એ પરણિત છે.. 2 બાળકો છે એને.. ખબર નહોતી તને.. હલકટ.. ખોળિયું અભડાયું તે એનું.. સતી જેવા શુદ્ધ ચારિત્ર્ય વાળી સ્ત્રી નું શીલ હરણ કર્યું છે તે.. તને તો આખી જિંદગી.. રિબાવીશ.. મેં કહ્યું..

એને છોડીશ તો ને.. એનો તો બલી ચડાવાનો છે.. તું વચ્ચે ના આયો હોત તો ચંદ્રગ્રહણ ના દિવસે જ એનો બલી નક્કી હતો.. પ્રેત બોલ્યો.. એના મોટા છોકરા નું માંસ પકાઈ ને અમે બધા ખાઇ જાત.. અને નાના ને હોમ માં હોમી આની બલી આપવાની હતી.. રે કુતરા તે મારૂ આખું આયોજન બગડી નાખ્યું.. ખબર છે તને.. 600 વરસ થી હું આમ રિબાવું છું.. મને પ્રેત યોની માંથી મુક્તિ મળી ગઈ હોત તું ના આયો હોત તો.. પણ તને તો હું છોડીશ નહિ.. આમાં થી નીકળવા દે એટલી વાર.. તારા શરીર ના ટુકડા કરી તારું જ માંસ ખવડાઈશ મારા ગણો ને.. અને મને કોઈ રોકી નહિ શકે.. આજે નહિ તો કાલે મીના જેવું બીજું શરીર મળી એટલી વાર.. ચંદ્રગ્રહણ નો ક્યાં દુકાળ છે.. પ્રેત બોલ્યો..

મેં ફરી પાણી માર્યું.. એ ફરી બરાડ્યો.. ધમ પછાડા કરવા લાગ્યો.. હવે મેં આગળ વધી ને મીના ના કપાલ માં ચંદન નો ચાંલ્લો કર્યો અને એને મંત્રેલું પાણી પીવડાઈ દીધું.. ઘડીક માં તો એ એકદમ નાના બાળક જેવી શાંત થઈ ગઈ..

મેં એને પૂછ્યું મીના ને જ કેમ પકડી.. મીના સિવાય પણ શહેર માં ઘણી સ્ત્રી ઓ છે.. પ્રેત બોલ્યો.. મારે તો રોજ નવું શરીર જોઈએ.. મીના ને તો મારા ગણ લઈ આવ્યા હતા.. મીના એ એના માસિકધર્મ માં આવેલા રક્ત વાળા કપડાંને ઉકેડી એ ફેંક્યું હશે.. અને એની ગંધ થી આકર્ષાઈ ને મારા ગણ એના સુધી પહોંચી ગયા.. મારો કોઈ ઈરાદો નહોતો એને આવી દશા માં મુકવાનો .. પણ મીના જોડે સહવાસ કર્યા પછી મને ખબર પડી કે એના શરીર માં એ નદીબંધ કુદરતી બનેલી છે જેને હું શોધું છું.. શરીર ની એ નાડી નો હોમ આપો તો એની ઉર્જા થકી તમે યોની બદલી શકો એવું એક તાંત્રિકે મને કહેલું.. અને એની પરખ કરવાની રીત એવી હતી કે સહવાસ થયા પછી તને તારી શરીર ની તડપ માં ઘટ અનુભવાશે..

અમે મીના જોડે ના વારંવાર ના સહવાસ પછી મને ખબર પડી ગઈ કે આ એજ સ્ત્રી છે.. જે મને પ્રેત યોની માંથી મુક્તિ અપાવશે.. એટલે હું રોજ એના શરીર માં જ રહી ને જોવા લાગ્યો.. કે મારું અનુમાન ખોટું તો નથી ને.. એના શરીર માં રહી ને હું જ રોજ માંસ અને મીઠાઈ ખાવા લાગ્યો અને એને તાજી માજી કરવા લાગ્યો ..જેથી એની નાડી યોગ્ય રીતે વિકસિત થઈ જાય અને એનો હોમ થાય ત્યારે.. મારા કાર્ય માં કોઈ નિરાશા ની શકયતા ના રહે..

મેં ગુસ્સા માં એના મોઢા પર ફરી એના પાણી માર્યું.. એ તાડૂકી ઉઠ્યો.. એ હરામખોર આમ બાંધી ને શુ તારું જોર બતાવે છે.. હિંમત હોય તો મને બહાર કાઢ.. પછી કર મારો મુકાબલો હું જોઉં.. તારું જોર..

હું ખડખડાટ હસી પડ્યો.. હા.. હા..હા.. મને ઉલ્લુ સમજ્યો છે.. તારા જેવા તો રોજ કેટલા આવે છે.. મારી આગળ.. ચૂપચાપ બેસી રે.. નહિ તો એવી દશા કરીશ તારી કે એના કરતા આ દશા સારી લાગશે..

કૂતરા ઘુરકિયા કરે એવા ઘુરકિયા અત્યારે મીના ના શરીર માં થી બીજેશ કરી રહયો હતો.. સંજય, પૂરવ, દીપંકાર, મારા 2 માણસો બધા આ ઘટના ના સાક્ષી બની ને અભિભૂત હતા.. હતપ્રભ અને નિશબ્દ હાલત માં સંજય હાથ જોડી ને મારી સામે આઈ ને ઉભો રહ્યો.. ગુરુજી.. મારી વહુ મીના ને આ પ્રેત ના ચૂંગલ માંથી બચાવી લો.. મીના ને કઈ થયું તો પુરવ નું શુ થશે.. એના 2 બચ્ચાઓ રખડી પડશે.. દયા કરો.. અમારી પર..

મેં પુરવ ને પાસે બોલાવ્યો અને અને પૂછ્યું.. પુરવ તારી પત્ની મીના તારા લાયક નથી રહી.. પ્રેતે એની સાથે અનેક વાર સંભોગ કર્યો છે.. શુ તું અને તારો પરિવાર આવી સ્ત્રી ને અપનાવી શકીશો..
વિચારી ને જવાબ આપજે.. તારા જવાબ પર જ હવે મીના નું ભવિષ્ય નક્કી થશે...

સંજય ની સામે જોઈ.. પુરવ રડતા રડતા બોલ્યો.. ગુરુજી.. એમાં મારી મીના નો શુ વાંક.. એને તો બિચારી ને ખબર સુદ્ધા નથી.. કે એની સાથે શુ થઈ રહ્યું છે.. અને એનું શરીર ભલે અભડાયું.. પણ મન તો નથી અભડાયું ને.. એ તો હજી પવિત્ર જ છે.. હું મારી મીના ને આ હાલત માં નથી જોઈ શકતો.. મને મારી મીના પાછી આપો.. એ મને તન... મન.. ધન થી અગ્નિ ની સાક્ષી એ વરી છે.. તો મારી પણ ફરજ છે.. કે આવા સમયે હું એની પડખે ઉભો રહું.. આ મારું વચન છે.. હું કે મારા ઘર ના કોઈ સભ્યો ક્યારેય મીનાને આ બાબત ની જાણ સુદ્ધા નહિ થવા દઈએ..

મને પુરવ ના જવાબ થી સંતોષ થયો.. એટલે મેં બીજેશ ને મીના નું શરીર છોડી દેવા કહ્યું.. પણ એ ના માન્યો.. મેં એને કહ્યું મારે તને સજા કરવી પડે એના કરતાં તું જાતે જ મીના ને છોડી દે એમાં તારી ભલાઈ છે..

જા જા.. 600 વરસ પછી આવું શરીર મળ્યું છે.. મારી મુક્તિ નો ઉપાય હું છોડી દઉં એમ.. જા જા.. ચૂપચાપ જતો રે..તો તને અને તારા આ બધા માણસો ને જીવતા છોડી દઈશ.. બાકી વારાફરતી બધાને મારી ને મિજબાની કરીશ રોજ તમારી.. મેં મારા સગા માં બાપ ..ભાઈ બહેન ને નથી છોડ્યા.. તો તારી તો શુ હેસિયત..

મને લાગતું જ હતું કે આ સહેલાઇ થી નહિ જ માને.. 600 વરસ પ્રેત યોની માં રહી ને.. એવી પ્રકૃતિ પડી જ ગઈ હોય.. મેં હવે દાવ ખેલ્યો.. અરે ઓ મૂર્ખ તને એમ લાગે છે.. કે હું તને આમ જવા દઈશ.. મીના ને છોડી દે તો કદાચ હું તને ઓછી સજા કરીશ.. બાકી તને એવા થડ માં ઠોકીશ કે તારા બાકી ના 400 વરસ ત્યાં જ પુરા થઈ જશે.. હું તને જો તાબે કરી શકતો હોવ તો ઠેકાણે પણ પાડી જ દઈશ..

બીજેશ હસતા હસતા બોલ્યો.. કેમ લ્યા ડરી ગયો શુ મારા થી.. તારે જે કરવું હોય એ કરવા મંડ.. હું કઈ બીતો નથી.. તારા થી.. આનુ શરીર તો હવે નહિ જ છોડું.. પુરવ અને સંજય ડરામણા ચેહરા સાથે મારી સામે જોઈ રહ્યા હતા..

મેં પ્રેત ને એક વિકલ્પ આપ્યો.. ચલ તું તારી જાત ને બહુ બળવાન સમજે છે તો મારા ગણ ને હરાવી દે.. જો એ હારશે તો તું મુક્ત.. અને જો તું હારીશ તો તું પણ આજ થી મારો ગણ બની ને રહીશ.. બોલ મંજુર છે..

પ્રેત હસી પડ્યો.. આ શુ.. હાલી નીકળ્યા છો.. બુદ્ધિ ના ગાળીયા કરવા.. મને મૂરખ સમજ્યો છે.. હું આના શરીર માંથી બહાર આવીશ એટલે તું મને પકડવા આકાશ પાતાળ એક કરી નાખીશ.. જાણું છું.. અને તોય તારી વાત માનું એવો મૂરખ હું નથી.. કઈક વ્યવહારિક વાત હોય તો બોલ.. રહી વાત મારા બળ ની.. તો તારો આ ગણ મારી સામે તુચ્છ છે.. એને મસળી નાખતા મને ઝાઝો સમય નહિ લાગે..

હમ્મ વાત તો તારી સાચી છે.. મારે પણ તારા જેવા જ શક્તિશાળી ગણ ની જરૂર તો છે..જ.. તો હવે એક કામ કરીએ.. જ્યાં સુધી તું મારો ગણ બનવા તૈયાર નહિ થાય ત્યાં સુધી તું આ ભૂમંડલ માં થી બહાર નહિ આવી આઈ શકે..

હા.. હા.. હા.. ક્યાં સુધી મીના ને તું કેદ માં રાખીશ.. પ્રેત બોલ્યો.. ફરી થી થપાક એના મોઢા પર પાણી ની છાલક વાગી.. એ ફરી બરાડ્યો.. તારા આ બધા છમકલાં મને રોકી નહિ શકે.. તાંત્રિક.. કઈક બીજું કર.. વાસ્તવ માં મીના હેરાન થઈ જ રહી હતી.. પ્રેત ખૂબ ચાલક હતો..

વાસ્તવ માં પ્રેત નું પલડું ભારે પણ હતું અને હલકું પણ.. આ બાજુ મીના નો છુટકારો નક્કી જ હતો.. પણ પ્રેત ને કાબુ માં લેવો પણ જરૂરી હતો.. નહિ તો.. એ ફરી થી આની આજ ક્રિયા ઓ થી શુ ખબર કેટકેટલી સ્ત્રી ઓને હજી ચૂંથયા કરશે..
મારા અંદાજે બીજેશસિંઘ ની પ્રેતયોની માં હાલની ઉંમર 500 વરસ થી વધુ હશે.. 1000 વરસ પછી એ મહાપ્રેત માં બદલાઈ જશે.. મહા પ્રેત એટલે કે જેનું બળ 1000 સામાન્ય પ્રેત જેટલું હોય અને હાલ માં એને ઉપાર્જન કરેલું હોય એમાં ઉમેરો થઈ ને એ લગભગ અજેય બની શકે.. ઘાતકીપણું, ક્રૂર અને દયાહીન તો એ અત્યારે પણ છે..જ.. પછી તો એનું બલ અતુલ્ય થઈ જાય.. એટલે તો એણે મીના ના નાડીબંધ ની જરૂર પડી.. જો એ નાડીબંધ એ હોમ માં અર્પિત કરે તો એને એ તમામ શક્તિ ઓ અત્યારે જ પ્રાપ્ત થઈ જાય એમ છે..
અને એનું બલ ગાંધર્વ જે દેવો સમાન થઈ જાય..

મારે ગમે તે યુક્તિ કરી ને એને મીના ના શરીર માંથી બહાર લાવો પડે એમ જ હતો.. હું વારે વારે મંત્રેલું પાણી એની ઉપર નાખ્યા કરતો.. જેથી એ ગુસ્સા માં ને ગુસ્સા માં કઈક ને કઈક બકતો રહેતો.. મેં દીપંકાર ને નજીક બોલાવી કઈક સમજાવ્યું અને એ તરત અલોપ થયો..

થોડી વાર માં એ જ્યારે ફરી પ્રકટ થયો ત્યારે એ મારા માટે મારી મનપસંદ શરાબ એની સાથે લાવ્યો હતો.. મેં મીના ની સામે જ ખુરશી માં બેસી શરાબ પીવાનું શરૂ કર્યું.. વાસ્તવ માં શરાબ પીવાથી મારી અંદર આસુરી ઉર્જા ઉત્તપન્ન થતી.. અને જેમ ઝેર નું મારણ ઝેર.. એમ અહીંયા આ પ્રેત ને ઠેકાણે પાડવા મારે જાતે જ કંઈક કરવું પડે એમ હતું..

હવે મેં દીપંકાર ને પ્રેત ના 2 ગણ ને પકડી લાવા કહ્યું.. અને આંખ ના પલકારા માં દીપંકાર એ બન્ને ને પકડી લાવ્યો.. એ લોકો સખત ડરેલા લાગતા હતા.. કદાચ દીપંકારે રસ્તા માં એમને એની શક્તિ નો ચમકારો બતાવ્યો હશે.. હવે મેં સીધો હુમલો જ કર્યો મીના ઉપર.. એને પ્રેત ને કંઈ વિચારવા નો સમય જ ના મળ્યો.. મેં મીના ને પકડી ને બહાર ધકેલવા માંડી.. અને બીજેશસિંઘ માટે હવે કફોડી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ.. એ મીના ને અંદર રોકી રાખવા એનું સમગ્ર જોર લગાવી રહ્યો હતો.. જયારે હું મીના ને બહાર ધકેલી રહ્યો હતો.. મારો આ ખેલ એ સમજી ગયો.. એ એનું સમગ્ર જોર લગાવી ને મીના ને હવા માં ગોળ ગોળ ફેરવવા લાગ્યો.. મેં પણ મીના નો એક પગ ખૂબ તાકત થી પકડયો અને એને હવા માં સ્થિર કરી ને પ્રચંડ શક્તિ લગાવી ભૂમંડલ ની બહાર ધકેલી દીધી.. એક જોરદાર ધડાકા સાથે અગ્નિ ઉત્તપન્ન થઈ અને મીના પ્રેત થી છૂટી પડી ગઈ.. પણ એ પછી તરત બીજેશસિંઘ નું અસલી ભયાનક સ્વરૂપ સામે આવ્યું.. જે જોવા લાયક નહોતું..

મેં પહેલે થી સમજાવી રાખ્યા મુજબ મારા બે માણસો તૈયાર જ હતા.. વાસ્તવ માં આ બન્ને જણ પણ તાંત્રિક બનવા ઇચ્છુક હતા.. અને ખરી નિષ્ઠા થી મારી સેવા કરી.. મારી જોડે થી જ્ઞાન મેળવી રહ્યા હતા.. એ લોકો મીના ને તરત મંત્રિત દોરા બાંધી ને એને સુરક્ષિત કરવા લાગ્યા.. ત્યાર બાદ મેં સંજય અને એના દીકરા પુરવ ને મીના ને લઈ ને નીચે જતા રહેવાનું કહ્યું.. કારણકે હવે જે થવાનું હતું એ એમને જોવા લાયક નહોતું.. અને આમ પણ એમનો મને અહીંયા બોલાવાનો ઉદ્દેશ પૂરો થઈ ગયો હતો..

એમના ગયા પછી..
દીપંકાર જે પ્રેત ના વાંરવાર ના અપમાન થી અતિ ઉશ્કેરાયેલો હતો.. એને પ્રેત ના બન્ને ગણ ને અતિ ક્રૂરતા પૂર્વક, હણવાનું શરૂ કર્યું.. પેલા બન્ને પ્રેત બીજેશસિંઘ ને અને મને વારંવાર કાકલૂદી કરી ને છોડી દેવાનું કહી રહ્યા હતા.. પણ આ તો અમારી યોજના નો ભાગ જ હતો.. દીપંકાર ના આવા કૃત્ય થી પ્રેત ખૂબ ગુસ્સે ભરાયો અને એને એનું વિકરાળ સ્વરૂપ પ્રકટ કરી ને મને અને મારા ગણ ને પડકાર ફેંક્યો..

વાસ્તવ માં આ જ નિર્ણાયક ઘડી હોય છે.. જ્યારે પ્રેત કા તો તાબે થઈ જાય.. કા તો તમારે જીવ બચાઈ ને ભાગી જવું પડે.. મેં મારી પંચાસરી ઉર્જા પ્રકટ કરી.. જેને જોઈ ને પ્રેત હતપ્રભ રહી ગયો.. એને કદાચ આ ઉર્જા નો ક્યારેય સામનો કર્યો નહિ હોય એવું મને લાગ્યું.. હવે મેં પણ પ્રેત ને પડકાર ફેંક્યો.. કે આજે કા તો તું નહિ.. કા હું નહિ.. કર હુમલો.. બતાવ તારા માં કેટલું જોર છે..

પંચાસરી શક્તિ ને ઓળખવામાં થાપ ખાઈ ગયેલો પ્રેત.. મારી પર હુમલો કરી બેસે છે.. અને પછી.. એનો સામનો.. મનુષ્ય શરીર ની સૌથી શક્તિશાલી ઉર્જા.. જેનો શક્તિ સ્ત્રોત મનુષ્ય ની ઈચ્છાશક્તિ અને કુંડલિનીની ઉર્જા છે.. અને જેમાં પંચ તત્વ ના અધિપતિ સ્વંય શિવ ના આશીર્વાદ જોડાયેલા હોય છે.. એવી મહાન ઉર્જા સાથે થાય છે... અને એના એક એક પ્રહાર ની મારા પર કોઈજ અસર નથી થઈ.. એ જોઈ ને એ વધુ ગુસ્સે ભરાય છે.. અને એ એના ગુસ્સા ની પરાકાષ્ટા એ પહોંચી જાય છે.. એના મોઢા માં થી રીતસર આગ ઓકવા લાગે છે.. મેં મારી પંચાસરી ઉર્જા ને માત્ર એને પરાજિત કરી ને મારો ગણ બનાવવા માંગુ છું એટલી જ મદદ કરવા નું કહ્યુ અને તત્ક્ષણ.. એને મારી ઉર્જા નો પરચો મળે છે.. પ્રેત એના અતિ વિકરાળ સ્વરૂપ માં પણ ડરી ગયો.. એટલી પ્રચંડ મોટી વિકરાળ કાળ સ્વરૂપ ઉર્જા એને મારા માં દેખાઈ.. અને આ દ્રશ્ય જોઈ ને ડઘાઈ ગયેલો પ્રેત એકદમ શિયાવિયા થવા લાગ્યો.. વાસ્તવ માં આ એજ ઉર્જા સ્વરૂપ છે..જેની આગળ સંસાર ની સમસ્ત ઉર્જા ઓ ફિક્કી પડી જાય.. વિકરાલ કાલ.. મહાકાલ.. સ્વરૂપ.. આ સ્વરૂપ જોઈ ને ગમે તેવા દેવ દાનવ, શેતાન, પિશાચ, પ્રેત કે રાક્ષસ સ્વરૂપ દરેકે નમતું જોખવું જ પડે.. એ એમની યોની માં નિયમ છે.. કારણકે.. એમની દરેક યોની ઓ પણ કાલ ને આધીન છે..

પ્રેત તરત નરમ પડી જાય છે.. અને જીવતદાન માંગવા લાગે છે.. મેં તેને મારા ગણ તરીકે શેષકાલ સુધી રહેવાનું વચન માગ્યું.. અને..એણે તમારા જેવા અતિ જ્ઞાની વ્યક્તિ ના સેવક બનવું પણ સદભાગ્ય ગણાય.. એવું કહી ને સહર્ષ સ્વીકાર્યું..

મેં તરત મહાકાલ નો આભાર પ્રકટ કરી પંચાસરી ઉર્જા સંકેલી અને સામાન્ય વ્યકતી બની ગયો.. હવે ભૂમંડલ ની ઉર્જા નો આભાર પ્રકટ કરી એની ઉર્જા નાબૂદ કરી અને.. હવે પ્રેતે એટલે કે મારા નવા ગણે રાહત નો શ્વાસ લીધો..

દીપંકાર એના નવા સાથી ને આવકારવા ઉત્સુક લાગતો હતો..

પણ હવે સૌથી પહેલા મીના ને ઠીક કરવાની હતી.. મેં મારા નવા ગણ ને સૌ પ્રથમ મીના ને ઠીક કરવાનો આદેશ આપ્યો..
અને તાત્કાલિક મારા આદેશ ની બજવણી થઈ અને મીના ના શરીર ની મૂળભૂત આભા અને ઉર્જા એને બીજેશસિંઘે પછી આપી દીધી..

બધું સંકેલીને અમે બેઠા અને પરોઢ થવાના એંધાણ મળવા લાગ્યા.. અમે સંજય અને એના પરિવાર ની રજા લઈ ને સવાર થતાં જ નીકળી ગયા..

અંદાજે 10 દિવસ બાદ સંજય નો ફોન આવ્યો અને એના કહ્યા મુજબ મીના તદ્દન નોર્મલ થઈ ગઈ છે.. અને જાણે કે ક્યારેક કઈ બન્યું જ ન હોય એમ ઘર ના બધી સભ્યો બધું ભૂલી ગયા છે..

આ પણ એક વિદ્યા જ છે.. જેમાં તમારી યાદો ના ચોક્કસ ભાગ ને બદલી દેવા માં આવે છે.. હું મરક મરક હસી ને સંજય સાથે વાત કરવા માં મશગુલ બની ગયો..

(સંપૂર્ણ) (અનેક કિસ્સાઓ માં નો એક)