Ghost Live - 2 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | ઘોસ્ટ લાઈવ - ૩

Featured Books
Categories
Share

ઘોસ્ટ લાઈવ - ૩



ઉપર નજર પડતા જ રાજીવએ પોતાનું બધું જ જોર લગાવી પ્રવીણને નીચે ખેંચ્યો,
બન્ને ભાગ્યા,
મેજની ઉપર રહેલી છત પર ઊંધા પગે ચાલતું ભયાનક પ્રાણી બન્નેએ જોયું,
એકનજરમાં તો ડાયનાસોર જ લાગે.

પરંતુ એ ડાયનાસોર નહોતો. પાછળ ઉપસી આવેલા તીક્ષ્ણ ધાર વાળા હાડકા વાળી વાંકી પૂછડી હતી. ૧૨ ફૂટ લાંબુ એનું શરીર હતું.
આંખો લાલચોળ અને મોઢાની બહાર નીકળેલા એના દાંત હતા.

બન્ને ભાગ્યા,
આગળનો દરવાજો બંધ હતો.
પ્રવીણ ચલ પાછળના દરવાજે, હા હા....
રાજીવએ પોતાની બેગ નાખી દીધી અને કેમેરો ગળાથી પટ્ટા વડે લટકાવી દીધો અને મહેલના પાછળના દરવાજે ભાગ્યા,

મહેલ મોટો હતો અને તેમાં પણ દરવાજો કયો બહારનો નીકળે છે તે શોધવું મુશ્કેલ હતું.
છતાં બન્ને હાર માન્યા વગર ભાગવા લાગ્યા,

પાછળ પાછળ ભાગતું પેલુ પ્રાણી હવે પોતાનું રૂપ બદલીને માણસ બની ગયું હતું.
"રાજીવ આજે તો ગયા",
ના જાણે હું કેમ તારી જોડે આવેલો,
ભાગ સાલા ઉભો ના રહીશ એક કામ કર આપણે બન્ને રસ્તો બદલી નાખીએ.
જેની પાછળ ભાગે એ થોડી વાર આમતેમ એની નજર બદલશે અને બીજો એટલામાં કઈક મદદ માંગી લાવશે.
રાજીવ બોલ્યો,

હા ચલ બન્ને છુટ્ટા પડ્યા,
કેમ ભાગુ છું બેટા !! સામેથી આવતા પરિચિત કાકાએ કીધું,
તમને કીધું તું ને કંઈપણ જરૂર પડે તો આવી જજો મને લાગ્યું કે તમે જતા રહ્યા હશો પણ અહીંયા જ છો હજી?
ચઢી ગયેલી ધ્રુજારી અને હંફાતા સ્વાસ્ ને ઠંડો પાડતા પ્રવીણ બોલ્યો,
કાકા કાકા સારું થયું તમે અઅઅ...વ..ઈ....વી ગયા.
ત્યાં...ત્ય...યા...કઈક છે.

પ્રવીણ એટલો ડરી ગયેલો હતો કે વ્યવસ્થિત બોલી પણ નહોતો શકતો.
સ્વાસ્ લે દીકરા ચાલ હું આવું છું જોડે, શુ થયું કોણ છે અંદર?
કાકાને આગળ કર્યા અને ડરતો ડરતો પ્રવીણ પાછળ ચાલવા લાગ્યો.

અહીંયા તો એમ તો કોઈ નથી રહેતું પણ કોઈક વાર ચોર ચોરી કરવાના બહાને આવતા રે છે. આ મહિના પહેલા જ વાત છે એક ચોર તો ભૂતના વેશમાં આવેલો.
એને એમ હશે કે ડરાવી દેશે અને લૂંટી જશે બધું'
પણ આ માવજી એમ ડરે એમાનો થોડો છે.

માર ગામમાં જવાનીમાં બળવાઈ કરી છે ભલ ભલી આત્માઓ ઠંડી કરી છે,તો આ જીવતો શુ વિસાત નો,
માવજીકાકાની આવી વાતો સાંભળી પ્રવીણનામાં થોડી હિંમત આવી.

આ કાકા બરાબર કે છે ચોર જ હશે સાલો,
"નહિતર બપોરમાં કયા ભૂત આવે?",
ભૂતો તો રાતે જ આવે ને? પણ શરીરએ ઊંધું ચાલવું અને એ પણ દીવાલ પર?

પ્રવીણ સારો મોકો મળ્યો છે.
આ બધું મુક અને ભાગી જા ઘરે જાન બચી જશે.
ના ના એમ ના જવાય ,હા જતો પણ રેતો પણ હવે તો નય ક કાકાએ ચોર વાળી વાત કરી !! હોઇ શકે ને!?
અને રાજીવ પણ અંદર છે મારે એની મમ્મીને શુ જવાબ આપવાનો.
કઈ બાજુ ?? પ્રવીણ વિચારોમાંથી બહાર આવ્યો કાકા પૂછી રહ્યા હતા.
તેણે ઇશારો કર્યો સામે,
"ક્યાં દીકરા !?",
અહીંયા જ કાકા અંદર જ, કાકાની આગળ આવીને બન્ને હાથ આગળ કરતા બોલવા જ જતો હતો ત્યાં જ,
'અ....આ...આ. શુ?'
હું પણ એમ જ કહું છું અહીંયા તો બધું ઠીક છે. રાજીવ ક્યાં છે? કોણ રાજીવ? કાકાએ પૂછ્યું,
એ જ મારી જોડે આવેલો એ,
હવે એ તો તને ખબર હશે ને સારું ચલ મારી જોડે અંદર હું તને બધું જ બતાવું.
કાકા પ્રવીણને અંદર લઈ ગયા. ઘર ચોખ્ખુ ચત્ત હતું ક્યાંય એકેય ધૂળની ડમરી પણ દેખાઈ નહોતી રહી.

પ્રવીણ જેમ જેમ ઘરમાં આગળ જઈ રહ્યો હતો તેમ તેમ પોતાને જ પ્રશ્ન કરી રહ્યો હતો,
અહીંયા ઝાડ હતું મોટું આજુબાજુ મોટા મોટા કરોળિયાના જાડા હતા આખુંએ ઘર જુના જમાનાની બંધ પડેલી હવેલી જેવું હતું.
પોપડીઓ ઉખેડેલી હતી હમણાં જ ઘર ભાગીને પડે એવા તો હાલ હતા ને આ શું?
કેમ કેમ બન્યું??
કદાચ આ ઘર એ નથી.
તેણે તરત જ કાકાને પાછળથી ખભા પર હાથ માર્યો અને કહ્યું,
શાયદ હું તમને બીજા કોઈ ઘરમાં લઈને આવી ગયો છું આ એ ઘર નથી.
જ્યાં સુધી મને ખ્યાલ છે તમે બન્ને આ જ ઘરમાં ઘુસેલા અને તે મને કીધું કે મોટું ઘર હતું એટલે આ જ ઘર છે દીકરા એ'
હા પણ...
પ્રવીણએ વિચારોમાં જ જવાબ આપી દીધો.

'લે આ તારો દોસ્ત તો આ બેહોશ પડ્યો.',
અહીં આવ આ બાજુ,
માવજીકાકાએ એવું કહેતા બોલાવ્યો.
પ્રવીણ તરત જ પોતાનો હોશ સાચવતા દોડતો દોડતો રાજીવ બેહોશ પડેલો ત્યાં જઈને બેસી ગયો અને રાજીવના શરીરને જંજેડવા લાગ્યો.
ઉઠ રાજીવ.....
ઉઠ લા,
શુ થયુ ભાઈ તને??
કઈ નથી થયું બેહોશ જ છે એ ખાલી,
હું પાણી ભરી લાવું ઉભો રે,કાકા આટલુ કહી પાણી ભરવા નીચેની તરફ ચાલવા લાગ્યા.
પ્રવીણની નજર રાજીવ પર જ હતી પણ કઈક નવું દેખાયું હોય એમ નજર બદલાઈ તો તેણે જોયું કે જે કાકા જે હમણાં જ ચાલીને ગયા હતા તેમના પગલાંના કાળા ડાઘા જમીન પર સળગતા હતા.
પ્રવીણ કઈક આગળ વિચાર કરે એ પહેલાં જ પેલા માવજીકાકા પાછા આવી ગયા,

તમે?? હમણાં તો...
પ્રવીણ આગળ બોલવા જ જતો હતો ત્યાં જ એ કાકાએ બોલ પકડી લીધા અને જાણે આગળનું વાક્ય જાણતા ન હોય એમ બોલ્યા,
અરે ! મારી પાસે અહીંયા આ ઘરમાં જ પાણી ભરેલું હતું હું ગયા અઠવાડિયે જ ઘરમાં કચરા પોતું કરીને ગયો'તો
એમ છે ને કે તમે તો અહીંયા શૂટ માટે આવ્યા એમ અમારે અહીંયા વેકેશન માટે અવારનવાર લોકો આવતા રહે છે.
તમારા જેવા છોકરા છોકરીઓને લઈને..
ઠીક છે ઠીક છે લાવો પાણી,
પ્રવીણએ કાકાની વાતમાં ખલેલ પાડી.
પાણીનો લોટો હાથમાં લીધો અને રાજીવના મોઢા પર રેડી દીધો.
અચાનક જ સફાળો રાજીવ ઉઠી ગયો અને આમતેમ જોવા લાગ્યો,
તેની નજર પ્રવીણ પર પડી,
ભાગ પ્રવીણ આપણે અહીંયા જ રહેવું જોઈએ આ જગ્યા ખતરનાક છે.
શાંત શાંત હવે કઈ નથી આ કાકા છે ને!
પ્રવીણએ આંગળી કરી કાકાને બતાવ્યા,
ત્યાં જ પ્રવીણની નજર બીજી કઈક અજીબ વસ્તુ પર પડી
આ વખતના હાવભાવ પહેલા કરતા તો એકદમ નોખ્ખા હતા.
જવું કયા હવે?
પ્રવીણ નીચે બેઠેલો હતો ત્યાં જ ઢસડી પડ્યો.
રાજીવ પણ જાણી ગયો કે શું છે.
બન્ને ઉભા થવાની કોશિશ કરતા હતા પણ તે બન્નેના શરીર કે એકેય એમનો સાથ નહોતા આપી રહ્યા.
સામે ઉભેલ માવજી કાકાનું સ્મિત !!


ક્રમશ :