Ghost Live - 2 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | ઘોસ્ટ લાઈવ - ૨

Featured Books
Categories
Share

ઘોસ્ટ લાઈવ - ૨



રાજીવ....
પેલું પાનું હાથમાંથી પડતા જ પાછળ ચાલી રહેલો પ્રવીણ ગભરાઈને બોલ્યો,
રાજીવને પણ ગભરાહટ થઈ કે પહેલા જેવું થશે પણ આ વખત કઈ થયું નહિ.
હાસ બચી ગયા !! રાજીવ ચલ જતા રહીએ મને આ જગ્યા ઠીક નથી લાગતી યાર,પ્રવીણ એકધારો બોલ્યો.
રાજીવએ જવાબ આપતા કહ્યું, કશું નથી થવાનું તું શોટ લેતો રે આટલા ખતરનાક શોટ આપણને ક્યાંય મળવાના નથી.
પણ રાજીવ...!!?
પણ શું ફેમસ થવું છે કે નહીં?
થવું તો છે યાર પ્રવીણની હા મા ના હતી. તો શું ચલ આજે મોકો છે અને શું ખબર કદાચ કુદરતએ જ મોકો આપ્યો હોય.
તું વિશ્વાસ કર આજે આ શૂટ થયું ને તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેશું અત્યાર સુધી લોકોએ બૉલીવુડ ફિલ્મોમાં જ આવું બધું જોયું હશે જે આપણે બન્ને લાઈવ જોઈ રહ્યા છીએ. હા એ તો છે જ,
બન્ને થોડાક આગળ વધ્યા ત્યાં જ ફડ...ફડ...ફડ...
કરતા ચામચીડિયાઓએ એકસાથે હુમલો કર્યો.
પ્રવીણ કેમેરો સાચવજે અને શૂટ બંધ ના કરીશ. ઓ બી**
તને કઈ સમજણ પડે ચામચીડિયા છે ભાગ અહીંથી નહિતર હાલત ખરાબ કરી દેશે.
કશું નહીં કરે હું છું ને ચલ મારી જોડે જો આગળ એક દરવાજો દેખાય છે.
રાજીવને તેની સામે જ રહેલો લાડકાનો મજબૂત દરવાજો દેખાયો જે મોટા લોકથી બંધ હતો.
પણ એ તો બંધ છે? પ્રવીણ બોલ્યો.
મારી પાસે ઉપાય છે તું આપણી બેગમાં જો વાયરનો ટુકડો પડેલો છે કાઢ.
પ્રવીણએ ખભા પર ભરવેલ બેગ રાજીવને આપ્યું રાજીવએ બેગમાથી વાયર કાઢ્યો અને દરવાજા ઉપર લગાવેલા લોકની અંદર ફસાવ્યું, ઘણું મથ્યો પણ દરવાજો ખુલ્યો નહિ.
નહિ ખુલે રાજીવ રહેવા દે લોક તો જો યાર અંગ્રેજોના જમાનાનું છે,
હાળું ખુલે એમ તો નથી લાગતું ચલ બીજો કોઈક દરવાજો ટ્રાય કરીએ એમપણ અહીંયા લગભગ ૧૦ એક કમરાઓ છે.
પણ તારે કરવું છે શું એમ તો કે મને? પ્રવીણ ફરીથી બગડયો
તું ચુપ રહીશ હવે જો બોલી છે ને તો આ ઘરમાં જ પુરી ને જતો રહીશ.
મારી પાછળ પાછળ આવ,
ઓકે
રાજીવ આગળ ચાલતો ગયો ઘર ઘણું જ મોટું હતું એક લાઇનમાં ગોઠવાયેલા એક સાથે ૫ કમરા હતા તેની બીજી બાજુ બીજા ૫ હતા.
રાજીવની ઈચ્છા હતી એક એક કમરો ખોલીને તેમાં શુ છે એ જોવામાં આવે પણ ત્રીજા નમ્બરના કમરા આગળ જે સીડીઓ પર પીપળાનું ઝાડ ઉગેલું હતું તેની શાખાઓએ વચ્ચે રસ્તો રોકી રાખ્યો હતો.
અલા પ્રવીણ જમણીબાજુ કઈ જ નથી ચલ પાછો વળ પેલા આપડે ત્યાં જઈએ અને પછી અહીંયા આવીશું.
બન્ને ફર્યા અને બીજી દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા.
પહેલા આ ત્રીજા નમ્બરનો કમરા પર તાળું નથી એમ જોતા જ
રાજીવ ખુશ થઈ ગયો.
ફાઈનલી ચલ આપણે જગ્યા શોધી જ લીધી.
એક જબરદસ્ત પવન આવ્યો અને પ્રવીણ કેમેરા સાથે ઉડીને
૪ ફૂટ દૂર જઈને પટકાયો.
ઘરમાં લટકેલા જુમર વારાફરતી લાઈટ થવા લાગ્યા.
પરદાઓ ખુલતા અને શ......સ......શ.......શ....
અવાજ આવતો હતો.
રાજીવ એક જ જગ્યાએ સ્થાયી હતો તેણે પ્રવીણને ઉભો કર્યો.
લા કઈ નથી થયું વાવાઝોડું આવ્યું છે ચલ ઉભો થા.
યાર તું માન મારું મને તો નથી રહેવું હું જાઉં છું આ લે તારો કેમેરો અને આવજે તું,
હું જાઉં છું.
પ્રવીણ જ્યાં ઉભો થવા ગયો ત્યાં ફરીથી તેના માથા પર એક ઝટકો લાગ્યો અને સીધો સીડીઓથી ઢસડાતો ઢસડાતો
ધડામ....
કરી નીચે પડ્યો.
રાજીવ તરત કેમેરામાં શૂટ કરતો કરતો તેની પાછળ ભાગ્યો પણ ક્ષણમાં જ પ્રવીણ નીચે પડી ગયો.
તેના શરીર પર લોહી લુહાણ હતું પગમા જાણે મોચ આવી ગઈ હોય એમ હલતો નહોતો,
છતાં ડરેલો પસીને રેબજેબ પ્રવીણ પગના સહારે ભાગવા લાગ્યો.
રાજીવ ચલ ભાગ મારી જોડે જાન બચાવવી હોય તો,
એક હાથમાં કેમેરો પકડી રહેલો રાજીવ ઢીચણીએ નીચે બેઠો એક હાથમાં કેમેરો ચાલુ રાખ્યો અને
બીજા હાથે પ્રવીણને પકડીને ઊભો કરવાની કોશિશ કરતા બોલ્યો,
કઈ નહિ થાય હું છું ને,
શુ તું છે ચુ*** ભાગ મરી જઈશું સમજણ પડે કે નહીં તને,તારે કરવું હોય તો કર.. ઇસ....ઇસસ....
દુઃખે છે યાર,
હું તો જાઉં છું પ્રવીણ સહારો લઈ ઉભો થયો અને ખોડા ખોડા
પગે ભાગતો તો ત્યાં જ ઘરનો મેઈન દરવાજો ધબબ કરીને બંધ થઈ ગયો આખા ઘરમાં અંધારું છવાઈ ગયું.
મીંબબતીઓ એની જાતે સળગી ગઈ અને ઘરમાંથી કૂતરા બિલાડી અને વરૂના રડવાનો અવાજ આવ્યો.
હવે રાજીવની ફાટવા લાગી પણ કેમેરો તેણે ઓન જ રાખ્યો જોડે લાવેલો માઇક પણ ચાલુ કરી દીધું.
પ્રવીણ.....
અંધારામાં ફ્લેશ મોબાઈલની ફ્લેશ પકડી પ્રવીણ પ્રવીણ કરતો,
રાજીવ ગોળગોળ ફરવા લાગ્યો પણ આજુબાજુ ક્યાંય પ્રવીણ હતો નહિ.
અલા ક્યાં છું??
સંભળાય છે તને? હું છું ને લા ડરે છે શું કામ?
તને અહીંયા હું લઈને આવ્યો છું એટલે મારી જવાબદારી બને તને સાચવવાની,પ્લીઝ મારા ભાઈ બહાર આવ યાર
રાજીવએ ૨૦ એક મિનિટ આજુબાજુ શોધ્યું પણ પ્રવીણ મળ્યો નહિ.
અચાનક તેની નજર સીડીઓની પાછળ રહેલા બે મોટા થાંભલાઓની પાછળ એક મેજ હતી.
તે મેજ ઉપર રહેલા ચામડાના દોરડા પર પ્રવીણ લટકતો હતો.
રાજીવ આ જોઈને હસ્યો.
હા હા હા....
અલા શુ કરું છું આ? મોગલી બનાવાનો છે કે શું?
ઉભો રે કેમેરો રાજીવએ પ્રવીણ બાજુ કર્યો અને શોટ લીધો.
નજીક જઈને રાજીવએ જોયું તો પ્રવીણ બેહોશ હતો.
પગ પકડીને થોડો હલાવ્યો ત્યાં જ
પ્રવીણની આંખ ખુલી અને આમતેમ હલતો હલતો ચીસો પાડવા લાગ્યો,
રાજીવ ઉતાર મને ઉતાર,
જો ઉપર જો...
'હે ભગવાન જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશ તીહું લોક ઉજાગર'
બજરંગ બલી બજરંગ બલી બચાવી લો,
પ્રવીણનો અવાજ દર્દભર્યો થઈ રહ્યો હતો જાણે કઈક તેની પાસે આવી રહ્યું હોય.
રાજીવ........
રાજીવએ ઉપર જોયું અને ત્યાં જ તેની આખો ફાટી ગઈ. !!!

ક્રમશ :