Ghost Live - 1 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | ઘોસ્ટ લાઈવ - ૧

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ઘોસ્ટ લાઈવ - ૧


કેમેરો ચાલુ કર્યો ?
યસ ડન, રોલ કેમેરા એક્શન !
હેલો ગાયસ હું છું તમારો ઘોસ્ટ હન્ટર 'રાજીવકુમાર' આજે તમારા અપાયેલા એક ડેયરમાંથી હું પુરી કરવાનો છું.
'બ્લડી મેરી ચેલેન્જ'
જે પણ મિત્રોને બ્લડી મેરી વિશે ખબર ન હોય તો જણાવી દઉં કે આ ચેલેન્જમાં કોઈપણ માણસ રાતના ૨:૩૩ કલાકથી ૩:૩૩ કલાક સુધી પોતાના ઘરના કોઈપણ અરીસાની સામે મીણબત્તી સળગાવી ૩ વખત બ્લડી મેરી,બ્લડી મેરી બ્લડી મેરી બોલે તો તે અરીસામાં ખૂનથી રંગાયેલી બ્લડી મેરી જોવા મળે છે અને અમુક દાવાઓમાં તો લોકો એમ પણ કે છે તે હુમલો પણ કરે છે.
આજે તમારો હન્ટર આ કહાનિઓ કેટલી સાચી છે અને કેટલી ખોટી તે જોશે.
એમ તો તમારો ભાઈ આ બધા પર વિશ્વાસ તો નથી કરતો પણ તમે ડેયર આપેલું છે એટલે પુરૂ કરવું પડશે.
તો જોડાયેલા રહો મારા આ વિડિયો સાથે,
રાજીવકુમાર કે જે પોતાની સોશિયલ મીડિયા પર અવાનવાર આવા ચેલેન્જીસ કરતો હતો અને પોતાની જાતને ઘોસ્ટ હન્ટર ઘણાવતો. તેનું કહેવું એમ હતું કે કોઈ ઘોસ્ટ વોસ્ટ નથી બધો માણસનો એક ભ્રમ છે.
લોકો પણ તેની વાતથી સહમત થતા કેમ કે ભાનગઢનો કિલ્લો હોઈ કે ગામનો શાપિત કૂવો તેણે એવી જગ્યાઓ બાકી નહોતી મૂકી કે જ્યાં લોકો ભૂત હોવાનો દાવો કરતા હતા.
શો ચેલેન્જ સ્ટાર્ટ
જુઓ મિત્રો ૨:૩૦ મિનિટ થઈ ચૂકી છે હવે ફક્ત ૩ મિનિટની રાહ છે બધું સેટ અપ થઈ ચૂક્યું છે આપનો કેમેરામેન પણ સેટ થઈ ગયો છે.
પોતાના મોબાઈલમાં સમય બતાવતા રાજીવ બોલ્યો.
ત્રણ મિનિટ પછી તેણે સળગાવેલી એ ત્રણ મીણબત્તીઓની સીધા સામે બેસીને તેણે બોલવાનું શરૂ કર્યું,
બ્લડી મેરી
બ્લડી મેરી
બ્લડી મેરી
...દેખીએ ગાયસ હવે શું થાય છે મેં ત્રણ વખત બોલી દીધું છે અને હમણા ટાઈમ ૨:૩૯ મિનિટ થઈ રહી છે.
જો બ્લડી મેરી આવશે તો આ કાચમાં દેખાશે અને અમારી પર હુમલો કરશે.
૨૦ મિનિટ રાહ જોઈ રાજીવ સામે કઈજ ન આવ્યું ૨૧ મી મિનિટ થઈ ત્યાં જ મીણબત્તી હોલવાઈ ગઈ.
દેખીએ દોસ્તો શુ થઈ રહ્યું છે શુ સાચેમાં બ્લડી મેરી આવી ચૂકી છે અને આવી ગઈ છે તો તમે આ વીડિયો પૂરો જોજો.
લાવ ભાઈ માચીસ મીણબત્તીઓ સદગાવી દઉં.
રાજીએ પોતાના કેમરામેન સામે હાથ લાંબો કરી દીવાસળી માંગી પણ કોઈ અવાજ આવ્યો નહિ.
ઓય ક્યાં છે માચીસ લાવ.
રાજીવએ પોતાનો ફોન કાઢી ફ્લેશ ઓન કરી જોયું તો ત્યાં સામે કોઈ નહોતું તેનો કેમેરો ઓન હતો.
રાજીવને લાગ્યું એનો કેમેરામેન બહાર ટોઇલેટ ગયો હશે તેણે કોલ કર્યો પણ ફોન બંધ આવતો હતો.
યાર આ અહીંયા તો હતો હમણાં ક્યાં જતો રહ્યો એટલી વારમાં !!
કેમેરો પોતાના હાથમાં લીધો અને બોલવાની ચાલુ કર્યું,
હેલો દોસ્તો જેમ કે આ ડેયર ચાલી રહયો છે ત્યાં આપણો કેમેરામેન ના જાણે કયા જતો રહ્યો.
ઓય પ્રવીણ કયા ખોવાઇ ગયો?
રાજીવ પોતાના ફાર્મ હાઉસની બહાર આવીને બુમો લગાવવા લાગ્યો ત્યાં આજુબાજુ કોઈજ નહોતું.
સુમસામ એરિયામાં આવેલું આ ફાર્મહાઉસ રાજીવનું હતું આજુબાજુ એના ખેતરો હતા.
'સાલો બિકનો માર્યો ભાગી ગયો લાગે',
રાજીવ બોલતો બોલતો અંદર આવ્યો. અંદર આવતા જ તેની આંખો અરીસા તરફ ગઈ. તેણે જોયું કે,
મીણબત્તીઓ સળગતી હતી. ઓહ ગોડ આ શું ??
એની માને સાચેમાં જ આવી ગઈ કે શું? રાજીવએ પોતાનો કેમેરો ઓફ કર્યો અને ત્યાં જ બધુ મૂકીને પોતાની કાર ચાલુ કરી ઘરે ભાગ્યો.
સવારમાં ઉઠતાની સાથે તેણે જોયું તો તેના ફોનમાં પ્રવીણના ૨૮ મિસ્ડ કોલ હતા.
હેલો બી** તું રાત્રે હતો ક્યાં? મારી ફાટીને હાથમાં આવી ગયેલી,
લા હું તો ત્યાં જ હતો મેં કેમેરો સેટ કરીને વિચાર્યું કે થોડું આજુબાજુનો સીન લેતો આવું સ્ટેટસમાં મૂકી શકાય એવો.
સામે છેડેથી પ્રવીણએ કોલમાં કીધું.
સારું ચલ તું મળ મને હવે કાલની ચેલેન્જ આજે પુરી કરવી જ પડશે એકદિવસ તો લેટ થઈ ગયા આજે નહિ કરી શકાય માંરે કાલે વીડિયો અપલોડ કરવો જ પડશે.
ઘરે આવી જા સીધો તું, રાજીવએ કીધું.
નહાઈને નીકળ્યો એ પહેલાં પ્રવીણ એના ઘરે હતો.
આટલો જલ્દી આવી ગયો? ડોફ્ફા હું રાતનો સૂતો જ નથી તું તો આઈ ગયો કાર લઈને અડધી રાત્રે મારી આવતા લાંબી થઈ ગઈ.
ચાલતો ચાલતો ૮ કિલોમીટર આવ્યો ત્યાં એક ટ્રક મળ્યો અને આમ ફાટતી જ હોય તો ભય રહેવા દે ને,
જો હું તને સાચું કહું છું આ જે હું ઘોસ્ટ હન્ટર બનતો ફરું છું ને એ બરાબર નથી કોઈક દિવસ ઊધા ખાટલા છે આપડા,
બસ બે ચલ હવે તું આજની સ્ક્રીપ્ટ લખી નાખી હું રાતનું જે કઈ શૂટ થયું છે એ જોઈ લઉં કોઈક પાર્ટ જો કામ લાગે તો,
કેમેરો જોઈન કરીને રાજીવએ બધો ડેટા
પોતાના કમ્પ્યુટરમાં લઈ લીધા પછી વીડિયો ઓપન કર્યા પછી જોયું તો,
તેને અંદર કઈજ ના મળ્યું.
લા પ્રવીણ આમાં તો કઈ શૂટ થયું જ નથી.
તે રાતે વીડિયો તો ચાલુ કરેલો ને?
હાસ તો વળી કરેલો જ ને, જો કરેલો તો વીડિયો ક્યાં છે??
રાજીવએ કીધું.
તારા આ કેમેરામાં જ ભૂલ છે કા તો પછી રાત્રે સાચેમાં બ્લડી મેરી આવી'તી લાગે તારો વીડિયો લઈ જવા,
શુ ખબર એ પણ તારી જેમ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા માંગતી હોય કે મે કેમ કેમ એક ઘોસ્ટ હન્ટરની હવા કાઢી નાયખી.
પ્રવીણ હસ્યો, હા હા હા...
પણ ભય તું રાતે જબરો નાસ્યો હન... મને એમ હતું અત્યાર સુધી કે તું સાચે માં જ ઘોસ્ટ હન્ટર છું પણ તારી તો મારા કરતાંએ વધારે ફાટે છે.
બસ લા હવે બંધ કર આજે ગમે તે થાય વીડિયો શૂટ થવો જોઈએ એન્ગેજમેન્ટ જતું રે છે યાર પછી, અને વીડિયો પર વ્યુજ ઓછા આવે છે.
સારું ચિંતા ના કર ચલ સ્ક્રીપ્ટ હું બનાવી દઈશ તું બસ તારી પ્રિપેરેશન કરી નાખ અને યાર પ્લીઝ મારું એકાઉન્ટ જોઈ લેને,
મને પૈસાની જરુંર છે. મહિનાનો વચ્ચેનો દિવસ આવી ગયો હજી તે મને સેલેરી નથી આપી.
અરે હા !! હું તો તને કાલે જ આપવાનો હતો આ લે કાર્ડ આમાંથી ઉપાડી લેજે તારું બેલેન્સ,
રાજીવએ એટીએમ આપ્યું.
પ્રવીણએ લઈને ખિસ્સામાં નાખી દીધું વિના સંકોચ.
આજે બન્ને ફરીથી એ જ ટાઈમ પર પાછા ફાર્મ હાઉસ પર પોહચી ગયા.
રાજીવએ મીણબત્તી સડગાવી દીધી,
રેડી ને? બે વખત નજર મારી લેજે કાલ જેવું ના થાય.
ના થાય લા તું ચાલુ કરી દે,
રાજીવએ ઊંડો સ્વાસ્ લીધો. અરીસા સામે બેસી ગયો,
આંખો બંધ કરી અને ઘડિયાળમાં બરાબર ૨:૩૩ ના ટકોરે બોલવાનું ચાલુ કર્યું,
બ્લડી મેરી
બ્લડી મેરી
બ્લડી મેરી,
ત્રીજી વખત રી...બોલતાની સાથે જ પાછળથી પ્રવીણએ બૂમ પાડી ભાગ રાજીવ ભાગ,
રાજીવએ પોતાની આખો ખોલીને જોયું તું અરીસામાં કઈજ ના જોવા મળ્યું મીણબત્તી સળગતી હતી.
ઓ ઉભો રે,
કઈ નથી. રાજીવ પેલાની પાછળ ભાગ્યો અને પકડી લાવ્યો.
ભાઈ મા કસમ અરીસામાં મેં સફેદ સાડી પહેરેલી ખૂનથી લથપથ કોઈક જોઈ.
તે જોઈ તો મને કેમ ના દેખાઈ અને ચલ મારી જોડે અંદર કઈ જ નથી.
રાજીવ પ્રવીણને અંદર લઈ ગયો. બનેના અંદર જતા જ કોઈક અજાણ્યા રડવાનો અવાજ આવવા લાગ્યો,
હું તને કહું છું જતા રહીએ મને લાગે છે બ્લડી મેરી આવી ગઈ છે મારે નથી મરવું તું વીડિયો બનાવ અને જે કરે એ મારે જવું છે. પ્રવીણએ ઘણી કોશિશ કરી પણ રાજીવએ છોડ્યો નહિ.
જેમતેમ કરીને રાજીવ પ્રવીણને પાછો કેમેરા સુધી લઈ આવ્યો અને વીડિયો ફરીથી ઓન કર્યો.
તો ગાયસ જોયું તમે તમારી ચેલેન્જ ભાઈએ પુરી કરી ટાઈમ બરાબર ૩:૦૦ વાગ્યા છે અને કોઈ બ્લડી મેરી ફેરી અહીંયા નથી. રાજીવ....રાજીવ....ભઆઆગ...
પ્રવીણ આ વખત કેમેરો ત્યાંનો ત્યા એમનો એમ છોડી ભાગ્યો.
રાજીવ નીચે પડી ગયેલા કેમેરાને સીધો કરવા ઉભો થયો ત્યાં જ પાછળથી કોઈએ તેને ખેંચી લીધો.
રાજીવ બુમો પાડવા લાગ્યો બચાઓ બચાઓ....સમબડી હેલપ મી,
સફેદ સાડીમાં આંખો વગરની ભૂરા વાળ વાળી જેના મોઢામાંથી ટપકી રહેલા લોહીની ધાર રાજીવના મોઢા પર પડી
આ વખત કઇ જ બોલી ના શક્યો તેણે ઘણી બુમો પાડવાની કોશિસ કરી પણ પેલી સ્ત્રીએ તેના પર હુમલો કરી દીધો અને ખાચો ખાઈ ગઈ.
બહાર ભાગતા પ્રવીણનો પગ પકડીને જમીન પર જ ૪ થી ૫ વખત પછાડ્યો તેના શરીરના બધા હાડકા તૂટીને બહાર આવી ગયા અને મોઢું ઊંધું ફેરવાઈ ગયું.
ચાલી રહેલા કેમેરામાંથી બીપ બીપ અવાજ આવી રહ્યો હતો.
કેંડલ્સ બધી જ સળગીને અડધી થઈ ગઈ હતી અને સામે પડી રહેલા રાજીવના ફોનમાં સમય હતો ૩:૩૩....

ઓહ શીટ!!
સપનું હતું? રાજીવએ પોતાના ફોન તરફ નજર કરી અને જોયું તો સવારના ૯:૦૦ વાગી રહ્યા હતા. ફોન તેણે સાઈડમાં નાખ્યો અને આળસ કરતો કરતો ઉભો થયો.
ઉત્તર સાઈડ રહેલા બાથરુમમાં જઈને કાચ સામે ઉભો રાજીવ આજનું પ્લાનિંગ કરી રહ્યો હતો.
અમમ...આજે શુ કરવું છે ?? પાછળના વીડિયોમાં ઓછા વ્યુજ હતા ! કઈક તો કરવું પડશે રાજીવ નહિતર ચેનલ ડાઉન થઈ જશે ઇન્ડિયામાં ટોપ કરવાનું છે તારે.
પોતાની જાતને મનમાં સવાલ કરતા રાજીવએ બ્રશ કરી પોતાનું મોઢું ધોયું.
બેડ પરથી પોતાનો મોબાઈલ અને ડેસ્ક પર પડેલું લેપટોપ લીધું અને હોલમાં જઈને બેઠો.
મોમ કોફી !!
અરે આવી બ્રશ કર્યું તે? રાજીવની મમ્મી પોતાના હાથમાં મગ લઈને આવતા આવતા બોલી,
હા લાવ કરી લીધું.
રાજીવએ પોતાનું લેપટોપ ઓન કરી આજનું સ્ટેટીકસ જોયું લોકોની કોમેન્ટ વાંચી અને મગ મોઢે લગાવી કોફીની ચૂસકી ભરવા લાગ્યો.
કોફી પુરી થતા મગ ત્યાં જ નીચે મૂકી લેપટોપ બંધ કર્યું અને પોતાનો ફોન કાઢી પ્રવીણને કોલ લગાવ્યો.
હેલો?
હા બોલ સામેથી અવાજ આવ્યો.
શુ કરૂ છું આજે? જોબ પર જવાનો? રાજીવ બોલ્યો.
ના આજે તો સનડે છે ઘરે છું બોલ શુ કામ હતું? પ્રવીણએ પૂછ્યું.
તું આવ ઘરે આપણે આજે વીડિયો શૂટ કરવા જવું પડશે.
પણ...પ્રવીણ કઈક બોલતો હતો આગળ એ સાંભળ્યા પહેલ જ રાજીવએ ફોન કટ કરી દીધો અને સીધો પોતાના બાથરૂમમ ન્હાવા ચાલ્યો ગયો.
રાજીવ નહાઈને આવ્યો એ પહેલાં પ્રવીણ ત્યાં બેઠો ચા પી રહ્યો હતો.
પણ રાજીવ આજે તો સનડે છે યાર તારે આજે ક્યાં શૂટ કરવા જવું છે? આ વિકનો વીડિયો પૂરો થઇ નથી ગયો?
હા પતી તો ગયો છે પણ હું ઈચ્છું છું કે સનડે ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં તો કામ કરીએ એ સારૂ, રાજીવ એ જવાબ આપતા કહ્યું,
એ વાત તારી સાચી પણ હું તો તારી જેમ નથી રહેતો ને ઘરે !
તારે આવવું છે? રાજીવ પોતાની ટીશર્ટ પહેરતા પહેરતા સીધો જ બોલી ગયો.
ના ક્યાં કીધું છે ચલ હું આવું ઘરે જઈને રેડી થાવુ પડશે.
ઓકે ચલ હું હાલ્ફ અવર મા લેવા આવું.
પ્રવીણ પોતાના ઘરે ગયો અને રાજીવ પોતાના રૂમમાં જઇ પોતાના બન્ને કેમેરા કાઢ્યા.
મોમ?? બેટરી કયા છે?
ત્યાં જ હશે રસોડામાંથી જવાબ આવ્યો. નથી અહીંયા ફરીથી રાજીવએ બૂમ પાડી.
રાજીવની મમ્મી આવી અને રાજીવની કેમેરા બેગ ખોલી તેમાંથી ૩ બેટરી કાઢીને અકડાતી રાજીવના હાથમાં મૂકીને જતી રહી.
બધું સેટ કર્યા પછી રાજીવએ પેન અને પેપર લઈ આજનો ટોપિક સારી રીતે વિચારાય એમ કરી ધાબા પર જતો રહ્યો.
આશરે ૧૦ એક મિનિટ ઉભો રહ્યો પણ કંઈક જ મગજમાં ના આવ્યું એટલે એ કાગળને ત્યાં જ ડૂચો મારી ફેંકીને નીચે આવતો રહ્યો.
ચલ મોમ હું જાઉં છું. ઓકે તારા પપ્પાને કોલ કરી દેજે અને લેવા બોલાવે તો જતો રહેજે,
એ સારું ચલ.
રાજીવ પોતાની કારમાં બેસી પ્રવીણને લઈ આવ્યો હવે બન્નેએ નક્કી કરેલા સ્થળ પર પહોંચી ગયા.
આ શુ છે? પ્રવીણએ પૂછ્યું,
આ આજનું લોકેશન છે જો મેં વિચાર્યું છે કે આપણે હવે વીડિયો માટે કંઈક તડકતું ભડકતું કરવું પડશે.
મતલબ? પ્રવીણ થોડો ઉંચા સ્વરે બોલ્યો.
આજે રાત્રે આપણે અહીંયા આવીએ અને કંઈક સૂપર નેચરલ જેવું બતાવીશું જેમાં આપણે કોઈક અજાણી શક્તિથી લડીએ છીએ.
પછી બીજા વીડિયોમાં ક્લિયર કરી દેશું કે એ તો વહેમ હતો મારો,
જો ભાઈ તું જેમ કહીશ એમ પણ આવા વીડિયો વધારે ટાઈમ નથી ચાલતા શરૂઆતમાં થોડા વ્યુજ મળી જશે પરંતુ
આગળ જઈને ચેનલ ડાઉન થશે એટલે આપણે જે કોન્ટેન્ટ આપીએ છીએ એ જ ચાલુ રાખીએ.
ના ના લા કઈક તો કરવું જ પડશે હવે નવા જૂની
લોકો એકનું એક જોઈને કંટાળી જાય છે.
તું જેમ ઠીક સમજે એમ પણ બોલ શુ કરવાનું છે આજે?
બસ રિહર્સલ કરી લઈએ. મેં સાંભળ્યું છે કે આ જગ્યા પર કેટલાય લોકો મરી ગયા છે?
લોકો નહીં આ આખી સોસાયટી હતી આજથી ૪ એક વર્ષ પહેલાં પણ ના જાણે કોની નજર લાગી ગઈ.
એક પછી એક બધા મરી ગયા અને જે વધેલા એ બધા ઘર છોડીને બીજે જતા રહ્યા.
ઓહો શુ વાત છે મીન ઇટ્સ પરફેક્ટ ડેસ્ટિની ફોર અવર નેક્સ્ટ વીડિયો.
રાજીવ અને પ્રવીણ શહેરની જાણીતી ભૂતિયા જગ્યાએ આવ્યા હતા જ્યાં કહેવાય છે કે એક આદિવાસી સિક્યોરિટી ગાર્ડ બનીને આવ્યો અને પોતાની તાંત્રિક શક્તિઓથી બધાની આત્મા લઈ લીધી.
વાતો ખૂબ જ પ્રચલિત હતી પણ કોઈને સાચું લાગતું નહોતું.
એય છોકરાઓ કેમ અહીંયા આવ્યા છો?
રાજીવ અને પ્રવીણને જોઈને મોટી ઉંમરનો હટ્ટોકટ્ટો માણસ આવ્યો,
કઈ નહિ કાકા અમે તો ખાલીવીડિયો શૂટ કરવા આવેલા.
બન્નેએ જવાબ આપ્યો. કાકાના ચહેરા પર એક શાંતિ હતી જાણે એ બન્નેના આવવાથી રાજી હોય એમ,
કઈ નહિ જે કરવું હોય એ કરો પણ તમને ખબર છે ને આ જગ્યા કેવી છે?
હા કાકા અમેં સાંભળ્યું છે તમેં કોણ છો? પ્રવીણએ પૂછ્યું.
હું અહીંયાનો ગોરખો છું મને કામ માટે રાખેલો છે આ જગ્યાના મલિકએ આમ તો અમે કેરળના છીએ પણ ત્યાંથી અમને ભગાડી મુકેલા એટલે અહીંયા આવીને રહીએ છીએ.
બરાબર તો અમે આ બધીએ જગ્યા પર શૂટ કરી શકીએ ને?
રાજીવએ આજીજી કરતા કહ્યું,
હા કરી શકો છો પણ સાચવીને કરજો હન દીકરાઓ અહીંયા સારું નથી ઘણું બધું હું જાઉ છું અહીંયા આંબાની વાડીમાં મારું ઘર છે કઈક જરૂર પડે તો આવી જજો ત્યાં,
આટલું કહી પેલો કાકો ચાલ્યો ગયો.
રાજીવ અને પ્રવીણ હવે નિરાંતે પોતાનું શૂટ કરી શકશે એમ સમજ્યા પરમિશન મળી ગઈ છે એટલે.
ત્યાં આખી સોસાયટી હતી જેમાં નાના મોટા ૨૦ એક જેટલા મકાનો હતા અમુક ખંડેર બની ગયેલા તો અમૂક ઉપર કારોડિયાના ઝાડ હતા કેટલાક ઘરમાં તો પીપળા ઊંઘી નીકળેલા.
આ જો પ્રવીણ આ જગ્યા મસ્ત છે શૂટ કરવા માટે,
રાજીવ એ મોટા બંગલા તરફ નજર દોડાવીને કહ્યું,
બહાર ગેટ હતો જે કટાયેલા લોકથી બંધ હતો.
પ્રવીણએ જોયુ કે લોક તૂટે એમ છે પણ તૂટ્યું નહિ એટલે બન્ને દરવાજો કૂદીને અંદર જતા રહ્યા.
વૉવ ! જબર ઘર છે લા પ્રવીણએ રાજીવને કીધું.
આવું ઘર આપણું હોય તો મોજ પડી જાય રાજા રજવાડા જેવું છે.
સામેથી આવતું કૂતરું જોઈને રાજીવ બોલ્યો,
જો જો કૂતરું આવે છે જોરદાર સીન આવશે લઈ લે ફટાફટ.
પ્રવીણએ બેગમાંથી કેમેરો કાઢ્યો અને સીનેમેટિક શોટ લેવા લાગ્યો.
જો જે એન્ગલ બદલતો ના નેચરલ જ બરાબર આવશે.
કૂતરું રાજીવ જોડે આવીને એના પગ ચાટવા લાગ્યું,
કૂતરાને રાજીવએ પોતાના ખોળામાં લીધું અને ઘરમાં જવા લાગ્યો.
પ્રવીણ તુ એમ જ 4 એક વીડિયો ક્રિએટ કરી દેજે બરાબર!
હા તું ચાલવા લાગ,
રાજીવ ચાલતો ચાલતો ઘરમા ઘૂસ્યો ત્યાં જ કૂતરું ભસવા લાગ્યું અને ઉતરીને જતું બહારના ગેટ બાજુ ભાગવા લાગ્યું.
પ્રવીણએ કેમેરાને બંધ કરી દીધો. દરવાજો ખુલ્લો જ હતો.
બન્ને ઘરમાં ઘુસ્યા, અરે બાપ રે !!!
અંદર જોતા જ બન્નેની આંખો ફાટી ગઈ.
સામે બન્ને બાજુથી નીચે ઉતરવાની સિડી પર એક ઝાડએ પોતાની ડાળ વિખેરાવેલી હતી.
એ બધી ડાળ પર નાના મોટા ચામચીડિયા અવાજ કરી રહ્યા હતા.
નીચે સોફા પર અને ઠેર ઠેર માણસોના હાડકા લટકતા હતા જાણે કોઈએ જીવતા જ લટકાવેલા હોય અને એમ જ મરી ગયા હોય.
પ્રવીણ ફટાફટ કેમેરો ઓન કર આજે તો આપણે ટ્રેન્ડિંગ પર આવના,
રાજીવ ખુશ ખુશ થઈ ગયો.
એક હોલીવુડ ફિલ્મના લોકેશન જેવી જગ્યા તેની નજરમાં આવી ગઈ હતી આજે,
ભાય ભાગ યાદ આ જગ્યા ઠીક નથી માણસોના હાડકા લટકે છે ક્યાંક જો પોલીસના ચકકરમાં ભરાઈ ગયા તો મર્યા.
લા કશું ન થાય તારી આટલી ફાટે છે કેમ રાતે મેં સપનું જોયેલુ એમાં પણ તારી ફાટતી હતી.
ચલ હવે છાનીમાની અવાજ કર્યા વગર વિડીયો બનાવ તને ફ્રીમાં થોડું કામ કરાવું છું પૈસા નથી મળતા.
પણ...પ્રવીણ બોલવા જતો હતો ત્યાં જ રાજીવએ અટકાવી દીધો અને કેમેરો ચાલુ કરાવ્યો.
રાજીવ એક એક કરી લટકાવેલા માણસોના હાડકા પકડી રહ્યો હતો.
ત્યાં જ નજર એની નીચે જમીન પર પડી.
કાગળ !!!??
નીચે પડેલો કાગળ રાજીવએ ઉઠાવ્યો ધૂળ વાળો હતો એટલે સાફ કર્યો,
સાફ થતા જ તેમાં રહેલી તસ્વીર સાફ થઈ.
તે કાગળ પર માણસના હાથની છાપ હતી. એ કાગળમાંથી ઘણી જ દુર્ગધ આવી એટલે રાજીવએ કાગળને નીચે ફેંકી દીધું.
જેવું તેણે નીચે કાગળ ફેંક્યું ત્યાં જ તેના હાથમા એક જોરદાર ઝાટકો આવ્યો અને આખા જમણા હાથમાં નાના નાના કાણા પડવાનું શરૂ થયું.
એય એય....પ્રવીણ આ શું છે ??
રાજીવ ગભરાઈ ગયો ધીરે ધીરે તેના આખા હાથ પર નાના નાના કાણા પડી ગયા.
પ્રવીણ કઈક કર પ્લીઝ આ શું થયું લા,
મારો હાથ...
રાજીવ રડવા લાગ્યો.
ચિતરી ચઢે એવો હાથ થઈ ગયો. પ્રવીણને આવો હાથ જોઈને ઉલટી આવી.
કેમેરો તેણે ત્યાં જ નાખી દીધી અને ઓ...ઓ...ઓ કરતો કરતો બહાર નિકડી ગયો.
રાજીવને લાગ્યું પેલા કાગળથી જ કંઈક થયું હશે એ મેં ફેંક્યું ત્યાં જ આવું થઈ ગયું.
રાજીવ નીચે નમ્યો અને કાગળ પકડ્યું,
જે હાથ દોરેલો હતો એ હાથ પર તેણે આંગળી ફેરવી,
એને લાગયુ કે આ કાગળના કઈક પાવડર જેવું હશે અને તેનું આ વિચારેલું સાચું પડ્યું.
હાથમાં પેલી પ્રીન્ટનો પાવડર લાગ્યો ત્યાં જ એનો હાથ ઠીક થઈ ગયો.
રાજીવ ખુશ થયો અને પ્રવીણને કહેવા બહાર નીકળ્યો. ઓ જો મારો હાથ ઠીક છે કઈ જતો રહેલો તું??
તને હું આમ મૂકીને ભાગી જવા માટે લાવ્યો છું??
આ લે કેમેરો અને છાની માની મારી પાછળ આવ.
પણ રાજીવ તારો હાથ? હમણાં તો.
,શુ થયું છે મારા હાથને કશું નથી આ જો પેલા હતો એવો ને એવો જ છે ને?
હા હતો એવો તો છે જ પણ...
હવે પણ વણ વાળી ચાલ મારી જોડે ઉપર !!
પ્રવીણના એકેય સવાલના જવાબ આપ્યા વગર રાજીવ સીધો ઉપર ચાલવા લાગ્યો ફરીથી તેના હાથમાં રહેલું પેલું કાગળ છટકીને નીચે પડી ગયું.

ક્રમશ :