Daityaadhipati - 16 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૧૬

Featured Books
Categories
Share

દૈત્યાધિપતિ - ૧૬

સુધા બેઠી હતી. બાથરૂમમાં પાણી વહી રહ્યું હતું. પેલા 'શાવર' માંથી.
સ્મિતા એ એને બાથરૂમમાં પૂરી. તેના કપડાં ફાડી એને ઢોરની જેમ મારી, અને મરવા ફેકી દીધી. સુધા રળતી રહી. પણ એ બંધજ ના થાઈ ને. માર માર જ કરે. ક્યારે લાત મારે ક્યારેક ટુંબ લાઇટ પછાળે. પેલી સોટી હોયને. એ એના પગ પર જોર જોરથી પછાડે. અને હંટરથી તેના શરીરને લાલ કરી નાખે.

આ બાથરૂમમાં એક ટબ હતું.

એ ટબમાં સુધા બેસી હતી. અને સ્મિતા તેની સામે જોવે છે.

સુધાથી શ્વાસ નથી લેવાઈ રહ્યો. તેની છાતી લોહી - લુહાણ થઈ ગઈ છે. તેના પગ પર જુદા જુદા હંટરના આંકા છે.

'કેમ.. ' સુધા માંડ - માંડ બોલે છે. પણ અવાજ 'કુમ' જેવી આવે છે.

'જો તું હું જે કહું એવું નઈ કરેને, તો તારી જોડે જે કરીશ એ આનાથી પણ બત્તર હશે. એંડ યુ બેટર બિલિવ મી.'

સુધાની આંખોથી આંસુ જ નથી નીકળતા. ખબર, નઈ કદાચ સુકાઈ ગયા તા.

સુધા પાસે લાખ પ્રશ્નો છે. હજારો વિનંતિ છે. ટન જેટલો ગુસ્સો છે.. -પણ આ મારની સજા ભોગવી બધુ જાણે સુન્ન પડી ગયું છે.

આ શું છે, કેમ થાય છે, સુધાને કઇ ખબર નથી પડી રહી. પન્ના પર લખાતા શબ્દો તેનીજ પુસ્તકના છે, પણ તેના નથી.

'હવે ઊભી થઈ તૈયાર થઈ જા.' કહી તે રૂમની બહાર જાય છે. એક કાળું રંગનું કપડુ લાવે છે અને તેના મોઢા પર ફેકી ચાલી જાય છે.

સુધામાં હલવા જેટલી હાલત નથી. તેના લોહીથી પાણી પણ લાલ થઈ ગયું છે. બધી બાજુ એજ છે: પાણીજ પાણી.

અને જ્યારે એક પગ હલાયો ત્યારે..

એક ચીસ.

ફક્ત એક ચીસ.

એટલી જોરથી પાડી કે દીવાલોમાં પડઘા પડ્યા.

અને પછી ચાલુ થયું રુદન. આંસુ ચાર પડે ત્યાં તો સ્મિતા પાછી બાથરૂમમાં આવી. તેના મુખ પર લોહી હતું. તેના હાથ મુઠ્ઠીમાં પરોવાઈ ગયા હતા.

તેણે પકડીને જોરથી ઊભી કરી તેણે કપડાં લીધા. સુધા રડે ત્યાં તો સ્મિતા તેણે વેશવા લાગી.

એક લાંબુ કપડું હતું. તે પણ ચામડાનું. જેમ જ તેના પગ તે કપડાંમાં ગયા, તેમજ સુધા એ ફરી ચીસ પાડી. આ કપડાં એકદમ ટાઇટ હતા.

અને એમા આ આંકા..

સુધાથી ઊભું નતું રેહવાતું. આ કપડાં તેની ચામડીમાં ઠસતા હતા. ગળા સુધી લાવતાતો જાણે જમાનાની વાર લાગી.

સ્મિતા તેની તરફ થોડીક સહાનુભૂતિ થી જોવા લાગી.

અને તેણે ઊંડો શ્વાસ ધરી, થોડીક ધીમેથી તેના હાથ પકડ્યા.

'હવે ચાલવા લાગ.'

સુધાને બાથરૂમથી નીકળતા નતું ફાવતું. ટાઇલ્સ પર જાણે પડી જવાશે તેવું થતું. ક્યાંક થોડીક ધીમેથી તે રૂમમાં આવી. સામે એ ઊભો હતો.

નિસર્ગ/હરીશ/નિરત/દૈત્ય એ એક નવો સૂટ પહર્યો હતો. એ પણ કાળો. તેણે કોઈ અત્તર છાંટ્યું હતું, જે ખૂબ સુગંધિત હતું.

પછી સુધાએ સરખી રીતે જોયું તો ખબર પાડી કે સ્મિતા એ તેની જેવા સરખાજ કપડાં પહર્યા હતા.

'તું ગાડી સ્ટાર્ટ કર. આઈ એમ કમિંગ વિથ હર. એને વાર લાગશે.' આ સાંભળી નિસર્ગ/હરીશ/નિરત/દૈત્ય જતો રહ્યો.

જે માણસીય સહાનુભૂતિ સુધાએ સ્મિતામાં જોઈ તે નિસર્ગ/હરીશ/નિરત/દૈત્ય માં ન પારખી. તે તો એકદમ ખાલી હતો. તે એક મિનિટ માંટે સુધાને ભયાનક લાગ્યો.

જાણે પેહલા તો તે ખૂબ સારો લાગતો. તે દેખાવમાં તો હતોજ સુંદર પણ.. શું તેજ આ બધા પાછળ હતો?

આ વિચારતાજ સુધાને અવિરાજ યાદ આવ્યો. શું તેણે સુધા યાદ હતી? શું એ લોકો તેણે શોધી રહ્યા હતા?

અને આજ વિચારો કરતાં કરતાં તે ગાડી સુધી પહોંચી.

બીજી બાજુ આધિપત્યમાં અવિરાજ..