Doctor's Clause - Part 3 in Gujarati Fiction Stories by Jay Dave books and stories PDF | ડોક્ટર ની કલમે - ભાગ 2

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

ડોક્ટર ની કલમે - ભાગ 2

1)
ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો.

હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું,
પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં...

સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર...
કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા...
સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈ ને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો...


વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો ....


ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા...

હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું...

પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો...

ત્રણ હજારનું બિલ ને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો ? સુખદેવ બબડતો હતો...
ટેબલ સાફ કરતા સુખદેવે
ટેબલ પર પડેલો પેપર નેપ્કિન
ઉપાડ્યો...
બિઝનેસ ચલાવતા લોકોને
પેનથી પેપર નેપ્કિન પર
આંકડા માંડવાની ટેવ હોય
છે ...

નેપકીન ફેંકી દેતા પહેલાં
એનાથી
પેપર નેપ્કિન તરફ જોવાઈ
ગયું...
નેપ્કિન પર નું લખાણ વાંચી
સુખદેવની આંખમાં
ઝળઝળિયાં આવી ગયાં

તને ટીપ આપતાં જીવ ચાલ્યો
નહીં સુખલા.
આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે, એટલે અહીં જમવા
આવ્યા હતાં
સુખલા તું અમારી સાથે
જમતો ન હોય અને અમારે માટે, જમવાનું લાવતો હોય
એ કેવું લાગે ?
આપણે તો નાસ્તાના એકજ
ડબ્બામાંથી ભાગ
પડાવતા હતા ...સુખલા
આજે આ નોકરીનો તારો
છેલ્લો દિવસ છે
ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલું
કરવી પડશે
તે અંગેની તમામ જવાબદારી
તારે સંભાળવાની રહેશે
વર્ષો પછી ફરી આપણે સ્કુલમાં સાથે ડબ્બા ખોલી
ખાતા હતાં તેમ ખાઇશું

લિ.નવચેતન સ્કૂલના તારા
નામચીન દોસ્તો...

નીચે ફેક્ટરીનું નામ અને ફોન
નંબર લખેલા હતા.

અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને
સુખદેવે ચૂમીને છાતી સરસી ચાંપીને ખિસ્સામાં મૂકી દીધી.






2)

કયારેક એકલા ચાલવાનો સમય આવે ત્યારે ડરશો નહિ, કેમકે સ્મશાન અને સિંહાસન પર એકલા એ જ બેસવાનું હોય છે.
મરનાર ને રોવા વાળા હજારો મળી જાય છે, પણ જે જીવે છે એને સમજવા વાળા *એક પણ મળતા નથી.

સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી જાય છે ત્યારે બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે

ભગવાન પાસે સાંસારિક સુખ માંગવુ એટલે હાથે કરીને દુર્ગતિ કરવી, ભિખારી ને પણ એટલી અક્કલ હોય છે કે ભીખ મંદીર ની અંદર ના મંગાય.

પ્રભુ ને પ્રાર્થના કે - મને એવી સવાર આપો પ્રભુ કે હું તમારી પાસે થી કંઈ માગવાની જગ્યા એ તમે મને જે આપ્યુ છે તેને માણતા શીખુ

સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે હોય છે, પરંતુ આજનો મનુષ્ય પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે.

આજે આપણે પોતે શુ કરવુ તે કોઈને ખબર નથી પણ બીજા ને શું કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે.

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ પ્રતિમા ને પૂજનારો પથ્થર જ રહ્યો એ જોઈને દિલ રડી પડ્યું.

સુખ મળે પુણ્ય થી, પણ મળેલા સુખ ને વંહેચશો નહીં તો નવું પુણ્ય નહીં બંધાય.

પૈસા તો બધા કમાય છે, આશીર્વાદ પણ કમાવ, આશીર્વાદ ત્યાં કામ આવે છે , જ્યાં પૈસા કામ નથી આવતા.

કાળી શાહી થી લખો કે લાલ શાહી થી, અમુક યાદો કાયમ લીલીજ રહે છે
જય મહાદેવ