Pollen 2.0 - 47 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 47

Featured Books
Categories
Share

પરાગિની 2.0 - 47

પરાગિની ૨.૦ - ૪૭





શાલિની સમર માટે છોકરીઓ જોવાનું ચાલુ કરે છે. તેને યાદ આવે છે કે તેના એક જૂની અને ખાસ બહેનપણી છે જે અમેરીકામાં રહે છે અને તેની એક છોકરી છે. શાલિની તેની બહેનપણીને ફોન કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે તેની બહેનપણીના છોકરી ઈન્ડિયા આવી છે. શાલિની તેને મળવાનું નક્કી કરે છે.


બપોરે પરાગ સાથે લંચ કર્યા બાદ રિની સિમિતની કેબિનમાં જાય છે. સિમિત તેના આવકારતા કહે છે, આવ રિની... મારી નાની આ કેબિનમાં તારું સ્વાગત છે.

રિની- જે વાત હોય તે કહી શકે છે ફાલતુ બકવાસ કર્યા વગર....

સિમિત- તું પરાગ સાથે રહીને પરાગ જેવી જ થઈ ગઈ છે. એની વે... જરૂરી વાત છે એટલે અહીં બોલાવી..

સિમિત રિનીને રિપોર્ટ બતાવતા કહે છે, આ રિપોર્ટમાં એવું છે કે તું વાંચીને હેરાન રહી જઈશ... લે રિપોર્ટ જાતે જ વાંચી લે...

રિની તે રિપોર્ટ ખોલીને વાંચે છે.. એક ડીએનએ રિપોર્ટ હોય છે જે પરાગનો હોય છે. રિપોર્ટમાં લખ્યુ હોય છે કે પરાગ ‘શાહ’ ફેમિલીનો પૌત્ર નથી. ડીએનએ નવીનભાઈ સાથે મેચ નથી થતું..!

રિની વાંચીને હેરાન રહી જાય છે પરંટુ પછી વિચારે છે કે કદાચ સિમિતનો કોઈ નવો પ્લાન હોય..?

રિની સિમિતને કહે છે, આવું કરીને તારે જોઈએ છે શું?

સિમિત- એ તો તને ખબર પડી જશે.... પરંતુ તુ શું કરીશ??? પરાગ નવીનભાઈનો છોકરો છે જ નહીં...! એને આ કંપની છોડવી પડશે... એની પોઝિશન, પાવર... અને પૈસા પણ.... બિચારાએ કેટલી મહેનત કરી આ કંપની પાછળ.. અને હવે તેને કંઈ જ નહીં મળે...!

રિનીને સિમિત પર બહુ જ ગુસ્સો આવતો હોય છે પરંતુ તે કંઈ બોલતી નથી અને રિપોર્ટ લઈને ત્યાંથી જતી રહે છે.

જૈનિકાને ખબર હોય છે કે તેનો ફ્રેન્ડ સિમિત પાછો આવ્યો છે અને તે પણ નવા પાર્ટનર તરીકે... તેને સહેજ પણ નહોતુ ગમતુ.. તે હવે સિમિત સાથે વાત કરવાનું ટાળતી..!

રિની ગુસ્સામાં ત્યાંથી નીકળી જૈનિકા પાસે જઈને બેસી જાય છે અને વિચારતી હોય છે કે હવે શું કરવું..? શું સિમિતની આ વાત સાચી હશે? અને જો સાચી નીકળી તો??

જૈનિકા જોઈ છે કે રિની છોડી પરેશાન લાગે છે.. તે રિનીને પૂછે છે, શું થયુ રિની? શું વિચારે છે?

રિની જૂઠ્ઠું બોલતા કહે છે, કંઈ નહીં... નવી ડિઝાઈન મગજમાં નથી આવતી એના લીધે...

જૈનિકા- ઓહ... બસ આટલી વાત.... શું તું પણ ટેન્શન લે છે. તું ઘરે જઈ થોડો આરામ કર અને પછી જો તારું મગજ કેવુ દોડે છે...!

રિની- હા.. બરાબર કહે છે તુ... હું ઘરે જઉં... થોડો થાક પણ લાગ્યો છે...!

રિની નીચે જતી હોય છે કે પરાગ તેને ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે.

રિની પરાગની કેબિનમાં જાય છે. પરાગ તેની પાસે બોલાવે છે. રિની ચેરમાં હાથા પર બેસી પરાગને વળગી પડે છે.

પરાગ રિનીને પૂછે છે, કંઈ થયું છે તને?

રિની- ના... બસ થોડો આરામ કરવો છે તો ઘરે જ જતી હતી...

પરાગ- ઓકે... મેં આપણા બંનેના ઘરે આપણા મેરેજની વાત કરી છે.. બધાની ઈચ્છા છે કે આપણા ધામધૂમથી મેરેજ થાય... દાદી અને મમ્મી બંને આજે મૂર્હત કાઢવવા ગયા છે.

રિની- ઓકે... તો શોપિંગ ક્યારેથી ચાલુ કરીએ?

પરાગ- તમે કહો ત્યારે...!

રિની- ઓકે તો હું હમણા ઘરે જાઉં છુ.. કંઈ કામ આવે તો ફોન કરી દેજો..

પરાગ- હા.. બાય.. અને તને ના સારૂં લાગે તો ફોન કરજે..

રિની- હા, બાય...

રિની ઘરે જઈને ઉપર રૂમમાં જઈને બેસીને વિચારતી હોય છે કે આગળ શું કરવુ..? વાત સાચી છે કે ખોટી તે કેવી રીતે તપાસ કરાવવી..! તે વિચારતી વિચારતી સૂઈ જાય છે.


સિમિત ખુશ થતો હોય છે તીર બરાબર નિશાના પર વાગ્યુ હોય છે. સિમિત શાલિનીને ફોન કરી જણાવે છે કે કામ થઈ ગયું છે.

શાલિની તેની બહેનપણીની છોકરીને કંપની પર મળવા બોલાવે છે. તે છોકરી રિસેપ્શન પર વાત કરી શાલિનીની કેબિનમાં જાય છે. તેને જોતા જ શાલિની ઓળખી જાય છે અને કહે છે, ડેન્સી... વેલકમ..! શાલિની આટલું કહી તેને ગળે લાગે છે અને પૂછે છે, કેમ છે બેટા તું???

ડેન્સી- બસ એકદમ ફાઈન છુ આંટી..! તમે કેમ છો?

શાલિની- આઈ એમ ફાઈન...

શાલિની તેને બેસાડે છે અને બધુ પૂછે છે તેને કેમ ઈન્ડિયા આવવાનું થયુ.. ત્યારબાદ શાલિની ડેન્સીને લઈને સમર પાસે જાય છે... સમર તેના કામમાં વ્યસ્ત હોય છે. શાલિની સમરને કહે છે, બેટા.. જો તને મળવા કોણ આવ્યુ છે?

સમર- હા, મોમ...

સમર ડેન્સી બાજુ જોઈ છે પરંતુ તેને ઓળખી નથી શક્તો...!

શાલિની- ના ઓળખી? મહિમાઆંટીની છોકરી ડેન્સી છે... તમે બંને નાના હતા ત્યારે બહુ રમતાં હતા એકબીજા સાથે...!

સમર- ઓહ... ડેન્સી.. તું.....

ડેન્સી- યસ.. સમર.. યુ લુક ટુ હેન્ડસમ..

સમર- થેન્કસ... યૂ આર બ્યુટીફૂલ.. નાની હતી ત્યારે તો બે નાની ચોટલીઓ વાળીને ફરતી... હવે તો ખાસી બદલાય ગઈને... અમેરીકાનો રંગ લાગેને..!

ડેન્સી- યસ.. થેન્કસ...

સમર- અહીં કેમ આવવાનું થયુ?

ડેન્સી- ઈન્ટનશીપ માટે આવી છુ...

સમર- અમેરીકા છોડીને અહીંયા?

ડેન્સી- ઈન્ટનશીપ બહારની કંટ્રીમાં કરવાનું કહ્યુ છે.. અને મારે ઈન્ડિયા આવુ હતુ... ખાસાં વર્ષોથી હું નહોતી આવી..!

શાલિની- તો તું તારી ઇન્ટનશીપ અહીં કરી શકે છે.. સમર તને હેલ્પ કરશે..!

ડેન્સી- સાચેમાં?

શાલિની- અફ્કોર્સ....

ડેન્સી- થેન્ક યુ સો મચ આંટી....

શાલિની- તમે બંને વાત કરો... મારે થોડું કામ છે તો આપણે પછી મળીએ...!

તેનું કામ પતતા શાલિની ખુશ થાય છે કે આખરે તેના સ્ટેટ્સ વાળી છોકરી સમર માટે મળી..! સમરને શાલિનીનાં આ પ્લાન વિશે ખબર નથી હોતી...!


પરાગ અને રિનીનાં મેરેજનું મૂર્હત પાંચ દિવસ પછીનું નીકળે છે.

આશાબેન દાદીને કહે છે, આટલા દિવસમાં બધી તૈયારી કેમની કરીશું?

દાદી- તમે બહુ ચિંતા ના કરશો.. બધુ થઈ જશે...

દાદી પરાગને વાત કરે છે. પરાગ ઈવેન્ટ પ્લાનરનો કોન્ટેક્ટ કરી બધી વાત કરી લે છે. બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. પરાગ રિનીને ફોન કરી મેરેજની તારીખ કહી દે છે. રિની હા કહી દે છે પરંતુ તેને પરાગની ચિંતા હોય છે. કંપનીમાં પરાગ અને રિનીનાં મેરેજની વાત વાયુવેગે ફેલાય જાય છે. સિમિતને પણ આ વાત ખબર પડે છે તેને આ પ્લાન શરૂ થતાં પહેલા જ નિષ્ફળ જતો દેખાય છે.. તે તરત રિનીને ફોન કરે છે અને કહે છે, મેં સાંભળ્યુ છે કે તારા અને પરાગનાં ફરી મેરેજ થાય છે. ગુડ.. પરંતુ પરાગને ખબર પડશે કે તે નવીનભાઈનો છોકરો નથી.. ‘શાહ’ પરીવારનો વારસ નથી.. આ વાત જાણશે તો શું કરશે એ? તારી સાથે લગ્ન કરશે? વિચારું છુ કે કહી જ દઉં...

રિની- ના.... તું પરાગને કંઈ જ નહીં કહે.... તારે જોઈએ છે શું?

સિમિત- મને તો તું જોઈએ છે...

રિની- શું? નીચ માણસ....

સિમિત- થેન્ક યુ.... તારા મોં માંથી નીકળેલા અપશબ્દ પણ મને બહુ જ મીઠા લાગે છે... ઉફ...

રિની ફોન કટ કરી દે છે... તે ચિંતામાં આવી જાય છે કે જો પરાગને ખબર પડશે તો તેઓ તૂટી જશે...! માર કંઈક તો કરવું જ પડશે...! પરાગને આ વાતની જાણ ના થવી જોઈએ...!


દાદી રિનીને તેના ઘરે મોકલી દે છે અને કહે છે, મેરેજ પહેલા છોકરીએ તેના ઘરે જ રહેવાનું હોય..! ફક્ત પાંચ દિવસ માટે જ પરાગ અને રિનીએ અલગ રહેવાનું હોય છે છતાં તેઓ એકબીજા વગર રહી નથી શક્તા હોતા..! તેઓ રાત્રે છુપાયને મળવાનું નક્કી કરે છે. ઘરે બધા સૂઈ ગયા બાદ રિની ધીમાં પગલે ઘરની બહાર નીકળી જાય છે અને સોસાયટીનાં ગેટ પાસે ઊભી રહી જાય છે. પરાગ તેને લેવા આવે છે. બંને લોંગ ડ્રાઈવ પર નીકળી પડે છે. આખી રાત તેઓ ફરે છે, ખાય છે અને એકબીજાનો સાથ માણે છે. વહેલી સવારે પરાગ રિનીને ઘર સુધી મૂકવા જાય છે... ઘરની બહાર રિની અને પરાગ ઊભા હોય છે અને રિની પરાગને હગ કરી બાય કહેતી હોય છે કે રિનીનો ભાઈ જે જેતપુરથી અમદાવાદ આવ્યો હોય છે તે રીક્ષામાંથી ઊતરીને ઘર તરફ જતો હોય છે અને રિનીને જોઈ છે.. તે જોઈ છે કે રિની કોઈ છોકરાને ગળે વળગીને ઊભી છે. તે ફટાફટ ચાલતો ત્યાં જાય છે અને રિનીને કહે છે, રિની આ બધુ શું છે?

રિની પરાગથી છૂટી પડીને પાછળ ફરીને જોઈ છે અને તેના ભાઈને જોતા કહે છે, ભાઈ તમે અહીં?

મિહીર- આ કોણ છે? અને રસ્તા વચ્ચે ઊભા રહીને તું આ શું કરતી હતી?

રિની- આ પરાગ છે... મારા હસબન્ડ...

મિહીર- હસબન્ડ?? તે ઘરે કહ્યા વગર જ લગ્ન પણ કરી લીધા...?

રિની- હા... કોર્ટ મેરેજ... પાંચ દિવસ પછી ધામધૂમથી છે... પપ્પાએ તને ના કહ્યુ..? મમ્મીએ કાલે જ પપ્પાને ફોન કરીને કહી દીધુ છે..

મિહીર- દાદાને ખબર પડશેને તો તારી આવી બનશે...

પરાગ- એક મિનિટ... તમે બંને આમ ના લડશો... પહેલા અંદર ચાલો ઘરે પછા બધી વાત...

ત્રણેય ઘરો અંદર જાય છે. રિની તરત મિહીરને કહે છે, દાદાને ખબર છે અમારા મેરેજ વિશે....

પરાગ મિહીરને બધી વાત જણાવે છે. મિહીર પહેલા તેમના મેરેજથી નારાજગી અને વિરોધ દર્શાવે છે પરંતુ પછી આશાબેન અને રિનીની દલીલથી માની જાય છે.

પરાગનાં ગયા બાદ મિહીર રિનીને પરાગ વિશે બધુ પૂછે છે અને કહે છે, આજે મને તારી કંપની પર લઈ જજે..!

દસ વાગ્યે રિની મિહીરને લઈને કંપનીએ જાય છે. કંપની જોઈને મિહીર જોતો જ રહી જાય છે. બધુ જોયા બાદ મિહીરને પરાગ રિનીને માટે વ્યવસ્થિત લાગે છે. રિનીને કામ આવતા તે મિહીરને કહીને નીચે જાય છે. મિહીર ડિઝાઈન કરેલા કપજાં જોતો હોય છે કે તેની નજર જૈનિકા પર પડે છે. તેને એક જ નજરમાં જૈનિકા ગમી જાય છે. તે સીધો જૈનિકા પાસે પહોંચી જાય છે અને પૂછે છે, એક્સક્યૂઝ મી... તમારું નામ?

જૈનિકા મિહીર તરફ જોઈ છે અને કહે છે, તમે કોણ?

એટલામાં રિની ત્યાં આવી જાય છે અને મિહીરને કહે છે, ભાઈ.. તમે અહીં શું કરો છો?

મિહીર- કંઈ નહીં..

રિની જૈનિકાને કહે છે, સોરી.. આ મારા મોટા ભાઈ છે... મિહીર..

મિહીર- હાય... આઈ એમ મિહીર દેસાઈ...

જૈનિકા- હાય... હું જૈનિકા...

રિની- ભાઈ.. ચલો ઘરે...

મિહીર- હા...

બંને ગાડીમાં ઘરે જતા હોય છે ત્યારે મિહીર રિનીને જૈનિકા વિશે બધુ પૂછતો હોય છે... રિની સમજી જાય છે કે ભાઈને જૈનિકા ગમી ગઈ છે.

આ બાજુ ડેન્સીને પણ સમર ગમવા લાગ્યો હોય છે. ઓફિસમાં તેઓ સાથે જ કામ કરતાં... સમર તેને બધુ કામ સમજાવતો... ડેન્સીને સમર સાથે ઘણું સારૂં લાગતુ..!


પરાગ અને રિનીના મેરેજની તૈયારીઓ થવા લાગે છે. બંનેનું શોપિંગ પણ થઈ જાય છે. મેરેજ માટે પરાગે આખો રિસોર્ટ બુક કરાવ્યો હોય છે જે શહેરની બહાર હોય છે. બધા ફંક્શન તે રિસોર્ટમાં જ હોય છે.

સિમિત ઈચ્છતો હોય છે કે આ મેરેજ ના થાય... તેથી તે શાલિનીને ફોન કરી કહે છે કે ગમે તે થાય તમે આ મેરેજ ના થવા દો...! શાલિની વિચારતી હોય છે કે કેવી રીતે તે આ મેરેજ ના થવા દે... તેને ખબર હોય છે કે મેરેજ રોકવાનો પણ કોઈ ફાયદો નથી કેમ કે પરાગ અને રિનીનાં મેરેજ કાયદેસર થઈ ગયા છે.. આ તો ફક્ત તેમની ઈચ્છા પ્રમાણે ધામધૂમથી કરવા માંગતા હોય છે તેથી તેઓ કરતાં હોય છે... છતાં પેલા શેર હાથમાંથી જતા ના રહે તેથી તે સિમિત કહે તે પ્રમાણે કરવાનું વિચારે છે.

મેરેજનાં બે દિવસ પહેલા મહેંદી ફંક્શન હોય છે... રિની હમણાં તે વાત ભૂલી તેનું મેરેજ એન્જોય કરવા માંગતી હોય છે.

સવારે મહેંદી ફંક્શન હોય છે અને સાંજે સંગીત હોય છે. શાલિની મેરેજ રોકવા માટે તેનુ શેતાની દિમાગ દોડાવવાનું ચાલુ કરી દે છે. તેના શેતાની દિમાગમાં આઈડીયા પણ આવી જાય છે.




ડેન્સીનાં આવવાથી સમર અને નિશાનાં રિલેશનમાં કંઈ ફરક પડશે?

શું શાલિની પરાગ અને રિનીનાં મેરેજ રોકી શકશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૮