પણ જેનાં ભાઈ મરે..... ભવ હારીએ..... જેની બેની મરે ને દશ જાય....
જેનાં બાળપણ માં માવતર મરે..... અરે રે... એને ચારે દશું ના વા વાય......
હે માડી હું તો જોવું છું એક બેનડી ની વાતડી....
માડી મારે નથી એક માની જાયી બેન રે..., મારી મેલડી માં
બેનડી માટે માં તારી પાસે વિનવું .....
માડી હૂતો જોવું રે રાખડીનાં દોરા ની વાટડી....
માડી મને રાખડી ની બાંધનાર દઈ દે ને રે..... મારી મેલડી માં
બેનડી માટે માં તારી પાસે વિનવું....
માડી મારે રક્ષાબંધન નાં દીવસો આવશે રે......
માડી મારે જોશે રે રાખડી બાંધનાર ની જોડ રે...., મારી મેલડી માં ....
બેનડી માટે માં તારી પાસે વિનવું....
માડી મારે માંડવડે જવતલ હોમવાનાં કોડ રે.....
માડી હું તો કોના રે મેમાનો ને આવકરા દઈશ રે.... મારી મેલડી માં... બેનડી માટે માં તારી પાસે વિનવું..
જેમ ચંદ્ર વિના તડપે રાત્રી .......
જેમ જળ વિના તડપે ઓલી માછલી.... એમ બેનડી વિના તડપે ભાઈ...
✍🏽......Raku Makwana
એમ કહેવાય છે સાહેબ કે ભાઈ બહેન એક આ દુનિયામાં એક જ એવો સબંધ છે જે નિસ્વાર્થ ભાવે નિભાવવામાં આવે છે...
એમાં નહિ કોઈ માંગણી કે નહીં કોઈ અપેક્ષા, ફક્ત લાગણી નાં ભાવે બંધાયેલો આ પ્રેમ છે,
ભાઈ બહેન નો પ્રેમ મળવો એ કોઈ સામાન્ય વાત નથી સાહેબ, એતો નશીબ માં હોય એને મળે બાકી લાખ કોશીસ કરી ના મળે, બહેન એ એક એવું ફુલ છે જે દરેક ભાઈ ના બગીચામાં નથી ખીલતું......🥺
ભાઈ એ બહેન માટે ગમે એટલું કરે સાહેબ ક્યારેય એનું ઋણ ના ચૂકવી શકે કારણ કે બહેન એ એક માં નું બીજું રૂપ હોય છે. માં પછી જો માં જેમ કોઇ પ્રેમ આપી શકતું હોય તો એ બહેન જ છે સાહેબ પપ્પા પણ આ પ્રેમ નથી આપી શકતા, ભાઈ બહેન નાનપણ માં ખુબ મસ્તી કરતાં હોય છે , ખુબ લડાઈ કરતાં હોય એક બીજા સાથે ખુબ લડે એક બીજાને બોલાવે નહિ ક્યારેક તો રિસાઈ ને બેસી જાય પણ પાછા એજ એક મિનિટ પણ એક બીજા વગર રહી નો શકે .. દીદી ઓલું આપ તો ભાઈ આ લઈ આપને બસ આવી નાની વાતો સાહેબ ક્યાં ચાલી જાય કંઈ ખબર ના રહે... જોતજોતામાં બહેન નાં માંડવા રોપાવાનો સમય આવી જાય બાળપણ ક્યાં ચાલ્યું જાય કાંઇ ખબર ના પડે ભાઈ ને હરખ નો પાર ના હોય સાહેબ .... કેટલાંક ના જીવન માં આ એક સપનું જ બનીને રહી જાય છે, ભાઈ પોતાની બહેન ને ખુબ ચિડવતો હોય તો સાસરે જઈશ તે દિવસે હું ખૂબ રાજી થઈશ આવું કહી પોતાની બહેન ને સાહેબ ધાર ધાર આશું એ રડાવતો હોય છે...
એજ ભાઈ સાહેબ બહેન નાં માંડવાની પલીપા છાના ખૂણે આંશુ વરસાવતો બેઠો હોય છે... પોતાની લાડલી જેનાં વગર એક પણ મિનિટ ના રહી શકતા હોય એ આજ આજીવન હંમેશા ને માટે પોતાનું ઘર, પોતાનાં પરીવાર ને , પોતાનાં લાડલા વીર ને છોડીને ચાલી જવા નીકળતી હોય ત્યારે સાહેબ એક એ ભાઈ અને બીજો એ દીકરી નો બાપ આ બે ને સાંભળવા બહુ મુશ્કેલ થઇ જતાં હોય છે ,
બહેન પોતાની દશ આંગળી વડે ઘરના દરવાજે સહી કરી પોતાના પિતા ને કહેતી જાય છે પપ્પા આજથી આ ઘર ઉપર મારો કોઈ અધિકાર નથી આજથી આ સંપતિ બધી મારા લાડલા ભઈલા ના નામની કરતી જાઉં છું..
નશીબ માં હોય તો સાચવી લેજો સાહેબ આવી ત્યાગ રૂપી જોગમાયા તો આગલા કોઈ જન્મ નાં પૂણ્ય કર્યા હોય ત્યારે જ મળે છે ......
બહેન એ એક ઈશ્વર તરફથી મળતો અમૂલ્ય પ્રેમ છે અમૂલ્ય ભેટ છે ....
ભગવાન તારી પાસે એકજ દુવા કરીશ મારી લાડકી બહેન ને સદાય ને ખુશ રાખજે 🙏 એનાં દુઃખ બધાં મને આપજે .....🙏
Love YouH Diduuu 😘
Raku_Makwana7945