ટૂંકમાં કહું તો: અમને ઘર ગોતતા ૪૭ મિનિટ લાગી.
ક્યારે સાંભળ્યું છે ઘર 'હાઇવે' પર હોય અને પછી ખબર પડે કે ઘર હાઇવે પર નહીં, તેની ૩૬ કિલોમિટર દૂર નારિયળના ટ્રી ફોરેસ્ટમાં ક્યાંક હોય? એ પણ પાંચ મિનિટની દૂરી પર. સાવ ગામના છેડે, બટ અ સાઇટ ટુ બીહોલ્ડ.
કાચા રસ્તા સામે મોટી દીવાલ. દીવાલમાં એક મોટ્ટો દરવાજો. દરવાજામાં હજ્જારો લોકસ. તાળાં ખોલતા આગળ વધો એટલે મહેલ દેખાય. મહેલ હશે ત્રણ માળનો. અને મહેલ પણ એકદમ યુરોપિયન. ફ્રેંચ મહલો જેવો. પથ્થરથી બન્યો હતો, તેની પર રોઝ ગોલ્ડ કલર હોત પણ વર્ષો દેખ-રેખ વગર તો સાવ ગંદો લાગે. મહેલના દરવાજા પર કોઈ તાળું નહીં. પાછળ એક નાનો ખાલી ખાડો, પાણી ભરી પૂલ બનાવવા.
મહેલનો દરવાજો ખોલો. ચાર માળ પછીતો સીલિંગ આવે. બધી બાજુ ચિત્રજ ચિત્ર, એ પણ યુરોપિયન લિપિંના. એક બે સોફા, પણ ગુજરાતી, અને સામે જોવોતો મોટ્ટા સ્ટેર્સ. પગથિયાં પથ્થરના. તે પગથિયાં બે સ્ટેર્સમાં ફંટાય. એ પણ મોટ્ટા પગથિયાં. ઉપરનો ઝુમ્મર તો જાણે ગાયબ જ થઈ ગયો હોય. અને હવા: આગની.
આ મહેલમાં આવતાજ ક્રિયા આખા મહેલમાં દોડવા લાગી, આમ ત્યાં, બધેજ. તનીષા પુછે તો કહે અહી કઇ બળી રહ્યું છે. પણ ના, અહીં કઇ નથી બળતું. આ જગ્યાની સ્મેલજ એવી છે.
પેલો ડ્રાઇવરતો આ સાંભળી ભાગી ગયો. પછી ક્રિયા સ્ટોપ થઈ મને બોલી:
'ઓહ માઈ ગોડ શ્રુતિ! આ ઘર છે કે કબાડખાનું!'
'આઈ મીન, છેલ્લા કેટલાઈ વર્ષોથી અહીં કોઈજ નથી આવ્યું -'
'લાઇક, અહીં તો ભૂતો પણ આવતા ડરતા હશે.' નિષ્કા બોલી.
'હા.. હા.. ભૂતોને તો શોખ થાય છે સ્મશાન છોડી આવા થર્ડ ક્લાસ ઘરમાં આવવાનો.' ક્રિયા ગુસ્સે થઈ બોલી.
'ઓહ, અફ કોર્સ, તારાથી વધારે કોણ જાણતું હશે ડાકણોને?'
'સાવ સહલો પ્રશ્ન, તું, બીજુ કોણ?'
'ક્રિયા, યાદ છે ને અહીં કોની સ્પોન્સરશીપથી -' તનીષા.
'તે મે કીધુ તું.. હેં હું બોલવા આઈ'તિ તારા માથામાં કે અમને સ્પોન્સરશીપ આપ.'
'ય'ઓલ જસ્ટ શટ અપ, કૂડ યૂ?' મે જોરથી પૂછ્યું.
અને પછી બધા શાંત થઈ ગયા.
'જોવો, અહીં કઇ ખાવાનું નથી. નજીકની રેસ્ટરા ચાર કે પાંચ કિલોમીટર - એમ દૂર છે. અહીં પાણી પણ નહીં હોય, ડેડ એ કોઈ વોટર ટેન્કર વાળાને બાથરૂમમાં ટાંકી ફિટ કરાવવા બોલાવવાનું કહ્યું હતું. હું એમની જોડે વાત કરી લઉં. એન્ડ ધેન, આપણે આપણી ભૂત ડાયરીસ સ્ટાર્ટ કરીશું.'
તનિષ્કે માથું હલાવ્યું. અને ક્રિયા સીલિંગને જોઈ રહી.
'અહીં કઇ ફર્નિચર નઈ હોય ને? એ પણ લાવવું પડશે.'
'ના. બ્રિટિશ રાજ વખતના બેડ્સ અને ટેબલ હશે -'
'ના ભાઈ ના, મર્દા જ્યાં ઊંઘે ત્યાં હું ના ઊંઘુ. હોસ્પિટલ હતી ને આ પેલા -'
'ઓહ કમ ઓન નિષ્કા, એવું કઇ નઈ. કેટલા વર્ષો થઈ ગયા -'
'હ નિષ્કા, બેક્ટેરિયાને વાઇરસને પણ આવા થર્ડ - ક્લાસ ઘરોમાં રેહવું ન ગમે.'
'ક્રિયા.'
'હું સે?'
'આ થર્ડ - ક્લાસ ઘરને થર્ડ - ક્લાસ કહવાનું બંધ કર.'
'તું કે તો નામ બદલું પણ આને થર્ડ - ક્લાસ કીધા વગર મને નહીં ચાલે.'
'બદલી નાખ. બુધ્ધિવગરની રાખી દે, સૂટ થશે.'
'એમ.. -'
'પ્લીઝ, આપણે જઈએ?' તનીષા બોલી. એના ફોનને જોતાં. જરૂર નેટવર્ક નહીં આવતું હોય.
મે દરવાજો ખોલ્યો. લોક કર્યો. પછી તનીષા બોલી, 'અહીં ચાર્જિંગ કેબલતો નહીં હોય ને?'
'ના. છે ને. પણ ઓછા વૉલ્ટના.' એટલું કેહતા હું ઝાંપા સુધી પોહંચી.
ત્યાં તો ઝાંપા આગળ એક છોકરો ઊભો હતો. સાઈકલ પર.