એક પૂનમની રાત
પ્રકરણ-18
પેલી યુવતીનાં પ્રેતને દેવાંશને કહ્યું મારી સદગતિ કરાવતાં પહેલાં તારી બહેનની કરાવ એણે તારાં ખાસ મિત્ર મિલીંદને મારી નાંખ્યો અને બિહામણું રૂપ કરીને અદશ્ય થઇ ગઇ. મીલીંદના અપમૃત્યુ માટે મારી બહેન જવાબદાર છે ? એણે પેલી યુવતીનાં પ્રેતને બૂમ પાડી...ઓ... એય તું ક્યાં જાય છે મને સાચી વાત સમજાવ હું ખાસ એનાં જ માટે આવ્યો છુ. આમ તારી તડપ અને તારાં આં પ્રેત યોનીનું નીવારણ હું કાઢીને રહીશ. તું મારાં મિત્રનાં અકસ્માતે થયેલાં મૃત્યુ માટે મારી દીદીનું નામ કેમ લે છે ?
થોડીવાર પાછી બધે શાંતિ પથરાઇ ગઇ. દેવાંશ એની હાજરીથી થોડો ગભરાયેલો જરૂર પણ હવે એને અંગારી દીદી અને મીલીંદનાં મૃત્યુનું રહસ્ય જાણવું હતું વળી એનુ મન આ અજાણ્યા યુવતીનાં પ્રેત તરફ ખેંચાઇ રહેલું.
દેવાંશ ફરીથી આહવાન કર્યુ કે અહીં આવ મારે જાણવું છે. એણે સમય જોયો તો બપોરનાં 4 વાગી ગયાં હતાં એને થયું આટલીજ વાતમાં 2 થી 2।। કલાક થઇ ગયાં ? 4 વાગી ગયાં છે એણે કહેવું સાંજે મારું રૂપ અને શક્તિ બદલાઇ જાય છે. એનો અત્યારેજ ફરીથી સંપર્ક કરવો જરૂરી છે.
દેવાંશે વારંવાર આહવાન કર્યુ તમે જે જીવ છો જે પ્રેત છો હાજર થાવ મને કોઇ ડર નથી મારે તમારી પાસેથી જાણવું છે.
ક્યાંય એનાં કહેવાનો અને આહવાનનો ઉત્તર નહોતો બધું શાંત થઇ ગયું હતું દેવાંશે ફરીથી આંખો મીંચી પુસ્તકમાં વાંચેલા ઉપાયો યાદ આવ્યાં એણે ફરીથી ધ્યાન ધરીને આહવાન કર્યું.
ત્યાં જાણે વંટોળ આવ્યો હોય એમ એકદમજ પ્રબળતાથી પવન ફૂંકાયો ધૂળની ડમરીઓ સર્જાઇ ગઇ અને પછી કોઇ સામે ના આવ્યું અને માત્ર અવાજ આવ્યો તું અત્યારે નાહકની મહેનત કરે છે અહીંથી ચાલ્યો જા મારે તારી સાથે વાત નથી કરવી.
દેવાંશે કહ્યું પણ હું તમને મળવાંજ આવ્યો છું તમારી પાસેથી મારે નીવારણ લાવું છે તમે મારી બહેન અંગારી અને મીલીંદ વિશે કેવી રીતે જાણો છો ? તમે તો મારી રાહ વરસોથી જોઇ રહ્યાં હતાં એવું કીધુ પછી અદશ્ય કેમ થાવ છો ? જ્યારે હું સામેથી તમને મળવા આવ્યો છું તો શા માટે મારાંથી ભાગતા ફરો છો ? સામે આવો.
પેલી યુવતીએ સામે આવ્યા વિના માત્ર વાર્તાલાપ કરતાં કહ્યું તું મને અહીં મળવા આવ્યો છે એ તારાં કામથી ભલે આવ્યો પણ તું મારી પાસે ખેંચાઇ આવ્યો છે મારી વરસોની તડપ તને અહીં લઇ આવી છે. આટલી વાત જાણ્યાં પછી તને કોઇ એહસાસ નથી ? તને કંઇ યાદ નથી ? પાછું રડવાનો અવાજ આવ્યો.
હું પળ પળ તારી આસપાસ તારાં ઘરમાં હોઉં છું તારી લાઇબ્રેરીમાં કલાકો તારી બાજુંમાં બેસી રહું છું તને જોયાં કરુ છું તારાં જીવનમાં ઘટતી ઘટનાઓની મૂક સાક્ષી છું પણ હવે હું સામે નહીં આવું કારણ કે તને મારો કોઇ એહસાસ નથી કોઇ યાદ તને યાદ નથી આવતી તારી સમક્ષ પ્રગટ થઇ પણ તારાં મનનાં કોઇ પ્રતિભાવ નથી તું મને આ યોનીમાં ભટકવા એકલી મૂકીને દેવાંશ તે બીજો જન્મ લઇ લીધો હું ભટકતી રહી ગઇ.
તારે જાણવું છે તારી અંગારી દીદી અંગે ? આજે આઠમ છે હવે પછી એક અઠવાડીયા પછી પૂનમ આવશે. પૂનમની રાતે હું મારાં સંપૂર્ણ અસલ રૂપમાં આવું છું મારું અસલ રૂપ જોવું હોય તો હૈયે હામ ભરી હિંમત રાખીને મળવા આવજો તને બધાં જન્મ યાદ કરાવી દઇશ.
તું પુસ્તકો વાંચી અને અગોચર શાસ્ત્ર અને પુસ્તક બાંધણી અને બાંધકામ... પુરાત્વ શાસ્ત્ર વિશે ભણે છે કેમ ? તેં એ ભણવાનું પસંદ કર્યું ? શા માટે તને આવી વિદ્યાઓમાં રસ છે ? એનું કારણ હું છું મારું ખેંચાણ છે. મારાં સુધી પહોચવા માટેજ તને આવું સૂજે છે ભણે છે વાંચે છે.
તું મને સંપૂર્ણ રીતે નહીં મળી જાય ત્યાં સુધી તારાં જીવનમાં વિચિત્ર ઘટનાઓ બન્યાજ કરશે. આજે એટલું કહુ છું તારી અંગારી દીદીનો આત્મા તમારાં ઘરમાંજ ભટકે છે ત્યાંજ આસપાસ ફરે છે રહે છે. તમને લોકોને એહસાસ નથી એ નાનકડી ઉમરમાં મૃત્યુ પામેલી તારી બહેનનો આત્મા પ્રેતયોનીમાં રીબાઇ રહ્યો છે. તારી માંજ એનો એહસાસ કરે છે તારાં પાપાને એની ખબર નથી કિંમત પણ નથી તેઓ આ બધામાં માનતાં નથી મને ખબર છે.
તારે જાણવું છે ને અંગારી તારી માંના હાથમાથી છટકી બાઇક પરથી પડી ગઇ એની ખોપરી ફાટી ગઇ હતી પણ એનો જીવ એની નીકળી ગયેલી આંખોમાં સ્થિર થઇ ગયેલો એ તારી મંમી અને પાપાનેજ જોઇ રહેલી એને મરવું નહોતું છતાં મૃત્યુ આવી ગયું એનો જીવ ભટકતો થયો. તારી માં એ એ દિવસે માં મહાકાળી માનતા પુરી કરવા જઇ રહેલાં અને રસ્તામાં અકસ્માત થયો એ નાનકડી છોકરી એની જીવવાની આશા અને વાસનામાં તારી માં સાથે ઘેર આવેલી એનું શરીર છૂંદાઇને ટુકડે ટુકડા થયું હતું માત્ર થોડાં દિવસ રડીને બધાં ભૂલી ગયાં. તારી માં તડપતી રહી એને તારી બહેન અંગારી ખૂબ યાદ છે વારે વારે તારાં પાપાને કહે છે પણ એ વાસ્તવિક્તામાં જીવતાં નાસ્તિક માણસ ? એની પાછળ ના માનતા પૂરી થઇ ના કોઇ વિધી વિધાન.
તને યાદ છે ? તારો તો જન્મ પણ નહોતો એ પહેલાની આ વાતો છે. તને તો હું પણ યાદ નથી મારો એહસાસ નથી માત્ર કૂતૂહુલ અને જીજ્ઞાસા સાથે બધાં શાસ્ત્રો અને ગ્રંથો વાંચે છે.
એક વાત વધારે કહી દઊં તું જે અગોચર શાસ્ત્ર વાંચે છે એનું 99 નંબરનું પેજ વાંચજે આગળ ઘણું સમજાઇ જશે. હવે મારો સમય પુરો થયો મોડું થશે તો તને પણ તકલીફ પડશે. ચેતતો રહેજે તું સાવધાન રહેજે હજી ઘણાં કોયડા ઉકેલવાનાં આવશે મને મળવું હોય ફરીથી તો પૂનમની રાતે આવજે.
જીવનમાં ઘણી પૂનમની રાત આવશે તું ક્યારે આવશે મને ખબર નથી પણ એ એક પૂનમની રાત બધાંજ રહસ્ય ખૂલ્લા પાડશે. પ્રેતયોનીમાં આવ્યાં પછી મારું કોઇ ભાગ્ય નથી પણ તું તો બીજો જન્મ લઇને આવ્યો છે. તારું તો ભાગ્ય નક્કી છે અને તારાં ભાગ્યમાં મારો ભાગ છે એટલું યાદ રાખજે. તું જ્યારે આવે ત્યારે એકલોજ આવજે જો તારી સેના-પલટન લઇને આવીશ તો મારી મુલાકાત નહીં થાય.
તારી સાથે જે જમાદાર આવે છે એને તો લાવીશજ નહીં નહીતર એ એવો હેરાન થશે કે ક્યારેય એ ઉચો નહીં આવે એને મારાં પરચાં એવાં મળશે કે આ બાજુની વાટજ ભૂલી જશે. મને ફક્ત તારાથી મતલબ છે...
થોડીવાર એ શાંત થઇ ગઇ પછી પાછું રડવાનું ચાલુ કર્યુ આટલાં વરસોમાં તારી રાહ જોતાં જોતાં મારાથી બીજો ઘણાં લોકો હેરાન થયાં છે એમાં મારો વાંક નથી એ બધાં આવીને અહીં... ગંદકી કરે છે ગંદા કામ કરે છે એ લોકોને હું શિક્ષા આપુ છું ભય બતાવું છું અને કોઇ વિધી વિધાન કરવા આવે તો એમનો જીવ પણ લેતાં અચકાતી નથી અહીં વાવ એક નિમિત બની છે પણ હું સમજીને કોઇને હેરાન નથી કરતી.
આટલું બોલીને એ પાછી અદશ્ય થઇ ગઇ દેવાંશ સાવ મૂક બનીને સાંભળી રહ્યો એને સમજજ નહોતી પડતી કે હું શું જવાબ આપું ? મારી પાસે અત્યારે જવાબની જગ્યાએ અનેક પ્રશ્નો ઉભા થયાં છે.
પહેલાં તો અંગારી દીદી અંગે પાપાને વાત કરવી પડશે. મીલીંદમાટે એ જવાબદાર છે ? વંદના દીદીને શું થાય છે ? આમ અનેક પ્રશ્નો મનમાં રાખીને દેવાંશ ઉભો થયો. મક્કમ પગલે આવેલો દેવાંશ જાણે સાવ થાકી ગયેલો એનાં પગમાં જોર નહોતું સાંજ પડી ગઇ હતી ઘરે જવાનું હતુ. એણે વાવ તરફ નજર કરી કહ્યું. હું આવીશ ફરીથી એકલોજ આવીશ. મને ડર નથી ત્યાં એને કોઇનું ડુસ્કુ સંભળાયું.
વધુ આવતા અંકે - પ્રકરણ - 19