એક પૂનમની રાત
પ્રકરણ-17
દેવાંશ કાળુભાને સાંભળી રહેલો એણે કહ્યું એક વાર વાવ જવું પડશે બધાં કનેકશન એ પ્રેત સાથેજ મળેલાં છે. પછી અઘોરીજી પાસે જઇશું. વિક્રમસિંહે કહ્યું દેવું બેટા બે ત્રણ દિવસ આરામ કર. પછી આગળ વાત આ બધી શક્તિઓ સાથે ઝઝૂમવું. અને તારણ કાઢવું આપણાં હાથમાં નથી આમાં વાસ્તવિક અને ભેદભરમ બધું સમજવું પડે. તારાં એકલાનું કામ નથી ઘરે જા આરામ કર.
દેવાંશે કહ્યું ઓકે પાપા હું ઘરેજ જઊં છું એમ કહી વિક્રમસિંહ અને સિધ્ધાર્થની રજા લઇને એ ઘરે જવા નીકળ્યો. પાર્કીગમાંથી બાઇક લઇને એણે ઘર જવાનું નક્કી કર્યું.
વિક્રમસિહે સિધ્ધાર્થને પૂછ્યું તને દેવું એ કંઇ વાત કરી છે ? આ છોકરો ખોટી દિશામાં ફંટાઇ ગયો છે મને એની ચિંતા થાય છે આટલી ઊંમરમાં એ... એનું ભણતર એનું વાંચન અને એનો શોખ... બધુ જાણવાનો શોધવાનો એને કોઇ મુશ્કેલીમાં ના મૂકી દે.
સિધ્ધાર્થે કહ્યું સર... તમારી વાત સાચી છે. પણ મને એવું લાગે દેવું એમ ગભરાય કે પાછો પડે એવો નથી એનો આત્મ વિશ્વાસ ખૂબજ ઊંચો છે છતાં એને એમ એ દિશામાં એકલો ના મૂકાય. એનો મિત્ર આમ અચાનક અકસ્માતે મૃત્યુ પામ્યો અને એની બહેન એટલે કે આપની દીકરી પણ અપમૃત્યુ ને વ્હોરી હતી એને એવો અંદાજ છે કે મીલીંદનાં અપમૃત્યુ માં કોઇરીતે આ બધું. સંકળાયેલું છે આ આધૂંઘૂંટી ખબર નથી પડતી પણ એ શોધીને રહેશે. સર હું કાયમ એનાં સાથમાં અને એનાં રક્ષણની જવાબદારી લઊં છું. આમ બધાં જે પ્રસંગો થયાં એમાંથી કોઇ તારણ નીકળવું જ જોઇએ.
વિક્રમસિહે કહ્યું હમણાં તો એ આરામ લે એ જરૂરી છે પછીથી આગળ કામ કરશું. આપણાં માથે બીજી જવાબદારીઓ છે શહેરમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે જરૂરી છે. મારે એ પણ જોવાનું છે કે શહેરમાં હમણાંથી ચોરીઓ ખૂબ વધી છે એનાં પર કાબૂ મેળવવાનો છે.
સિધ્ધાર્થ કહ્યું સર.. એનાં માટે પણ મેં રાત્રીનું પેટ્રોલીંગ વધારી દીધું છે અને જે વિસ્તારોમાં વધારે ચોરી થાય છે ત્યાં વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
દેવુંએ બાઇક સ્ટાર્ટ કરી ઘરે જવા નીકળ્યો એનાં મનમાં બધુ મનોમંથન ચાલી રહેલું એણે અચાનક નિર્ણય બદલ્યો અને ઘડીયાળમાં જોયું સવારનાં 12 વાગ્યા છે સવારમાં વહેલા મીલીંદનાં અગ્નિસંસ્કાર થયાં પછી એ થોડો વ્યથિત થઇ ગયો હતો ઉપરથી વંદનાદીદી સાથે અંગારી દીદીનું જોડાવું એને કંઇ ખબર નહોતી પડતી.
દેવાંશે વિચાર્યું હું આનો તાગ મેળવવા વાવ પર જઊં એકલોજ જઊં જોઉ ત્યાં શું અનુભવ થાય છે. આમ આ કારણ જાણ્યા વિના મને ચેન નહીં પડે.
એણે બાઇકમાં પેટ્રોલ કેટલું છે એ જોયું એણે સીધી બાઇક પેટ્રોલપંપ લીધી ટાંકી ફુલ કરાવી અને સીધી વાવ જવા બાઇક દોડાવી દીધી.
લગભગ 1 કલાક બાઇક દોડાવી એ જંગલ તરફ આવી ગયો એને બરાબર યાદ હતું મોટાં પીપળનાં ઝાડ પછી જમણીબાજુ વાવ આવે છે. એ કાચા અને ખાડા ટેકરા અને ઝાડી ઝાંપરા રસ્તા ઓળંગી વટાવીને વાવની નજીક આવી ગયો એણે વિશાળ વૃક્ષ નીચે બાઇક પાર્ક કરી. પાછું એણે ઘડીયાળમાં જોયું લગભગ બપોરનાં 1.30 થવા આવેલો એની પાસે આજે કોઇ હથિયાર કોઇ ટોર્ચ કંઇજ નહોતું પણ એનો આત્મવિશ્વાસ ખૂબ પ્રબળ હતો.
દેવાંશ બાઇક પાર્ક કરી ધીમે પગલે વાવની નજીક આવી ગયો એણે ઝાડી ઝાંપરાનાં રસ્તે મક્કમ પગલે એનાં ધુમ્મટ પાસે આવી ગયો. ધુમ્મટ પર આવીને ચારે બાજુ જોવા લાગ્યો. થોડીવાર એણે ચારેબાજુ જોયાં કર્યુ એને કોઇ હલચલ જણાઇ નહી.
વાતાવરણમાં માત્ર પવન વાઇ રહ્યો હતો એનાં કારણે ઝાડી ઝોખરાં આજુબાજુનાં વૃક્ષો લહેરાઇ રહ્યા હતાં. સૂકા પાંદડાનો અવાજ હતો બાકી નીરવ શાંતિ જણાતી હતી એ ખૂબ સાવધ રહીને ધુમ્મટથી વાવની અંદર ઉતરવા પ્રયત્ન કરી રહ્યો હતો એણે જોયું વાવમાં ખૂબ સન્નાટો હતો કોઇ અવાજ નહીં કોઇ હલચલ નહીં દેવાંશ હજી ત્રણ પગથિયા ઉતર્યો અને.....
ત્રણ પગથિયા હજી ઉતર્યો ત્યાં કોઇની પગરવ થઇ હોય એવો એહસાસ થયો એણે ચારેબાજુ જોઇ કંઇ દેખાયું નહીં.... ભર બપોર હતી એટલે વાવમાં સૂર્યનાં સીધાં કિરણો આવી રહેલાં ખૂબ અજવાળું હતું વાવની અંદર પણ બધું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું...
ફરીથી દેવાંશે કોઇને પગરવ થયો હોય એવું અનુભવ્યું દેવાંશથી ના રહેવાયું... કોણ છે અહીં ? જે હોયએ મારી સામે આવો. હું તમનેજ મળવા આવ્યો છું હું એકલો જ આવ્યો છું મારી સાથે કોઇજ નથી તમે જે હોય એ સામે આવો.
દેવાંશનાં આમ કહેવાથી અને એમને આહવાન આપ્યા પછી પણ કાંઇ સામે જવાબ ના આવ્યો. દેવાંશે આંખ બંધ કરી અને મનમાં કાંઇક સ્મરણ કરવા લાગ્યો ત્યાંજ એની સામે એક ખૂબ સુંદર યુવાન યુવતી ઉભી રહી એણે આંખો ખોલીને આર્શ્ચયમાં પડી ગયો એણે કહ્યું તમે કોણ છો ? એ યુવતીની આંખો કાંઇ વિચિત્ર પણ ખૂબ સુંદર હતી એનાં હાથમાં લીલી લાલ કાચની બંગડીઓ સુંદર સફેદ સાડી પહેરેલી હતી એનાં હોઠ મુલાયમ આકર્ષક અને લાલ લાલ હતાં.
યુવતીએ દેવાંશને જોઇને કહ્યું તું આવી ગયો ? એમ કહીને હસવા લાગી. એણે કહ્યું મને ખબરજ હતી કે તું આવીશ અને એ પણ એકલોજ આવીશ એમ કહીને વિચિત્ર રીતે હસવા લાગી.
દેવાંશે કહ્યું હાં હું આવવાનો જ હતો એ દિવસે મને પાકો એહસાસ હતો કે અહીં ચોક્કસ કોઇ છે અહીં રહે છે પણ તમે કોણ છો ? અહીં શું કરો છો ? તમે માનવ છો કે પ્રેત ? શા માટે અહીં રહો છો ?
પેલી યુવતી તરતજ રડવાનું ચાલુ કરી દીધું. રડતાં રડતાં કહ્યું હું અહીં નથી રહેતી હું એક મૃતાત્મા છું હું મૃત્યુ પામ્યા પછી પ્રેતયોનીમાં ભટકું છું એને એનું કારણ પણ તુંજ છું... એમ કહી ફરીથી રડવા માડી દેવાંશ આર્શ્ચયથી એની સામે જોવા લાગ્યો.
દેવાંશ આર્શ્ચય અને આઘાતથી પૂછ્યું તમે શું કહ્યુ ? તમે પ્રેતયોનીમાં ભટકો છો એનાં માટે હું કારણરૂપ છું ? હું જવાબદાર છું ? કંઇ રીતે ? હું તમને પહેલીવાર જોઉં છું. આજે જ મળ્યો છું આજ પહેલાં કદી મળ્યો નથી. મારાં જીવનમાં આટલી ઊમરમાં મારાંથી કંઇ એવું થયું નથી કે મારાં કારણે કોઇ બીજાને મુશ્કેલી પડે. હું એક ભણી રહેલો વિદ્યાર્થી છું આ અગમતિગમ અને અગોચર દુનિયામાં રસ છે એટલે એને અભ્યાસી છું તમારાં પ્રેત જીવન માટે હું જવાબદાર કેવી રીતે હોઇ શકું ?
પેલી યુવતીએ કહ્યું એ બધુ સમજવા માટે ઘણો સમય જોઇએ. મારી પાસે તો સમયજ સમય છે પણ તારી પાસે હવે સમય ઓછો છે. જેવી સાંજ ઢળશે મારું રૂપ અને શક્તિ બધુ બદલાઇ જશે. અને હું અહીંયા નથી રહેતી મારો આત્મા ભટકતો રહે છે પણ મારું કાયમી સ્થાન અહીંથી આગળ જંગલમાં આવેલ ખંડેરીયા મહેલમાં છે ત્યાં મને કોઇ પરેશાન નથી કરતું હું વર્ષોથી અહી વાવ અને ખંડરીયા મ્હેલમાં ભટકું છું વરસોથી તારીજ રાહ જોતી હતી.
દેવાંશે નવાઇ પામતો પૂછ્યું વરસોથી મારી રાહ જુઓ છો ? શા માટે ? મારે અને તમારે સંબંધ શું છે ? તમે શા માટે આમતેમ ભટકો છો ? તમને કંઇ અધૂરી ઇચ્છા કે વાસના સદગતિ નથી આપવા દેતી ?
તમે કહો તો હું તમારી વિધી કરાવીને તમારાં આ આત્માની સદગતિ કરાવીશ આમ પ્રેતયોનીમાંથી છોડાવીશ તમારી આ રીબાવાની સ્થિતિ દૂર કરીશ વચન આપું છું.
ત્યાં પેલી યુવતીનું સ્વરૂપ બદલાઇ ગયું એનાં વાળ ઉડવા માંડ્યાં એનાં ચહેરા ભયાનક બની ગયો એણે વિચિત્ર રીતે અટ્ટહાસ્ય કરીને કહ્યું મારાં આત્માની ગતિની ચિંતા કરે છે ? પહેલાં તારી બહેનની ગતિ કરાવ હા..હા..હા.. તારાં મિત્રની જેણે અવદશા કરી એનો જીવ લીધો એનો ઉપાય કર પછી મારી પાસે આવજે એમ કહીને અદશ્ય થઇ ગઇ દેવાંશે બૂમ પાડી... ઓ....
વધુ આવતા અંકે - પ્રકરણ - 18