Mrugjal - 8 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ. - ભાગ - ૮

Featured Books
Categories
Share

મૃગજળ. - ભાગ - ૮

મારા ઉપર કિન્નરી નો ટેક્સ્ટ આવ્યો. રોજ ની જેમ કેમ છો ? ખાધું પીધું એમ બધી વાત પત્યા બાદ મુખ્ય વાતચીત શરૂ થઈ.

" તેજસ સાથે કાલે મારી વાત થઈ હતી," કિન્નરી નો મેસેજ આવ્યો.
" તો એમાં વિશેષ શું છે ? તમે તો રોજ વાત કરો જ છો ને," મે કહ્યું.
" હા, પણ એણે મને કહ્યું કે રાહુલભાઈ તને મળવા માંગે છે અને તારી સાથે વાત કરવા માંગે છે," કિન્નરી એ કહ્યું.
" પહેલાં એણે મારો હાથ તમારા હાથ માં આવ્યો હવે એ મારો હાથ રાહુલભાઈ ના હાથ માં આપવા માંગે છે," કિન્નરી નો બીજો મેસેજ આવ્યો.
" તું વિચારે છે એવું કઈ નથી એ માત્ર તને મળીને આપણા સબંધ વિશે ની સચ્ચાઈ જાણવા માંગતા હશે, જેથી આગળ જતા શું પગલાં લેવા એની ખબર પડે," મે મેસેજ કર્યો.
" ના, મને એવું નથી લાગતું. મને જે લાગ્યું એ તમને કહ્યું માનવું ન માનવું એ તમારી મરજી," કિન્નરી નો મેસેજ આવ્યો.
" સારું હું એમની સાથે વાત કરીશ," મે મેસેજ કર્યો.

સાંજે હું, તેજસ અને રાહુલભાઇ ફ્રી થઈને બેઠા હતા ત્યારે મે તેજસ ને પૂછ્યું.
" તેજસ, તારી જોડે કિન્નરી ની કોઈ વાત થયેલી ?" મે પૂછ્યું.
"હા, " તેજસે કહ્યું.
" તે એને રાહુલભાઇ વિશે શું કહ્યું હતું ?" મે પૂછ્યું.
" અરે તને ખબર તો મને એનું મગજ ખાવાની ઘણી મઝા આવે છે. એટલે મે એને કહ્યું કે રાહુલભાઇ તને મળવા માંગે છે અને તારી સાથે વાત કરવા માંગે છે. બીજું કઈ નહિ," તેજસે કહ્યું.
" અરે એ હવે એમ સમજે છે કે તું એનો હાથ હવે રાહુલભાઇ ના હાથ માં આપવા માંગે છે," મે કહ્યું.
" અરે મે તો એવું કઈ કહ્યું જ નથી, અરે યાર એ તો કઈ પણ વિચારી લે છે," તેજસે કહ્યું.
" કઈ નહિ, હું એને સમજાવી દઈશ," મે કહ્યું.

ત્યારબાદ અમે ત્રણેવ બાઇક ને કિક મારી બરોડા ની સેર કરવા નીકળી ગયા.

વળાંક

મારા માટે હવે કોઈ રોક ટોક કરવાવાળું કોઈ ન હતું. કોઈ રુલ્સ અને રેગ્યુ લેસન ન હતા.હું પોતાની જાત ને હવે એક આઝાદ પંખી ની માફક સમજી રહ્યો હતો.

એક દિવસ હું, તેજસ અને રાહુલ બેસી ને મારી અને કિન્નરી ની બાબત ઉપર વિચાર વિમસ કરી રહ્યા હતા.

"મે તને એની સાથે વાત કરવાની ના પાડી હતી તો પણ તે ચાલુ જ રાખ્યું ? તને એને ગાળો આપી હતી યાદ છે ને ? કે પછી ભૂલી ગયો ?" રાહુલભાઈ એ કહ્યું.

"હા, પણ એ બાબતનું અને બંને એ સાથે મળીને નિરાકરણ લાવી લીધું છે. અને એમાં એના એકલી નો વાંક ન હતો મે પણ તો એણે આઈ હેટ યુ કયું હતું ને," મે કહ્યું.

" તું ગમે એ કહે પણ હું નથી ચાહતો કે તું એની સાથે સંબંધ રાખે, નહિ તો આગળ જતા દુઃખી થશે. મારી વાત માન અને અહીં જ બધાનો અંત લાવ," રાહુલભાઈ એ કહ્યું.

હવે હું પાછળ હતી શકું એમ નથી, મને એની સાથે વધારે લગાવ થઈ ગયો છે. જે આગળ થશે એ હું જોઈ લઇશ પણ હું એનો સાથ તો નહિ જ છોડુ," મે કહ્યું.

" જેવી તારી મરઝી પણ હું તમને બંને ને એક નહિ થવા દઉં. હું નથી ચાહતો કે તું આગળ જતા દુઃખી થાય," રાહુલભાઈ એ કહ્યું.

" તમારે જે કરવું હોય એ કરો હું તો એની સાથે જ જીવન વીતાવીશ, મે નિર્ધાર કરી લીધો છે. અમારી બંને વચ્ચે ના લગાવ ને તમે લોકો નહિ સમજી શકો," મે કહ્યું.

" રાહુલભાઈ છોડો એ બધી વાત, કોઈ અન્ય વાત કરો. એ વાત પર આપણે અન્ય કોઈ દિવસે વાત કરીશું," એમ કહી તેજસે વાતાવરણ ઠડું પાડ્યું.

એ રાત વીતી ગઈ.

બીજા દિવસે સવારે કિન્નરી નો ટેક્સ્ટ મેસેજ આવ્યો, પણ હું નહાવા ગયો હતો. અને એ મેસેજ રાહુલે જોયો અને એમણે મને ના જોતા મેસેજ ના જવાબ માં લખ્યું.

મેસેજ માં લખ્યું કે " હું રાહુલ છું અને તમારા બંને વચ્ચે જે ચાલી રહ્યું છે એનો અહીંયા જ અંત લાવી દો. હું નથી ચાહતો કે તું નિખિલ ના જીવન આવે અને એનું જીવન બરબાદ થઈ જાય, અને તું જે ભાઈઓ વચ્ચે તિરાડ પડવાની કોશિશ કરે છે ને પણ તારી એ ઈચ્છા ક્યારે પૂરી નહિ થાય. હું કોઈ પણ રીતે તમને બંને ને એક નહિ થવા દઉં તો નહિ જ થવા દઉં."

સામે થી માત્ર જવાબ આવ્યો "ઓકે".

મે નહાય ને આવ્યા બાદ ઘણી રાહ જોઈ પણ કિન્નરી નો કોઈ મેસેજ આવ્યો ન જોયો પછી મે મેસેજ ગેલેરી જોઈ તો હું આશ્ચર્યચકિત થઈ ગયો.

મે રાહુલભાઇ તો લાંબો મેસેજ જોયો અને કિન્નરી નો એના પર રિપ્લાઈ જોયો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને અંદેશો આવી ગયો હતો કે આ બાબત હવે ઘણું મોટું વિકરાર સ્વરૂપ ધારણ કરવાની હતી અને એની અસર બંને ના સબંધ પર ખાસ છાપ છોડવાની છે.

મે કિન્નરી ને ઘણા મેસેજ કર્યા પણ કોઈ જવાબ આવ્યો તો હું સમજી ગયો કે કદાચ અંત આજ છે. ફરીથી બધું જોડવું હવે અશકય બની રહશે.

તેજસ અને રાહુલભાઇ બંને બહાર ગયા હતાં. થોડીવાર બાદ બંને પરત ફરતા હું સીધો રાહુલભાઈ પાસે ગુસ્સા થી ધસી આવ્યો.

" આ બધું શું છે ભાઈ ?" મે રાહુલભાઇ ને મેસેજ બતાવતા કહ્યું.

" તું જે ના કહી શક્યો એ મે કહી દીધું કે નિખિલ નો પીછો છોડી દે તું એના લાયક નથી, સિમ્પલ," એમણે કહ્યું.

" તમને આવું બધું કરવા કોણે કીધુ હતું ? કાલે જ તો આપણી વાત થયેલી કે શું કરવું અને શું ન કરવું એ આપણે આગળ જતા વિચારીશું પછી તમારે આ કરવાની શું જરૂર હતી. હવે જુઓ એ હવે મને મારા એક પણ મેસેજ નો જવાબ નથી આપી રહી," મે કહ્યું.

" સારું ને પીછો છૂટ્યો એનાથી, હું તો આમ જ ચાહતો હતો," રાહુલભાઇ એ કહ્યું.

" તમને નથી ખબર તમે શું કર્યું છે," મે નિસાસા નાખતા કહ્યું.

" તેજસ હવે આપણે અહીંયાથી નીકળવું જોઈએ. મને અહીંનું વાતાવરણ હવે અનુકુળ નથી આવી રહ્યું. હું હવે અહીંયા રહીશ તો સમસ્યા નું નિરાકરણ આવવા ને બદલે સમસ્યા વધારે વકરસે," મે તેજસ ને કહ્યું.

તેજસ અને હું બીજા દિવસે રાજપીપળા જવા રવાના થયા.

( વધું આવતાં અંકે )