Jail Number 11 A - 8 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૮

Featured Books
Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૮

પવન. ફુકાતો પવન. મૌર્વિ ના સ્કીન પર આ પવન ધીમે થી વહે છે.

સિહોર.. રેસ્ટોરંટ.. કાવતરું.. અને પછી?

પછી મૌર્વિને યાદ નથી. પણ કોઈકતો હતું. દરવાજા આગળ. જે તેણે જોઈ રહ્યું હતું. અને પછી? ઢાળ.. ઢાળ, કરી કઈક થયું. લોહીનું એક ડ્રોપ તેની આંખો પર પડયું. પછી હતી અસીમ શાંતિ. શું થાય છે, તેની પણ મૌર્વિને કઇ ખબર નથી.

મૌરવીનું ચક્રવ્યૂ. ના. માણસો. હા. હવે કઈક દેખાઈ છે. કોઈક છે. ના ઘણા છે. માણસ છે. દૂર છે? ના પાસે- અરે આ તો મીથુન, પેલો સમર્થ અને મંથના છે. હું ક્યાં છું? તે મૌર્વિને જોઈજ રહ્યા છે. મૌરવિ નું મન દુખી છે. તેની આંખો રડી પડી. હવે મૌર્વિ સહન નથી કરી શકતી. આમ છુપાઈને રહવાનું અને આહ! કઈક દુખે છે. ખૂબ તેજી થી તેના કપાળ પર કઈક જાણે ખોસી દીધું હોય તેમ લાગે છે.

'હું..?' ત્યાં તો મૈથિલી ફર્સ્ટ - એડ સાથે આવ્યો.

'શાંત રહેજે. તારા કપાળ પર કોઈકે લાકડાનો ખિલ્લો ઘૂસાડી દીધો છે.' મીથુન બોલ્યો.

હેં! એકદમ ધીરેથી, મૈથિલી લોહી લૂહાણ એક લાકડાનો પીસ કાઢે છે.

અને મૌર્વિ ફરી સુન્ન પડી જાય છે. શું તે જાગે છે? બિલકુલ. પણ તે સમજી નથી શકતી. અત્યારે તો બસ ઊંઘવું છે. પણ નઈ ઊંઘાઈ. સિહોર પોહંચવાનું છે.

***

'કીર્તિ?'

'યેસ બોસ.'

'કામ થયું?'

'મને નથી લાગતું એ લોકો સિહોર નેક્સ્ટ ફોર અવર્સ માં પોહંચશે.'

'શું તે ૧૧ - એ ની પોલીસને જાણ કરી?'

'હાં.'

'નેક્સ્ટ કમાન્ડ ચાર દિવસ પછી.'

'ઓકે બોસ.'

'આઈ લવ યૂ.'

'લવ યુ ટુ.' કહી તે ફોન કાપે છે.

કીર્તિ રાજપૂત: ૬' ૨ ની ૩૫ વર્ષની સ્ત્રી. પૈસાદાર, રૂપાળી, જાણકાર અને કાતિલ. વિશ્વસનીય, અને ઘાતક. તેની સામે છે એક માણસ: મૌર્વિ.

આપણે કહીએને, 'જોઇતુતુ ને વૈદે કહ્યું તું.' તેવું કઈક કીર્તિ જોડે થઈ રહ્યું છે, 'મારવું તું ને યુટીત્સ્યા એ કહ્યું.'.

અનીતા. તેની ચાર વર્ષી દીકરી. ખૂબજ ક્યૂટ છે.

અને ફોન પર હતો તેનો હસબંડ: મનીષ. મનીષ રાજપૂત. હાઈ, એ બૌ હૅન્ડસમ છે.

હમણા ચાર કલાક પેહલા તેણે મૌર્વિના માથામાં એટલી જોરથી લાકડું માર્યું કે તે તૂટી ગયું. એના હાથ માંથી એક ડબ્બી પડી. એ ડબ્બીમાં એક ગુલાબી કાગળ હતું. જે તે વાંચી રહી હતી. 'પ્રેમી' સાંભળતાજ એને મનીષની યાદ આવે છે. તે ખૂબજ હૅન્ડસમ છે.

તો કોણ છે આ મૌર્વિ બેન નો પ્રેમી? રસપ્રદ જણાય છે. લખાણ પરથી તો ભણેલો હસે. મૌર્વિ આની કોણ છે? કીર્તિ આ જાણીને રહશે.

કઇ પણ થઈ જાય. મૌર્વિનો પ્રેમી તેના હાથમાં હશે. આ મિથુનતો નથથીજ. પણ આ પ્રેમી મિથુન કરતાં વધુ જાણે છે. અને કદાચ ઓળખે પણ છે, વધારે. તો આ હશે કીર્તિનું ઇન્ફોર્મેશન સ્ત્રોત.

બિલકુલ. અને કેવી રીતે પકડવો આને? તે કીર્તિ બરાબર જાણે છે.

યુટીત્સ્યા. તેની જોડે બધ્ધું જ છે: પૈસા, પાવર, નિર્દયતા.

અને એનીજ જરૂરત છે.

અનીતા એકદમ શાંતિથી ઊંઘે છે. લાલ હોઠ. અનીતા ના લાલ હોઠ ખૂબ સુંદર છે. કીર્તિ ના પણ.

મારી દીકરી, એકદમ સંતુષ્ટિત જીવન: પ્રેમાળ પતી, એક ખુશ અને સુષ્ટ દીકરી, અને હા, તમારી દ્વેષીની જિંંદગી તમારા હાથમાં.

એ બાથરૂમમાં જાય છે. એકદમ ગુસસે છે કાચને જોઈજ રહે છે. પછી ઢાળ, ઢાળ, કાચ લાત મારી તોડી નાખે છે. જો તેની સામે મૌર્વિ હોત તો અત્યારે મૃત્યુ પામી હોત.

આખી લાઇફ બગાડનાર માટે આટલી જલ્દી મોત આપવાનો કોઈ મતલબ નથી. શું કરવું? તે કીર્તિ જાણે છે.