black hole ni andar mrutyu - 2 in Gujarati Science-Fiction by પરમાર રોનક books and stories PDF | બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 2

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 2

●CHAPTER NO. : 02
● RERO REY

રાત બહુ થઈ ગઈ છે અને અત્યારે સુવાનો પણ સમય થઇ ગયો છે. પણ છોકરો સર એલેક્ઝાડર પટેલની વાર્તા સાંભળવા માટે આતુર હોય છે. તેને જાણવું હોય છે કે તે બીજો વિકલ્પ કયો હતો ? પણ તેના મનમાં બીજો પ્રશ્ન ફળતો હોય છે.

"પપ્પા , મને બ્લેકહોલ વિશે જાણ નથી." છોકરાએ પોતાના પિતાથી આગ્રહ કર્યો કે પિતા તેને બ્લેકહોલ વિશે સમજાવે.

ગયા વિકેન્ડમાં તેના પિતાએ તેણે સમજાવ્યું હતું કે આપણું બ્રહ્માંડ એક ચાદર સમાન છે અને તારાઓ, ગ્રહો અને બીજી વધુ ઘનતા વારી વસ્તુઓ આ ચાદર સમાન બ્રહ્માંડમાં એક વળાંક લાવી દે છે. જેનાથી ગુરુત્વાકર્ષણ બળ ઉતપન્ન થાય છે. આ વળાંકને કારણે બીજી ઓછી ઘનતા વાળી વસ્તુઓ તેની આસ-પાસ ફરે છે. પણ જયારે તેના પિતા બ્લેકહોલ વિશે કહેવા જતા હતા ત્યારે તેમના રિસર્ચ લેબથી ફોન આવ્યો અને તેમને રિસર્ચ લેબ જવું પડયું.

"સરળ રીતે કહું તો," પિતાએ સમજાવતા કહ્યું. "જયારે સુરજથી પણ મોટા તારાનું મૃત્યુ થાય છે જેને વિજ્ઞાનિભાષા 'સુપરનોવા (Supernova)' કહેવામાં આવે છે. તો, જ્યારે સુપરનોવા થાય છે ત્યારે તે તારો પોતાના જ ગુરુત્વાકર્ષણ માં પોતે જ ખેંચાવવા લાગે છે. ત્યાર બાદ એક સમય એવો આવે છે કે તે તારો બહુ નાનો થઈ જાય છે. ત્યારે તેનું ગુરુત્વાકર્ષણ બળ બહુ વધી જાય છે. અને ત્યારે બ્લેક હોલનો જન્મ થાય છે. એટલે કે તારાના મૃત્યુથી બ્લેકહોલ નો જન્મ થાય છે. બ્લેકહોલ નું બહુ વધારે ઘનત્વ હોવાથી તે ચાદર સમાન બ્રહ્માંડમાં બહુ મોટો વળાંક લાવી દે છે. જેમાંથી પ્રકાશ પણ નીકળી શકતું નથી."

"બરાબર સમજાઈ ગયું." છોકરાએ કહ્યું.

"તો, હવે વાર્તાની શરૂઆત શરૂથી કરીએ..."

"શા માટે," પિતાની વાતની વચ્ચે છોકરાએ પ્રશ્ન પૂછ્યો. "તમે વાર્તા ત્યાંથી શરૂ નથી કરતા જ્યાંથી પહેલા કરી હતી ?"

"કારણ કે જો આપણે કોઈ પણ યાત્રા (journey) ને સારી રીતે સમજવું હોય તો તેની શરૂઆત જાણવી જરૂરી છે. અને જો આપણે શરૂઆતને સારી રીતે સમજી લઈએ તો આપણે કોઈ પણ યાત્રાના અંતને પણ સારી રીતે સમજી શકીએ છીએ." પિતાએ સમજાતવા કહ્યું.

"સાચું કહ્યું" છોકરાએ વિચારતા વિચારતા પિતાને જવાબ આપ્યો, "એવી જ રીતે કે જો આપણને કોઈ પણ ગણિતના દાખલાની શરૂઆત ન સમજાય તો આપણે તેનો અંત પણ સારી રીતે ન જ સમજી શકીએ."

"હા, બરાબર આવી જ રીતે." પિતાએ હસતા હસતા કહ્યું. "તો હવે આપણે પહેલાથી વાર્તાની શરૂઆત કરીએ. જેવી રીતે તને ખબર જ છે કે આપણી વાર્તાનો 'પ્રોટાગોનિસ્ટ (protagonist)' એટલે કે હીરો 'સર એલેક્ઝાડર' છે. આ આખી વાર્તા વર્ષ 2055 ની આસ-પાસની છે.

એક સમયમાં પૃથ્વીની NASA એટલે કે National Aeronautics and Space Administration સ્પેસ એજન્સી ( space agency) પૃથ્વીની સ્પેસ રેસ માં સૌથી આગળ હતી. આ સ્પેસ રેસ ઘણા અલગ અલગ દેશોની સ્પેસ એજન્સીઓ વચ્ચે હતી. જેઓ પોતાના મિશનો ઉપર ઘણા પૈસા ખર્ચવા માટે તૈયાર હતા. તેમાંથી ઘણા મિશનો અસફળ જતા અને ઘણા મિશનો સફળ પણ જતા. અને આ વાતમાં NASA સૌથી આગળ હતી. NASAના એ મોટા મોટા મિશનો અને તેની પાછળ જે પૈસા બગાડવામાં આવતા હતા તેની કોઈ હદ ન હતી. તેનો મતલબ એ નથી કે તેઓ દરવખતે અસફળ જ થતા. તેમના ઘણા મિશનો સફળ પણ થતા અને તેમાંથી ઘણું જાણવા પણ મળતું હતું. તે સમય માં NASAની બરાબરી બીજી કોઈ પણ સ્પેસ એજન્સી કરી શકતી ન હતી. ટૂંક માં NASA નો ઘણો યોગદાન છે અંતરિક્ષ ને સમજવામાં.

પણ વાત ત્યારે બદલી જ્યારે ભારત ની સ્પેસ એજન્સી ISRO એટલે કે Indian Space Research Organisation એ બીજી ભારતીય પ્રાઇવેટ સ્પેસ એજન્સી RTS એટલે કે Ready To Space કંપની સાથે મળીને એક અશક્ય લાગે એવો મિશન કર્યો. એ મિશન હતો કે મિલકીવયના વચ્ચે આવેલા સુપરમેસીવ બ્લેકહોલ - Sagittarius A* - નો બરાબર અને સારો ફોટો લેવો.

આ મિશન જરૂરી એટલા માટે હતું કે, ત્યાં સુધીમાં પૃથ્વી ઉપર બ્લેકહોલ નું 3D (3 Dimensional) મોડલ ન હતું. 3D મોડલ ન હોવાથી નવા વિદ્યાર્થીઓ બ્લેકહોલ ને સારી રીતે સમજી શકતા ન હતા. જો બ્લેકહોલ નો ફોટો આવી જાય અને પછી એ ફોટા ઉપરથી તેનું 3D મોડલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓ બ્લેકહોલ ને સરળ રીતે સમજી શકશે.
જે લોકો એટલે કે Homosapiens મિશનથી જોડાયેલા ન હતા તેમને આ મિશન એક મૂર્ખાઈ લાગતી હતી. ઘણી બીજી સ્પેસ એજન્સીઓએ ISRO વિશે ઘણું ખરાબ ખરાબ કહ્યું. પણ ISRO એ અને RTS કંપનીએ એ બધી વાતોને અસ્વીકારીને પોતાનો મિશન ચાલુ રાખ્યો.

5 વર્ષ સુધી આ મિશન ચાલ્યો. જેમાં સૌથી પહેલા પૃથ્વીની ઉપર અંતરિક્ષમાં એક બહુ મોટો ટેલિસ્કોપ (Giant Telescope) રાખવામાં આવ્યો. ત્યાર બાદ એક ગુપ્ત મશીન એમા લગાડવામાં આવ્યું. પછી એ ગુપ્ત મશીન થી બ્લેકહોલનો ફોલો લડવામાં આવ્યો. સાથો સાથ અંતરીક્ષની બીજી સુંદર વસ્તુઓનો પણ ફોટો લેવામાં આવ્યો. 5 વર્ષના આ મિશન બાદ લોકોને આશ્ચય થયું. એ સુંદર ફોટાઓ ઉપર ઘણી સ્પેસ એજન્સીઓને વિશ્વાસ ન થયો. તેથી તેઓએ એ ફોટાઓ ઉપર રિસર્ચ કરી. આખરે જાણવા મળ્યું કે એ ફોટાઓ સાચા હતા. ખોટા કે કમ્પ્યુટર થી બનાવેલા ન હતા. તને ખબર આપણને આ વાતથી શું શીખવા મળે ?"

"મને નથી ખબર, શું શીખવા મળે ?" છોકરાએ પૂછ્યું.

"આ ઘટનાથી આપણને એ શીખવવા મળે કે જો આપણે સાચા હોઈએ તો બીજાઓની ખોટી વાતોને મનમાં ન લેવાય અને આપણા સાચા રસ્તે ચાલ્યું જવાય." પિતાએ આ શીખ આપ્યા બાદ વાર્તા આગળ ચલાવી. "લોકો અને બીજી મોટી મોટી સ્પેસ એજન્સીઓ ISROથી પ્રશ્ન પૂછવા લાગી કે આ મિશન કેવી રીતે સફળ થયો ? ત્યારે ISRO એ આ મિશનનું કારણ RTS કંપનીના CEO એટલે કે Chief executive officer ને કહ્યું.જેમનું નામ 'અજય મહેશભાઈ પટેલ' હતું. . અજય પટેલ એટલે કે સર એટેકઝાડર પટેેલ. હવે તેમણે પોતાનું નામ શા માટે બદલ્યું એ હું તને આગળ કહીશ. તો, એ પેલું મિશન સફળ ગયું તેનું કારણ તે ગુપ્ત મશીન હતી. જે સર એલેક્ઝાડરે બનાવ્યું હતું. એ ગુપ્ત મશીન એક કૃત્રિમ રે (Artificial Ray) જેને RERO REY કહેવાય છે, તે હતી. જ્યારે આ વાત બારે પડી તો સર એલેક્ઝાડર નું નામ પૃથ્વી માં પ્રખ્યાત થઈ ગયું.પૃથ્વી ઉપરનો દરેક અંતરિક્ષ પ્રેમી સર એલેક્ઝાડર પટેલ નું નામ જાણતો હતો."

"તો એ RERO REY થી આ RERO machine બની છે ?" છોકરાએ પૂછ્યું.

"હા , બરાબર તું સમજ્યો." પિતાએ છોકરાની પ્રશંસા કરતા કહ્યું. " આ RERO RAY અથવા RERO Machine ની વિશેષતા એ છે કે આ કૃત્રિમ છે. તેથી આપણે આ રે (Ray) ને અંતરિક્ષમાં ગોતી શકતા નથી. બીજી વિશેષતા એ પણ છે કે આ રે ની ગતિ પ્રકાશની ગતિ કરતા પણ વધારે છે. હજુ આની ઘણી વિશેષતાઓ છે પણ એ હું તને પછી કહીશ."

"બહુ સારો આવિષ્કાર છે." RERO Machine ને જોતા જોતા છોકરાએ કહ્યું.

"સર એલેક્ઝાડર પોતાની આ પ્રગતિનું કારણ પોતના દાદાને એટલે કે 'પ્રિન્સ પટેલ' ને માનતા હતા. "
આ કહ્યા બાદ પિતા ઉભા થયા અને સ્ટોરરૂમ માંથી એક બુક લઈ આવ્યા. છોકરાએ એ બુક ઘણી વાર જોઈ હતી પણ તેણે એ બુક વિશે કઈ પણ ખબર ન હતી. પિતા સોફા ઉપર બેઠા અને તે બુક છોકરાને આપતા કહ્યું.

"આ બુક સર એલેક્ઝાડર પટેલના દાદા પ્રિન્સ પટેલે લખી છે. જ્યારે મેં આ બુક વાંચી તો મને આ બુક કાલ્પનિક બુકથી વધુ કઈ ન લાગી. પણ આજે જયારે હું આ બુક વાંચું છું તો મને આ બૂકની ઘટનાઓ સાચી લાગે છે. આ બુકમાં પ્રિન્સ પટેલનું કહેવાનું છે કે આ બુક તેમની સાથે થયેલી સાચી ઘટનાઓની એક યાદી છે. જેને હવે હું પણ માનું છું !"
ત્યારે છોકરાએ એ બુક ઉપરનું નામ વાંચ્યું - 'નેગ્યું નો માણસ'.


(ક્રમશ)