The secret of love - 4 in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ (ભાગ 4)

The Author
Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

રહસ્યમય પ્રેમ (ભાગ 4)

એક વર્ષ પછી...



થાઇલેન્ડ મા આવેલા કેરોન બીચ (ફૂકેટ) નજીક મુસ્કાન ભાડે ફ્લેટ પર રહેતી હતી.
મુસ્કાન સાંજ ના સમયે આથમતા સૂરજ ને જોવા માટે બીચ પર આવી ત્યારે એણે બેઠા બેઠા આ બીચ ને ઘણું નિહાળી લીધું હતું.....

કેરોન બીચ એકદમ ખુલ્લી જગ્યા ધરાવતો બીચ છે. બીચ પરની રેતી સફેદ પીળી રંગની અને થોડી રંગીન છે, કેરોન બીચનો સૌથી સુંદર ભાગ કેન્દ્રિય છે. ત્યાં ઊંચા રેતીના ટેકરાઓ છે, સૂર્યની પથારી ફક્ત બે પંક્તિઓમાં જોવા મળે છે...એક બીચ કાંઠે ફેલાયેલા રસ્તા પર અને જે વનસ્પતિ દ્વારા બીચ ને બાંધી દેવામાં આવ્યો છે ત્યાં...
અહીં વ્યવહારીક રીતે કોઈ હોટલ નથી, પરંતુ ત્યાં એક નાનું સરોવર છે જેની પાછળ એક નાનું શહેર છે જેમાં રેસ્ટોરન્ટ્સ, દુકાનો અને બાર છે....
તે શહેર માં મુસ્કાન રહેતી હતી...


મુસ્કાન કાળા કલરની શોર્ટ કુર્તી અને બ્લૂ જીન્સ માં વધારે પાતળી લાગતી હતી....એના સિલ્કી વાળ એક કાળી રીબીન માં કેદ કરી દેવામાં આવ્યા હોય એવી રીતે બાંધી દીધા હતા...વાળ ની એક નાની લટ મુસ્કાન ના ચહેરા પર રમત કરી રહી હતી ...મુસ્કાન એ લટ ને વારંવાર કાન પાછળ ધકેલતી હતી....

થોડી વાર પછી મુસ્કાન ત્યાંથી નીકળી ગઈ અને એના ફ્લેટ તરફ ગાડી વાળી....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

જીયા ના એક્સીડન્ટ પછી મુસ્કાન સાવ ગુમસુમ બની ગઈ હતી ...એના લગ્ન પણ એક વર્ષ પછી રાખવામાં આવ્યા હતા....

પરંતુ.......એ ઘટના ના ત્રણ મહિના પછી જ વિનોદ ભાઈ ને જાણ થઈ કે અખિલ અનાથ આશ્રમ માંથી દતક લીધેલ હતો એ અસલી વારસદાર હતો જ નહિ...એટલે વિનોદ ભાઈ એ મુસ્કાન અને અખિલ નો સંબંધ તોડી નાખ્યો....

મુસ્કાન અને અખિલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે એ વિનોદ ભાઈ ના આ નિર્ણય ની વિરુદ્ધ હતા પણ વિનોદ ભાઈ એક ના બે નો થયા...

મુસ્કાન અને અખિલ ની બધી દલીલ સાંભળ્યા બાદ પણ તે એના જ નિર્ણય પર અડગ રહ્યા ....અને મુસ્કાન ને લઈને થાઇલેન્ડ જતા રહ્યા ...

અખિલ એની પાછળ પાછળ ત્યાં જ આવ્યો અને બે મહિના સુધી થાઇલેન્ડ માં રહ્યો પણ એની કોઈ વાત ના સાંભળી અને મુંબઈ રવાના કરી દિધો....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

આજે થાઇલેન્ડ આવ્યા ને એક વર્ષ થવા આવ્યું હતું....
વિનોદ ભાઈ એની વાત પર જ અડગ હતા....
મુસ્કાન અને અખિલ એક બીજાને હજુ પ્રેમ કરતા હતા...

સારિકા બેન એની દીકરી મુસ્કાન ની હાલત જોઈ શકતા ન હતા તેથી તે વિનોદ ભાઈ ને વારંવાર કહેતા પણ વિનોદ ભાઈ એની વાત ના માનતા.....

મુસ્કાન એ થાઇલેન્ડ મા પણ યોગા ક્લાસ ચાલુ કરી દીધા હતા અને એની માટે એના જ ફ્લેટ ની પાછળ ના ગાર્ડન માં બધાને યોગા શીખવતી હતી....એ મોટા ભાગનો સમય ત્યાં જ ગાળતી હતી....


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

મુસ્કાન એના ફ્લેટ પર પહોંચી ત્યારે સારિકા બેન રસોઈઘર માં રસોઈ કરી રહ્યા હતા અને વિનોદ ભાઈ ટીવી માં પેનડ્રાઈવ ચડાવીને ધમાલ ફિલ્મ જોઈ રહ્યા હતા અને ખડખડાટ હસી રહ્યા હતા.....

થાઇલેન્ડ આવ્યા પછી મુસ્કાન એના પપ્પા ને આ રીતે હસતા પેલી વાર જોઈ રહી હતી....
પણ મુસ્કાન એ જાણતી હતી કે એના પપ્પા હસવાનું નાટક કરે છે અને ઘરમાં વીતી ગયેલું ભૂતકાળ ભૂલવાનું સૂચન કરી રહ્યા હતા....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

જીયા ની ઘટના બાદ નિહારે બોલવાનું ઓછું કરી દીધું હતું .....એને જીયા સાથે એટલો ગાઢ સબંધ હતો નઈ પણ એ ઘણુ દુઃખ અનુભવી રહ્યો હતો....

જ્યારે જીયા એને પ્રેમ કરે છે એ વાત કરી ત્યારે પણ નિહાર એ સરખો જવાબ આપવાને બદલે એના મુસ્કાન પ્રત્યેની લાગણી વિશે જણાવ્યું હતું.....એ વાત નિહાર ને વારંવાર યાદ આવી રહી હતી...

થોડા જ દિવસ માં એના કાકા જે કેન્સર રોગ ના દર્દી હતા એનુ પણ મૃત્યુ થઈ ગયું હતુ.....
___________________________________________

નિહાર હવે એના કામ માં વધારે ધ્યાન આપતો થય ગયો હતો...

એક વર્ષ થવા આવ્યું હતું નિહાર ને એના ધંધા માં ઘણો નફો થયો હતો .... એની કંપની હવે લંડન ની મોટી કંપની ROYAL LIMITED સાથે કામ કરવાની હતી ...

રોયલ ના બોસ મિસ્ટર.રોયે બંને કંપનીની મીટીંગ ઈટલી દેશ ના શહેર(સીટી) ની પ્રખ્યાત વેનિસ હોટેલ માં બપોરના સમયે અગિયાર વાગે ગોઠવી હતી.....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

નિહાર ઈટલી પહોંચીને વેનીસ હોટેલ માટે રવાના થયો....
તેને પહોંચતા ઘણો સમય લાગી ગયો હતો.....
____________________________________________

નિહાર મિટિંગ માં આવ્યો ત્યારે એને જાણ થય કે મિસ્ટર.રોય ની તબિયત સારી ન હોવાથી મિસ્ટર.રોય ની બેટી મિસ.રોય મીટીંગ નું સંચાલન કરવાની હતી.....

નિહાર ને મિટિંગ માં હાજર રોયલ ના કર્મચારી પાસેથી જાણવા મળ્યું કે .....
' મિસ.રોય એક વર્ષ પહેલા જ ભારત માંથી લંડન આવ્યા હતા અને કંપની સંભાળી રહ્યા હતા....મિસ.રોય ના લગ્ન થયા ન હતા ...મિસ.રોય એક અપ્સરા જેવા સુંદર દેખાતા હતા....'

સાંભળતાની સાથે મુસ્કાન અને જીયા ના ચહેરા નિહાર ની આંખો ની સામે થી સડસડાટ તરી ગયા હતા....
એને મન માં વિચાર પણ આવી ગયો કે મિસ.રોય ગમે એટલા સુંદર હોય પણ મુસ્કાન અને જીયા જેવા તો ના જ હોય....

નિહાર નો મોબાઈલ રણક્યો....એમાં જોયું તો અખિલ નો ફોન આવતો હતો એટલે વાત કરવા માટે નિહાર મિટિંગ રૂમ માંથી બહાર જતો રહ્યો.....
___________________________________________

હોટેલ ની મિટિંગ રૂમ નો દરવાજો ખુલતા ની સાથે.....
ત્રણ ઇંચ વાળી બ્લેક સેન્ડલ, બ્લેક ફોર્મલ પેન્ટ સાથે ફોર્મલ સફેદ શર્ટ અને ઉપર બ્લેક બ્લેઝર, બ્લેક લક્ઝરી ઘડિયાળ , ભૂરાશ પડતા સીધા વાળ,આછા ગુલાબી રંગેલા હોઠ, આછો મેકઅપ એના ચહેરા ને વધારે સુંદર બનાવતો હતો,એના ચહેરા પર લાલ તીખા મરચાં જેવી ખુમારી છલકતી હતી,પણ એના અવાજ મા જલેબી જેવી મિઠાશ જોવા મળતી હતી,એની હિરની જેવી ચાલ ઉપર થી જ દેખાય આવતું હતું કે આ મિસ.રોય જ હશે.....

મિસ.રોય ને જોઈને હાજર બેઠેલા બધા દંગ રહી ગયા હતા........

નિહાર જ્યારે અખિલ સાથે ની વાત પૂરી કરીને અંદર આવ્યો ત્યારે એની નજર મિસ.રોય પર પડી .....
" જીયા....?...!....." નિહાર બોલ્યો.


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

મિસ.રોય જ જીયા છે કે એના જેવી દેખાઈ છે ?