"એક્ઝેટલી 3 દિવસ અને 14 કલાક પછી તે મને આજે કોલ કર્યો!" સાવિત્રી પોતાના કોલનો આટલો બધો વેટ કરે છે, એ જાણીને સુજીત ને આંનંદ થયો!
"ઓહો, સોરી બાબા!" સુજીત કહી રહ્યો હતો.
"તને ખબર છે, જ્યાં સુધી હું તારો અવાજ ના સાંભળી લઉં મને ખાવનું ભાવતું નહિ!" સાવિત્રી કહી રહી હતી.
"પેલાં દિવસે કહેલું ને તે કે ખાઈ લે જા; પણ યાર, જ્યારે તારો અવાજ સાંભળી લઉં પછી જ ખાવાનું ગળે ઉતરતું હોય તો હું શું કરું!" સાવિત્રીએ ઉમેર્યું.
"હમમ... જા તો મેં કોલ કર્યો ને હવે ત્રણ દિવસનું ખાધું નહિ હોય, જમી લે!" સુજીતે કહ્યું.
"ના એવું નહિ. તારી ભાભી મને જે વ્હાલું હોય એનાં કસમ આપતી હતી તો... સોરી યાર!" સાવિત્રીએ એવી રીતે કહ્યું જાણે કે કોઈ મોટો અપરાધ જ ના કરી લીધો હોય!
"અને એ વ્હાલું વ્યક્તિ કોણ છે?!" સુજીતે પૂછ્યું.
"છે કોઈ..." સાવ ધીમેથી માંડ સાવિત્રી બોલી શકી.
"અચ્છા. કોઈ વ્હાલને લાયક નહિ એ વ્યક્તિ! બહુ જ..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ સાવિત્રી એ કહ્યું - "ના... એવું કઈ જ નહિ! એ તો બહુ જ મસ્ત છે. પણ લાગે છે કે એ એટલા મસ્ત છે ને તો કોઈ બીજી વ્યક્તિ ને પણ ગમી ગયા હશે! શું ખબર, બીજી વ્યક્તિ ને ટાઈમ આપવમાં મને ભૂલી જતાં હોય!"
"એક્સક્યુઝ મી! એવું કઈ જ નહિ! અરે યાર, એ તો તું જમુ ના તો હું એવું જ કરું ને!" સુજીતે કહ્યું.
"એક વાતનો જવાબ આપ તો..." સાવિત્રીએ કહ્યું.
"હા, બોલ." સુજીતે કહ્યું.
"હું ના જમુ તો શું?!" સાવિત્રી એ પૂછ્યું.
"બસ, હું પણ નહિ જમું. ધેટ્સ ઇટ!" સુજીતે કહી દીધું.
"ઓ!" સાવિત્રી બોલી.
"શું તું પણ મને..." સાવિત્રી થી આગળ બોલવાની હિમ્મત ના થઈ!
"હા જ તો વળી! તને શું લાગે છે તું એકલી જ તાપ સહન કરતી હોઈશ! હું પણ તો..." સુજીત પણ અટકી ગયો.
"શું?! બોલ ને! જલ્દી બોલ!" સાવિત્રી બેસબર હતી!
"હું પણ તો બાઈકને તાપમાં પાર્ક કરીને વાત કરું છું, તું એકલી જ કેમ કિમત ચુકાવે?!" સુજીતે કહ્યું.
"તને ખબર છે, મને તો બહુ જ ડર લાગતો હતો. હું તો બહુ જ ગભરાતી હતી. મનમાં ડર હતો કે તું શું કહીશ! શું તું મને ખાલી દોસ્ત જ સમજે છે?!" સાવિત્રી કહી રહી હતી.
"ડર તો યાર મને હજી પણ લાગે છે! ભાભીને ખબર પડશે ને તો..." સુજીતે કહ્યું તો સાવિત્રી થી હસી જવાયું!
"અરે યાર! એક તો મને બહુ જ ડર લાગે છે અને તું હસે છે!" સુજીત કહી રહ્યો હતો.
"તને ખબર છે?! મને તો બહુ જ ડર લાગતો હતો, પણ પછી એક વ્યક્તિને મેં કીધું ને કે મને પ્યાર થઈ ગયો છે અને પ્રપોઝ કરવામાં બહુ જ ડર લાગે છે તો એ વ્યક્તિએ જ મને આ આઇડ્યા આપ્યો!" સાવિત્રી એ કહ્યું.
"ઓહો! એવું!" સુજીત બોલ્યો.
"એટલે એકવાર હું તાપમાં હતી તો એ વ્યક્તિ એ કોલ ચેક કર્યો કે કોની સાથે વાત કરવા માટે હું તાપમાં જઉં છું! ત્યારે જ એણે ખબર પડી ગઈ!" સાવિત્રી એ કહ્યું.
"પછી મારે તો એણે બધું કહેવું જ પડ્યું તો એણે મને કહ્યું કે જે તું એની માટે જે આ બધું કરે છે, એ એણે કહી દે! જો એ કેર કરશે તો તારો અને નહિ કરે તો બીજાનો! પણ તે કેર કરી! પણ..." સાવિત્રી બોલી.
"પણ શું?! બોલ જલ્દી!" સુજીત પણ હવે તો બેસબર થઈ ગયો હતો!
"પણ તેં એક દિવસને બદલે ત્રણ દિવસે કોલ કર્યો! તને ખબર હું કેટલું ટેન્શન લેતી!" સાવિત્રીએ કહ્યું.
"અરે બાબા! એવું કઈ જ નહિ! પણ તું તાપ ખા એ મને જરાય મંજૂર નહિ! તું ઠીક રહેવી જોઈએ, ભલેને આપની વાતો ના થાય! અને આ જે કોલ કર્યોં ને એ તો મને બહુ જ વાત કરવાની ઈચ્છા થઈ હતી તો કરવો જ પડ્યો!" સુજીતે કહ્યું.
"અરે કઈ વ્યક્તિએ તારી હેલ્પ કરી?!" સુજીતે પૂછ્યું.
"તને ખબર છે, એ વ્યક્તિને તો તું પણ બહુ જ નજીકથી જાણું છું!" સાવિત્રી બોલી તો સુજીતનાં પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ!
વધુ આવતા અંકે...
એપિસોડ 3ની એક ઝલક: "અરે યાર, એમાં ડરવાનું કઈ જ નહિ. બસ મને ખુશ થતાં જો, મારી માટે પણ તું તાપ ખાય છે, મારી ખુશી માટે જ આટલો ટાઈમ તું મારાથી દૂર રહ્યો! અને મને કહ્યું પણ નહિ!" સાવિત્રી બોલી.
"કહું નહિ... જતાવું નહિ એનો મતલબ એવો થોડી કે હું તને પ્યાર નહિ કરતો!" સુજીતે કહ્યું.