Prem ke pachhi judai - 3 in Gujarati Love Stories by Neel Bhatt books and stories PDF | પ્રેમ કે પછી જુદાઈ - 3

Featured Books
Categories
Share

પ્રેમ કે પછી જુદાઈ - 3


પ્રેમ કે પછી જુદાઈના બીજા ભાગમાં આપણે જોયું કે આર્યન અને અનુજા બંને ગાર્ડનમાં મળવાનું નક્કી કરે છે. અને પછી ત્યાં આર્યન અનુજાના અલગ અલગ પોઝમાં ફોટા પાડે છે. જે અનુજાને ખૂબ જ ગમે છે. ત્યાર બાદ આર્યન એના કેમેરામાં કરેલી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી અનુજાને બતાવે છે. એ પણ અનુજાને ખૂબ જ ગમે છે. આમને આમ બર્થ-ડેની થોડી વાતો કરીને વાતો કરતાં કરતાં બપોર પડી જાય છે. પછી આર્યન અને અનુજા બંને ગાર્ડનની સામેના રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. કારણકે આર્યન અને અનુજા બંને જ્યારે ગાર્ડનમાં આવી રહ્યાં હોય છે. એ વખતે અનુજા બાઇક ઉભું રાખવા માટે કહે છે. પછી કહે છે કે મને ભૂખ લાગી હતી એટલે કીધું હતું, પણ તે આર્યનને કહેતી નથી. જેથી આર્યન અનુજાને કહે છે કે આપણે ગાર્ડનની સામેના રેસ્ટોરન્ટમાં જઈશું. પછી અનુજા આર્યનને હા કહે છે. ત્યાર બાદ ગાર્ડનમાંથી નીકળ્યા બાદ બંને રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી ખાઈને ખુશ થઈ જાય છે. ત્યાંથી નીકળ્યા પછી આર્યન અનુજાને એના ઘરે ડ્રોપ કરવા માટે જાય છે. ત્યાં અનુજા કહે છે કે હવે બર્થ-ડેના દિવસે આપણે મળીશું.

હવે વાર્તામાં આગળ જોઈએ...

હવે અનુજા એ જ દિવસે લગભગ સાંજના સાતેક વાગ્યે આર્યનના મોબાઈલ પર કોલ કરે છે. એ વખતે આર્યન એના રૂમમાં બેઠેલો હોય છે. આર્યન એ વખતે ટીવી પર એની મનપસંદ હિન્દી મૂવી જોતો હોય છે. ત્યાં જ આર્યનના મોબાઈલની રીંગ વાગે છે. આર્યન એનો ફોન જોવે છે અને જોવે છે કે અનુજાનો ફોન હોય છે, એટલે તે ટીવીનું વોલ્યુમ ધીમું કરીને અનુજાનો કોલ ઉપાડે છે.

અનુજા : "હેલો આર્યન, શું કરે છે તું?"

આર્યન : "હેલો અનુજા, બસ કંઈ નહીં ટીવી પર મૂવી જોતો હતો."

અનુજા : "કયું મૂવી જોવે છે તું?"

આર્યન : "મેરે યાર કી શાદી હૈ, હું એ મૂવી જોવું છું."

અનુજા : "ઓકે સારું આર્યન, હવે મારી બર્થ-ડે પર તું મેરે યાર કી બર્થ-ડે હૈ એવું ગીત ગાજે." 😀😀😀

આર્યન : "સારું અનુજા." 😀😀😀

આર્યન : "કંઈ કામ હતું તારે?"

અનુજા : "હા આર્યન કામ હતું."

આર્યન : "હા બોલ અનુજા શું કામ હતું?"

અનુજા : "કંઈ નહીં આ તો બસ તને એડ્રેસ આપવા માટે કોલ કરેલો."

આર્યન : "શેનું એડ્રેસ અનુજા?"

અનુજા : "મારી બર્થ-ડે જે હોટેલમાં રાખી છે ને તેનું એડ્રેસ આર્યન."

આર્યન : "ઓહ હા અનુજા બરાબર છે. તે મને હોટેલનું એડ્રેસ નહોતું કહેલું."

અનુજા : "હા એટલે જ કોલ કર્યો તને."

આર્યન : "ક્યાં છે બર્થ-ડેની પાર્ટી?"

અનુજા : "હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં છે."

આર્યન : "ઓકે સારું અનુજા. પણ કેટલા વાગ્યે છે પાર્ટી?"

અનુજા : "સાંજે સાત વાગ્યે છે."

આર્યન : "સારું અનુજા હું આવી જઈશ."

અનુજા : "એક કામ કરીશ તું."

આર્યન : "હા બોલને અનુજા. શું કામ છે?"

અનુજા : "તું પાર્ટીના દિવસે થોડોક વહેલાં આવી શકીશ?"

આર્યન : "હા જરૂર અનુજા." 😊😊😊

અનુજા : "સારું આર્યન." 😊😊😊

આર્યન : "બીજું કંઈ લાવવાનું છે અનુજા?"

અનુજા : "હા લાવવાનું છે ને આર્યન."

આર્યન : "એ શું વળી?" 😉😉😉

અનુજા : "હું તને બહુ મારીશ આર્યન જો આવું પૂછીશ તો." 🙄🙄🙄

આર્યન : "કેમ અનુજા આવું બોલે છે તું?" 🤔🤔🤔

અનુજા : "મારી બર્થ-ડે ગીફ્ટ જો ના લાવ્યો તું, તો બહુ જ મારીશ તને."

આર્યન : "તું આવું ના બોલ અનુજા, તારી બર્થ-ડે ગીફ્ટ હું કેમ ભૂલું!"

અનુજા : "સારું આર્યન." 😊😊😊

આર્યન : "હું તો બસ મજાક કરતો હતો અનુજા." 😊😊😊

અનુજા : "એ તો મને ખબર જ હતી આર્યન." 😀😀😀

આર્યન : "સારું અનુજા." 😀😀😀

અનુજા : "હવે હું ફોન મૂકું છું આર્યન અને તું ટાઈમ પર આવી જજે." ☺️☺️☺️

આર્યન : "સારું અનુજા, હું ટાઈમ પર આવી જઈશ." ☺️☺️☺️

હવે એ ૨૨ એપ્રિલનો દિવસ પણ આવી જાય છે, જ્યારે અનુજાનો બર્થ-ડે હોય છે. બર્થ-ડેની પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે આયોજિત કરવામાં આવેલી હતી. ધીમે ધીમે બધાં મહેમાનો આવવાની શરૂઆત થઈ જાય છે. તેમાં બધાં આમંત્રિત મહેમાનો આવી જાય છે, જેમાં અનુજાના પરિવારના લોકો, સગાસંબંધીઓ, તેનાં સ્કૂલના ફ્રેન્ડ્સ અને કોલેજના ફ્રેન્ડ્સ હોય છે.

આર્યન પણ થોડીવારમાં તેના કેમેરા સાથે ત્યાં આવી જાય છે. અનુજા આર્યનને જોવે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે. કેમકે આર્યને અનુજાનું માન રાખ્યું અને વહેલાં આવી ગયો. આર્યન પણ અનુજાને જોઈને ખુશ થઈ જાય છે. એની ખાસ ફ્રેન્ડનો બર્થ-ડે હતો અને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પોતે કરવાનો હતો.

આજે અનુજા બર્થ-ડેના દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એનો આજે ૨૫મો બર્થ-ડે હતો. અનુજાએ સફેદ રંગનું ખૂબ જ સરસ વન પીસ પહેરેલું હતું. તે હોટેલની લાઇટમાં એકદમ આસમાનથી ઉતરી આવેલી પરી જેવી લાગતી હતી. એને જોનારાની નજર જ ના હટે એવી એ રૂપસુંદરી જેવી તૈયાર થયેલી હતી.

થોડીવારમાં બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન ચાલુ થઈ જાય છે. અનુજા એની બર્થ-ડેની ખાસ કેક, જે આજ હોટેલમાં ઓર્ડર આપીને એના બર્થ-ડે માટે ખાસ તૈયાર કરવામાં આવેલી હોય છે. તેને મીણબત્તીની ફૂંક મારીને કાપે છે. પછી અનુજાના પરિવારવાળા અને બધાં આમંત્રિત મહેમાનો હેપ્પી બર્થ-ડે ટુ યુ અનુજા કહીને તાળીઓ પાડવા લાગે છે. આ દરમિયાન આર્યન આખી બર્થ-ડે પાર્ટીની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. ત્યાં જ આર્યનની નજર એક ખૂબસૂરત છોકરી પર પડે છે. પછી તો આર્યન બસ એને જોતો જ રહી જાય છે.

પછી આર્યન મનમાં એ વિચારે છે કે કોણ હશે આ ખૂબસૂરત છોકરી?

શું અનુજા એને ઓળખતી હશે કે કેમ? પછી આર્યન એવું વિચારે છે કે અનુજાને જ પૂછી જોવુ તો સારું રહેશે. પણ હાલમાં એ બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરતો હોય છે અને અનુજા પણ એનો બર્થ-ડે હોય છે, એટલે એ પણ ફ્રી હોતી નથી. એટલા માટે એ પછી પૂછી લેશે એવું નક્કી કરે છે અને બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ચાલુ રાખે છે.

શું આર્યન જે છોકરીને જોઈ રહ્યો હતો શું એ એન્જલ છે કે પછી એ કોઈ બીજી કોઈ છોકરી છે?
પણ એ જોઈશું આ વાર્તાના હવે પછીના ભાગમાં ખૂબ જ જલદી જલદી... 😊😊😊