Lesson of life - 9 in Gujarati Motivational Stories by Angel books and stories PDF | જીવનનાં પાઠો - 9

The Author
Featured Books
Categories
Share

જીવનનાં પાઠો - 9

સારા વિચારોને વિકૃત માનસ તરફ ન લઈજા શીત..દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, વિકૃતીનો સીધો અર્થ છે કે નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ નાખવાની- દરેક બાબતમાં ગહન ચિંતન કે અર્થ કે સંદેશ શોધ્યા કરવાની વૈચારિક બુદ્ધિ નું અધઃપતન કરવુ .અને આનંદ નામની વસંત આડે આ વિચાર નામનું પાનખર છે. જયાં કેવળ ખોટા ચહેરા ઓઢીને ભપકાંનું લુખ્ખું પ્રદર્શન છે, જયાં સતત કોઇ પારકાંને રાજી કરી એનું પ્રમાણપત્ર મેળવવાની ભાગદૌડ છે, જયાં નિરાંતજીવે કશું માણવાની ફુરસદ નથી, જયાં મૌનની ભાષા ઉકેલવાની આવડત નથી- ત્યાં પુષ્પ નથી, ત્યાં રંગ નથી, ત્યાં પતંગિયા નથી. ત્યાં વસંત નથી..!
અધ્યાત્મના નામે, ફિલોસોફીના નામે, વિદ્વતાની વાહવાહી મેળવવા માણસ દરેક બાબતની સમજૂતી શોધતો ફરે છે. જયાં સમજૂતી વધી જાય છે, ત્યાં સૌંદર્ય ઘટી જાય છે! આર્ટ કેન લોસ્ટ ઇટ્સ હાર્ટ ઇન એકસપ્લેનેશન્સ! અમુક બાબતો બસ ચાખવાની, ભોગવવાની, જીવવાની હોય છે. ચમચી લઇને બટાકાવડાને વીંખીપીંખી નાખી, અંદર જીરૃ છે કે વરિયાળી એ છૂંદીછૂંદીને શોધ્યા કરવા કરતા મજા બટાકાવડાં ગરમ હોય ત્યારે ગપ્પ દઇને ચાવી જવામાં છે! "ચુંબન" બે હોંઠથી એના પર ભાષણ કરવાનો વિષય નથી, બીજા બે હોઠ સાથે એને જડબેસલાક ભીંસી દઇને જીભના ટેરવાઓથી મધુરસ ચાખવાનો વિષય છે! એમાં બહુ કમ્પેરિઝન કરનારા રીયાલિટી શોના જજ બનવાની જરૃર નથી. બી ધ પરફોર્મર. એન્જોય ધ ડાન્સ. લિવ ધ મ્યુઝિક. ગીત તો કોઇપણ ગમી જાય, બધા આપણા કાનના જલસા માટે જ બન્યા છે. એના વાડાબંધી ને ખાના પાડીને મોજની ખાનાખરાબી શું કરવાની? આર.ડી. બર્મનનું હોય કે એ.આર. રહેમાનનું…. શંકર- જયકિશનનું હોય કે શંકર એહસાન લોયનું- ગમી ગયુંને? તો સાંભળો ને મસ્તીમાં ધુબાકા મારો!
આપણી આસપાસના જગતમાં કેટલીયે એવી ચીજો છે, જેની હયાતી- જેનું હોવું જ બસ, સૌંદર્ય છે. પરમાત્માને આપણે આપણી મરજી મુજબ બનાવીને લડયા કરીએ છીએ, પણ પરમાત્માએ જે જગત બનાવ્યુ છે એને કોઇપણ લેબલ કે પૂર્વગ્રહ કે સરહદો કે અભિમાન વિના જોઇએ છીએ ખરા?
ઇશ્વર નામના કલાકારે કેટલીયે ચીજો આપણા માનવ મનને અર્થહીન લાગે, એવી સર્જીને સાચવી છે- વિકસાવી છે. ઘાસમાં ઉગેલા જંગલી ફૂલો, કોઇ વહેતા ઝરણાંની આસપાસ પડેલા ચિત્રવિચિત્ર આકારના ભીના પથ્થરો, કોઇ વૃક્ષની ડાળીએ ચોંટેલું પીંછુ, કોઇ પહાડના ઢોળાવ પર ફેલાતી રૃપેરી ચાંદની- આ બધી પ્રેકિટકલી જૂઓ તો બેમતલબની ચીજો છે. પણ સેન્સિટિવલી માણો તો એનો અર્થ છે એનું સૌંદર્ય. એની અસર. એની હાજરી. નકામી લાગણી બાબતો પણ દુનિયાને સમૃદ્ધ, રિચ બનાવતી હોય છે. રેતીના કણ ફાલતુ છે. પણ એનાથી જ અફાટ રણ અને સમંદરના કિનારાઓ રચાય છે. વાદળોથી લઇને જંગલો સુધી કેટલીયે આવી અનિયમિત ડિઝાઇન્સના કોમ્બિનેશન્સ રોજ રચાય છે! અને ભલે એમાં સ્થૂળ આકારની ટિપિકલ નમણાશવાળી મુલાય સુંદરતા ન હોય, એના ખરબચડાપણાનું, એની કાળાશનું એના ભેંકાર સૂનકારનું પણ એક સૌંદર્ય છે! સુંદરતા માત્ર બગીચામાં જ હોય એવું નથી. વગડાને પણ પોતાનો વૈભવ હોય છે!
આપણે બધી જ બાબતની સમજૂતી શોધવામાં, તર્કો લડાવી કારણોનો વિચારવામાં, અર્થ વગરના કજીયાકંકાસ કરવામાં બહુ સમય બરબાદ કરીએ છીએ. એવીજ રીતે બ્યુટી એકસપિરિયન્સનો વિષય છે, એકસપ્લેનેશનનો નહિં. સતત શિકારી કૂતરાની જેમ આકુળવ્યાકુળ થઇને બધી બાબતના મીનિંગ ને પર્પઝ શોધ્યા કરવાની જરૃર નથી.
રિઝન-ખુલાસાની તલાશમાં સતત સંઘર્ષનો સ્ટ્રેસ અનુભવવાની જરૃર નથી. જીવનમાં બધું જ સમજી લેવાના ફાંફાં મારવા નહિ, કે એવું અભિમાન કેળવવું નહિ! એના કરતાં જુદી જુદી બાબતોનું જ્ઞાન મેળવીને જ્ઞાન સભર બનવુ વધારે યોગ્ય છે.જુદા જુદા પ્રકારના શોખ કેળવી શોખીન થવું વધારે શારુ. જે રહસ્ય સમજાય નહિ, એમાં જ જાદૂનો રોમાંચ છે.વિચારોને ખોટી દિશામાં દોડાવિને પોતાની શક્તિ નો શુકામ નાશ કરવો શીત..

બે પળની જીદંગી છે યાર મોજ થી જીવી લ્યો ને...ખોટા વિચારોમાં શુકામ પોતાની એનર્જી વેસ્ટ કરવી, કોઈ ની હેલ્પ કરો ખુશ રહો પ્રુકૃતિ એ કેટલું બધું આપ્યું છે પરંતુ તોય માણસ ને ઓછું પડે છે, જેની પાસે કાર નથી એને કાર જોઈએ છે ને જેની પાસે કાર છે વધારે બ્રાન્ડેડ જોઈએ છે... દેખાદેખી કરવામાં ને પોતાનાં સ્ટેટ્સ ને બતાવવામાં માણસ સાચી ખુશી વિસરી ગયો છે..સાચું સુખ શોધો ભૌતિક સુખ નહીં... ઈશ્વર નામનાં કલાકાર ની આ દુનિયામાં કોઈ વ્યર્થ નથી જીવનનાં રંગમંચ પર બધાનો કોઈ ને કોઈ રોલ આવશ્ય છે જરૂર બસ એ રોલ ને પુરા મન થી એક્ટ કરવાની છે...




Be positive yarr 🤗🤗🤗😇💗




Thank you..😇💗😇🤗😍