the secret of love (part 3) in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ (ભાગ 3)

The Author
Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

રહસ્યમય પ્રેમ (ભાગ 3)

વિનોદ ભાઈ દોડી ને એ રૂમ માં આવ્યા અને જાણ કરી દાદી માં એ આપેલો લોટો નથી આવ્યો મંડપ માં ...

બધા ચિંતા મા આવી ગયા ....

"મે એ લોટો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો લાવતા ભૂલાય ગયું હશે હું હમણાં જ એને લઈને આવું...."જીયા બોલી.

"ના , તારે નથી જવું દીકરા હું કોઈક ને કંઇ ને લેવા મોકલું છું" ...વિનોદ ભાઈ બોલ્યા.


પપ્પા,એ લોટો મુસ્કાન દી ના લગ્ન માટે ખૂબ જ મહત્વ નો છે ....તમે બીજી બધી તૈયારી ચાલુ કરો ....મે યુ ગય ઓર યુ આઈ...."

જીયા આવું બોલીને કોઈ કય બોલે એ પેલા ગાડીની ચાવી લઈને નીકળી ગઈ.....


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

જીયા દાદીમાનો લોટો(કળશ) લઈને પાછી આવી રહી હતી ત્યારે રસ્તા પર એને સામે ની સાઇડ નિહાર ની ગાડી માંથી નિહાર ને બાર નીકળતા જોયો ....

બે જ સેકન્ડ માં જીયા ની આંખો પહોળી થય ગઈ...
જ્યારે નિહાર ની સાથે સાથે મુસ્કાન ને બહાર આવતા જોઈ ગય....

____________________________________________

જ્યારે જીયા લોટો લેવા માટે ત્યાંથી નીકળી ત્યારે મુસ્કાન ને કમજોરી જેવું લાગતું હતું એ અખિલ સાથે બેઠી હતી .....અખિલ એના કામ માટે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે મુસ્કાન નિહાર પાસે ગય અને કહ્યું....

"સવાર નું કય નથી ખાધું એટલે ચક્કર આવે છે ... હજી વાર છે ત્યાં ચાલને પાસે મધુરમ સોડા શોપ છે ત્યાંથી સોડા પિય લઈએ...."

"હા,હા કેમ નઈ...."નિહાર ઉત્સુક થી બોલ્યો જેમ કે એ એની જ રાહ જોતો હોય.

બંને કોઈને પૂછ્યા કે કહ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા...
____________________________________________

મુસ્કાન હજી દુલ્હન ના શણગાર માં જ હતી ....

હજી જીયા ગાડી માંથી ઉતરીને મુસ્કાન ને સાદ પાડવા જતી હતી ત્યાં જ જીયા નું ધ્યાન ભટક્યું અને સામે થી આવતા ટ્રક એ જીયા ની ગાડીનો સાવ જીણવટ જેવો ભૂકો કરી નાખ્યો.....

"દી...ઇ ઇ ઇ ઇ............"
સાથે સાથે એના મોઢા માના શબ્દો પણ વેરાઈ ગયા....

મુસ્કાન ને જીયા ના અવાજ નો ભ્રમ થયો હોય એવું લાગ્યું ....પાછળ ફરીને જોયું તો એક એક્સીડન્ટ થયો હતો ....ગાડી એવી હાલત માં થય ગઈ હતી જેને જોઈને મુસ્કાન ને દૂર દૂર સુધી ખ્યાલ જ ના આવ્યો કે એ જીયા ની હોય શકે.....

એ ધીમે ધીમે એની નજીક જતી હતી ત્યાં જ ગાડી નો ધડાકો થયો અને એ સળગી ગય .... નિહાર દોડી ને મુસ્કાન નો હાથ પકડી લીધો અને આગળ જતાં અટકાવી....

મુસ્કાન ના લગ્ન હતા એટલે એને કંઈ પણ થવા ના દેવું જોઈએ એવા વિચાર થી નિહાર મુસ્કાન ને ગાડી માં બેસાડીને ત્યાંથી જતો રહ્યો....

"કોણ હશે એ ...ભગવાન એની આત્મા ને શાંતિ આપે ...." ધ્રુજતા અવાજે મુસ્કાન ગાડી મા બેઠી બેઠી બોલી રહી હતી.

એને દૂર દૂર સુધી પણ જાણ ન હતી કે એ એની બહેન જીયા માટે બોલી રહી હતી....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

નિહાર અને મુસ્કાન જ્યારે ફાર્મ માં પહોચ્યા ત્યારે એણે જોયું કે બધા આમ થી તેમ ભાગી રહ્યા હતા અને બધા મહેમાનો પોતપોતાના ઘરે જવા માટે પ્રસ્થાન કરી રહ્યા હતા ...બધાના મોઢા પર ચિંતા છવાયેલી દેખાય રહી હતી....

સારિકા બેન મુસ્કાન ને જોઈ ગયા એટલે તરત જ એની પાસે આવી ગયા અને છાતી ઉપર મુસ્કાન નું મોઢું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા....

નિહાર ને કઈ સમજાતું જ નોતું...શું થઈ રહ્યું છે એ...
નિહાર વિનોદ ભાઈ પાસે આવ્યો એની આંખો માં આંસુ જોઈને નિહાર ની આંખો ભરાઈ આવી ....

નિહાર ને જાણ હતી જ નઈ કે આ શું થઈ રહ્યું છે પણ એને જેટલો બને એટલો વિનોદ ભાઈ ને સહકાર આપ્યો....

હિમ્મત કરીને નિહાર એ વિનોદ ભાઈ ને પૂછી જ લીધું ........

સારિકા બેન થી છૂટી પડીને મુસ્કાન એક બાજુ બેઠી હતી એની આંખો માંથી આંસુ ની ધાર થય રહી હતી અને વારંવાર પેલી ગાડી નો ધડાકો યાદ આવી રહ્યો હતો....પરંતુ એ સચ્ચાઈ થી હજી અનજાન હતી .... એને ખબર જ ન હતી કે થયું છે શું....

જીયા ની વાત ખબર પડતાં જ નિહાર ની આંખો માંથી ઝરણાંની જેમ આંસુ ની ધાર થય ગય ....એને પાછળ ફરીને મુસ્કાન સામે જોયું .....

" જેને વાત ની ખબર જ નથી એ બીજાની વાત સમજીને આટલું રડી રહી છે ....જીયા ની વાત સાંભળીને ......."આગળ ના શબ્દ ગળી જતા નિહાર રડતા રડતા બોલી રહ્યો હતો .

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

પોલીસ ના તપાસ દ્વારા ગાડી પાસેથી કળશ મળ્યો હતો જે લઈને પાસે આવેલા હેલો ફાર્મ માં આવ્યા .....કેમ કે કળશ કોઈ લગ્ન ની સામગ્રી જેવો લાગતો હતો એટલે પૂછતાછ માટે સીધા ત્યાં જ આવ્યા હતા....

ત્યારે બધા ને જાણ થઈ કે હેલો ફાર્મ થી થોડે દૂર ગાડી નું એક્સીડન્ટ થયું છે અને આસપાસ ની ગાડી અને લોકોને નુકસાન થયું છે....ગાડી ચલાવનાર કોણ હતું એની જાણ પોલીસ ન હતી પણ પાંચ છ લોકો મરી ગયા છે અને બે ઘાયલ....
જે ઘાયલ હતા એ અઢાર વર્ષ ના છોકરા હતા....
પણ ત્યાં જવા કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી ....
એટલે બધા ફાર્મ પર જ બેસીને પોલીસ ની પરવાનગી ની રાહ જોઈ રહ્યા હતા......

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

અખિલ બધા મહેમાનો ને વિદાય આપીને વિનોદ ભાઈ પાસે આવીને બેઠો.....

અખિલ આમ તો જીયા સાથે વધુ સમય રહ્યો ન હતો ...પણ આ સમાચાર થી એની આંખો પણ ભરાઈ આવી હતી ....

બધા જીયા ના ગમ માં આંસુ ની ધાર કરી રહ્યા હતા ...મુસ્કાન હજી આ વાત થી અનજાન બની ગુમસુમ બેઠી હતી ....

એણે અચાનક જ ઉભા થઇ ને બધાને પૂછ્યું ...
" જીયા કયા છે ?...એ હજી નથી આવી કે શું...જીયા એ જ રસ્તે થી આવાની હશે ....હું એને જાણ કરી દવ નકર તે ત્યાં જ ઊભી રહીને સી.આઈ. ડી. ની જેમ પંચાત કરશે ......." એટલું બોલીને થોડું હસી અને ફોન મા જીયા નો નંબર સર્ચ કરવા લાગી.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

અખિલ ને મુસ્કાન ની આ હાલત પર ખૂબ જ દયા આવી ગઈ...
અખિલ ઊભો થયો અને મુસ્કાન પાસેથી ફોન લઈને મુસ્કાન ને છાતી સરસી છાપી દીધી અને રડવા લાગ્યો......
ત્યારે મુસ્કાન સામે ટેબલ પર પડેલો લોટો (કળશ) જોઈ ગઈ... એણે મનમાં જ ગણતરી કરી નાખી.....
લોટો આયા છે.....
જીયા હજી આવી નથી.....
ફાર્મ થી થોડે દૂર જ એક્સીડન્ટ થયું છે....
ફાર્મ થી થોડે દૂર મધુરમ સોડા શોપ પર ગઈ ત્યારે જીયા ના "દી..."શબ્દ નો ભ્રમ થયો....
એટલું વિચારતા જ ગાડી નું ધડાકો થયને સળગી જવું વાળુ આખું દ્રશ્ય એની આંખો ની સામે આવીને ઊભું રહી ગયું અને અખિલ ને બે હાથે ભીંસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.....
મુસ્કાન ના રડવા નો અવાજ આખા હેલો ફાર્મ માં ગુંજી રહ્યો હતો.....
ત્યાં હાજર બધા જ લોકોને સમજાય ગયું કે મુસ્કાન ને જીયા ના સમચાર ની જાણ થઈ ગઈ છે.....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

કહાની માં આવો વળાંક આવતા આગળ શું થવાનું છે?