The secret of love (part 2) in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ (ભાગ 2)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રહસ્યમય પ્રેમ (ભાગ 2)

થોડાક મહિના પછી બંને પરિવાર બહાર ફરવા જવાના હતા ....

ત્યારે અખિલ નું નવું સ્વરૂપ જ જોવા મળ્યું ....
અખિલ બ્લેક જિન્સ અને સફેદ ટી શર્ટ ,સફેદ શૂઝ માં અલગ જ દેખાતો હતો ... એનો સ્વભાવ,વાત કરવાની સ્ટાઈલ એવું ઘણું બદલાયેલું બધા એ જોયું.....પેલા ના અખિલ અને અત્યાર ના અખિલ માં જમીન આસમાન નો ફરક જોવા મળતો હતો....

આ બધું જોઈને અખિલ ના મમ્મી પપ્પા સમજી ગયા આ બદલાવ મુસ્કાન જ લાવી શકે ....

સગાઈ પછીના થોડા દિવસો માં જ અખિલ ને મુસ્કાન પ્રત્યે લાગણી અનુભવવા લાગી ...એને મુસ્કાન માટે પોતાનો બદલાવ પણ કરી નાખ્યો હતો.....

બીજી બાજુ નિહાર ને અંદર થી ઘૃણા આવી રહી હતી મુસ્કાન અને અખિલ ને સાથે ખુશ જોઈને...

હવે જીયા ને લાગતું હતું એને પણ નિહાર ને એના દિલ ની વાત કેવી જોઈએ....

બધા આરામ કરતા હતા ત્યારે નિહાર બીચ પર ઉભો હતો અને વિચારી રહ્યો હતો વિનોદ ભાઈ વારસદાર માં માનવા વાળા છે એને અખિલ ભાઈ ની સચ્ચાઈ કઈ દેવા માં આવે તો મુસ્કાન ના લગન મારી સાથે થય શકે એમ છે .....જીયા એની પાસે ક્યારે આવી ગય એની જાણ નિહાર ને મોડેથી થય.....

એવું ન હતું કે નિહાર ને જીયા ગમતી ન હતી પણ એ મુસ્કાન ને દિલ થી પ્રેમ કરતો હતો....

જીયા એ એના દિલ ની વાત નિહાર ને કહે એ પેલા જ નિહાર બોલી ગયો ....
" મારે તને એક વાત કેવી છે..."

સાંભળતા જ જીયા ના પગ ની નીચે થી જમીન ખસી ગઈ હોય એવો આભાસ થયો એને મન મા જ ધારી લીધું ....મારી જે લાગણી છે એ જ શાયદ નિહાર ની મારા પ્રત્યે હશે....

નિહાર વાત આગળ વધારી રહ્યો હતો....
"મારો અખિલ ભાઈ મારો સગો ભાઈ નથી એ અનાથ આશ્રમ માંથી લીધેલો છે...."

જીયા કઈ સાંભળી જ ના હોય એવી રીતે નિહાર ને જોઈ રહી હતી....

ત્યારે નિહાર ને થયું કે મારી વાત સાંભળીને શોક લાગ્યો હશે....

એને જીયા ને હચમચાવી ને પૂછ્યું ..."હવે તમે આગળ શું કરવાના છો.."

ત્યારે જીયા ને લાગ્યું એની વાત કરી દેવી જોઈએ ....

એ એક જ શ્વાસ માં બોલી ગઈ....

"મે તને પેલી વાર જોયો ત્યાર થી જ હું તને પ્રેમ કરું છું ....."

એ હજી ઘણું બધું બોલવા માંગતી હતી પણ એને શ્વાસ લેવા વચ્ચે થોડો વિરામ લીધો ત્યાં જ નિહાર બોલી ઉઠ્યો....

"શાયદ તારું ધ્યાન નથી હું શું કવ છું....હવે વાત નીકળી જ છે તો હું જણાવી દવ....મે જ્યારે પેલી વાર મુસ્કાન ને જોઈ હતી ત્યારથી હું એને પ્રેમ કરું છું..."

સાંભળતા જ જીયા ને આગળ ની વાત પણ ધ્યાન માં આવી ગય કે અખિલ સગો ભાઈ નથી અનાથ છે ...

જીયા ને એની મુસ્કાન દી વધારે વહાલી હતી ...એમ પણ એને અખિલ ગમતો ન હતો એટલે જેમ બને એમ જલ્દી થી રિશ્તા તૂટી જઈ એની તૈયારી માં હતી....

એ તરત જ મુસ્કાન પાસે ગઈ અને આ વાત જણાવી....

ત્યારે મુસ્કાન અખિલ પાસે ગય....

અખિલ પાસે થી જાણવા મળ્યું અનાથ અખિલ નઈ નિહાર હતો....

પછી બંને બહેનો ઊંડા વિચાર માં જતી રહી ....
અને ગણતરી ચાલુ કરી દીધી ....
જીયા ના મનમાં અલગ થી જ ગણતરી ચાલુ હતી ....ત્યારે એને યાદ આવ્યું કે નિહાર મુસ્કાન ને પ્રેમ કરે છે એવું એ બોલ્યો હતો ...ત્યારે તો ઈ વાત પર ધ્યાન ગયું જ ન હતું....

હવે એને મન માં જ ગણતરી કરી નાખી નિહાર ખોટું બોલે છે એમ ...એના ખોટું બોલવાનું કારણ એ મુસ્કાન ને પ્રેમ કરે છે એટલે હોય શકે....

જ્યારે બીજી બાજુ મુસ્કાન વિચારી રહી હતી...અખિલ સાચું બોલે છે તો નિહાર આવું ખોટું શું કામ બોલે ?....

અખિલ અનાથ છે કે નથી એના થી મુસ્કાન ને કોઈ ફરક પડતો ન હતો ...એ એને પ્રેમ કરતી હતી....એટલે આ વાત એના પપ્પા થી છુપાવા માંગતી હતી ...

જીયા નાખુશ હતી પરંતુ મુસ્કાન ની ખુશી મા એની ખુશી હતી એટલે એ પણ માની ગય....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

છ મહિના પછી લગ્ન રાખવામાં આવ્યા હતા ...

જીયા ને નિહાર પ્રત્યે ની લાગણી ત્યાં જ સમેટાઈ ગય જ્યારે એને જાણ થય નિહાર મુસ્કાન ને પ્રેમ કરે છે...
પરંતુ એ વાત ને જીયા એની અંદર જ રાખવા માંગતી હતી .... જો આ વાત બહાર આવે તો મુસ્કાન ને ઠેસ પહોંચે....


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

લગ્ન નો દિવસ આવી ગયો હતો બધાં પોતપોતાના કામ માં વ્યસ્ત હતા.....અખિલ નો પરિવાર જાન લઈને આવી ગયા હતા....

લગ્ન એક વિશાળ હેલો ફાર્મ માં રાખવામાં આવ્યા હતા ....જ્યાં ખાવાની વિવિધ વાનગીઓ જોવા મળતી હતી....અલગ થી સ્ટેજ ઉપર ગીત ગવાઈ રહ્યા હતા ...આખું ફાર્મ ફૂલો થી લાઈટિંગ થી જબકી રહ્યું હતું... લગ્ન નો મંડપ ડેકોરેશન ક્યાંય જોવા મળે નહિ એવું કરવામાં આવ્યું હતું....બધા મહેમાનો માટે ખુરશી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.... વેઇટરો થોડી થોડી વારે પાણી શરબત મીઠાઈ મહેમાનો ને આપી રહ્યા હતા....

મુસ્કાન અને જીયા દુલ્હન ની રૂમ માં બેઠા હતા ....

મુસ્કાન લાલ કલર ના લહેંગા મા લાલ ગુલાબ નું ફૂલ લાગી રહી હતી....આટલી સુંદર છોકરી દુનિયા માં ક્યાંય બીજી જોવા મળે નહિ એવી લાગી રહી હતી મુસ્કાન ....

જીયા સફેદ કલરના વેસ્ટર્ન કપડાં માં કોઈ ફોરેન ની ક્વીન લાગી રહી હતી....

બંને બહેનો ને નજર ના લાગે એની માટે સારિકા બેને કાલા ટીકા લગાવી દીધા હતા ....

વિનોદ ભાઈ દોડી ને એ રૂમ માં આવ્યા અને જાણ કરી દાદી માં એ આપેલો લોટો નથી આવ્યો મંડપ માં ...

બધા ચિંતા મા આવી ગયા ....

"મે એ લોટો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો લાવતા ભૂલાય ગયું હશે હું હમણાં જ એને લઈને આવું...."જીયા બોલી.

"ના , તારે નથી જવું દીકરા હું કોઈક ને કંઇ ને લેવા મોકલું છું" ...વિનોદ ભાઈ બોલ્યા.


પપ્પા,એ લોટો મુસ્કાન દી ના લગ્ન માટે ખૂબ જ મહત્વ નો છે ....તમે બીજી બધી તૈયારી ચાલુ કરો ....મે યુ ગય ઓર યુ આઈ...."

જીયા આવું બોલીને કોઈ કય બોલે એ પેલા ગાડીની ચાવી લઈને નીકળી ગઈ.....

(લગ્ન મા હાજર તમામ લોકો માંથી કોઈને જાણ હતી નઈ કે એ લોકો જીયા ને હવે છેલ્લી વાર જોય રહ્યા છે )

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

મુસ્કાન ના લગ્ન થઈ જશે ..? અને જીયા સાથે શું થવાનું છે ?