રહસ્યમય પ્રેમ
( THE SECRET OF LOVE )
શહેનાઝ પરિવારના વધારે ન અમીર ન વધારે ગરીબ એવા વારસદાર માં માન્યતા રાખવા વાળા સીધા અને સરળ સ્વભાવ ના એવા બીજી કોઈ પણ અંધશ્રદ્ધા માં ના માનવા વાળા આજના યુગ ના વિચાર ધરાવતા વિનોદ ભાઈ અને સારિકા બેન છોકરાવાળા એની દીકરી ને જોવા આવી રહ્યા છે એની તૈયારી માં હતા ...દાદી માં એ આપેલો લોટો ટેબલ પર શણગારવામાં આવ્યો હતો...
દાદીમાનો એ લોટો શહેનાઝ પરિવાર માટે ખૂબ જ મહત્વ નો હતો.....શહેનાઝ પરિવાર માં જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે લોટા ની હાજરી બધા કરતાં વધારે મહત્વ ધરાવતી હતી....એવું દાદી માં માનતા હતા અને બધા ને માનવા મજબૂર કરી દીધા હતા ...એટલે બધા એનુ પાલન પૂરી નિષ્ઠા થી કરી રહ્યા હતા....
સારિકા બેન ને યાદ આવ્યું ....છોકરાવાળા આવી જાશે પણ એની દીકરી ને તૈયાર થતા સમય લાગશે એટલે એને બોલાવા ગયા...
" મુસ્કાન .... જીયા..."
મુસ્કાન અને જીયા...
મુસ્કાન જીયા કરતા બે વર્ષ મોટી હતી... એનુ ડાહપણ એને જોતા જ છલકાઈ આવતું હતું...હોશિયાર,બહાદુર ...અને જોતા જ ગમી જાય એવી એની કથ્થઈ આંખો,ગુલાબી હોઠ,લાંબા વાળ જાણે પાણી નું ધોધમાર ઝરણું જ હોય ,ઊંચાઈ માં છ ફૂટ કરતા થોડીક જ નીચી,પાતળી એની કમર, જોતા જ આંખો અંજાય જઈ એવી રૂપાળી રૂપ રૂપ ના અંબાર હતી મુસ્કાન.....
મુસ્કાન M.A. કરેલી હતી પરંતુ એ એના શોખ પ્રમાણે યોગા ક્લાસ ચાલુ કરીને લોકો ને યોગા શીખવતી.....જ્યારે જીયા M.B.A. કરેલી હતી એ ખૂબ જ મોટી કંપની AK COMPANY LIMITED મા જોબ કરતી હતી ....
જીયા મુસ્કાન કરતા બે વર્ષ નાની હતી પરંતુ એ મુસ્કાન કરતા પણ વધારે હોશિયાર અને બહાદુર હતી .....મુસ્કાન કરતા વધારે નમણી હતી .....એની કાળી આંખો,ગુલાબી રતુંબડા હોઠ,લાંબા ભૂરાશ પડતા વાળ,મુસ્કાન કરતા સહેજ નીચી ,મુસ્કાન જેવી જ પાતળી કમર ....
બંને બહેનો કોઈ અપ્સરા થી ઓછી નોતી દેખાતી...
આમ તો બંને બહેનો જોવામાં સરખી જ દેખાતી....
છોકરા વાળા એની મોટી દીકરી મુસ્કાન ને જોવા આવવાના હતા...
સારીકા બેન રૂમ માં આવ્યા ત્યારે બંને બહેનો યોગા પૂરા કરીને ઊભી થઈ હતી એને જોઈને સારીકા બેનને વધારે ચિંતા થવા લાગી કે આ છોકરીયું ક્યારે તૈયાર થશે...
એના ચહેરા પર ચિંતા છવાયેલી જોઈને જીયા આગળ આવીને બોલી...
" મમ્મી તું શું કામ ચિંતા કરે છે હું છું ને ...હું દી ને તૈયાર કરી આપી એ પણ છોકરો આવે એ પહેલા..."
" હા ....મમ્મી કોઈ રાજકુમાર થોડી આવે છે કે મારે રાજકુમારી ની જેમ તૈયાર થવાનું છે...હું તો જેવી છું એવી જ એની સામે આવી જાય ...."મુસ્કાન બોલી...
"બેટા રાજકુમાર નઈ હોય પણ તું તો અમારી રાજકુમારી છે....તને ...આવીને..લઈ...જશે..."બોલતા બોલતા એનુ ગળું રૂંધાય ગયું...
આ જોઈને મુસ્કાન અને જીયા હસી પડ્યા.....
બે કલાક પછી છોકરા વાળા આવી ગયા ....
સારીકા બેન મુસ્કાન ને લેવા માટે ઉપર આવ્યા...જોતા જ આંખોમાં આંસુ આવી ગયા...
મુસ્કાન સફેદ અપ - શોલડર નું બ્લાઉઝ ઉપર વાદળી સાડી , ખુલ્લા લસરપટ્ટી જેવા સીધા એના વાળ ,એની પાતળી કમર વાદળી સાડી માંથી ડોકિયાં કાઢતી હતી,દેખાય નઈ એવી નાની કાન ની બુટી,આછા ગુલાબી રંગેલા હોઠ ....જાણે કોઈ આસમાન ની પરી જેવી લાગતી હતી....
એને લઈને નીચે આવવા માટે જીયા ને સુચવીને તે નીચે જતા રહ્યા...
જીયા પણ લાલ કુર્તી મા સ્ટ્રોબેરી જેવી લાગતી હતી...
મુસ્કાન ને લઈને નીચે આવી ત્યાં બધાની નજર એના પર પડી...બધા એને જોતાં જ રહ્યાં....
ત્યાં જ જીયા ની નજર સોફા પર બેઠેલા નિહાર ઉપર પડી....
એને જોતા જ જીયા એક દાદર ચૂકી ગઈ ...
નિહાર એક સંસ્કારી શરીફ ખાનદાન માંથી છે એવું એના મોઢા પરથી જ દેખાય આવતું હતું...
જોતા જ ગમી જાય એવો... નમણું નાક,સહેજ પણ ભૂલ ના હોય એવા આકાર નો એનો ચહેરો, ડેનિમ જીન્સ અને બ્લેક શર્ટ માં એ એક રાજકુમાર થી વધારે સારો લાગતો હતો....
નિહાર ને જોઈને જીયા મન માં ને મન માં ભગવાનને ફરિયાદ કરતી હતી કે આવો મુરતિયો એના જીવનમાં કેમ ના લખ્યો...
બંને બહેનો નિહાર ની સામે અને એના મમ્મી પપ્પા ના બાજુના સોફા પર જઈને બેસી ગઈ...
થોડા સમય માં જ દરવાજા માંથી એક છોકરા ની હાજરી થય બધાની એક સાથે નજર ત્યાં ગય....
એ છોકરા ને જોઈને બધાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ...
એ છોકરો હતો નિહાર નો મોટો ભાઈ અખિલ....
અખિલ નિહાર કરતા ત્રણ વર્ષ મોટો હતો એ જોવામાં નિહાર જેટલો નઈ પણ જોતા નજર અટકી જાય એવો સુંદર હતો ....નિહાર કરતા વધારે શાંત હોશિયાર અને પોતાની દુનિયા માં જ વ્યસ્ત રેવા વાળો...કોઈની કઈ પડી જ ના હોય એવી રીતે એનુ જીવન જીવ્યા રાખતો...એ ફોર્મલ બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ ઉપર બ્લેક સુટ માં ઓફિસ માં કામ કરતો બોસ લાગતો હતો...
અખિલ ને જોતા મુસ્કાન મન માં જ ખુશી અનુભવી રહી હતી આવો છોકરો એને ક્યારેય જોયો જ નોતો...
સ્માર્ટ જીયા એ મન માં જ ગણતરી ચાલુ કરી દીધી...આ બેય રાજકુમાર માંથી એક મુસ્કાન દી અને એક મારા માટે ભગવાને બનાવેલા હશે.. ઓર મન હિ મન મે મુસ્કુરા રહી થી....
થોડા સમય માં જ બધાને ખબર પડી નિહાર નાનો ભાઈ છે અને જે જોવા આવ્યો એ અખિલ હતો...
અખિલ એના પપ્પા નો ધંધો સંભાળતો હતો ...જ્યારે નિહાર તેના પપ્પા ના નાના ભાઈ એટલે એના કાકા નો ધંધો સંભાળતો હતો ..કારણ કે એના કાકા ના લગન થયા ન હતા એટલે એના વારસદાર હતા જ નઈ...અને એના કાકા કેન્સર રોગ ના દર્દી હતા એટલે એનુ બધું કામ નિહાર સાંભળી રહ્યો હતો....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
એક મહિના પછી જ સગાઈ રાખવામાં આવી હતી ...
જીયા ને નિહાર ગમતો હતો...
મુસ્કાન ને અખિલ ધીમે ધીમે ગમી ગયો હતો ...
પણ અખિલ તો એની જ રીતે કામ કરવા વાળો મુસ્કાન સામે ધ્યાન હતું જ નઈ ...અખિલ લગન કરવા ખાતર જ કરી રહ્યો હતો...
બીજી બાજુ વાદળી સાડી માં મુસ્કાન ને જોઈને નિહાર એનુ દિલ એને આપી બેઠો હતો...પહેલી નજર માં મુસ્કાન ને જોયા પછી એને બીજી કોઈ પણ વાત માં રસ હતો નઈ...
સગાઈ ના બે ત્રણ દિવસ પછી મુસ્કાન અને અખિલ બહાર જવાના હતા ...
અખિલ ને કોઈ રસ હતો નઈ પણ નિહાર એને લઈ જતો હતો ...નિહાર ને મુસ્કાન જોવા મળશે એની ખુશી માં એ જઈ રહ્યો હતો...
બીજી બાજુ નિહાર આવે છે એની જાણ થતા જ જીયા મુસ્કાન સાથે જવા રાજી થઈ ગય હતી...
નિર્મળ ચોક પાસે આવેલા SILK CAFE મા બધા ભેગા થયા...
અખિલ અને મુસ્કાન એકલા પડ્યા ...ત્યારે બીજી બાજુ જીયા અને નિહાર એકલા હતા...ત્યારે નિહાર નું ધ્યાન મુસ્કાન પર જ હતું...
જીયા મન માં ને મન માં ભગવાનનો આભાર કરતી હતી...
ત્યારે એનું ધ્યાન નિહાર થી ખસી ને મુસ્કાન અને અખિલ પર પડી ..
અખિલ સતત ફોન પર વાત કરી રહ્યો હતો અને મુસ્કાન આજુ બાજુ ની વસ્તુ નિહાળી રહી હતી...
જીયા થી બોલાય ગયું ..."અખિલ જીજુ ફોન માં જ રેશે તો મારી દી પર ક્યારે ધ્યાન આપશે ...મને આવા છોકરા પસંદ જ નથી... હુહ......"
નિહાર એના જ વિચારમાં હતો....એટલી સારી છોકરી સાથે અખિલ ભાઈ સારું નથી કરી રહ્યાં....પણ એ કઈ કરી શકે એમ ન હતો....
આમ જોવા જઈએ તો જીયા અખિલ ના આવા સ્વભાવ ને કારણે આ રિશ્તા થી ખુશ ન હતી....
બીજી બાજુ નિહાર ને મુસ્કાન સાથે પ્રેમ હતો એટલે એ પણ આ રિશ્તા થી ખુશ ન હતો....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
કોણ કોને પ્રેમ કરે છે ....અને કોની લવસ્ટોરી આગળ વધવાની છે?