Wheels keep spinning - 7 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 7

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પૈડાં ફરતાં રહે - 7

7

હું રસ્તાની એક બાજુ ઉભી રહી. મને હળવેથી બ્રેક મારી જાણે શમણામાંથી જગાડી. હું ભોમિયાના હાથનો પ્રેમાળ સ્પર્શ મારા સ્ટિયરીંગ પર અનુભવી રહી હતી. અને ક્લચ પર ને એક્સેલરેટર પર હળવેથી ફરતા પગ સાથે મારો બદલાતો અવાજ જાણે હું એની સાથે મીઠી ગોઠડીમાં મગ્ન હોઉં એવું લાગતું થતું હતું. હું ડીમલાઈટ સાથે જાણે આંખ મીંચી એ મધુર ક્ષણો માણી રહી હતી. ઓચિંતો એ રંગમાં ભંગ પડ્યો. પહેલાં તો થયું મેં જ ચીસ નાખી, કોઈ મીઠી મધુરી પીડાની. પણ આ તો કોઈ સ્ત્રીની ચીસો હતી. દર્દથી કણસતી.

અચાનક ભોમિયાએ મને ઉઠાડી ઉભી રાખી. એ કૂદકો મારતો નીચે ઉતર્યો. ફૂલ લાઈટ કરતાં તેણે દૂર સુધી નજર નાખી. રફીક પણ ઉતર્યો. ક્યાંય કોઈ દીવો યે ટમટમતો દેખાય તો. રસ્તાની સાઈડે સંપૂર્ણપણે પથરાળ જમીન હતી. થોડે દુર માથોડું ઊંચું ઘાસ હતું.

જે કરવાનું હતું એ થોડી ક્ષણમાં કરવાનું હતું. સુમસામ ધોરી માર્ગ, ભયંકર અંધારું.

રફીક બોલ્યો, 'મારી જ બસમાં? યા અલ્લા, આ બાઈનો જાન બચાવજે.' તેણે આકાશ સામે હાથ જોડ્યા અને કોઈ બસ દૂરથી દેખાય તો હાથ કરતો ઉભો રહ્યો. અલ્લા કે ભગવાન કદાચ કોઈ મદદ મોકલે.

ફરી એક તીણી ચીસ. ફરી ફરી એ ચીસોનો અવાજ મોટો થવા લાગ્યો. ચીસોમાં વ્યક્ત થતાં દર્દની માત્રા વધવા લાગી. અંધારું એ ચીસોને કારણે વધુ બિહામણું લાગતું હતું.

રફીકે બસમાં ચડી લાઈટ કરી અને હાક પાડી, "બસમાં કોઈ ડોક્ટર છે? એક આદિવાસી બાઈને પ્રસુતિ કરાવી શકે એવા? બસ નજીક કોઈ દવાખાને પહોંચી શકે એમ નથી."

હું તો દોડવા તૈયાર હતી. મારો ભોમિયો એક પગ દબાવે એટલી વાર. પણ રસ્તો તૂટેલો હતો. હું ઉછળતી જતી હતી. આ તો હું ધીમી હતી એટલે ધક્કા ઓછા લાગતા હતા.

"હું છું. થર્ડ ઈયર મેડીકલ સ્ટુડન્ટ. બરોડા મેડીકલમાં છું. ઓફ ડે માં ઘેર જાઉં છું." એક યુવાન બોલી ઉઠ્યો.

એણે બેગ ઊંચી કરી. બેગમાં ખખડાટ થયો.

એણે કહ્યું, "સાહેબે મારા ગામનાં હેલ્થ સેન્ટર માટે આ બેગમાં મોકલ્યું છે તે કામ લાગશે. મારી પાસે થોડી દવાઓ, પેઇનકીલર, એક બે ચીપીયા અને કાતર છે. ડ્રેસિંગ માટેનું સ્ટેરાઇલ કોટન છે. પાટાપીંડી માટેનું ગોઝ છે. એક બે ડિસ્પોઝેબલ સીરીંજ અને એ બધા સાથે મારી પાસે વિશ્વાસ છે. તો ટાઈમ ન ગુમાવો."

રફીક ધર્મ સંકટ (કે મઝહબ સંકટમાં) મુકાઈ ગયો. ઔરતને આ યુવાનને એ જગ્યાએ અડવા દેવાય? ને બાઈને કાંઈ થાય તો?

"આને પ્રસૂતી કરવા દઉં ને બાઈ મરી જાય તો પણ તારી સાથે મારી જવાબદારી થાય." રફીકે કહ્યું.

"'ને ન કરવા દે તો તો બાઈ ચોક્કસ થોડી મિનિટની મહેમાન છે." યુવાન બોલી ઉઠ્યો.

"લેડી છે તો છે. દરેક પેશન્ટ સ્ત્રી અમારી મા બરાબર છે. કોઈ મદદ કરે તો બહુ સારું. બાકી હું તો છું જ. જલ્દી કરો. મને આને બચાવવા દો." તેણે હિંમતથી કહ્યું.

એક પ્રૌઢ બહેન ઊભાં થયાં. એમણે સફેદ સાડી પહેરેલી પણ ગળામાં મંગળસૂત્ર હતું. ચાંદલો પણ કરેલો. તેઓ વિધવા તો નહોતાં જ. તેમણે કહ્યું, "હું સર્ટિફાઇડ મીડવાઈફ, દાયણ છું. દાહોદ પાસેના ગામમાં નોકરી કરું છું. ગઈકાલે રજા હતી એ પુરી કરી ઘેરથી નોકરીએ જાઉં છું. આ ડોક્ટર જો પ્રસુતી કરાવતા હોય તો હું છું સાથ દેવા."

બહેને પોતાની સાથેની બેગમાંથી તપેલી કાઢી. કોઈ આદિવાસીએ ચીપીયો આપ્યો જે સાણસીની ગરજ સારે એવો હતો.

ભોમિયાએ પોતે ધુમ્રપાન કરતો ન હોઈ રફીક પાસે લાઈટર માંગ્યું. એ પણ નહોતો કરતો. કોઈએ માચીસ બોક્સ આપી. નજીકના સૂકા છોડની ડાળીઓ કાપી ભોમિયાએ જોતજોતામાં અગ્નિ પ્રગટાવ્યો. એના પ્રકાશમાં એ લાગતો હતો મઝાનો પૌરુષ ભર્યો. વળી હું આગળ અંધારામાં જોતી રહી. ભોમિયાએ ચીપીયાથી તપેલી પકડી. તે બે પથરા વચ્ચે નાખેલી કાપેલી ડાંખળીઓમાંથી અગ્નિ પ્રગટાવી તપેલીમાં પાણી ગરમ કરી રહ્યો.

"બધાં નીચે આવી જાઓ. ગભરાશો નહીં. બાઈનો વાળ વાંકો નહીં થવા દઈએ." કહેતાં એ નાના સરખા ડોક્ટરે પોતાની બેગ ખોલી, ચીપીયો અને કાતર ગરમ પાણીથી સાફ કર્યાં. ભોમિયાએ અને બાઈના વરે સાથે મળી બાઈને ઊંચકી બસમાંથી બહાર લીધી એટલી વારમાં રફીકે કોઈક પોટલું બાંધવાનું સફેદ કપડું છેલ્લી સીટ નીચેથી કાઢી જમીનપર પાથર્યું. બાઈ સાથેની ડોશી કોઈ પણ જાતની મર્યાદા ભૂલી પોતાની ઓઢણી બાઈ પર ઢાંકી રહી. બે જણાએ બાઈની આડી પોતાની લૂંગીઓ L શેઈપમાં રાખી લોકોથી પડદો કર્યો. રફીક લોકોને દૂર ઉભાડી મોબાઈલની લાઈટ ધરી રહ્યો. સામે ઉભી બાઈનો વર કોઈના મોબાઈલની લાઈટ નીચે ધરી રહ્યો.

એમ આ 'કાલે ગગન કે તલે' તેમણે તેમનું કાર્ય આરંભ્યું.

લગભગ અર્ધા કલાકની જહેમત પછી બાઈનો છેડાછૂટકો થયો. એ આંખો મીંચી ગઈ અને.. નવજાત શિશુના રુદનના અવાજે પુરી થતી બિહામણી રાતને જીવંત બનાવી દીધી.

દૂર આકાશમાં ભુરી રેખા દેખાઈ ને તાજગી ભર્યો પવન ફૂંકાયો.

"વધામણી. બાબો છે. બેનને આગલી સીટમાં સુવાડી દ્યો. હું દાહોદ મેઈન સ્ટોપે ઉતરું જ છું ત્યાંથી મારી હોસ્પિટલમાં જ લઈ લેશું." દાયણ બેન બોલ્યાં.

દાયણ બહેને કહ્યું કે યુવાન ડોક્ટરે સ્ત્રી દેહની પુરી મર્યાદા રાખેલી. મોટા ભાગનું બાઈને અડવાનું કામ પોતે જ કરેલું.

સહુએ યુવાન મેડીકલ સ્ટુડન્ટનો આભાર માન્યો. તો એ કહે "એસ.ટી. તો અમારી અન્નદાતા છે. એના પેસેન્જર માટે તો થાય એટલું કરી છૂટવું મારી ફરજ છે."

"અન્નદાતા? હું હૈમજો નોંય." ભોમિયાએ પૂછ્યું.

"મારા બાપા એસ.ટી.માં ડ્રાઇવર છે. જીવણલાલ પંડ્યા. જીવણ મા'રાજ."

ભોમિયો એ ડોક્ટરને જોરથી ભેટી પડ્યો. આવડા 20 વરસના છોકરાને એણે બચી ભરી લીધી.

"હું ભોમિયા કાકા."

એ સાથે ડોક્ટર છોકરો ઉત્સાહથી છલકી ઉઠ્યો અને ભોમિયાને નીચો વળી પગે લાગ્યો. "બાપુજી તમારી વાત ઘેર કરતા હોય છે."

એનું ગામ દાહોદ નજીક ગુજરાત- મધ્યપ્રદેશની બોર્ડર પાસે હતું.

એ માંસના પીંડ જેવા નવજાત શિશુને કપડામાં ઊંચકી ડોશી બસમાં ચડી. બાઈને ફરી ભોમિયા અને બાઈના વરે મળી ઉપર ચડાવી અને સહુથી આગલી 6 ની સીટ પર સુવાડી.

ફરી ભોમિયાએ મને જગાડતાં વહાલથી ચાવી ફેરવી, ક્લચ અને એક્સેલરેટર આપ્યું અને હું 70 જીવ લઈ નીકળી હતી, 71 જીવ સાથે ઉપડી ત્યારે પૂર્વાકાશમાં લાલીમા પથરાઈ ચુકી હતી અને મંદમંદ પવન વાતો હતો. દાહોદના બસ ડીપોમાં બસ દાખલ થઈ ત્યારે કુણો તડકો નીકળી ચુક્યો હતો. લગભગ સાડાસાત વાગવા આવ્યા હતા.

દાયણ બેન બાઈને નીચે ઉતારી પોતાની સાથે 108 માં દવાખાને લઈ ગયાં.

રફીક અને ભોમિયાએ એક દાતણના બે ટુકડા કરી અર્ધું અર્ધું ચાવતાં ચા ની લારી ભણી ડગ માંડયાં અને હું ગઈ ફરી 'સજના હે મુઝે (મેરે) સજના (ભોમિયો જ.) કે લીયે' કરતી વર્કશોપ તરફ. મને બીજા ડ્રાઇવર દ્વારા લઈ જવાઈ. મને પણ ડીઝલની ભૂખ લાગી હતી. પેલું બાળક પૃથ્વી પરની તેની પહેલી ભૂખ મા નું દૂધ પી શમાવતું હશે.

પ્રકૃતિ સૂર્યનાં કુણાં કુણાં સોનેરી કિરણોનું પાન કરી તેની ક્ષુધા શમાવી રહી.

ક્રમશ: