Milan - 4 in Gujarati Fiction Stories by Bharat Prajapati books and stories PDF | મિલન - 4

Featured Books
Categories
Share

મિલન - 4

અત્યાર સુધી :


"યાર હૈ હમ યાર હી રહેંગે,
દૂર રેહ કર ભી દીલ મે પાસ રહેંગે."

અને પછી અમે બધાં છૂટા પડ્યા અને હું ઘરે જઈને જમીને સૂઈ ગયો.. અને આ વાત હજી સુધી મોમ & ડેડ ને કહી નહતી.

સવાર પડી અને સવાર ના સવા સાત વાગે એકાઉન્ટન્ટ શ્રીધર નો કોલ આવ્યો અને કહ્યું કે, " મારા મિત્ર આનંદ ઉપર ગુજરાત ની બે મોટી અને ખ્યાતનામ ન્યૂઝ - પેપર ની કંપની એ કેસ કર્યો છે. જેથી કરી ઑફિસ ના સ્ટાફ મા ઉપલી પદવી ઉપર રહેલાં કર્મચારીઓને તાત્કાલિક આજે ઑફિસ મા આનંદ સરએ બોલાવ્યાં છે. "


-------------------------------------------


આગળ :

અરે યાર..! સવાર સવારમાં શું આ મુસીબત આવી ગઈ. મને તદ્દન ખબર જ હતી કે આવું કંઇક જરૂર થશે જ. આમ સામેની કંપની વાળા ચૂપચાપ તો ના જ બેસી રહે. અને આના કારણે મારા જોબ ઇન્ટરવ્યુ પણ કેન્સલ થઈ જશે.

જો જલદી આ કામ પતી જાય તો આજે મેહુલ ભાઈએ એડ્રેસ મોકલ્યો ત્યાં જોબ માટે પૂછતો આવીશ નહિતર પછી કાલે જ જવું પડશે.. બીજો કોઈ રસ્તો પણ નથી. ચાલો ફટાફટ તૈયાર થઈને ઉપડી પડીએ અમારા જૂઠા મિત્રને છેલ્લી વાર મળવા અને વિદાય આપવા.

હું મારા રૂમ માંથી બહાર નીકળ્યો અને સોફા ઉપર પપ્પા બેસ્યા હતા એમને કહ્યું કે, "પપ્પા કાલે મારી કંપની બંધ થઈ ગઈ છે અને એથી કરીને આજે એક નવી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જવું છે. એટલે થોડી જલદી માં હોવાનાં કારણે માટે તમારી કારની જરૂર છે. તો તમે આજે ઓફિસે બસમાં જ જતાં રહેજો ને."

"હા, લઈ જા કાર. હું તો તને દરરોજ કહું છું કે કાર લઈને જ જા પણ તું છે કે માનતો જ નથી. હું તો મારા મિત્રના સાથે તેના બાઈક ઉપર પણ ઓફિસે ચાલ્યો જાઉં... પણ એ તો બોલ કે કંપની કેમ બંધ થઈ ગઈ..!? અને ક્યારે..?"

"કંપની વિશે સાંજે આવીને વાત કરું. અત્યારે થોડી જલદી માં છું.. બાય"

"હેય મિસ્ટર શ્રીધર..! ગુડ મોર્નિંગ. તમારા ડેસિંગ સર ક્યાં છે..? જલદી જલદી જે કામ હોય એ બોલો. મારે મારી પર્સનલ લાઇફ પણ મેનેજ કરવાની હોય છે." ઓફિસે જઈને મે એકાન્ટન્ટ શ્રીધર ને કહ્યું.

"સાહેબ અંદર જ છે તેમની કેબિનમાં. વકીલ સાથે કંઇક વાતચીત કરી રહ્યા છે. હમણાં જ બહાર આવતા હશે."

"જલદી બોલાવો એમને. નહિતર હું તો જતો રહીશ. મારી પાસે ટાઈમ નથી. એટલે મહેરબાની કરીને તમે અંદર જઈને તમારા સાહેબને કહો કે તે જલદી બહાર આવે." મે શ્રીધરને કહ્યું.

શ્રીધર ઑફિસ નો દરવાજો ખોલીને અંદર ગયો. હું બહાર ખુરશી ઉપર બેઠો હતો પછી મે જોયું કે મેહુલભાઈ તો આવ્યા જ નથી. અને પછી મે કૉલ કર્યો ત્યારે ખબર પડી કે એ તો ગામડે જવા માટે વહેલી સવારે જ નીકળી ગયા હતા. દસ-એક-મિનિટ માં આનંદ એટલે કે જેના ઉપર કેસ થયો એ મારો જૂઠો અને લાલાચી મિત્ર બહાર આવ્યો. પછી તેને બધાં ઊંચા હોદ્દા ધરાવતાં ભૂતપૂર્વ કર્મચારીઓ ને કહ્યું કે, "તમારે બધાને મારી તરફેણ મા.. મારી સાઇડ થી.. બયાન આપવાનું છે અને જેમાં જણાવવાનું છે કે, કંપનીને છેલ્લા ત્રણ વર્ષથી સતત લોસ (નુકશાન) થઈ રહ્યું છે એટલે કંપની બંધ કરવાનો વારો આવ્યો. અને હિસાબી રીતે લોસ (નુકશાન) દર્શાવવાનું કામ આપણાં એકાઉન્ટન્ટ શ્રીધર પાર પાડી લેશે.

અને આમાં બયાન આપવાવાળા ની પણ ફાયદાની વાત છે કે, એને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે."

પાંચ હજારની વાત કરી એ માણસે એટલે મન માં વિચાર આવ્યો કે, "આ તો કીડી જેટલો ખર્ચ કરી હાથી જેટલો ફાયદો કરવાનું વિચારે છે..!" એટલે મે તો તરત જ કહીં દીધું કે, "દેખ આનંદ.., હું પાંચ હજાર તો શું.. પરંતુ પાંચ લાખ રૂપિયા આપે તો પણ તે માટે થઈને ખોટું કામ ના કરી શકું. આ મારા સંસ્કારમાં છે જ નહીં. તે જાતે જ મુસીબત ને આમંત્રણ આપ્યું છે એમાં અમે કંઇ પણ ન કરી શકીએ. મે તો પહેલે થી જ તને વોર્ન કર્યો હતો. હવે તું જાણે અને તારું કામ જાણે..!"

હું જે કંઈ પણ બોલ્યો એ વાત બીજા બધાને યોગ્ય લાગી હોય એમ કહેતાં બધા બોલવા લાગ્યા કે, "હા..! અનિરૂદ્ધ વાત તો સાચી જ કરે છે. આપણે શું કામ કોટ - કચેરીના ચક્કરમાં પડીએ. એ જાણે અને એનું કામ જાણે." આવું કહીને બધા કર્મચારીઓ ત્યાંથી રવાના થઈ ગયા. અને આનંદના મુખ ઉપર થી આનંદ જ ખોવાઈ ગયો.

અને પછી હું પણ ત્યાંથી રવાના થઈ ગયો. નવ વાગી ગયા હતાં. મે વિચાર્યું કે હવે સીધો મેહુલભાઈ એ જણાવેલી જગ્યા ઉપર જતો રહું અને ઇન્ટરવ્યુ આપીને પછી ઘરે જઇશ.

મે મારી કારને સેલ માર્યો અને જલદીથી ગાડીને પાંચમાં ગિયર ઉપર લાવીને રફ્તાર આપી જેથી કરીને જલદી થી જલદી પહોંચી શકાય પરંતુ રસ્તા માં રહેલો ટ્રાફિક કોઈને કાબૂ થોડો કરવા દે છે. ટ્રાફિક થી થોડે દૂર પહોંચ્યો ત્યાં તો એક લગભગ મારી જ ઉંમરની લાગતી છોકરી રસ્તાના સાઇડ માં લિફ્ટ માંગતી હોય એવું દેખાઈ રહ્યું હતું. મે એ જોઈને કારની ગતિ ધીમી કરી અને કારને તેની સામે જઈને ઉભી રાખી.

"હેય ડુ યુ વોન્ટ એ લિફ્ટ..? વ્હેર યુ વોન્ટ ટુ ગો..!?" મે એને પૂછ્યું કે કોઈ હેલ્પ જોઈએ છે એમ.

"હા.. પ્લીઝ યાર મને 'શાહ એડ્સ લિમિટેડ' સુધી છોડી દો તો તમારી ખુબજ મેહરબાની. મારે ખુબજ ઈમ્પોર્ટન્ટ કામ છે. અને દેખોને યાર મારી કાર પણ અત્યારે જ બંધ પડી ગઈ અને કોઈ રિક્ષા કે ટેકસી પણ નથી મળી રહી."

"અચ્છા..!! ચાલો હું પણ ત્યાં જ જાઉં છું.. બેસી જાઓ." પછી એ કાર નો દરવાજો ખોલીને અંદર બેસી ગયી.

થોડી વાર થઈ પછી તેમણે પૂછ્યું કે, "તમે શું કામથી ત્યાં જઈ રહ્યા છો..?"

"હું જે કંપનીમાં કામ કરતો હતો એ કંપનીના માલિકે પોતાની જાતને દેવળીયા તરીકે જાહેર કરી અને કંપની બંધ કરી દીધી. એટલે નવી જોબની ખોજ માં ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યો છું. અને તમે..? તમે ત્યાં જોબ કરો છો..?" મે પૂછ્યું.

"અરે ના ના.. હું પણ તમારી જ જેમ જોબ ની શોધ માં છું. અને તેથી કરીને જ હું ત્યાં જઈ રહી છું. બાય ધ વે બેસ્ટ ઓફ લક..!" એને શુભેચ્છા આપતા કહ્યું.

"થેંક યુ..! તમને પણ બેસ્ટ ઓફ લક..! બાય ધ વે, તમને ત્યાંના મેઇન હેડ રાજેન્દ્ર શાહ વિશે કંઈ જાણકારી છે..?"

"ના.. કેવી જાણકારી..? મને કંઈ પણ ખબર નથી." એને જવાબ આપતા કહ્યું.

"અરે.. મારો મિત્ર કહેતો હતો કે, એમનો સ્વભાવ ખુબજ અકડુ છે. આખો દિવસ ચિડાયેલા જ રહેતાં હોય છે અને એમનાં મુખ ઉપર તો કોઈ દિવસ હાસ્યની એક રેખા પણ જોવા ના મળે."

"કોઈ પણ વ્યક્તિને પૂર્ણ રૂપે પરખ્યા વગર એમનાં અતીત વિશે જાણ્યા વગર કંઈ પણ બોલી દેવું યોગ્ય જણાતું નથી મને. શાયદ એમનું જીવન પણ રંગીન જ હશે પહેલાં પરંતુ કોઈ ફેમિલી પ્રોબ્લેમ ના કારણે એમનો સ્વભાવ થોડો બદલાઈ ગયો હશે." એણે સહજ અને શાંતિ તેમજ યોગ્ય જવાબ આપ્યો. અને આના પર થી મને એ છોકરી પ્રત્યેનું માન વધી ગયું.

"હા..! વાત તો સાચી કહી આપે. આઈ એગ્રી વિથ યુ."

આમ થોડી ઘણી વાતો કરતાં કરતાં 'શાહ એડ્સ લિમિટેડ' કંપની પણ આવી ગઈ. અને પછી મે એ છોકરીને કહ્યું કે, "ચાલો પહોંચી ગયા. તમે અહીં જ ઉતરી જાઓ. હું કાર પાર્ક કરીને આવું."

"હા, ચાલો બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધી ઇન્ટરવ્યુ." એણે કહ્યું.

"તમને પણ બેસ્ટ ઓફ લક..!" અને પછી એ જતી હતી કે તરત જ મે અટકાવતા કહ્યું કે, "હેય મિસ.., તમારું નામ તો પૂછવાનું જ ભૂલી ગયો."

"અરે વાહ..! મને લાગ્યું જ કે, નામ પૂછ્યું નહીં અને આટલી બધી વાતો કરી દીધી ચોક્કસ ભૂલી જ ગયા હશો. અને બન્યું પણ એજ..!" એણે હલકા હાસ્ય સાથે કહ્યું.

"તો અબ બતા દીજીયે જનાબ... દેર કહાં હુઈ હૈ..!?" મે કહ્યુ.


એણે શાયરના અંદાજ માં કહ્યું કે;

"નામ મે ક્યાં રખા હૈ
જાનના હિ હૈ હમે..
તોહ હમારી બાતોં સે હિ જાન લીજીયે."

"અરે વાહ વાહ.. ક્યાં બાત હૈ...!! ચલો તો પછી જેમ તમે કહો એમ જ રાખીએ, બાય." મે કહ્યું અને પછી એ પ્રેસ કંપનીમાં જતી રહી અને હું કાર પાર્કિંગ માં ગાડી પાર્ક કરવાં.

ગાડી પાર્ક કરીને હું અંદર ગયો પણ એ ક્યાંય દેખાઈ જ નહીં જાણે આંખની પાંપણ બંધ કરતાની જ સાથે રાત થઈ ગઈ. કંપની ની અંદર જતા જ જમણી બાજુએ આવેલ મેનેજમેન્ટ વિભાગમાં મે જોબ માટે પૂછ્યું. તો એમણે કહ્યું કે, "ઇન્ટરવ્યુ ફોર્મ ભરીને સબમિટ કરાવો."

મે ફોર્મ ભરીને સબમિટ કરાવી દીધું અને પછી તેમણે કહ્યું કે, "થોડી વારમાં મેડમ બોલાવે ત્યારે સામેની ઓફિસમાં જજો."

થોડી વાર પછી કૉલ આવ્યો અને મેનેજમેન્ટ વિભાગમાં ઉભી રહેલી મહિલાએ મને જણાવ્યું કે, હવે" તમે અંદર જઈ શકો છો."

હું ઊભો થઈને સામેની ઑફિસ નો દરવાજો ખોલીને અંદર ગયો અને અંદર જતાની સાથે જ મારી આંખે જાણે ધોખો ખાધો હોય એમ મે આંખ ચોળી અને પાછું જોયું પરંતુ મે જોયું એ દ્રશ્ય સત્ય જ હતું.

મારી આંખો ની સમક્ષ ઇન્ટરવ્યુ લેવા માટે એ જ છોકરી હતી જેને મે લિફ્ટ આપી હતી. અને જેની સામે કહ્યું હતું કે, "આ કંપની ના મેઇન હેડ એટલે કે રાજેન્દ્ર શાહ નો સ્વભાવ સારો નથી. તે આખો દિવસ અકળાયેલા જ રહે છે."


હું વિચારોમાં જ ખોવાઈ ગયો કે....;

"શું હવે મને જોબ મળશે..?
શું આ છોકરી મારું અપમાન કરશે..?
કે પછી મેઇન હેડ સાથે વાત કરીને મને આ શહેરમાં આ લાઈન માટે જોબ મેળવવાનું સ્વપ્ન જ બની જાય એવું કંઈ કરશે..!!
શું અમારી પહેલી મુલાકાત મારા માટે ખરાબ સાબિત થશે...?"





ક્રમશઃ