વૉયજર સ્કાય ને આ બધી વાતો કહી સંભળાવે ત્યાં સુધીમાં પાંચ મિનિટ થઈ જાય છે, અને વૉયજર કહે છે મિસ્ટર સ્કાય હવે માત્ર પાંચ જ મિનિટ બચી છે એ પછી અલાર્મ સ્ટાર્ટ થઈ જશે. અને આ જગ્યા તમારે compulsory છોડવી જ પડશે. અધરવાઇઝ ઓક્સિજનની અન ઉપસ્થિતિ માં તમારી સ્મૃતિ પણ અંધ થઈ શકે છે.
સ્કાયે જુદી જુદી જાતના પ્રાણીઓ ના અવાજ કાઢ્યા અને વૉયજર ને પૂછ્યું રાઈટ?
જેના જવાબમાં વૉયજરે એક જ વાત કહી આઈ એમ સોરી મિસ્ટર સ્કાય.
આ પાંચ મિનિટના અંત પછી એક મિનિટે સ્કાયે અચાનક જ google ને પૂછ્યું કે મારું નામ શું છે.
વૉયજરે કહ્યું મિસ્ટર સ્કાય તમારું નામ સ્કાય એન્ટોની વિલીયમ છે.તમારી સ્મૃતિ ભ્રષ્ટ નો કાળ શરૂ થઈ ચૂક્યો છે.તમે આ જગ્યા વહેલામાં વહેલી તકે છોડી દો તો વધારે સારું રહેશે
સ્કાયે કહ્યું એની વે મારી પાસે હજુ ત્રણ મિનિટ બચી છે હું પાસવર્ડ યાદ કરવાની કોશિશ કરું છું.
વૉયજરે કહ્યું બટ મી સ્કાય,એ પછી કદાચ તમે લિફ્ટ ને નીચે બોલાવવાની પ્રક્રિયા પણ ભૂલી જશો તો ઉપર કેવી રીતે જશો?
સ્કાયે કહ્યું આઈ ડોન્ટ કેર, let's try once again.
અને ફરીથી મોઢે થી, હાથો થી, whistle sound, પગ ના સ્ટેપ્પ નો ડાન્સ , ફાઈટિંગ સાઉન્ડ વગેરે કંઈક કેટલા જાતના સાઉન્ડ કર્યા પરંતુ વૉયજર ઓપન જ ના થયું.
જમીન થી 50 મીટર નીચે અંધકાર પણ એટલો બધો હતો કે સ્કાય તેનો હાથ તેના મોં આગળ ધરતો તો પણ તેને નહોતો દેખાતો. માત્ર તેનો અવાજ જ સંભળાતો હતો.
સ્કાય અવાજો કાઢતો જ હોય છે અને અચાનક જ દસ મીનીટના અંતે અલાર્મ સ્ટાર્ટ થઈ જાય છે. અને વૉયજર ભયભીત સ્વરમાં ઉતાવળે બોલે છે , it's over Mr sky now just run out from this dark, fast do fast.
એક બાજુ અલાર્મ ભયંકર સાઉન્ડ કરી રહ્યું છે બીજી બાજુ વૉયજર જોર જોર થી ઉતાવળે સ્કાય ને ડુ ફાસ્ટ ડુ ફાસ્ટ કહી રહ્યું છે. અને ત્રીજી બાજુ સ્કાય બંને અવાજો અનસુના કરી ને તેના efforts ચાલુ રાખે છે.
અનાયાસ જ sky થી તેની હેન્ડ ક્લિપટ વાગી જાય છે અને તેનો સાઉન્ડ વૉયજર સાંભળી લે છે. જેની બીજી જ સેકન્ડે અલાર્મ of થાય છે.અલાર્મ ઑફ થયા ની ત્રણ સેકન્ડ પછી લાઈટ્સ ઓન થાય છે. અને સ્કાય કોઈ ચીજ સાથે જોરથી ટકરાય છે.અને ફર્શ પર ફસડાઈ પડે છે.
સ્કાય ના સ્મૃતિ પટલ પર એક અંધકાર છવાઈ ગયો હોય છે અને કેટલેક અંશે તેના જ્ઞાનતંતુઓ નું દમન થઈ ચૂકયું હતું. જેથી કરીને સ્કાય ભૂલી ગયો હતો કે કેવી રીતે ઊભા રહેવું અને કેવી રીતે ચાલવું પણ. પ્રાણવાયુ રહિતના અંધકારનો પણ આટલો મોટો પ્રભાવ હતો.
દસ મિનિટ પછી સ્કાય ની બેસુધી તુટે છે અને તેને બધું જ ધૂંધળું દેખાય રહ્યું છે.અને તેને એક અવાજ સંભળાઈ રહ્યો છે મિસ્ટર સ્કાય મિસ્ટર સ્કાય વૅકઅપ મી સ્કાય.
સ્કાય લડખડાતા પગે ઉભો થાય છે અને લાઇટના પ્રકાશથી ચકાચૌંધ થયેલી તેની આંખો પર હાથ મૂકે છે અને એક પ્રશ્ન કરે છે , who am I!
વૉયજર નો અવાજ સંભળાય છે સ્કાય, સ્કાય એન્ટોની વિલિયમ.
સ્કાયે પૂછ્યું હુ ઇસ ધીસ!
વૉયજરે કહ્યુ આઈ એમ સેટેલાઈટ વૉયજર 2.
હમણાં સુધી તમે મારી સાથે જ વાત ચીત કરી રહ્યા હતા અને અચાનક જ તમે બેશુદ્ધ થઇ ગયા.
સ્કાયે પૂછ્યું મારા ફાધરનું નામ
વૉયજરે કહ્યું મિસ્ટર ઍન્ટોની.
સ્કાયે પૂછ્યું મારા ગ્રાન્ડફાધર નું નામ!
વૉયજરે કહ્યું, મિસ્ટર વિલિયમ.
અને તેમના ફાધર નુ નામ?
વિલિયમ સિનિયર.