Part-20
સાહેબ કવિતાના અંકલે મને સહીસલામત ઉદયપુર મારા ડાન્સ કલાસ સુધી પહોંચાડી દીધો. પછી જે થયું એ તમારી સામે જ છે. મારા કહેવાથી જ કવિતાએ રોશનીના ખૂનની શંકા મારા પર જાય એ રીતે તમને ગુમરાહ કર્યા.
' અને આ સમશેર કોણ છે? જેને મને ફોન કર્યો હતો જેને નિલેશને જયપુર સુધી લિફ્ટ આપી એવું કહ્યું હતું!"અભયસિંહ એ ઉત્સુકતાથી પૂછ્યું..
" હા સાહેબ એ ફોન મારા કહેવાથી કવિતાના અંકલે કર્યો હતો. કવિતાના અંકલનું નામ જ સમશેર છે. તમને ગુમરાહ કરવા માટે જ એમણે તમને ફોન કર્યો હતો જેથી મુકેશ નિશ્ચિત થઈ જાય કે નિલેશ સહીસલામત છે અને ખૂન મારું જ થયું છે. મુકેશ હરજાણી ખૂબ પહોંચેલી હસ્તી છે. જો એને ખબર પડત કે મારી જગ્યાએ નીલેશનું ખૂન થયું છે તો એને પકડવો અસંભવ થઈ જાત." પ્રવીણે જવાબ આપતા કહ્યું..
"એ કામ પોલીસ ડીપાર્ટમેન્ટનું છે તું પોલીસને સમજે છે શું? અહીંયા નમાલાઓની ભરતી નથી થતી. આ બધા સબૂત જ કાફી હતા એના ખિલાફ રિપોર્ટ કરવા માટે એને સજા આપવા માટે" અભયસિંહ એ આક્રોશમાં વ્યક્ત કરતા કહ્યું..
" હા સાહેબ વાત તમારી સાચી પરંતુ મુકેશની પહોચ પોલિસ ડિપાર્ટમેન્ટ માં પણ ઘણી છે એટલે કદાચ એવું પણ બને કે મુકેશ હરજાણી પોલીસ અધિકારીઓ ને પૈસા આપીને ખરીદી લે અને આ સબૂત પણ નષ્ટ કરી દે અને એ પોતે ક્યાંક ફરાર થઈ જાય એટલે જ હું ચાહતો હતો કે પહેલા એક વાર એ પોલીસના સિકંજામાં આવી જાય પછી જ હું બધા સબૂત સાથે તમારી સમક્ષ હાજર થઇ જાત ' પ્રવીણે કહ્યું..
" પરંતુ મુકેશનો ફોન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મુકેશ કોઈ અજાણ્યા નંબર સાથે સતત સંપર્કમાં હતો અને એ નંબર તારો હતો!" અભયસિંહ એ પ્રવીણ ને આશ્ચર્યથી પૂછ્યું
" હા સર એ મુકેશને શંકા ના જાય એટલે હું મારા બીજા નંબર થી નિલેશ બની ને સંપર્કમાં રહેતો નીલેશ ના ફોનની બેટરી ઉતરી ગઈ હતી મારી પાસે તેનું ચાર્જ કરવા માટે કોઈ રસ્તો ન હતો અને ફોન પણ બંધ પડી ગયો એટલે મે મારા બીજા નંબર થી મુકેશ ને નીલેશનાં નામથી મેસેજ કર્યા હતા. બસ હું ચાહતો હતો કે મુકેશને તેના કર્મોની સજા મળે." આટલું કહેતા પ્રવીણ રોશનીને યાદ કરતા રડી પડે છે..
" હમમ મુકેશને તો તેના કર્મોની સજા મળશે જ પરતું તને પણ તારા કર્મોની સજા મળીને જ રહશે"..
"મને દરેક સજા મંજૂર છે સાહેબ પરંતુ મારી તમને હાથ જોડીને વિનંતી છે મુકેશ હરજાણીને એના પાપોની કડીમાં કડી સજા અપાવજો મારી રોશનીના ખૂનનો પૂરતો ન્યાય કરજો સાહેબ. નહીતો મને એક વાર પરવાનગી આપો સાહેબ. મુકેશે મારી રોશનીને મારાથી છીનવી લીધી છે. હું એને આ દુનિયાથી જ વિદાય કરી દઈશ. એમ પણ નિલેશ ના ખૂનની સજા તો મને મળવાની જ છે. રોશનીના ગયા પછી મારા જીવનનો કોઈ મકસદ જ નથી. મુકેશને મારી ને હું ફાંસી એ ચડી જવા તૈયાર છું". પ્રવીણે આજીજી કરતા કહ્યું..
અભયસીંહએ પ્રવિણને જોરથી એક તમચો મારતા કહ્યું કે" એક પોલીસ અધિકારી પાસેથી તું ખૂન કરવાની પરવાનગી માંગે છે તારા પોતાના ગુનાહ ઓછા છે તે પણ કેટલી છોકરીઓને ફસાવીને તેને મુકેશનો ભોગ બનાવી છે તારા એ ગુનાહે તારા માટે નરક ના દ્વાર ખોલી દીધા છે. તમને બંને ને ફાંસી નહિ પરંતુ આ જીવન કારકોઠડી માં સડવાની સજા ફટકારવી જોઈએ. અને કોને શું સજા આપવી એ કામ કોર્ટનું છે. તારું કે મારું નહિ"..
અભયસિંહ સુરેશને પ્રવીણ ને લોકઅપમાં બંધ કરવા માટે લઈ જવાનો ઈશારો કરે છે અને તે પોતે મુકેશ હરજાણી પાસે લોક-અપમાં તેની પૂછતાછ કરવા જાય છે. પરંતુ મુકેશ હરજાણી પોતાનો ગુનો કબૂલ કરવાની સાફ મનાઈ કરી દે છે. અને કહે છે કે" સાહેબ પ્રવીણ મને ફસાવવાની કોશિશ કરે છે. મે કોઈ ગુનો નથી કર્યો"
" હવે છુપાવવાનો કોઈ મતલબ નથી Mr મુકેશ તારા દરેક ગુનાહના સબૂત અમને મળી ગયા છે હવે તારી પાસે તારા ગુનાહ કબૂલ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તને તો હું ખુદ કોર્ટ ને અપીલ કરીશ કે તને આ જીવન કારાવાસમાં સડવાની સજા આપે તને નરકની યાતના નો અનુભવ જીવતા જ કરાવે જેથી એ દરેક છોકરીઓને ન્યાય મળે જેનો તે ભોગ લીધો છે". અભયસિંહ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું.
" સાહેબ હું તમને માલામાલ કરી દઈશ બસ એક વાર મને અહીંયા થી જવાદો હું તમને વચન આપુ છું કે હું મારા દરેક કાળા કામ છોડી દઈશ" મુકેશ ઍ અભયસિંહને રિશ્વતની ભલામણ કરતા કહ્યું...
" સાલા હારામી તું મને રિશ્વત આપે છે તારી આટલી હિંમત આ અભયસિંહ કાચી માટીનો નથી બનેલો કે તારા કહેવાથી ફૂટી જાય. મે જરૂર પડે ત્યારે દેશ માટે મરવાની પણ તૈયારી રાખી છે તારા જેવા લોકોનું એન્કાઉન્ટર પણ કર્યું છે હું ચાહું તો હમણાં જ તને બંદૂકથી વીંધી નાખું પણ તને મારે જેલમાં સડતા જોવો છે. જલ્દીથી તું તારા ગુનાહ કબૂલ કરીલે નહીતો મારે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવો પડશે". અભયસિંહ મુકેશના ગાલ પર મૂક્કો મારતા આક્રોશ વ્યકત કરતાં કહે છે.
મુકેશ હરજાણી ના ગાલ પર અભયસિંહ ના લોખંડી હાથનો મૂકકો પડતાં જ મુકેશ થર થર કાંપી ઉઠ્યો. મુકેશ હરજાણી એ તેના તમામ ગુન્હા કબૂલ કરતા કહ્યું કે " સાહેબ મને માફ કરી દો હું મારા બધા ગુન્હા કબૂલ કરું છું. નિલેશ અને પ્રવીણ મારા માટે જ કામ કરતા હતા. સાહેબ હોટેલના બિઝનેસ ની સાથે હું ડ્રગ્સ નો અને શરાબનો પણ કારોબાર કરતો. પૈસા સાહેબ પૈસાની લાલચ માણસ ગમેતેવા કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. શરાબ અને ડ્રગ્સ ની સાથે લોકો એ છોકરીઓની પણ ડિમાન્ડ કરી મને થયું કે જો આમાં પણ મો માગ્યા પૈસા મળતા હોય તો હું દુનિયાનો સૌથી અમીર માણસ બની જઈશ. એટલે મેં નિલેશ અને પ્રવીણ ને આ કામના મો માંગ્યા પૈસા આપ્યા. પરંતુ મે ક્યારેય કલ્પના પણ નોહતી કરી કે તેનો અંજામ આવો આવશે" આટલું કહેતા મુકેશ હીબકે હીબકે રડી પડ્યો અને અભયસિંહ ને પોતાને માફ કરવા વિનંતી કરવા લાગ્યો..
**********************************
ત્યારબાદ પ્રવીણ અને મુકેશ હરજાણી પર કોર્ટમાં કડક કાર્યવાહી થઈ મુકેશએ પણ પોતાના બધા ગુન્હા કબૂલ કરી લીધા. અને બંને ને આજીવન કારાવાસની સજા આપવામાં આવી. પ્રવીણ ની પત્નીને તેની કરતૂતોની જાણ થતાં તેની સાથે ડિવોર્સ લઈને એક નવું જ જીવન શરૂ કર્યું. પોતાના બાળકને પણ તે પોતે જ ઉછેરશે એવો નિર્ણય લીધો. પરંતુ પ્રવીણે પોતાની તમામ પ્રોપર્ટી પોતાના બાળકને મળે તેવી અરજી કરી. પ્રવીણ ના માતા પિતા પોતાના દીકરાની આવી કરતૂત સહન ના કરી શક્યા એ લોકો કાયમ માટે ઉદયપુર છોડી ને ફરી પોતાના ગામ માં વસી ગયા. રોશનીના માતા પિતા હજી પણ એ આઘાતમાં જીવે છે કે તેની રોશનીએ તેમને અંધારામાં રાખીને એક પરણિત પુરુષ સાથે પ્રેમ કર્યો અને તેમને ખોટું બોલીને નીતિ નિયમ વિરુદ્ધ પ્રવીણ સાથે સંસાર મંડવા આવી ગઈ.જેનું પરિણામ પણ ખૂબ જ દુઃખદ આવ્યું.
* સમાપ્ત*
-----------------------------------------------------------------------
આભાર વિધી🙏
********************
મારી નવલકથા વાંચનાર દરેક વાંચક મિત્રોનો ખરા દિલથી આભાર માનું છું. મારી અપેક્ષાઓ કરતા વધારે પ્રતિભાવ મળ્યા જેથી હું આપ સૌની આભારી છું. આપના સદંતર મળતા પ્રેમના કારણે જ હું આ કહાની લખી શકી. કદાચ મારા લખાણમાં ઘણી જગ્યાઓ પર ભૂલો રહી હશે છતાં આપ સૌ એ મારી કહાનીને સ્વીકારી જે પ્રેમ આપ્યો એ બદલ હું આપની હંમેશા ઋણી રહીશ.🙏
Special Thanks
*******************
મારી દરેક પરિસ્થિતિમાં સાથ આપનાર મારા પરિવારના સભ્યોનો હું દિલથી આભાર માનું છું🙏
પ્રમોદ ભાઈ સોલંકીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને આ કહાની લખવા માટે ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે🙏