આપ સભીકા સ્વાગત હૈ મેરે યુ ટ્યુબ ચેનલ ફૂડ લવર્સ મેં. મેં આપકા ચહીતા જીમી આજ લે કે આયા હું આપ સભી કે લિયે એક મેક્સિકન રેસીપી જો ખાને મેં તો સ્વાદિષ્ટ હૈ હી સાથ મેં હી આપ કી હેલ્થ કે લિયે બહુત હી જરૂરી હૈ. જો લોગ અપને હેલ્થ કે લિયે પરેશાન હૈ ઉન સભી કો મેં બતાઉં કે આપ કે લિયે ઇસ રેસીપી સે બઢીયા ઔર કુચ હો હી નહિ શકતા. તો અબ વિડીયો કો જ્યાદા લંબા નહિ કરતે ઔર ચલતે હૈ આજ કી રેસીપી કી ઔર જિસકા નામ હૈ મેક્સિકન સલાડ. વિડીયો દેખને સે પહેલે મેરી યુ ટ્યુબ કો સબસ્ક્રાઈબ કરના ન ભૂલે ઔર અગર પસંદ આ જાયે તો શેયર કરના ન ભૂલે.
આતીફે પોતાના કિચનમાં એક મોટો કેમેરો સેટ કર્યો અને પોતાના ફેસની સામે રાખી વિડીયો બનાવવાનું શરુ કર્યું. બી.કોમ થયા પછી જોબ શોધવાની જગ્યાએ આતીફે કઇક અલગ કરવાનું વિચાર્યું. એક દિવસ ટીવી ઉપર સંજીવ કપૂરનો કાર્યક્રમ જોયું અને અચાનક જ દિમાગમાં એને ઝબકારો થયો કે આ કામ તો હું પણ કરી શકું છું. આફ્ટરઓલ ઘરમાં એક જ સંતાન હોવાથી જયારે એની મમ્મીને જરૂર પડતી ત્યારે એજ રસોઈમાં મદદ કરતો. અને સારી એવી રસોઈ એ બનાવી લેતો હતો. પરતું આ વિચારને અમલમાં લાવતા પહેલા એને નક્કી કર્યું કે એ કોઈ હોટલમાં જોબ કરે પરતું એ આઈડિયા સારો નાં લાગતા એને વિચાર્યું એક બે-ત્રણ મહિનાનું કોર્સ કરૂ જેનાથી લોકો સમક્ષ સાચી અને સારી માહિતી પહોચે અને લોકો ને ઉપયોગી પણ રહે.
જ્યારે એને ઘરમાં વાત કરી તો એના પેરેન્ટસએ સ્પષ્ટ સબ્દોમાં કહી દીધું કે આવા નખરા કર્યા સિવાય કોઈ સારી નોકરી શોધ . થોડાક સમયમાં તારા લગ્ન થવાના છે અને જેની સાથે લગ્ન થશે એ તો ખુબ જ સારી નોકરી લઇ ને બેસી છે. એટલે હવે તું પણ નોકરી શોધવાની શરૂઆત કર. પરતું હંમેશા પોતાની મનમાની કરનાર આતિફ આ વખતે થોડી એના પેરેન્ટસની વાત માનવાનો હતો. એને તો સીધી વાત કરી અને કહ્યું કે તું તારા પેરેન્ટસ ને મનાવી લે જે, બાકી બધું મારી ઉ[પર છોડી ડે. એની મંગેતરને પહેલાતો એને પણ અજુગતું લાગ્યું. પરતું પાંચ વર્ષની રિલેશનશિપ માં એને એટલી વાતની તો ખબર જ હતી કે આતિફ જે કહે છે એ કરીને બતાવે છે. અને હાલ એને કઈ કહેવું એ ઉચિત નથી, કદાચ એને એવું લાગે કે મને જોબ મળી ગઈ છે તો હું એની વાત નો વિરોધ કરું છું. એટલે એને આતીફ્ની વાત માની લીધી.
બીજા દિવસે આતિફ શહેર નાં સૌથી સારા ફૂડ કોચિંગ સેન્ટર માં ગયો અને એનું નામ નોધાવી લીધું. આ સેન્ટર એક હોટલ મેનેજમેન્ટ ની સંસ્થાની સાથે જોડાયેલું હતું. એની ધારણા હતી કે મોટાભાગે છોકરીઓ જ હશે. પરતું એની ધારણા વિરુધ છોકરાઓ પણ હતા.
જ્યારે એ સાંજે ઘરે આવ્યો તો એની મંગેતર એના માં-બાપ સાથે આવેલ હતી. આતિફનાં ફાધર એટલા ગુસ્સામાં હતા કે એમને રીતસર ની હાથ ઉઠાવી લીધો. અને કહ્યું તને કઈ ભાન પડે છે કે તું શું કરવા જઈ રહ્યો છે સમાજ માં ખબર પડશે તો અમારી આબરૂ નું શું થશે. તું એક રસોઈયો બનશે તને કઈ ખબર ના પડે ચુપચાપ તારી નાટકો બંધ કર. તારી થનાર પત્ની નોકરી કરવા જશે અને તું રસોઈ બનાવશે , બધી હદ વટાવી દીધી તે.
આતીફે સૌ પ્રથમ એની મંગેતર સામે જોયું, અને પછી એના પાપા નો હાથ પકડી સોફા ઉપર બેસાડ્યા અને કહ્યું શું ફરક પડશે જ્યારે એ જોબ કરવા જાય અને હું રસોઈ બનાવું તો? સમાજ શું કહેશે ? એનો વિચાર કરીને થોડું જીવવાનું હોય? લોકો ના છોકરાઓ શું કરે છે એ તમે કોઈ દિવસ કહેવા જાઓ છો. લોકો મારી કે મારી ફેમીલી ની જવાબદારી લેવા થોડી આવશે. મને તો કોઈ ફરક નહિ પડે કે મારી પત્ની જોબ કરે અને હું રસોઈયા તરીકે કામ કરું. દુનિયાની ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર ના કુક જુવો. લગભગ બધા જ પુરુષો છે. એ લોકોના તો બધા જ વખાણ કરે છે. તો જો હું એ કામ કરું તો સમાજ ને ફરક ના પડવો જોઈએ. અને જો પડે તો મને એ વિશે કઈ કહેવું નથી,
આજે આ વાત ને બે વર્ષ થયા. ટ્રેનીંગ લઇ ને કઈક અલગ કરવાનું વિચારી એને સૌપ્રથમ તો યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનું શરુ કર્યું. ખુબ જ ટૂંકા સમયમાં એના વિડીયો ને ઓડીયન્સ મળી ગયા અને એની બનાવેલી રેસીપી પ્રખ્યાત થતી ગઈ. એના ફાધરની ધારણા કરતા અલગ જ પરિણામ આવ્યું. આજુ બાજુમાં નાના મોટા પ્રોગ્રામ માટે લોકો એને બોલાવવા લાગ્યા, એને અન્ય ચાર-પાંચ બેરોજગાર જેવા લોકોને સાથે રાખીને ઓર્ડર લેવાનું શરુ કરી દીધું. ત્યાર પછી તો સીટી ની મોટી મોટી હોટલો માંથી એને ઓફર આવે છે પરતું એને પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાનું વિચાર્યું આતિફનાં રેસ્ટોરન્ટ નું આજે ઓપનીંગ હતો સાંજે જમવાના ટેબલ ઉપર એની પત્ની , એના સાસ સસરા અને મમ્મી પાપા ની સાથે નજીક નાં કેટલાક સંબધીઓ જમવા માટે રાહ જોતા હતા. આતિફ નાં ફાધર બધાને કહેતા હતા કે આતિફ જેવું જમવાનું એની મમ્મી પણ બનાવી નાં શક. એટલી વારમાં આતિફ અન્ય પાચ લોકોની સાથે ઇન્ડીયન ફૂડ ની સાથે સાથે વર્લ્ડ ફેમસ ફૂડ ની ડીસ લઇ ટેબલ ઉપર ગોઠવવા લાગ્યો.