Paper in Gujarati Short Stories by Divya books and stories PDF | કાગળ

The Author
Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

કાગળ

1. મા નો હોસ્પિટલમાં દાખલ દીકરાને...

શુક્રવાર ની સવાર હજુ થઇ પણ નહોતી રાત નો છેલ્લો પોર હજુ ચાલુ હતો પણ કંચનબા માં હવે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ બચી જ નહોતી. આખી રાત પોતાના લાડકા દીકરા હેમંત ની ચિંતા માં વીતાવી હતી.પહેલા બે પોર તો પથારી માં આમ થી તેમ તરફડીયા માર્યા પણ નીંદર ન આવી તે ન જ આવી અને આવે પણ કેવી રીતે?? વ્હાલસોયા દીકરાને અસ્પતાલ લઇ ગયા ને આજે પંદર - પંદર દી' થઇ ગયા હતા પણ હજુ ડૉક્ટરે કંઇ ચોક્કસ સમાચાર આપ્યા નતા.
કરશનભાઈ જે કંચનબા ના પાડોશ માં રહેતા હતા એમના ઘરની ડેલી ને જોર-જોર થી પરોઢિયે ચાર વાગ્યે કંચનબા ખખડાવા લાગ્યા " અલ્યા કરશન..., ઓ કરશન...ઓ ચંપા વહુ હોભણો શો...? ઓ ચંપા વહુ...એ કરશન..." ઘડીક વાર કંઈ અવાજ ન આવતા બમણા જોર થી ડેલી ખખડાવી.અચાનક ડેલી ના ખખડાટ થી ચંપા ઝપકીને જાગી અને ઓશરી માં પડેલી લાકડી લઈને અડધી ઊંઘમાં ડેલી તરફ આગળ વધી ને વિચારતી હતી કે આવે સમયે કોણ હશે ને ડેલી ઉઘાડી સામે જોયું તો કંચનબા...
" અરે, કંચનબા તમે!! શું થયું તબિયત સારી નથી કે શું? આમ પરોઢીયે કેમ??" "ચંપા વહુ તારા અરજણ ને જગાડ તો મને હેમંત ની ભાળ લેવી સે તે સારું અરજણ પાહે કાગળ લખાવો સે" પણ બા..." પણ બણ ને મેલ હેઠું, અરજણીયા ને જગાડેસ કે મુ આવું અંદર ?તારા ધણી ને ઉછેરી ને મેં મોટો કર્યો છે ને ના શેની પાડેસે??" ચંપા ધીરા અવાજે " બા હું ના નથી પાડતી પણ..." એટલા માં કરશનભાઈ કંચનબા ના અવાજ થી જાગી જાય છે ને સફાળા ખાટલા માંથી ઉભા થઇ એક હાથે આંખો ચોળતા ને બીજે હાથે ધોતિયું એક છેડે થી પકડી ને ઓવરી થી ડેલી તરફ આવે છે.
" શું થયું બા? " " આ તારી બાયડી અરજણીયા ને જગાડતી નથી મારે એની પાહે હેમંત ને કાગળ લખાવો સે" કરશનભાઈ ને કંચનબા ના અવાજ માં મા નું પોતાના બાળક ની ચિંતા માં વલોવાતુ દલડું અનુભવાતું હતું ને પાછું પોતાની મા ના ગુજરી ગયા પછી પાડોશી હોવા છતાં કંચનબા એ જ તેમને નાના ના મોટા કર્યા હતા એ પણ તેમના દીકરા ની જેમ જ પણના જણ્યા દીકરા અને કરશન વચ્ચે કોઇ દી' પણ કોઈ પણ પ્રકારનો ભેદ કંચનબા એ રાખ્યો નહોતો. કરશનભાઈ કંચનબા ને પોતાની મા જ માનતા હતા એટલે તરત જ પોતાના દીકરાને જગાડ્યો " ઉઠ અલ્યા , અરજુન ઉઠ! આટલી આળહ કાં કરે ઝાટકા ભેર ઉભો થા..." " પણ શું થયું બાપુ ? હજુ સવાર પણ નથી પડી તો ચમ ઉઠાડો સો?"
કરશનભાઈ ઓસરી માં આગલે દિવસે ઠંડા કરવા ભરેલા માટલા માંથી લોટેથી પાણી લઈ થોડું ખોબામાં ભરી અર્જુન ના મોઢે ચોપડી દે છે એટલે પેલો સફાળો બેઠો થઈ જાય છે. " અરજુન આ કંચનબા ને તારું કંઈ કોમ સે ઇમને તારી હારે કો'ક કાગળ લખાવો સે તે તું ઝટ સારા અસકરે લખી આલ જે."
પરોડિયા ના પાંચ વાગ્યે મન ન હોવા છતાં પણ બાપુ નો હુકમ હતો એટલે અર્જુનને કમને પણ કંચનબા ને મદદ કરવા ઉભું થવું જ પડ્યું. " કંચનબા, તમારે આ મોબાઇલ ના જમાના માં કાગળ કેમ લખાવો છે? અત્યારે તો એક મિનિટ પણ નથી થતી ફોન કરતાં તો તમે હેમંત કાકા ને ફોન કેમ નથી કરતા?"
કંચનબા આખી રાત મનમાં જે ગડમથલ ચાલી હતી તેનો આક્રોશ ઠાલવતા હોય તેમ બીચારા અર્જુન પર વગર વાંકે તૂટી પડે છે. " અરજણીયા, તને શું લાગે મેં કો'ય ફોન નઇ જોડ્યો હોય? એકતો તમારા આ નવા બટન વગરના ફોન મો હું અડવા કો'ક જુદું જઉ છું ને અડઇ કો'ક જુદું જાય સે...