Caravan Vista - 3613 - 6 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 6

Featured Books
Categories
Share

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 6

પ્રકરણ ૬

નારે મારે એક ભવમાં બે ભવ નથી કરવા

બીજો દિવસ પણ દરિયામાં હતો અને તે દિવસે સીનીયર ગ્રુપનાં ગરબા હતા. તેથી ગુજરાતી ગરબાનાં વેશમાં સૌ હતા, આગળની જીતમાં થોડા પૈસા વધેલા હતા અને વિનોદ્ભાઇ કેસીનોમાં બેઠા બેઠા રમતા હતા એટલે અવની નજીકમાં મશીન શોધી રમવા બેસી ગઈ. આ વખતે તે એકલી નહોંતી પણ સાતેય જણા સાથે હતા.અને આ વખતે કોઇન પુશર ખાલી નહોંતુ તેથી એક દાવ પાંચ પૈસાનો શરુ કર્યો. બાકીનાં તો થોડુંક રમી ઉઠી ગયા પણ અવની તો ધીમે ધીમે દાવ મોટો કરતી ગઈ. જ્યારે દસ ડોલરનો દાવ શરુ થયો ત્યારે મોટો હજારનો જેક પોટ લાગ્યો.

ચોથામાળે ઢોલ ધ્રબુકતા હતા એટલે અવની સિવાય સૌ નીચે ગયા આકાશ રોકાયો.પણ તેનું મન ગરબામાં વધુ હતુ. અવની જિતતી હતી તેથી કચવાતા મને ભારતી અને આકાશ રોકાયા.ભારતી કહે ચાલોને અવની બેન ગરબા પતી ગયા પછી રમવા આવશું કેસીનો કંઇ બંધ નહીં થઈ જાય. આકાશ પણ કંટાળે લો હતો એટલે અવની ઉભી થઈ.

ત્યાં બાજુમાં બેઠેલા ભરતભાઇએ ભારતીને જોઇને “કેમ છો?”નો ટહુકો કર્યો.

“મઝામાં” કહીને ભારતીબેન અવની બેન સાથે ઝડપથી ઉતરી ગયા.

” ઝડપ જરુર કરતા વધુ લાગી એટલે અવનીએ કહ્યું “જરા ધીમે ચાલ ભારતી”

ચોથા માળનાં હૉલમાં પહોંચીને ભારતી એ ફોડ પાડ્યો “આ ભરતભાઈ છે જેમને મારી સાથે લગ્ન કરવા છે.પણ મેં તો સ્પષ્ટ ના કહી છે “

“પેલો મીલીયોનર ભાઈ ?”

“હા અમારા ગામનાં છે અને હમણાં જ તેમના પત્ની કેંસરમાં ખલાસ થઈ ગયા.”

અવની ગમ્મતનાં મુડમાં બોલી “અલી પરણી જાને આ ઉંમરે તને સાચવશે..”

” નારે મારે એકભવમાં બે ભવ નથી કરવા…” અને મોં બગાડ્યુ.

“અલી તારી જગ્યાએ હું તો ના ન કહું “અવની એ ડહાપણ ડહોળ્યું.

ગરબો જામ્યો હતો અને અવની તો તરત જ ગરબામાં ઘુસી ગઈ એની સાથે આકાશ પણ ઘુમવા માંડ્યો.

વચ્ચેના ટેબલ ઉપર પ્રદીપ, મીના, શૈલેશ અને રક્ષા હતા તેમની સાથે ભારતી બેસી ગઈ. બ્રેક પડ્યો ચા અને ગરમા ગરમ ભજીયા મુકાયાં મણીયારો રમીને થાકેલા ખૈલયાઓ તૃષાતુર હતા ત્યારે અવનીએ ફરી ભારતીને કહ્યું “અલી તારો ભરત મને ફરીથી દેખાડ ને?”

ભારતી કહે “તમારી આગળ તો હતો”

“મારા આકાશને શીખવું નહોંતુ તો પણ શીખવાડતા હતા તે ભાઈ?”

“હા”

“તે તો ના ચાલે ખરી વાત છે તારી.. મીલીયન હોય તો પણ ના જ કરાય..આફ્રીકાનો હબસી જ હતો. બાજુમાં ઉભો હોય તો જરાય ના શોભે.”

બંને સખીઓ મુછોમાં મલકી.