Caravan Vista - 3612 - 5 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 5

Featured Books
Categories
Share

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 5

પ્રકરણ ૫

સાત દિવસમાં હું જુગાર મારે પૈસે નહીં રમું

બાથરુમમાં કોગળા કરતી અવની પાસે આવી આકાશે પુછ્યુ ” જીતી કે હારી?”

“હારે છે મારી બલારાત! અત્યારે તો બસ્સો પ્લસમાં છું.”

“મીના કહેતી હતી કે અવની બેન તો પાંચસોનું જેક પોટ જીત્યા!”

“હા જીતી તો હતી પણ પાછા થોડાંક ખોયા…”

“પ્લેમની તો ઓછા હતાને?”

“હા પણ વિનોદ પટેલે દેખાડેલા રસ્તે ચાલવા માંડ્યુ તો પ્લેમની વધવા માંડ્યા”

“ભલે હવે બહાર નીકળ તો હું ફ્રેશ થઇ જઉં”

” આકાશ હું પહેલા ફ્રેશ થઈશ પછી તારો વારો સમજ્યો?”

“તને નહાઈને નીકળતા વાર લાગશે મને પહેલા જવા દે.”

આડોડાઇ કરવી નહોંતી એટલે અવની એ ઢિલું મુક્યુ. આકાશ નાહવા ગયો. સાથે તેનું મનપસંદ ગીત અવની ગણ ગણવા લાગી. ” મિલતે હી નજર.. દીલ હુઆ દિવાના”

શાવરનું પાણી સરસ ફુવારાની જેમ વહેતું હતુ અને સાથે સાથે અવનીનું ગીત પણ ચાલુ હતુ. આકાશે વિચાર્યુ અવનીને હવે તક મળે ત્યારે કેરીઓકી ઉપર ગીત ગવડાવીયે..સરસ અવાજ તો છે જ અને લય પણ જાળવે છે. હવે તેણ્ અંતકડીઓમાં થી બહાર નીકળવુંજ રહ્યું. તેનું ગીત પુરુ થયુ અને બ્રશ શરુ થયુ ત્યારે આકાશ બહાર આવી ગયો.

બહાર આવી અસિહા મુકી ગયેલ કાગળીયા ઉપર નજર ફેરવતા Funtimes નામના ફ્રફરીયા ઉપર પડી.

શીપિંગ કંપનીનું દિવસ દરમ્યાન થનારા કાર્યક્રમો ની વિશદ માહીતિ હતી.

બે દિવસ દરિયામાં રહેવાનું હતુ અને તે દિવસો દરમ્યાન થનારું મનોરંજન જુદા જુદા થીયેટરોમાં તેના સમયો કાગળીયામાં હતા. ખરેખર મેનેજ્મેંટ સારું કામ કરતી હતી.

આ બધુ વાંચીને તે આડે પડખે થયો અને ક્યારે સુઈ ગયો તે ખબર ન પડી. અવની ફ્રેશ થઈને અડધો કલાકે આવી ત્યારે તેને ઉંઘતો જોઇને તે બબડી પણ ખરી. નાના બાળક્ની જેમ ઉંઘ પણ જબરી આવે છે.પછી આકાશને ચાદર ઓઢાડતા ભારતીને કહ્યું “જુઓને તમારા ભાઈ તો ઉંઘી પણ ગયા.મારી સાથે વાત કરવી હતી તે બાજુએ રાખીને…

તમે જ કહ્યુ હતુંને કે આખુ અઠવાડીયુ પડ્યુ છે ને?

આકાશે ઉંઘરેટા અવાજમાં કહ્યું ” શાબાશ ભારતી બેન..”

*******

બીજે દિવસે હમીદા બાજુનાં રૂમમાં રહેવા આવી હતી. તેની સાથે રેહાના અને સમસુદ્દીન સાથે ઝઘડીને રાત્રે સુવા આવી હતી એક રુમમાં તેઓ રહેતા હતા પણ રાત્રે ઉપરનાં બેડમાં સુવા બાબતે મતભેદ થતા તેણે જુદો રુમ રાખ્યો હતો. જુદા રુમમાં રહેવા જવાનું એટલે જુદુ ભાડૂ ભરવાનું આવ્યું. ઝુબેદા કહે “હું ભાડામાં ભાગ નહીં આપુ. તારે જવાની જરુર નથી પણ તને ૭૦ થયા તો સમસુદ્દીનને પણ ૭૫નાં થયા તેનાથી ઉપર નિસરણી ના ચઢાય”.

રેહાના તો ભારે કાય તેનું પણ તે કામ નહીં. વજનમાં હલકી એટલે હમીદાને ઉપર સુવાનું આવ્યું.હમીદા પણ સીત્તેરની હતી. તે પણ નિસરણી ઉપર ચઢતા ડરતી હતી. અને વાતો વાતોમાં થયો મન દુઃખનો ભડકો..કોણ ઉપર જાય? સ્ટુવર્ટે જુદી રુમ આપવા કહ્યું અને જે નવી રુમનું ભાડુ થાય તે આપવાનું જણાવ્યુ. આની આડ અસર એ આવી કે હમીદાની રુમનું ભાડૂ બે બેડ નાં રુમ જેટલું થયું એટલે તે ૧૫૦ ડોલર થયું જે પહેલા ત્રણ જણામાં વહેંચાતુ હતુ અને નવા રુમનું ભાડુ ૧૦૦ ડોલર જે હમીદાને એકલીને ભરવાનું આવ્યુ. અને તે વધારો સાત દિવસ માટે….રેહાના સમજાવવા મથતી હતી સાત દિવસ માટે આટલા બધા પૈસા ના ભરાય… અને વાતો વાતોમાં થયો ભડકો જે જુદુ જાય તે વધારો ભરે.

એટલે?

રેહાના સ્પષ્ટ્તા પુર્વક બોલી તમે જાતે જુદા થાવ છો એટલે અહીંનું પણ વધારાનાં ભાડુ તમારે ભરવાનું અને ત્યાંનું પણ ભાડુ તમારે ભરવાનું.

એટલે?

આ રુમનાં ૫૦ ડોલર તમારે ભરવાનાં અને તમારા રુમના પણ તમારે ભરવાના, ઍટલે કે તમારે ૧૫૦ વધારે દિવસ લેખે ભરવાનાં થશે..આ એક જાતની સજા છે. આપણી વચ્ચે બોલાચાલી થઈ તેનો ઉપાય આ નથી અરસ પરસ વાતો કરી રસ્તો કાઢવાને બદલે તમે તો અંતિમ પકડ્યું,

આ તો અન્યાય છે. હમીદા ગુસ્સામાં બબડી. “વળી મારું કાર્ડ છે તેથી મને જ ચાર્જ થશે.”

અવની કમને પણ હમીદાને સાંભળતી હતી પણ તેંને રેહાના સાથે સંબંધ બગાડવા નહોંતા. એટલે લો લાવો પડતુ મુકો કરતા વધુ આગળ વધતી નહોંતી. પણ હવે તો બાજુમાં આવીને રહી.

રેહાના અને હમીદા બે સહેલીઓ એક ગામની અને સાથે ભણેલી પણ આ વાતે અવનીને લાગતુ કે લુચ્ચાઈ હમીદા કરે છે. કારણ કે ટીકીટમાં મળતા ભાવ ઘટાડાને લઈને રેહાના અને તેના વરને હમીદાએ જ તૈયાર કરેલા.હવે ફાવતુ નહોંતુ તેથી જુદી થતી હતી