કલંક એક વ્યથા..ભાગ..15
આપણે આગળ જોયું બિંદુને મનજીતસિંહની બહેન અમરના
ઘરે લવાઈ, અમર અને દલજીતે બધાને આવકાર આપ્યો,
ઘણા વર્ષો પછી બિંદુ કોઈ ના ઘરે કહેવાયતો એ જેલમાંથી બહાર નીકળી હતી. એક સોનાના પાંજરામાં પુરાઈ ગઈ હતી.
અથવા તો એમ પણ કહી શકાય કે સોનાની ઝાળમાં હાથેકરીને ફસાણી હતી.
બિંદુ,મનજીતસિંહ, અલી. અમર, દલજીત આવા સારા માણસો પણ મળ્યા હતા. પરંતુ અફસોસ એ હતો કે બહુ મોડુ થઈ ગયું હતુ. હવે વધારે મોડુ કરી સમય બરબાદ કરવો બિંદુમાટે શક્ય ન હતો. પરંતુ એ જેટલું ધારતી હતી એટલું
સહેલુ પણ ન હતુ., -કારણ એની પાસે પાસપોર્ટ ન હતો.
અને જે આઈડી પ્રુફ માટે એક કાગળ હતો એ પુરતો ન હતો.
હજુ બિંદુના મનમાં મનજીતસિંહ અલી ,અમર ,દલજીત બધાને લઈને સવાલતો ઉઠતાં હતા. એ કોણ છે..? મદદ શા માટે કરે છે..? કંઈ એ બધા રાકેશના જ માણસો હશે તો..!
પણ હવે જે કદમ ઊઠાવી ચુકી હતી એમાં પાછુ ફરવુ શકય જ નહતુ. પોતાના નસીબને મનોમન કોસતી એક બાજુ બેસી રહી હતી. અને એટલા સમયમાં અમરે જમવાનું બનાવ્યું. બધા સાથે જમ્યા, અમરે વાત શરુ કરતા કહ્યુ,
" બિંદુ, જે છે બધીજ હકીકત તારે અમને જણાવવી પડશે તો જ અમે તારી કોઈ મદદ કરી શકીશું."
બિંદુ કંઈ જ બોલ્યા વગર ચુપચાપ નીચુ જોઈ બેસી રહે છે. એ જોઈ ફરી મનજીત અને દલજીત પણ બોલી ઉઠ્યા,
" તમે કંઈ બોલશો નહીં તો અમે મદદ કેમ કરશુ. અને કયાં સુધી આમ છુપાવશું તમને તો જે હોય બોલો..!"
હવે બિંદુને લાગ્યુ, એમની વાત પણ બરાબર છે. જો એ બધુ જણાવશે તો જ એ લોકો એને મદદ કરી શકશે ,નહીં તો ક્યાં સુધી કોઈના ઘરમાં રાખી શકે...
બિંદુએ આજ હવે એનું દિલ ઠાલવવાનુ નકકી કર્યુ. અને કેહવાની શરૂઆત કરી. બોલતા બોલતા બિંદુની આંખોની ચમક જાણે વધવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાવા લાગી. એ રંગત ભર્યાં દિવસોમાં ખોવાતી ગઈ. જાણે હાલની જ બધી વાત હતી. એ દિવસો એની નજર સમક્ષ એક ફીલ્મની જેમ એક પછી એક ઉતરવા લાગ્યા. અને એ દિવસોમાં ખોવાઈ ગઈ.
બિંદુ સમક્ષ એક ગાર અને લીપણ અને લાલ ગેરુથી ચિત્રો કરેલું અને નળીયાવાળુ ઘર ઉપસી આવ્યુ. આંગણામાં એક બાજુ પાણીની ડંકી, અને દિવાલને લાગીને તુલસીનો ક્યારો, અને લાઈનમાં બીજા નાના ઝાડવા હતા. મહેંદી, બદામ, દ્રાક્ષનો વેલનો માંડવો, અને આજુબાજુ પથરાયેલ ઝીણીમાટી, ઝાડને પાણી છંટાતા એટલી મધ મીઠી માટીની સુંગધ પ્રસરી જતી કે આજ પણ બોલતા બોલતાએ સુંગધને જાણે બિંદુ માણતી હોય એમ ઊંડો સ્વાસ લઈ આંખ ધીરે ધીરે ખોલી અને પછી એકદમ પોતે કયાં છે એ ભાનમાં આવી હોય એમ ફરી ઉદાસ થઈ ગઈ. અને વાત આગળ કરી.
" આજ મારી બહેની સગાઈ હતી . અમે બંને બહેનોએ સાડી પહેરી અને લાંબાવાળનો ચોટલો અને હાથમાં મહેંદી કરી તૈયાર થઈ હતી. બહેન બંસીને તો અને પ્રિયતમની ચુંદડીની વાટ કાગ ડોળે હતી. નજર બહાર વાંસના ફાટકથી ખસતી ન હતી. પરંતુ મને પણ એક એવી જ નજરની વાટ હતી. એને હું તો બંસી કરતા પણ વધારે બેચેન હતી. એકવાર નકકી થઈ ગયેલી સગાઈમાં તો એક આકર્ષણ હોય છે. પ્રેમ હજુ ધીરે ધીરે જાગે છે. જ્યારે મને તો પ્રેમ પહેલા થઈ ગયો હતો.
એ પણ બધાથી અજાણ એ આખોની રમત અને આંખોથી જ થતી વાતની મજા દુનિયા જ અલગ હતી. કોઈ જોઈ ન જાય એ ડર અને સાથે એ જોય જ કરે મને એ મન, બંને
વચ્ચેનું મીઠુ યુધ્ધ જાણે હું લડ્યાજ કરુ, ભલે ઘાયલ થાવ કે જીવ જાય એની પરવાહ કયાં હતી ત્યારે..."
આંગણે ગાડી આવીને ઊભી રહી. આમંત્રિત મહેમાનો માંડવામાં બેઠા હતા. હું તો દોડીને મહેમાનોનુ સ્વાગત કરવા પહોંચી ગઈ. અને અંદર બેઠેલા મહેમાનમાં મારી નજર સીધીજ સુશીલ પર અટકી ગઈ. એ પણ મને જ જોતો હતો.
મહેમાનો અંદર પધાર્યાં ચુંદડી ઓઢાડવાની રસમ પૂરી થઈ, જમણવાર પત્યો. હવે મહેમાન જવાની તૈયારી કરવા લાગ્યા.
બંસીની સાસુ ભાવનાબેને કૈલાસને કહ્યુ.
" તમને કઈ વાંધો ન હોય તો બંસીને અમે થોડા દિવસ સાથે લઈ જઈ એ..!"
એ સમયમાં સગાઈ પછી સાસરે રહેવા ન જવાતું, ગામડામાં
લોકો તરતજ વાતો કરતા, પરંતુ વેવાઈને ના પણ કેમ કરવી.
શામજીભાઈને અંદર બોલાવી વાત કરી એમણે એ વાતનો હલ દેખાડ્યો. અને મને સાથે મોકલવા કહ્યુ. આજ તો બંસી કરતા મારી ખુશીનો પાર ન હતો. સુશીલ સાથે રહેવા મળશે
એક ઘરમાં ક્યારેય ન હતુ વિચાર્યુ આવુ. એને ઓળખવાનો, વાત કરવાનો મોકો મળશે. અમે બંને બહેનો સાથે ગઈ અમદાવાદ, બંસીનુ ઘર ખૂબ સરસ હતુ. ફલેટ હતો. પણ સરસ હતો. અને ગામડામાંથી આટલા મોટા શહેર આવી ઘણું જ નવું નવુ જોવા અને જાણવા મળ્યુ. જેટલા દિવસ રોકાયા અમે રોજ રાત્રે આટો મારવા જઈએ શહેરમાં .
બંસીને સંજય ગાડીમાં આગળ બેસે અને હું ને સુશીલ પાછળ, આઠ દિવસ રહ્યા અમે ખૂબ ફર્યા. એક દિવસ બંસી અને જીજાજી એકલા ફરવા ગયા. મને માથુ દુખતુ હતુ. બંસીના સાસુ ભાવનાબેન પણ કોઈ સગાના ઘરે સત્સંગમાં ગયા હતા. ઘરે હું એકલી જ હતી. થોડી વારમાં સુશીલ પણ આવી ગયો. અમને બંનેને તો જાણે જોઈતુ હતું મળી ગયુ.
મેં સુશીલ માટે ચા બનાવી અમે બંનેએ સાથે ચા પીધી અને એક. બીજાની શાળા કોલેજની મિત્રોની ઘણી વાતો કરી. હસી મજાક કરતા કરતા અમે ક્યારે એકબીનો હાથ હાથમાં લઈ લીધો એ તો યાદ જ ન રહ્યુ. એવુ લાગતુ હતુ કે સમય
બસ થંભી જાય....
હવે આગળના ભાગમાં વાંચીશુ બિંદુ વિશે ......
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
11/6/21
શુક્રવાર