પ્રહર, સ્પેશ્યિલ રૂમમા એક પેશન્ટને ચેક કરી રહયો હતો. પ્રહરની નજર દરવાજા પર પડી, એને ફરી ત્યાં પ્રત્યંચા દેખાઈ. દસ વર્ષ પહેલા પ્રત્યંચા હોસ્પિટલમા ઘૂસી આવી હતી. કોઈને પૂછ્યા વગર, કહ્યા વગર, સીધી આ જ રૂમમા, આ જ દરવાજા પર આવીને ઉભી હતી. સિક્યુરિટીએ એને રોકવા પ્રયત્ન કરયો હતો, પણ એને કોઈ શુ કહે છે એ સાંભળવાનો જાણે સમય જ નહોતો. બ્લેક જીન્સ, રેડ કલરનું વાઈટ ટપકા વાળું ટોપ, હાઈ હિલ્સની બ્લેક કલરની મોજડી, ભીના ખુલ્લા વાળ, કાજલ કરેલી આંખોમા ગુસ્સો, અને એના રેડ લિપસ્ટિક કરેલા હોઠ બોલવા માટે ઉતાવળા પડ્યા હતા. પેશન્ટને પ્રહર કંઈક કઈ રહયો હતો, એ ક્યારે પ્રહરની વાત પતે એની રાહ જોઈ રહી હતી.પ્રહર ત્રાંસી નજરે એને જોયા કરતો હતો. એ શુ કહેવાની હતી એ પ્રહરને ખબર નહોતી. પ્રહરને તો એના પ્રેમમા પડી જવાનું મન થયુ હતું. હજી પ્રહર દરવાજા સામે જોઈ રહયો. એ દરવાજા જોડે ગયો, હજી એ ગુસ્સામાં પ્રત્યંચાના ફૂલેલા નાકમાથી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જાણે મહેસુસ કરી શકતો હોય એમ ત્યાં જ ઉભો રહયો. પ્રહર પોતાના રૂમમા ગયો. આજ જગ્યા જ્યાં પ્રત્યંચા પાછળ પાછળ દોડી આવી હતી. આખેઆખું દ્રશ્ય પ્રહરની સામે જાણે ફરી ભજવાતું હોય એમ એ નિ:શબ્દ ઉભો રહયો. સાહેબ, મારે કોલેજ જવાનું છે, મોડું થાય છે. બેસ શાંતિથી ચેરમા, ચેર ખસેડી પ્રત્યંચાને બેસવા માટે પ્રહરે આપી. પ્રત્યંચાએ સીધું બોલવાનું ચાલુ કરી દીધું. સાહેબ તમારી હોસ્પિટલમા બહુ મોટા કૌભાંડ થાય છે. તમારા પપ્પા મયુર મહેતા પૈસા માટે પેશન્ટની લાગણીઓ સાથે રમત રમે છે. જયારે કોઈ ગરીબ ઘરમાથી પેશન્ટ આવે ત્યારે એ એપોઇન્મેન્ટ આપવાની ના પાડે છે. પાછળથી ફોન કરી એ જ પેશન્ટને ફ્રી મા ટ્રીટમેન્ટ આપીશુ એમ કહી બોલવામા આવે છે. એ પેશન્ટ જયારે અહીં આવે ત્યારે એની પાસે કિડની માંગવામા આવે છે. બિચારા ગરીબ પેશન્ટ કિડનીના બદલામાં થોડા રૂપિયા મળે એટલે એ વેચવા તૈયાર થઈ જાય. પછી એમની તબિયત ખરાબ થાય કે કઈ પણ થાય એનું ધ્યાન કોઈ રાખતું નથી. તમે પૂછતાં હતા ને પોળના લોકોને કેમ લઈને આવી ? કેમ કે એ લોકો પાસે પણ સારવારના બદલામા કિડની માંગવામાં હતી.
પ્રત્યંચા બોલી લીધું તે ?? પ્રહરે ગુસ્સે થઈ કહયું , કોઈ પ્રૂફ છે તારી પાસે ? અને છે તો અહીં કેમ ઉભી છે ? કેમ પોલીસ કમ્પ્લેઇન કરવા નથી ગઈ ? કોની પર તુ ખોટા આરોપ લગાવે છે એ જાણે છે તુ ? ર્ડો મયુર મહેતા. અમદાવાદ જ નહી બીજા શહેરોમાંથી પણ લોકો એમની જોડે સારવાર લેવા લાઈનો લગાવે છે. પચાસ વર્ષથી મહેતા હોસ્પિટલનું નામ છે. મારા દાદા ર્ડો. નારાયણ મહેતા એ રાત દિવસ એક કરી આ હોસ્પિટલ ઉભી કરી છે. મારા પપ્પાએ એમની પ્રતિષ્ઠાને જાળવી રાખી છે. તને કોઈ જ હક નથી તુ મારી હોસ્પિટલમાં આવી અમારી કોઈ પણ કામમા દખલગીરી કરે. સાહેબ, હું ખોટું નથી બોલતી. તમે મને સારા માણસ લાગ્યા. તમે કંઈક બદલી શકશો એમ મને લાગ્યું. એટલે હું તમને કહેવા આવી. તમે જે રીતે મારી પોળના લોકોની મદદ કરી, મને લાગ્યું તમે કોઈ સાથે ખોટું નહી થવા દો. પ્રત્યંચા, તુ જા અહીંથી. તુ કેટલું ખોટું બોલી શકે એ મને ખબર છે. હું તો જતી રહીશ સાહેબ, પણ આ બધા ગરીબ પેશન્ટનું શુ ? પ્રહર નો ગુસ્સો હવે કાબુ બહાર જતો રહયો. શુ ક્યારના ગરીબ પેશન્ટ ગરીબ પેશન્ટ કરી રહી છે ? મહેતા હોસ્પિટલ સિવાય બીજી કોઈ હોસ્પિટલ છે જ નહી ? નાના મોટા ડૉક્ટર જોડે જઈ જ ના શકાય. તમારા જેવા લોકો પાસે પૈસા હોય નહી ને અરમાન તો મોટી હોસ્પિટલ ના સ્પેશ્યિલ રૂમમા રહેવાના હોય. ઓહ, સોરી તુ નહી તુ તો તારા સ્પેશ્યિલ એક રૂમમા સૂતી હશે ને ! તારા પોળના પેશન્ટની વાત કરૂં છુ હું. મહેતા હોસ્પિટલે ઠેકો લીધો છે એ બધાનો ? ના ..ના.. એ બધા ને કાલ તુ લઈ આવ. હું એમના રહેવા ખાવા બધી વ્યવસ્થા અહીં કરી દઉં એમ જ ઈચ્છે છે ને તુ ?? અરે સાહેબ શુ બોલો છો તમે ? હું તમને જે સાચું છે એ કહું છુ, તમે મને ખોટી સમજો છો. તમે શાંતિથી વિચારો શુ કરવા હું મારો સમય બગાડું. મને શુ મળવાનું ખોટું બોલીને ? લોકોની લાગણીઓ સાથે, એમના વિશ્વાસ સાથે રમત રમાઈ રહી છે આ હોસ્પિટલ દ્વારા. તમે સમજવાની કોશિશ કરો. બસ....!! પ્રહરે એટલી જોર થી બૂમ પાડી કે પ્રત્યંચા થથરી ગઈ. તુ જા હવે અહીંથી. પ્રત્યંચા ગુસ્સેથી પગ પછાડતી, લાલ ચોળ ચહેરા સાથે બહાર નીકળી ગઈ. પ્રહર ખુલ્લી આંખે જોઈ જ રહયો. જાણે હાલ જ બધું બન્યું હોય એમ એ મહેસુસ કરી શકતો હતો. જો એ દિવસે મે તારી વાત માની હોત, તો પ્રત્યંચા હું તને રોકી શક્યો હોત. પ્રહરની આંખમાંથી આંસુ આવી ગયા. સમય નીકળતો જાય છે. સમજ નથી પડતી પ્રત્યંચા કેવી રીતે બચાવું તને. પ્લીઝ કંઈક તો મને કહી દે. હું તને કાલ ફરી મળવા આવીશ પ્રત્યંચા. તારી પાસે જવાબ માંગીશ જ. પ્રત્યંચાને મળવા જવાનો વિચાર કરતા કરતા પ્રહર ઘરે જવા નીકળી ગયો.
બીજી સવારે પ્રહર પ્રત્યંચાની સામે ઉભો હતો. જેલના સળિયા પકડેલા પ્રત્યંચાના હાથ પર હાથ મૂકી પ્રહરે કહયું, પ્રત્યંચા.. એક વાર બોલને તે આ ખૂન નથી કર્યા. પ્રહર તમે જાઓ. મે તમને કહયું છે ને તમારે મને મળવા નહી આવવાનું. ક્યારેક કોઈક તમારી વાત સાંભળી જશે તો તમારું જીવવું મુશ્કેલ થઈ જશે. જીવવું તો હાલ પણ મુશ્કેલ જ થઈ ગયું છે. તારા વગર હું કઈ રીતે જીવું છુ તને ખબર નથી. પ્રહર મહેતા હોસ્પિટલને તમારી જરૂર છે. તમારે એમના માટે જીવવાનું છે. મારૂં શુ હું હોઈશ કે નહી હોવ કોઈને ફેર નહી પડે. તમારા વગર ઘણા લોકોને ફેર પડશે. તમે ઘણા લોકોને જીવનદાન આપી શકો છો. તમે મારાથી દૂર રહો. પ્રત્યંચા, તુ સાચું બોલી દે. પ્રહર મે સાચું જ કહયું છે. હું જયારે સાચું બોલું ત્યારે તમારે મારી વાત ના માનવી એ તમારો જૂનો સ્વભાવ છે. પ્રત્યંચા કેમ તુ આવું બોલે છે. હોસ્પિટલની વાત જયારે તે કહી ત્યારે હું તને સારી રીતે નહોતો જાણતો. છત્તા તે કહયું હતું એ વાત પર મે ધ્યાન આપ્યું હતું ને. હોસ્પિટલની બધી હકીકત તે સામે લાવી હતી મારી. હું મારા પપ્પાને જેલ તો નહોતો મોકલી શક્યો પણ એમના બધા કાળા કામ બંધ કરાવી, હોસ્પિટલને નવા નિયમોથી ચાલુ કરી. એ દિવસથી આજ સુધી મારી અને મારા પપ્પા વચ્ચે એક દીવાલ બની ગઈ છે. જેને હું નથી ભેદી શકતો. પ્રત્યંચા તને યાદ છે ને, જયારે મારી ભૂલ મને સમજાઈ હું તારી કોલેજ પર તારી માફી માંગવા આવ્યો હતો. કેમનું ભુલાય પ્રહર ? ત્યારથી જ તો તમે મારા દિલમા એક જગ્યા બનાવી હતી. પ્રત્યંચા ને એ દિવસ યાદ આવી ગયો. પ્રત્યંચા, આઈ એમ સોરી ! તારી પર એ દિવસે ગુસ્સો કર્યો મે, પણ તારા ગયા પછી મે વિચાર્યું....કોઈ કારણ વગર શુ કરવા ખોટું બોલે ? મે તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું મારી પીઠ પાછળ તો હોસ્પિટલમા ઘણા ખોટા કામ થઈ રહયા છે. મે મારા પપ્પા સાથે એ વિશે વાત કરી. વાત નહી ઝગડો કર્યો. હું તને પ્રોમીસ કરૂં છુ આજ પછી કોઈ ગરીબ પેશન્ટ સાથે કોઈ અન્યાય નહી થાય. અને જેમની સાથે અન્યાય થયો છે એમને મારાથી બનતી બધી જ મદદ કરીશ. થૅન્ક યુ વેરી મચ સાહેબ ! તમે બહુ ભલા માણસ છો. પ્રત્યંચા થૅન્ક્સ તો મારે તને કહેવું જોઈએ. અને પ્લીઝ તુ મને આમ સાહેબ કહીને ના બોલાવીશ. પ્રહર કહી શકે મને તુ. ના સાહેબ, તમે બહુ મોટા માણસ છો. હું એમ તમને નામથી ના બોલાવી શકું. હું તારી સાથે ફ્રેન્ડશીપ કરૂં તો ?? તો તુ મને પ્રહર બોલાવી શકીશને ? પ્રત્યંચા ખુશ થઈ ગઈ. તમે મારી સાથે ફ્રેન્ડશીપ કરશો ? તમે આટલા મોટા ડૉક્ટર અને હું.... પ્રત્યંચા બોલતા અટકાઈ ગઈ. અને હું શુ પ્રત્યંચા ? દોસ્તી કોઈ ઉમર, હોદ્દો, જાતિ આ બધું જોઈ ને થાય ! મને તુ સારી લાગી તારી સાથે દોસ્તી કરવી મને ગમશે જો તને કોઈ પ્રોબલમ ના હોય તો. મને !! મને શુ પ્રોબ્લમ હોય સાહેબ. તમારા જેવા મોટા સાહેબ મારી જોડે ફ્રેન્ડશીપ કરે તો મારા તો ભાગ્ય જ ખુલી જાય. પ્રત્યંચા હસતા હસતા બોલી. તો ખોલી દે તારા ભાગ્ય, અને ચાલ મારી સાથે કોફી પીવા. પ્રહરે તરત જ કહી દીધું. પ્રત્યંચા વિચારી રહી હોય એમ પ્રહર સામે જોઈ રહી.
પ્રહરના મનમા જન્મેલી પ્રત્યંચા માટેની લાગણીઓ શુ વળાંક લેશે જાણો આવતા અંકે.....