The struggle of a father in Gujarati Short Stories by Rutvi books and stories PDF | એક પિતા નો સંઘર્ષ

The Author
Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

એક પિતા નો સંઘર્ષ

એક પિતા નો સંઘર્ષ

" રશ્મિ , તારા મિથ્યા પ્રયાસો પત્યા હોય તો એક કપ ચા ‌મળશે મને એ પણ હું જાતે જ બનાવું " ધીરેન ભાઈ ગુસ્સા માં છાપું પછાડતા બોલ્યા . રશ્મિ બેન એ ધીરેન ભાઈ ના ગુસ્સા ના લીધે ફોન મૂકી દીધો . રસોડામાં ગયા અને મંદિર આગળ જઈ ને ભગવાન ને પ્રાર્થના કરી " હે , કનૈયા આજે લાલા નો ફોન આવે એવું કરજો " રશ્મિ બેન હજુ પ્રાથના કરતા હતા ત્યાં ધીરેન ભાઈ મોટે થી બોલ્યા " ચા ‌મળશે કે હજુ તારા લાલા ને જ ફોન કરે છે તારો લાલો નહીં આવે અહીં ચા બનાવવા હ.... ગુજરાત માં આવે તો ખરો પહેલા , પછી ઘરે આવે ને આવતા જન્મમાં જ આવશે તારો લાલો . સાત વર્ષ થયાં ગયે . પછી આવ્યો જ નહીં . પહેલા તો ફોન માં વાત પણ કરતો હતો . વિડિયો કોલ પણ કરતો હતો હવે તો ફોન જ નહીં ઉપાડતો . હવે તો મા-બાપ પણ એને ઝેર જેવા લાગે છે ...... " આટલું બોલતાં જ એમને શ્ર્વાસ ચડવાનું શરુ થઇ ગયું . એ બેઠાં ત્યાં રશ્મિ બેન પાણી લાવ્યા અને બોલ્યા " શાંતિ રાખો હવે તમને કંઈક થશે તમે શાંતિ રાખો હવે બેસો હું ચા લાવું છું . હવે તમે કાંઈ બોલતા નહીં . મારા સમ છે તમને " રશ્મિ બેન બોલ્યા અને ચા બનાવવા રસોડામાં ગયા . ચા બનાવી ને લાવ્યા . ધીરેન ભાઈ એ ચા પીધી અને નાસ્તો કર્યો .

ધીરેન ભાઈ ચા - નાસ્તો કરી ને છાપું વાંચતા હતા . ત્યાં એમની બાજુમાં રહેતો પપ્પુ આવ્યો . એ હાંફતો હાંફતો બોલ્યો " રશ્મિ આન્ટી રશ્મિ આન્ટી આવો તો " આટલું જ બોલ્યો અને બેસી ગયો . રશ્મિ બેન દોડતા દોડતા આવ્યા ધીરેન ભાઈ પણ આવ્યા અને બોલ્યા " શું થયું કેમ આટલો હાંફે છે " પપ્પુ બોલ્યો " આન્ટી આ જુઓ ( તેણે પોતાનો ફોન દેખાડતા બોલ્યો ) હર્ષ ભાઈ ગુજરાત માં આવ્યા છે જોવો એમણે ઈન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી છે . " " આ જૂની હશે પપ્પુ , હાલની નહીં હોય " રશ્મિ બેન એ હર્ષ નો બચાવ કરતા બોલ્યા .
" ના ના આન્ટી હમણાં પંદર મિનિટ પહેલા જ મૂકી છે જોવો હાલનું છે " પપ્પુ બોલ્યો . રશ્મિ બેન હજુ કંઈ બોલવા જાય એની પહેલા ધીરેન ભાઈ એ એમને રોકતા બોલ્યા " બસ , રશુ હવે કેટલો બચાવ કરીશ તારા દીકરા ને આજે ગુજરાતમાં આવવાનો હશે એટલે તારો ફોન નહીં ઉપાડતો હોય " " અરે ના ના એ નેટવર્ક નહીં આવતું હોય એટલે ટુ ટુ બોલી ને ફોન કટ થઈ જતો હતો . " રશ્મિ બેન બોલ્યા . ત્યાં પપ્પુ બોલ્યો " આન્ટી નેટવર્ક તો હશે પણ એમણે તમારો નંબર બ્લોક કરી દીધો હશે " રશ્મિ બેન બોલ્યા " બોગ એટલે " " બોગ નહીં બ્લોક આન્ટી , એમાં કોઈ ના બહુ ફોન આવતા હોય તો , કોઈ ફોન કરી કરી ને હેરાન કરતું હોય તો આ ઓપ્શન વપરાય " રશ્મિ બેન હર્ષ નો પક્ષ લેતા બોલ્યા " ના ના હવે લાલો એવું ના કરે એતો નેટવર્ક નહીં હોય પપ્પુડા "
ધીરેન ભાઈ બોલ્યા " બસ હવે ક્યાં સુધી પોતે જૂઠું બોલીશ સત્ય સ્વીકાર રશ્મિ સત્ય સ્વીકાર . આપણા લાલા ને હવે આપણે આંખ માં કાણાં ની જેમ ખૂચીયે છે " નિસાસો નાંખતા કહ્યું . " લે પપ્પુ તું તારે ચોકલેટ, આઈસ્ક્રીમ , દાબેલી, પિઝ્ઝા , સેન્ડવીચ જે ખાવું હોય તે ખાઈ આવ બેટા , તું અમને આ કહેવા માટે છેક આટલો હાંફી ને આયો " ધીરેન ભાઈ પપ્પુ ને બસો રુપિયા આપતા બોલ્યા . " અરે અંકલ તમે મને બેટા કહો છો , આન્ટી દિકરો કહે છે તો તમે આ પૈસા આપી ને મને પારકો બનાવી દીધો . તમે કેટલાય વર્ષોથી હર્ષ ભાઈ ને મળ્યા નથી ને તો થયું કે આજે આવવાના હોય તો તમને ‌મળી ને જાય એટલે આવ્યો હતો હવે થી નહીં આવું તમે મને પારકો સમજો છો ને એટલે " પપ્પુ ખોટું ખોટું ગુસ્સે થતા બોલ્યો . " અરે પપ્પુ તું પણ‌ ગુસ્સે થઈ ગયો બસ હવે થી નહીં આપું પૈસા " ધીરેન ભાઈ હસતાં હસતાં બોલ્યા . " તો હવે હું રમવા જવ " પપ્પુ બોલ્યો " હા જા બેટા " ધીરેન ભાઈ બોલ્યા . પપ્પુ રમવા ગયો .

ધીરેન ભાઈ અને રશ્મિ બેન ઘરમાં ગયા . " આ પપ્પુ કેટલો ડાયો અને હોશિયાર છે ભલે ભણવામાં નબળો છે પણ દિલનો ચોખ્ખો છે . આમ પણ વધુ ભણેલા કરતા તો સારો જ છે . " ધીરેન ભાઈ કટાક્ષમાં બોલ્યા . " હા એતો છે હો " રશ્મિ બેન બોલ્યા . બન્ને દંપતી રાત્રે જમી પરવારી ને બેઠા . ધીરેન ભાઈ ન્યુઝ જોતા હતા . ન્યુઝ માં શેરબજારના ભાવ આવ્યા . રશ્મિ બેન બોલ્યા " જોવો આ બધા શેર હોય તો વેચી નાંખજો શેરબજાર પ્લસ માં છે જે એક - બે મહિના ની લાલા ની ફી નીકળે એ ..... " આટલું ‌બોલી ને અટકી ગયા . " રશ્મિ લાલિયો હવે કમાતો થઈ ગયો છે ભણવાનું પૂરું થઈ એનું . " ધીરેન ભાઈ દુઃખી થઈ ને બોલ્યા . " હા , હુંય ભૂલી ગઈ " રશ્મિ બેન બોલ્યા . " તમે લાલિયા ને ફોન કરી ને સમાધાન કરો ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય . સાત - સાત વરસ થઈ ગયાં આ અબોલા લીધે હવે તોડો હવે " રશ્મિ બેન કરગરતા બોલ્યા . " ના તારા દીકરા ને એના પૈસા નું અભિમાન હતું શું કહેતો હતો તે દિવસે અ......... હા

" પપ્પા આ તો ડોઢ લાખ નું જ ટીવી છે પપ્પા બહુ મોંઘુ નથી . મને થયું તમે આ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવો છો એની કરતા સારું નવું ટીવી લાવું એટલે . " " હા લાલિયા પણ આ ટીવી બહુ મોંઘુ છે તું વીસેક હજાર નું ‌લાયો હોત તો આટલું બધું મોંઘુ લાવવા ની જરૂર ક્યાં હતી " " હા પપ્પા પણ મેં બહુ પૈસા ક્યાં ખર્ચ્યા છે મારા એક મહિના ની ઈન્કમ જ તો વાપરી છે હા હું તો ભૂલી ગયો મારા એક મહિના ની ઈન્કમ એ તમારા એક વર્ષ ની થાય નહીં એટલે તો તમે અત્યાર સુધી ગરીબ રહ્યા " હર્ષ બહુ જ ગુસ્સા અને આક્રોશ સાથે બોલ્યો .ધીરેન ભાઈ બોલ્યા " આ ગરીબી નહોતી તને અમેરિકા મોકલવા માટે નો સંઘર્ષ હતો બેટા તારા માટે જ બધા રુપિયા ભેગા ‌ કર્યા . હવે બેટા ને સંઘર્ષ ગરીબી લાગે છે . દિકરા તું પૈસા કમાયો . તને એનું અભિમાન છે આ " ધીરેન ભાઈ શાંતિ થી બોલ્યા . પછી હર્ષ અને ધીરેન ભાઈ વચ્ચે ઝગડો થઇ ગયો . ત્યાર પછી હર્ષ ક્યારેય આવતો નથી .

ધીરેન ભાઈ આ બધું વાગોળતા હતા . ત્યાં રશ્મિ બેન બોલ્યા " તમને ખબર છે જ્યારે લાલો નાનો હતો ત્યારે એ એકજ વાત કહેતો બધા ને હું મોટો થઈ ને અમેરિકા જઈશ . પછી તમને બધા ને પણ લઈ જઈશ . " હસતાં હસતાં બોલ્યા પણ રડવાનું મન થતું હતું . " હા તને યાદ છે એને ગુજરાતી માધ્યમમાં ભણવા મૂકયો હતો પણ એણે જીદ કરી ને અંગ્રેજી માધ્યમમાં એડમિશન લીધું. પછી દરેક ધોરણમાં બહુ જ સરસ ટકા લાવતો . દસમા પણ સારા ટકા લાવયો અને બારમા માં પણ કોલેજ ના ચાર વર્ષ માં કલાસ માં નંબર વન રહ્યો . " ધીરેન ભાઈ ગર્વ થી બોલ્યા . " હા ભણવામાં તો નંબર વન જ હતો મારો દીકરો " રશ્મિ બેન પણ ગર્વ થી બોલ્યા . " પણ એના કોલેજ ના ચાર વર્ષ એમાં આપણી પરીક્ષા થઈ‌ ગઈ હતી " રશ્મિ બેન ‌હસતાં હસતાં બોલ્યા . " હા એતો છે આપણે રહ્યા મધ્યમવર્ગીય પરિવાર એટલે એટલા રુપિયા તો હોય નહિ કે અમેરિકા મોકલવાના કેટલી કરકસર કરતા નહીં , હું ઓફિસે થી આવી ને શેરબજાર કરતો તું ટિફીન કરતી નાસ્તા બનાવી ને વેચતી હતી અથાણાં બનાવીને વેચતી હતી . પાપડ બનાવી ને વેચતી હતી . કેટલો સંઘર્ષ કર્યો છે આપણે આ પોળના મકાન માં રહ્યા કારણકે એને અમેરિકા મોકલવા નો હતો .આપડે એને ભણાવવા માટે ના કોઈ મોજ શોખ કર્યા ના ફરવા ગયા ના નવું ટીવી ખરીદ્યું ના નવા નવા કપડાં લીધા ના હોટલ માં જતા ના તું બ્યુટી પાર્લર માં જતી બસ લાલા ને અમેરિકા મોકલવા માટે ખૂબ મહેનત કરતા ચાર વર્ષ એક કર્યાં ત્યારે લાલા ને અમેરિકા મોકલ્યો ના કોઈ ની પાસેથી લોન લીધી ના પૈસા વ્યાજે લીધા . હવે તમારા સાહેબ ને આ સંઘર્ષ ગરીબી લાગે છે આ વાળ ધોળા કર્યા આ લાડ કુંવર પાછળ તોય સાહેબ ને કોઈ કિંમત નથી તોય ગુજરાત આવે છે પણ ઘરે નહીં આવતો એણે તારો ફોન નંબર પણ બ્લોક કરી નાખ્યો . " ધીરેન ભાઈ મન ઠાલવતા બોલ્યા .

આ બધું હર્ષ સાંભળતો હતો . જ્યારે રશ્મિ બેન અને ધીરેન ભાઈ વાત ની શરૂઆત કરી ત્યારે ત્યાંથી પપ્પુ પસાર થઈ રહ્યો હતો એણે હર્ષ ને ફોન લગાવ્યો અને ખૂબ જ રીકવેસ્ટ કરી ત્યારે હર્ષ એ કહ્યું સારું હું વાત સાંભળું છું . આ બધું સાંભળી ને હર્ષ ને રડવું આવી ગયું એને ખૂબ પછતાવો થયો એણે પપ્પુ ને કહ્યું હું કાલે આવું છું પણ આ વાત મમ્મી પપ્પા ને ના કહેતો હું એમને સરપ્રાઈઝ આપીશ .

બીજા દિવસે સવારે રશ્મિ બેન એમનું કામ કરતા હતા અને ધીરેન ભાઈ છાપું વાંચતા હતા ત્યારે એણે જોરથી કુદકો મારી ને આવ્યો . ધીરેન ભાઈ ડરી ગયા . રશ્મિ બેન રસોડામાંથી દોડતા બહાર આવ્યા . એમની ખુશી નો તો પાર જ ના રહ્યો . હર્ષ પહેલા ધીરેન ભાઈ પાસે માફી માંગી કે "તમે મારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું મારા માટે જેથી હું અમેરિકા જઉ . માફ કરજો જો માફ કરાય તો હર્ષ ધીરેન ભાઈ ના પગમાં પડી ગયો . ધીરેન ભાઈ એ એને ઉંચો કર્યો અને ગળે લગાવી લીધો . પછી હર્ષ બધી વાત કરી કે પપ્પુ એ ફોન કર્યો હતો એટલે હું આવ્યો એ બધી . બધા ખૂબ ખુશ હતા . ઘરમાં ખુશી નો માહોલ હતો .