6 મે 1973.. બ્રિટન
એક જ સમયે.. અલગ અલગ જગ્યા થયેલા 5 મૃત્યુ ની તપાસ ફરી શરૂ થઈ.. એક વ્યક્તિ જે ભૂતકાળ માં સરકારી જાસૂસ તરીકે કામ કરતો હતો.. જ્હોન.. એની ખાનગી રીતે તપાસ કરી રહ્યો હતો..
સરકારી ખાતું એટલે કે પોલીસે બધા જ બનાવો અકસ્માત હતા એવું તારણ કરી કેસ બંધ કરી દીધા હતા.. પણ કમિશ્નર ને આ વાત ગળે નહોતી ઉતરતી.. પરંતુ.. કોર્ટ ની આમન્યા જાળવવી જરૂરી હોઇ.. એમને જહોન ને યાદ કર્યો..
પહેલા બનાવ ના એક વર્ષ પછી બરાબર એજ દિવસે એટલે કે 5-5-1972 એ ફરી 5 જણ ના મૃત્યુ.. ફરી એજ વાત.. અકસ્માતે મોત નોંધી ફાઈલો બંધ..
મરનાર ના સ્વજનો આ વાત સ્વીકારવા તૈયાર નહોતા.. પણ કોઈ પુરાવા નહોતા.. કોર્ટ ના દરવાજા ખડાવવામાં આવ્યા.. પરિણામ શૂન્ય..
એક વર્ષ વીતી ગયુ ફરી 5 મી મે આવી.. લોકો આ તારીખ ભૂલી ગયા હતા.. પણ ન જાણે કોઈ એવું ઇચ્છતું હતું કે આ તારીખ ક્યારેય ભૂલવા માં ના આવે..
ફરી થી એજ ઘટના નું પુનરાવર્તન થાય છે.. ફરી 5 મૃત્યુ.. અને બધાજ અકસ્માતે મર્યા હોય એવું તારણ..
એક ન્યુઝ પેપરે આ ઘટના ઓ ની સામ્યતા આબાદ રજૂ કરી હતી, અને 5-5-5 ની ફોર્મ્યુલા પણ દર્શાવી.. ઉપર થી નીચે સુધી સરકારી તંત્ર હલબલી ગયું હતું..
જ્હોન ઉંમર અંદાજે 54 વર્ષ.. પણ એક યુવાન જેવી માનસિકતા.. ન્યુઝ પેપર વાંચી રહ્યા હતા અને એમને આ ચેલેન્જ મનોમન સ્વીકારી લીધી.. બીજા દિવસે જ એમણે એ દરેક મરનાર 15 વ્યકતિઓ ના નામ સરનામાં મેળવી લીધા અને એજ દિવસે પોલીસ કમિશનર નો તપાસ માટે નો મંજૂરી પત્ર પણ મેળવી લીધો..
તપાસ શરૂ થઈ.. વારા ફરતી 15 જણનો ડિટેલ ડેટા તૈયાર કરવા માં આવ્યો.. એમની ઝીણા માં ઝીણી વિગત એકત્ર કરવા માં આવી.. એમની જન્મ તારીખ અને મરણ તારીખ અને એમના જીવન ની દરેક અગત્ય ની ઘટના ઓની તારીખ..
બધી વિગતો ને ક્રમબદ્ધ કરવા માં આવી તો એમના નામ..મૃત્યુ ના લોકેશન.. જન્મ તારીખ માં ગજબ ની સામ્યતા જોવા મળી.. જ્હોન ખૂબ મથ્યો પણ કેમે કરી ને આ ઘટના મર્ડર હોઈ શકે એવી કોઈ શકયતા દેખાતી નહોતી..
તો આ શું કોઈ સુપર નેચરલ પાવર દ્વારા પ્રેરિત ઘટના હશે ?? જ્હોન નહોતો ઇચ્છતો કે પોલીસ નું તારણ સાચું પડે.. કારણકે મૃતક 15 જણ ના સ્વજનો ને મળ્યા પછી એને એવું લાગતું હતું કે આવું અચાનક અણધાર્યું આવું કેવી બની શકે..
ત્યાં જ્હોન ચર્ચ નો પેલો પાદરી ડિમેલો યાદ આવ્યો.. જેણે એની એક કેસ માં મદદ કરી હતી.. હવે એ આ શહેર થી ઘણો દૂર બીજા શહેર માં મુવ થઈ ગયો હતો.. ગમેતેમ કરી એનો નમ્બર અને એડ્રેસ મેળવી જ્હોન એના સુધી પહોંચી ગયો.. રાત્રે બિયર પિતા પિતા બન્ને જણ કેસ વિશે ચર્ચા કરવા લાગ્યા..
વાત વાતમાં પાદરી ડિમેલો એ એક ડેમોન અબલમનો ઉલ્લેખ કર્યો.. જેનો એનર્જી પોર્ટલ નો 5 સાથે ખુબજ તાલમેલ છે.. જ્હોન ને વાત માં રસ પડ્યો.. એને વધુ વિગતો મેળવવા.. ધાર્મિક પુસ્તકો ફેંદી નાખ્યા..
અબલમ નર્ક નો દેવતા છે.. અને એક ચોક્કસ પંથના લોકો એનું 5 તારીખે આહવાહન કરે છે.. એ પંથ ના લોકો એવું માને છે કે માત્ર અબલમ જ આ પૃથ્વી નો શાસક બનવા યોગ્ય છે.. એનું તત્વ અગ્નિ છે.. અને એ અગ્નિ માં એ તમામ લોકો એ બળી ને મરી જવું જોઈએ જે નકલી ભગવાનો ને ભજી રહ્યા છે.. જે વાસ્તવ માં મનુષ્ય ની ક્યારેય મદદ નથી કરતા.. અને એવા લોકો ના અસ્તિત્વ નો કોઈ મતલબ નથી..
તો હવે જ્હોન, ડિમેલો ની મદદ થી રિસર્ચ કરે છે કે 5-5 એ મરવા વાળા લોકો વચ્ચે શુ સામ્યતા હોય છે.. એ માત્ર 3 વર્ષ નો જ નહીં છેલ્લા 30 વર્ષનો ડેટા તૈયાર કરે છે.. અને પરિણામો માથું ચકરાવી દેવા વાળા હતા.. મરવા વાળા બધા જ ની જન્મ તારીખ 5 મી જ હતી.. બધા કોઈક ને કોઈક રીતે સળગેલા હતા.. બધા જ ખુબ ધાર્મિક હતા.. અને બધા જ ઈસુ ના ફોલોઅર હતા..
ડિમેલો એ એક રસપ્રદ વાત એ પણ કહી હતી કે.. અબલમ ને જ્યાં સુધી બોલવવામાં ન આવે ત્યાં સુધી એ આવતો નથી.. એનો મતલબ જ્હોન સમજી ચુક્યો હતો કે આ બધી જ મોત માટે પેલો પંથ જવાબદાર હોવો જોઈએ.. એ લોકો કોઈ ચોક્કસ વિધિ દ્વારા અબલમ ને આ પૃથ્વી પર ઇનવાઈટ કરે છે.. અને અબલમ..આવી ને મોત નો ખેલ રચતો.. આ મોત ના આંકડા માત્ર બ્રિટન સુધી સીમિત નહોતા.. અલબમ સમગ્ર પૃથ્વી માં ગમે ત્યાં વિનાશ વેરતો.. અને.. 5..,55..,555..,5555 આવા જ મૃત્યુ ના આંકડા ઓ મળતાં.. આજ થી પહેલા કોઈ એ આ વાત પર ધ્યાન નહોતું આપ્યું.. પણ આવું છેલ્લા 30 વર્ષ થી થઈ રહ્યું હતું..
ગમે તેમ કરી ને આ પંથ ને શોધવો જ રહ્યો.. નહી તો બે મોત લોકો મરતા જ રહેશે.. આ બધું અટકાવવું જ પડશે..
જ્હોન અને ડિમેલો તાત્કાલિક પોલીસ કમિશ્નર પાસે પહોંચી જાય છે.. અને બધું રિસર્ચ એમની સામે રજૂ કરે છે.. કમિશ્નર પહેલા તો વિશ્વાસ નથી કરતો પણ.. આંકડા અને માહિતી બધું જ જોયા પછી એ હતપ્રભ હતો.. એ એના બાહોશ લોકો ની ટિમ જ્હોન ને આપે છે.. અને ગમે તેમ કરી ને એ પંથ ને શોધવા નું કહે છે..
કારણકે આ પંથ વિશે કોઈ જાણકારી ના અભાવે શરૂ ક્યાંથી કરવું એજ અવઢવ માં ઘણા દિવસો નીકળી જાય છે.. ત્યાં જ પાદરી ડીમેલો એક આશા નું કિરણ લઈ ને આવે છે.. એમના શહેર માં એક અવિવાહિત યુવતી અંદાજે ઉંમર 18 વર્ષ.. નામ રિબેકા..જે પ્રેગ્નેન્ટ હોય છે.. એને વારંવાર કોઈ અજ્ઞાત લોકો દેખાય છે.. જે કાળા કપડાં પહેરેલા હોય છે.. અને એ સમયે જાણે કે એની કૂખ અને એની અંદર નું બાળક સળગી રહ્યા હોય એવો આભાસ થાય છે.. એમના ભય ના કારણે એ પાદરી ડિમેલો ને એક્ઝોરસીસમ પર્ફોમ કરવાનું કહે છે.. ડિમેલો એને બાળક ના પિતા વિશે પૂછે છે.. રિબેકા કહે છે.. એને ખબર નથી.. ક્યારે એને કોઈ ની જોડે શારીરિક સંબંધ બાંધ્યો હોય તો.. ડિમેલો નવાઈ માં પડી જાય છે.. પણ બ્રિટન ના કલ્ચર માં આ નવું નહોતું.. ડ્રગ અને નાઈટ પાર્ટી કોમન થઈ ગયું હતું..
ડિમેલો પોતે આ પ્રક્રિયા કરવા માટે સક્ષમ નથી એવું જણાવી એને ચર્ચ ના મોટા પાદરી કુલીનસ પાસે મોકલે છે.. મોટા પાદરી ને મળી ને પાછા જતા ડિમેલો ને કહે છે કે આવતી 5 તારીખે જ આ વિધી થઈ શકશે એવું કુલીનસે એમને કહ્યું છે..
ડિમેલો નું મગજ ચકરાળે ચડી જાય છે.. અને એ ચૂપચાપ જ્હોન ને આ વાત કરે છે.. જ્હોન ખાનગી વેશ માં પોલીસ ના લોકો પાદરી કુલીનસ ની પાછળ લગાવી દે છે.. અને પેલી છોકરી પર પોતે નજર રાખવા લાગે છે.. કુલીનસ ને અંદાજ પણ નહોતો કે એનો ભાંડો ફૂટવાની તૈયારી છે..
પાદરી કુલીનસ અલબમ ના અવતરણ માટે એક વર્જિન યુવતી શોધી રહ્યો હતો.. અને યુવતી એટલે રિબેકા.. વાસ્તવ માં રિબેકા એક આસ્તિક યુવતી હતી.. અને નાનપણ થી ચર્ચ માં આવતી જતી.. કુલીનસ ની નજર ક્યાર ની એની ઉપર હતી.. અને એક દિવસ મિત્ર ના ઘરે રોકાવા ગયેલી રિબેકાની સાથે ગાઢ ઊંઘ માં મોકલી દઈ ને બળાત્કાર કરવા માં આવ્યો.. રિબેકા ને કે એના મિત્ર ને ગંધ પણ ના આવી અને કુલીનસે અલબમ ને એના શરીર માં ઇનવાઈટ કર્યો.. અને રિબેકા સાથે શારીરિક સબંધ બનાવ્યો હતો.. કામ એટલું શક્તિશાળી મંત્રો દ્વારા કરાયું હતું કે રિબેકા ને છેક 5 મહિના પછી અંદાજ આવ્યો કે એ પોતે પ્રેગનન્ટ છે..
જ્હોન પરિસ્થિતિ બગાડવા નહોતો માંગતો એટલે એણે રિબેકા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.. એ માત્ર એના પર નજર જ રાખી રહ્યો હતો.. અને 5 તારીખે કુલીનસે પોતાનો અસલી મિજાજ બતાવ્યો.. રિબેકા ને એક્ઝોરસીસમ પર્ફોમ કરવાના બહાને ચર્ચ માં રાત્રે બોલાવી હતી.. અને ત્યાં એને એક નશીલું પાણી પીવડાવી.. બેભાન કરી ત્યાંથી ગાઢ જંગલ માં લઇ જવામાં આવી હતી.. પરિસ્થિતિ થી અજાણ કુલીનસ બેખોફ હતો..
જ્હોન.. ડિમેલો.. અને પોલીસ ની ટુકડી કુલીનસ નો પીછો કરી રહ્યા હતા.. અને જંગલ માં પહોંચી ને જોયું તો ત્યાં ઘણા લોકો મોટી આગ સળગાવવા ની તૈયારી માં હતા.. એમને વધુ પોલીસટુકડી ની રાહ જોવી જ પડે એમ હતું..
આ બાજુ કુલીનસ.. રિબેકા ને લાકડા ની બનાવેલી ચિતા પર સુવડાવી રહ્યો હતો.. જોઈ ને એવું લાગતું હતું કે આજે રિબેકા ની બલી આપવાના લાગે છે.. ડિમેલો આ ચૂપચાપ જોઈ શકે એમ નહોતો.. એના થી રહેવાયું નહિ.. અને એ બુમો પાડતો કુલીનસ તરફ ભાગ્યો.. અચાનક એને અહીં જોઈ કુલીનસ હક્કો બક્કો થઈ ગયો અને એણે ડિમેલો ના માથા પર લાકડી નો જોરદાર પ્રહાર કર્યો.. ડિમેલો ત્યાંજ બેભાન થઈ ઢળી પડ્યો..
ડિમેલો પર થયેલા હુમલા થી પોલીસ તરત એક્શન માં આવી ગઈ અને હવા માં ફાયરીગ કર્યું અને કુલીનસ ને પાછા હટી જવા વોર્નિંગ આપી.. પણ કુલીનસ ના કહેવા થી ત્યાં મોટી સંખ્યા માં એકઠા થયેલા લોકો એ પોલીસ પર હલ્લો કર્યો.. અને એમને પાછા હટવા મજબૂર કરી દીધા.. જ્હોન શુ કરવું એ જ પ્લાન કરી રહ્યો હતો અને એ દરમિયાન કુલીનસે વિધી શરૂ કરી દીધી અને રિબેકાને સુવડાવી હતી એ ચિતા ને આગ લગાડી દિધી..
બેબાકળો જ્હોન પોલીસ ના હાથ માં થી રિવોલ્વર ઝુંટવીને કુલીનસ તરફ દોડે છે.. પણ ત્યાં સુધી માં કુલીનસ પોતાના કામ ને અંજામ આપી ચુક્યો હોય છે.. રિબેકા ભડ ભડ સળગવા લાગી છે.. અને આગની જ્વાળા વિશાળ આકૃતિ ધારણ કરી રહી હોય છે.. ગુસ્સે ભરાયેલો જ્હોન રિવોલ્વર ની બધી ગોળી કુલીનસ ના શરીર માં ધરબી દે છે.. અને કુલીનસ ત્યાંજ ઢળી પડે છે.. નાસભાગ મચી ગઇ જાય છે.. અને અમુક ફોલોવર અલબમ ના અવતરણ ની પ્રાર્થના કરી રહ્યા હોય છે.. એક ધડાકા સાથે રિબેકા નું શરીર બ્લાસ્ટ થઈ જાય છે.. અને અંદર થી એક બાળક અગ્નિ તરફ જવા લાગે છે.. અગ્નિ માં પહોંચતાંવેંત જ બાળક મોટું થવા લાગે છે..
આ બાજુ બેભાન ડિમેલો ભાન માં આવે છે..અને આ દ્રશ્ય જોઈ હતપ્રભ થઈ જાય છે.. એને અચાનક યાદ આવે છે કે જો કોઈ પવિત્ર વ્યક્તિ પોતાની આહુતિ આપે તો અલબમ ને પૃથ્વી પર આવતો રોકી શકાય છે.. ડિમેલો એના ખિસ્સા માં રાખેલી હોલી વોટર ની બોટલ કાઢે છે અને પોતાના શરીર પર નાખવા લાગે છે.. અને પછી મોટો ક્રોસ લઈ પોતાની જાત ને આગ માં હોમી દે છે.. અને એ બાળક જે રિબેકા ના પેટ માંથી નીકળ્યું હતું એની છાતી ની આરપાર એ ક્રોસ ઘુસાડી દે છે..
જ્હોન કઈ સમજે એ પહેલાં તો એક ધડાકા સાથે આગ એ બાળક અને ડિમેલો બધા જ ગાયબ થઈ જાય છે.. ફોલોઅર માં નાસભાગ મચી જાય છે.. આ બાજુ ઘણી પોલીસ હથિયારો સાથે આવી પહોંચી હતી અને બધા ફોલોવર ને અરેસ્ટ કરવા લાગે છે..
રિબેકા ની લાશ ના ટુકડા જ્યાં ત્યાં વિખેરાયેલા પડ્યા હતા અને કુલીનસ ની લાશ પણ ત્યાં જ હતી..
જ્હોન ખૂબ નિરાશા સાથે ત્યાંથી રવાના થાય છે..
એક કેસ સોલ્વ કર્યો પણ ક્યાં ભોગે..
કદાચ એણે 5 મી મે એ બનતી ઘટના ઓ રોકી દીધી હતી.. ?? એ તો આવતી 5 મી મે જ ખબર પડે..
✨